N Kahevayeli vaato - 9 books and stories free download online pdf in Gujarati

ન કહેવાયેલી વાતો - 9

( ગતાંકથી શરૂ...)



રોઝી : " મિશા , જો ફેસ કલિયર થઈ ગયો.."

ધ્વનિ : " આ તો ખુશ્બુ છે...!!!"

મિશા : " હા , ખુશ્બુ અને ચોરી...?"

રોઝી : " આ છે કોણ...?"

ધ્વનિ : " આદિત્ય ની ગર્લ ફ્રેન્ડ..."

રોઝી : " મિશા , હોઈ શકે કે પેપર્સ માટે તેણે ચોરી કરી હોઈ..!"

ધ્વનિ : " હા , આદિત્યને આમ પણ શેર વહેંચવા હતાં તો બની પણ શકે.."

મિશા : " ના , પેપર્સ માટે ખુશ્બુ નથી આવી...કારણકે તેને પણ સારી રીતે જાણ હશે કે આટલાં મહત્વનાં ડોક્યુમેન્ટ હું ઘરે તો નઈ જ રાખું.."

રોઝી : " તો પછી....??"

મિશા : " વાત તો કંઈ બીજી જ છે...!"

ત્યાંજ મિશા ના ઘરની ડોર બેલ વાગે છે...મિશા દરવાજો ખોલે છે. સામે ધરતી હોય છે તે જલ્દી અંદર આવીને દરવાજો બંધ કરે છે..

મિશા : " ધરતી શું થયું અચાનક....?"

ધરતી : " મિશા દીદી ખુશ્બુ એ તમારી બધી બેંક ડિટેલ લીધી છે.."

મિશા : " શું...??"

ધ્વનિ : " પણ મિશા એનાથી શું થશે..?"

મિશા : " આઈડી, પાસવર્ડ થી એ બધાં પેપર્સ ઓનલાઈન મેળવી લેશે એ.."

રોઝી : " મારાં મતે મિશા તું પેલા બેંક માં ઈન્ફોમ કર...અને હમણાં જ ત્યાં પહોંચ.."

મિશા : " હા..."


મિશા તરત જ બેંકમાં પોતાનાં આઈડી , પાસવર્ડ ચોરાયા ની જાણ કરે છે. રોઝી નો આભાર માની ધ્વનિ સાથે તે બેંક જવાં નીકળે છે.



***********

ખુશ્બુ : " આદિત્ય , આ જો આઈડી , પાસવર્ડ..હવે તું સહેલાઈ થી શેર વેચી શકશે..!"

આદિત્ય : " ખુશ્બુ તું પાગલ થઈ ગઈ કે શું..? આ રીતે ચોરી..? જો આશી એ કેસ કર્યો તો..?"

ખુશ્બુ : " મિશા..તે મિશા છે આદિત્ય , આશી નહીં અને તેને ખબર પણ નહી પડે કે તેનાં ઘરમાંથી શું ચોરી થયું છે..! આમ પણ કંપની પર તેનો હક ફકત ત્યાં સુધી હતો જ્યાં સુધી તમે સાથે હતાં..હવે આ શેર મારાં છે.."

આદિત્ય : " ખુશ્બુ એ હક પપ્પા નો છે..કંપની કોને આપવી અને કોને નહિ..તે તું આ રીતે ચોરી ના કરી શકે..!"

ખુશ્બુ : " પ્લીઝ આદિત્ય મને ના શીખવ.અરે, આ પાસવર્ડ અને આઈડી રોંગ કેમ બતાવે છે..?"

આદિત્ય : " કેમ કે આશી તારી જેમ સાયકો નથી..ખબર પડી ગઈ હશે એને, અને અત્યાર સુધીમાં તો આ એકાઉન્ટ બંધ પણ થઈ ગયું હશે..."

ખુશ્બુ : " જસ્ટ શટ અપ આદિત્ય...હું પણ જોવ છું ક્યાં સુધી સાચવશે એ..?"

આદિત્ય : " ખુશ્બુ તું આવું કોઈ પણ કામ ફરીવાર નહિ કરે...!"

ખુશ્બુ : " મને તારી સલાહ ની તો જરૂર નથી જ...મારે શું કરવું અને શું નહીં એ હું જાતે નક્કી કરીશ.."

આદિત્ય : " ઠીક છે ત્યારે...પણ કયારેક ફસાઈ ને તો મારાં પાસેથી મદદ ની આશા ના રાખતી..."


***********

મિશા અને ધ્વનિ બેંક આવવા માટે નીકળે છે.....

મિશા : " લોગ ઈન થયાં પેહલા જ એકાઉન્ટ કલોઝ થઈ ગયું ...સારું થયું.."

ધ્વનિ : " હા..."

મિશા : " ધ્વનિ , આ મગજમારી મારે નથી જોઈતી..એક વાર પપ્પા ન્યૂયોર્ક થી પાછાં આવે એટલે હું તેમને આ શેર વિશે વાત કરીશ..."

ધ્વનિ : " આટલી સારી સ્કીલ છે તારી પાસે... એજ્યુકેશન પણ તો પછી..?"

મિશા : " મને આરજે રહેવું વધારે ગમશે..."

ધ્વનિ : " તારી ઈચ્છા..."

મિશા અને ધ્વનિ જલ્દી બેંક આવ્યાં......હજું તો બેન્ક ની સીડીઓ ચડે એ પેહલા તેમની સામે બે વ્યક્તિ આવી ને ઉભી રહી........થોડી વાર માટે તો મિશા અને ધ્વનિ બંને શોક થઈ ગયાં...!


મિશા અને ધ્વનિ હજું તો સીડીઓ ચડે એ પહેલાં જ બે વ્યક્તિ તેમની સામે આવીને ઉભા રહે છે...

મિશા : " આકાશ , નિશાંત તમે અહીંયા....?"

નિશાંત : " હા , કેમ ના અવાય..?"

મિશા : " ના...અવાય જ ને પણ..."

આકાશ : " તું જે કામ માટે આવી તે થઈ ગયું તારાં અહીંયા આવવા પેહલા.."

ધ્વનિ : " પણ કંઈ રીતે..?"

મિશા : " અને કીધું કોને તમને...?"

નિશાંત : " આકાશ... લોકો હવે આપણને કંઈ નથી કહેતાં તો આપડે શું કામ કહીએ ચાલ નીકળીએ.."

આકાશ : " હા , હા ચાલ..."

મિશા : " અરે પણ સાંભળ તો ખરા...."

આકાશ અને નિશાંત ત્યાંથી નીકળી જાય છે...

ધ્વનિ : " આ બધું શું હતું..!"

મિશા : " મને શું ખબર....હવે તો આ લોકો જ કેહશે... ચાલ..."

ધ્વનિ : " એ બન્ને ક્યાં ગયાં એ કેમ ખબર પડશે...? તેઓ તો કેવાના નથી.."

મિશા : " જો પાંચ વાગવા આવ્યાં છે એટલે મને ખબર છે કે કયાં જશે ચાલ.."

ધ્વનિ : " તો ચાલો.."

મિશા અને ધ્વનિ ત્યાંથી નીકળે છે. લગભગ અડધા કલાક પછી તેઓ એક ઘર પાસે આવે છે અને મિશા દરવાજો ખખડાવે છે...

આશરે 52-53 વર્ષનાં વયનાં ગીતાબેન દરવાજો ખોલે છે..

મિશા : " જયશ્રી કૃષ્ણ આંટી..."

ગીતાબેન : " મિશા , ધ્વનિ.... જયશ્રી કૃષ્ણ.... આવો આવો..."

મિશા : " આંટી , નિશાંત અને આકાશ આવ્યાં...?"

ગીતાબેન : " હા , હમણાં જ આવ્યાં..નિશાંત ના રૂમમાં ગયાં...તમે બેસો હું નાસ્તો લાવું..."

મિશા અને ધ્વનિ નિશાંત ના રૂમ માં આવે છે.....

મિશા : " હવે ક્યાં ભાગશો..??"

નિશાંત : " શરમ જેવું છે કે નહિ તમને...કોઈ ના પણ ઘરે આવી જવાનું આવી રીતે કહ્યાં વિના...?"

ધ્વનિ : " આ કોઈનું ઘર છે..! ચાલ મિશા અહીંથી આપણી પણ સેલ્ફ રિસ્પેક્ટ હોય ને..!"

ધ્વનિ મિશા નો હાથ પકડીને બહાર જવા લાગે છે ....

નિશાંત : " અરે ધ્વનિ...મિશા સોરી હું તો મજાક કરતો હતો.."

ધ્વનિ : " અમે ક્યાં જવાના હતાં...આવી ગયો ને લાઈન પર..."

આકાશ : " હા , માતે હા...આવી ગયા અમે લાઈન પર.."

મિશા : " તમે કામમાં ખોટાં હેરાન ન થાવ એટલે નોહતું કીધું...રોઝી હતી એટલે બધું કામ આમ થઈ જ જાય એટલે.."

નિશાંત : " પણ આ છેલ્લી વાર હતું મિશા.... નેક્સ્ટ ટાઈમ યાદ રાખજે.."

મિશા : " હા મારી પેલા તને કહીશ બસ.."

ધ્વનિ : " હવે તો બોલ તમને કેમ ખબર પડી..?"

નિશાંત : "જ્યારે બિલ્ડિંગ ના સીસીટીવી ફૂટેજ જોયાં ત્યારે ચોરનાં હાથનું ટેટૂ જોયું હતું તે સેમ ખુશ્બુ પેહલા દિવસે તારા ઘરે આવી ત્યારે તેના હાથમાં જોયું તેવું હતું....અમને તો ત્યારે જ ખબર પડી ગઈ હતી એટલે અમે તારું એકાઉન્ટ જ અગાવથી બંધ કરાવી દીધું..તે ના કીધું એટલે અમે પણ ના કીધું હિસાબ બરાબર
થોડાં હેરાન થવાના મજા તને પણ આપવાં પડે ને..!"

મિશા : " હાર્ટ એટેક લાવી દઈશ તું ક્યારેક..."

થોડી વારમાં નાસ્તો આવી ગયો... બધાં નાસ્તો કરી રહ્યાં હતાં, ક્યારનો ચૂપ બેસેલો આકાશ કંઈક અવલોકન કરી રહ્યો હતો ધ્યાનથી...!






ક્રમશઃ








બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED