ન કહેવાયેલી વાતો - 3 Jyoti Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

ન કહેવાયેલી વાતો - 3

अहेसास की जो जुबान बन गये.....


दील मे मेरे महेमान बन गये.....


आप की तारीफ मे कया कहे....


आप हमारी जान बन गये........


આકાશ : " કયા બાત હે....!! આજે સવાર સવારમાં વિશાલ મિશ્રા નું સોંગ...તારી લવ સ્ટોરી યાદ કરતી હતી કે શું...??"


આકાશ કેબિનમાં આવતાં જ બોલ્યો..


હું : " હા, અને તું એમાં વિલન બની રહ્યો છે...!"


આકાશ : " ના ભાઈ ના આપણે તો હીરો માણસ હો..વિલન નહિ.."


હું : " ચાલ , હવે બોલ શું કામ હતું..?"


આકાશ : " ટાઈમ જો કોન્ફરન્સ રૂમ માં બધાં આવી ગયાં છે...!"


હું : " અરે મિટિંગ તો ભૂલાય જ ગઈ..."


અમે કોન્ફરન્સ રૂમ માં આવ્યાં....


શુભમ સર : " સો આ વર્ષની આપણું આરજે સેલિબ્રેશન એક અનોખા સિટીમાં થવાનું છે..."


રિયા : " હા , સર પણ એ સિટી ક્યું છે...??"


હું કદાચ મનોમન ઈચ્છતી હતી કે બસ આ અમદાવાદ ના હોય...


શુભમ સર : " તો એ સિટી છે.. અંજાર , કચ્છ નું એક અદ્ભુત નગર.... તમને એટલે કે અત્યારે અહીં રહેલાં બધાં આરજે ને સાત દિવસ માટે આ ઇવેન્ટ નો ભાગ બનવાનો ચાન્સ મળે છે.... ઈંજોય યોર ટુર..."


બધાં જ ખુશ હતાં કારણકે આ કામ ના દિવસો માંથી સાત દિવસ અંજાર અને કચ્છ ને માણવાની મજા માણવાની હતી....હું થોડી વધારે જ ખુશ હતી કેમ કે મને આજે કોલેજ પૂર્ણ થયા પછી પેહલી વાર એ શહેર માં પાછું જવાનું મળવાનું હતું..ફરીવાર એ દિવસો યાદ કરવાનો એક અવસર....!!


પછી તો શું ... બધાં લાગી ગયાં પોત પોતાની પેકિંગ માં.....બસ બીજા દિવસે જ અંજાર માટે નીકળવાનું હતું.... બધાં પોતાના વાહનો માં અલગ અલગ આવવાના હતાં.....હું , ધ્વનિ , આકાશ અને અમારી સાથે નિશાંત પણ આકાશ ની કાર માં જ આવવાનાં હતાં....અમે લગભગ રાતે 8 વાગ્યે સુરત થી નીકળ્યાં....


અને શરૂ થઈ અમારી સુરત થી અંજાર ની સફર....!


નિશાંત : " મિશા , એક વાત પૂછુ...?"


હું : " હા , બોલ"


નિશાંત : " એક વાર મે તારી પાસેથી જ સાંભળ્યું હતું તે ડિગ્રી અંજાર ની કોલેજ માંથી લીધી હતી...?"


હું : " હા તો...?"


આકાશ : " તો કોઈ મળી જાય ને ત્યાં જે તને ઓળખતું હોય તો અમને પણ ખબર પડે ને તારી કોલેજ લાઈફ વિશે..."


હું : " હા, જો કોઈ મળે તો ચોક્કસ પૂછી લેજે..."


ધ્વનિ : " મિશા , તું ક્યાં આની બક્વાસ સાંભળે છે..."


આકાશ : " વાહ્... નિશાંત હવે તો આપણી વાતો પણ બકવાસ છે...!! "


નિશાંત : " શાંતિ થી બેસો ભાઈ હવે કંઈ બોલવા જેવું નથી..."


ધ્વનિ : " એ જ સારું રહશે..."


લગભગ 4 કલાક પછી ફ્રેશ થવા માટે અમે થોડીવાર માટે એક હોટેલ પર રોકાયા...હવે આકાશ ને પણ ઊંઘ આવી રહી હતી એટલે હવે નિશાંત ડ્રાઈવ કરવાનો હતો...... ત્યાં જ મારી નજર એક વ્યક્તિ પર પડી તે મારી સામેની સાઈડ હતી પણ અંધારા માં તેનો ચેહરો સ્પષ્ટ નોહતો દેખતો.... પરંતુ તેનાં હાથમાં ચમકતી એક રીંગ પર ધ્યાન જતાં જ મારાં મોઢા માંથી અનાયાસે જ નીકળી ગયું..


" આદિત્ય..."


ધ્વનિ : " શું થયું મિશા...??"


હું : " ક... કંઈ નહિ.."


આકાશ : " શું કઈ નહિ...તું બોલી હમણાં આદિત્ય.....કોણ...આદિત્ય...?"


હું : " ના , એ તો મને લાગ્યું કે તેમને હું ઓળખું છું પણ એ કોઈ બીજું હતું..."


આકાશ : " ઓકે , તો ચાલો હવે જઈએ.. "


અમે ત્યાં થી નીકળ્યાં. પેલી વ્યક્તિ તો અમારી પેહલા જ નીકળી ગઈ હતી...મને પણ થયું કે આદિત્ય અહીં ક્યાંથી હોય.....!! મે અમારી આ મસ્તી ભરેલી ટુર પર જ ફોકસ કરવાનું યોગ્ય લાગ્યું...


ક્રમશ :


@@@@@@@@@@@@@@@@@@@@@


કરીશું અંજાર ની સફર....


આદિત્ય ની મુલાકાત.....😊


• જો કોઈ ભૂલો હોય તો સૂચનો અને તમારાં અભિપ્રાયો જણાવી શકો.... કોમેંટ્સ માં....