ન કહેવાયેલી વાતો - 1 Jyoti Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ન કહેવાયેલી વાતો - 1

ઓગસ્ટ મહિના ની આ વધુ એક આ વરસાદી સવાર છે..... મેઘરાજા દર વર્ષ ની જેમ આ વખતે પણ સુરત પર જ વધુ મેહરબાની દર્શાવી રહ્યાં હોય એવું લાગી રહ્યું છે..... મારાં સ્ટુડિયો ની બારી માંથી સુરત ની આ વરસાદ સાથે ની ખૂબસૂરત છબી દેખાય રહી છે.....સમય છે સવાર નાં સાત વાગ્યાં નો......સાથે સાથે ચાલો મારી ઓળખાણ પણ આપી જ દેવ.....

" A very good and rainy morning Surat.....red FM 95.00 પર સવારની ચા અને મિશા ના મ્યુઝિકલ શો સાથે આપનું સ્વાગત છે......"

" હું છું Rj મિશા...તો ચાલો શરૂ કરીએ આપનો મનપસંદ શો મોર્નિંગ નં.1... જ્યાં ચાલશે સોંગ્સ તમારી ફરમાઈશ ના.... ફર્સ્ટ સોંગ આ માહોલ માટે એશ કિંગ અને શાશા તિરુપતિ ના અવાજ માં બારીશ.... વી વિલ બેક આફ્ટર ધીસ સોંગ..."

" બ્રેક બાદ , ચાલો શરૂ કરીએ ફરીથી આપડો શો.... નેકસ્ટ વિક માં કરીશ એક અગત્યની જાહેરાત તો મોર્નિંગ નં.1 માં આવવાનું ચૂકશો નહિ.....!! આગળ વધારીએ આપણી મ્યુઝિકલ જર્ની...."

હવે તો તમને ખબર પડી જ ગઈ હશે ને...! હું એટલે Rj મિશા અને આ જગ્યાં છે અમારો રેડ એફએમ સ્ટુડિયો...... જ્યાં સવાર સવાર ની તાજી તાજી ખબરો ચાલી રહી છે.....

આકાશ : " મિશા , આજ નું ન્યૂઝ પેપર વાંચ્યું...."

હું : " ના ,હજું સુધી નથી વાંચ્યું કેમ....??"

આકાશ : " અરે...!! જો આજ ની બ્રેકિંગ ન્યૂઝ.... વધારે મેગી ખાવાથી એક યુવતી
નું મોત...."

ધ્વનિ : " હે , શું બોલે છે....તું....હવે મિશા નું શું થશે...??"

હું : " લાવ તો પેપર , એ આવા ન્યૂઝ તો આખા પેપર માં નથી.. ??"

આકાશ : " લે તો તું શું રાહ જોઈને બેઠી છો... કે આવાં ન્યૂઝ આવે પછી મેગી બંધ
કરીશ...??"

ધ્વનિ : " જો જે હો આકાશ .... એક દિવસ આ ચા અને મેગી ખાઈને જ મરશે..!"

હું : " તમે બન્ને નવરાઓ જાવ અહીંયા થી મારી લિંક આવી ગઈ છે..."

આકાશ અને ધ્વનિ : " હા હા , જઈએ જ છીએ...."

આ હતાં ધ્વનિ અને આકાશ તેઓ પણ મારી જેમ RJ જ છે , અને મારી ફેમિલી ના એકમાત્ર સભ્યો પણ....!! પણ ખબર નહિ મારી ચા અને મેગી થી આ લોકો ને શું પ્રોબ્લમ છે .....!! આખરે 12 વાગ્યે મારો શો પૂરો થયો...

આજે શનિવાર છે . મારો શો પૂરો થઈ ગયો છે , વિકેન્ડ પણ છે અને આજે મારે સ્ટુડિયો માં કંઈ કામ પણ નથી એટલે વિચાર્યું કે આજે જલ્દી ઘરે જતી રહું....

બપોર થઈ ગઈ છે છતાં પણ મેઘરાજાની સવારી યથાવત્ જ છે .....મારી ગાડી ના કાચ ની બહાર ઝરમર વરસાદ નું પાણી ઝરી રહ્યું છે ....મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ અને એમાં પણ અમારાં સુરત ના રસ્તાઓ પછી તો પૂછવું જ શું...!!!

અત્યારે આ રસ્તા નો ખાલીપો જોઈ ને સાચ્ચે જ ૫ વાગ્યાં વાળો સીન યાદ આવી જાય. જો આ વરસાદ ન હોત ને તો ઠેર ઠેર સ્ટ્રીટ ફૂડ ખાનારા સુરતી ની લાઈનો હોત... બસ તો આજ મોસમ ની મજા લેતાં લેતાં મારાં ઘરે પોહંચી....

તો મારાં ઘરમાં આપ સૌ નું સ્વાગત છે.... આ છે મારું ઘર ...હોલ, કિચેન અને બેડરૂમ જેની સાથે છે આ મારી મીની ગાર્ડન જેવી બાલ્કની મારાં ફેવરિટ બ્લ્યુ લાઈટ અને મની પ્લાન્ટ એટલે કે ધનવેલ થી સજાવેલ ઝૂલા સાથે.....

આ ઘરમાં માત્ર હું અને મારી વ્હાલી ખુશી અમે બંને જ રહીએ છીએ........ ખુશી એટલે મારી ડાયરી , કેમકે આ એક માત્ર વ્યક્તિ જે દરેક સમયે મને સાચવે છે. એટલે હું તેને એક વ્યક્તિ માનું છું અને ને મે તેને ખુશી નામ આપ્યું છે. કહેવાય છે કે જ્યારે એક મકાન માં આખો પરિવાર સાથે રહે છે ત્યારે તેને ઘર કહેવાય છે , પરંતુ અહીંયા તો ફ્કત હું અને ખુશી બંને જ છીએ તો પણ આ ઘર છે...... કારણ કે અહીંયા હું કોઈના પણ આક્ષેપો અને ટોન્ટ સાંભળ્યાં વિના જીવું છું.....

ત્યાં જ નીચે થી મને મિશા.... મિશા.... નામની બૂમો સંભળાય છે , પછી મારા મગજ માં આવે છે કે આ મારું જ નામ છે......કદાચ આ નામ અત્યારે આખા સુરત ને યાદ હશે પણ મને નથી યાદ રેહતું......!!!

ક્રમશ:

★★★★★★★★★★★★★★★★★★★★★★★★★★★★

© નવી નવલકથા ના નવાં અધ્યાય સાથે ફરીથી આપ સૌ નું સ્વાગત છે....🙏

જોઈશું એક Rj ની રસપ્રદ કહાની.....

★ આ વાર્તા માં ઉપયોગ માં લેવાયેલ બધાં નામ અને ઘટનાઓ સંપૂર્ણ પણે કાલ્પનિક છે.... પત્રો ને કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ સાથે કોઈ પણ સંબંધ નથી...

★ ભૂલો અથવા સૂચનો અચૂક જણાવજો.....😃