N Kahevayeli vaato - 4 books and stories free download online pdf in Gujarati

ન કહેવાયેલી વાતો - 4

Welcome in anzar....


અંજાર.. ઐતિહાસિક નગર કહીએ તો પણ કંઈ ખોટું નથી....!! અહીંયા ની ખાસ ગલિયો જ્યાં મે સુવર્ણ ત્રણ વર્ષ વિતાવ્યાં છે.... અહીં આવતાંની સાથે જ જાણે ભૂતકાળ ફરીથી જીવાતો હોય ને એવું લાગી રહ્યું હતું....પણ ક્યાં ખબર હતી કે આ ત્રણ દિવસ ની અંજારની સફર મને ફરીથી એ ત્રણ વર્ષમાં પાછળ ધકેલી દેશે......!!

નિશાંત : " તો ચાલો અંજાર ની મોજ માણવા...?"

આકાશ : " હા, મોજ પછી માણીશું.. અત્યારે 7 વાગી ગયાં છે જમીને આરામ કરીશું કાલે સવારે જઈશું આમ પણ આપણો પ્રોગ્રામ રાત નો છે.."

ધ્વનિ : " હા કાલે જ જઈશું..."

હું : " ચાલો ત્યારે ગૂડ નાઈટ..."

બધાને અલગ અલગ રૂમ અપાયેલાં હતાં....જેમાં મારો એક જ રૂમ થર્ડ ફ્લોર પર હતો..ધ્વનિ , નિશાંત અને આકાશ ના રૂમ સેકન્ડ ફ્લોર પર હતાં.... બધાં જ થાકી ગયા હોવાથી સવારે 8 વાગ્યે ઉઠ્યા....અને 10 વાગ્યે નીકળી પડ્યાં અંજાર શહેર જોવા...! સૌથી પેહલા અમે જેસલ તોરલ ની સમાધિ જોઈ....ત્યારબાદ અહી ના ઐતિહાસિક કિલ્લાઓ ની સેર કરી.......અને સાથે અઢળક ફોટાઓ તો ખરા જ....!! ત્યાં ફરી વાર મને તેજ રીંગ દેખાઈ બસ આ રીંગ ની ચમક જ દેખાય રહી હતી પણ એ વ્યક્તિ નો ચેહરો હજું સુધી દેખાયો નોહતો, પરંતુ એક સરખી રીંગ ‌ ઘણાં લોકો પાસે હોઈ શકે એ મ માની મે વિચારો ખંખેરી નાખ્યાં..!!..... અંજાર ફરતાં ફરતાં બપોર થઈ ગઈ....

ધ્વનિ : " ચાલો , હવે પાછા જઈએ... સાંજે સેલિબ્રેશન માં પણ જવાનું છે...!"

નિશાંત : " હા હા થોડો આરામ કરી લઈએ..."

અમે બધાં હોટલ પર પાછાં ફર્યાં..સાંજ ને આરજે પાર્ટી અહીં થી લગભગ 30મિનિટ દૂર હતી....7 વાગ્યે બધાં પાર્ટી માં પહોંચી ગયાં..અહીં ગુજરાતનાં નામી આરજે હજાર હતાં બધાં સાથે સમય ખૂબ ઝડપી પસાર થઈ ગયો..... રાત ના 1.30 વાગ્યાં હતાં પરંતુ ધ્વનિ અને આકાશ ને તો હજુ પણ અહીં જ રેહવાનો ઈરાદો હતો..અને મને પણ ખબર હતી કે તેઓ સવાર સુધી અહીંથી નીકળશે જ નહિ.... આખરે હું એમને કહ્યાં વિના જ એકલી જ હોટેલ આવવા નીકળી ગઈ...રસ્તો આમ તો લોકો અને વાહનો ની અવરજવર વાળો હતો તેથી ડર જેવું તો કંઈ હતું નહિ....!!

કચ્છ હતું આ ....વરસાદ ઓછો જ પડે સામન્ય રીતે અહી પણ આજે વાદળો બંધાઈ રહ્યાં હતા...અને વાતાવરણ પણ એ પેહલા વરસાદ ની આવતી માટી ની મેહક ની સાથે ઠંડા પવનો થી તરબોળ થઈ ગયું હતું.....મને ચાલવાની એટલી મજા આવતી હતી કે હું કંઈ પણ વિચાર્યા વિના જ મારી જ ધૂન માં ચાલી રહી હતી.....અચાનક સંભળાતાં એ કોઈના પગલાંઓ ના અવાજે મારી તન્દ્રા તોડી .....રોડ પર વાહનો તો આવતાં જતાં હતાં છતાં પણ એક અજાણ્યો ડર મનમાં વ્યાપી ગયો....

" આશી..."

એક જાણીતો અવાજ સંભળાયો....મે પાછળ ફરી ને જોયું તો....

" આદિત્ય..."

આદિત્ય : " હજું પણ રસ્તામાં એટલી જ ડરે છે...!"

હું : " ડરવું જ પડે ને...કોણ ક્યારે રંગ બદલશે શું ખબર? "

આદિત્ય : " આશી.... આઈ મીન આરુષિ..."

હું : " Rj મિશા..."

આદિત્ય : " હા , હવે તું rj મિશા બની ગઈ....મારી આશી નથી...!!"

હું : " આદિત્ય , હવે મારી એક અલગ લાઈફ છે...અને હું નથી ઈચ્છતી કે..."

આદિત્ય : " કે જૂની વાતો ફરીથી દખલ કરે મને ખબર છે....અને અહીં હું કોઈ જ અડચણ ઊભી કરવા નથી આવ્યો ...બસ સંજોગ હતો કે આજે આપણે આ શહેર માં ફરીથી મળ્યાં....".

હું : " તો હવે પ્રાર્થના રહશે કે ફરીથી ના મળીએ....!!"

આદિત્ય :" એ તો ભગવાનની ઈચ્છા...પણ અત્યારે હું તને તારી હોટેલ સુધી મૂકી જઈશ અને તું ના નહિ પાડે....!!"

હું : " કેમ "

આદિત્ય : " હું પણ તેજ હોટેલ માં રોકાયો છું એટલે..."

હું : " ઓકે...".

અમે ચાલવા લાગ્યાં આજે પણ આદિત્ય ના હાથ માં એ જ રીંગ હતી...મારું ધ્યાન જતાં જ તે બોલ્યો..

આદિત્ય : " તારી આપેલી જ ગિફ્ટ છે..."

હું : " મે નથી પૂછ્યું...!!"

આદિત્ય : " પણ મને થયું કે કહી દેવ....એક વાત પૂછી શકું....??"

હું : " હા ..."

આદિત્ય : " લગ્ન કરી લીધાં....??"

હું : " કેહવુ જરૂરી છે..."

આદિત્ય : " સારું , ના કેહવુ હોય તો...."

હોટેલ આવતાં ની સાથે હું અને આદિત્ય છૂટાં પડ્યાં....મને થયું અહીં આ વાત પૂરી... પરંતુ આવનારી સવાર કેટલાય પ્રશ્નો સાથે મારી રાહ જોઈને બેઠી હતી એ મને ક્યાં ખબર હતી...!!!

સવારે લગભગ 9 વાગ્યે આકાશ નો ફોન આવ્યો અને નીચે આવવાં કહ્યું...મિશા રૂમ ની બહાર નીકળી ત્યાં જ સામેનાં રૂમ માંથી આદિત્ય પણ બહાર આવ્યો...

આદિત્ય : " ગુડ મો્નિંગ , આશી.."

મિશા : " મારું નામ મિશા છે...!!"

આદિત્ય : " ઓહ્ , સોરી મિશા...આદત નથી ને આ નામ બોલવાની..."

મિશા : " સારું છે ને આદત નથી... આમ પણ તમારે આ નામ ક્યાં રોજ લેવાનું હોય છે...!"

આદિત્ય : " હા.. એટલે જ.."

ત્યાં જ આકાશ મિશા ને લેવાં આવી ગયો....

આકાશ : " મિશા, ચાલ ને હવે મોડું થાય છે...."

મિશા : " હા, ચાલ..."

આદિત્ય : " મિસ.મિશા જવું જ છે બસ.."

મિશા : " હા , અજાણ્યાં લોકો સાથે વધુ ના રેહવાય..."

અમે પાછાં સુરત આવવા માટે નીકળ્યાં...ત્યાં જ આકાશનાં સવાલો શરૂ થયાં ....

આકાશ : " મિશા કાલે રાત્રે તું પાર્ટી માંથી નીકળી ત્યારે કોની સાથે હતી..??"

મિશા : " કોઈની સાથે ન હતી. હું એકલી જ હતી ત્યારે તો..

આકાશ : " ના , રૂમ ની બહાર તું જેની સાથે વાત કરતી હતી. એ જ વ્યક્તિ હતો ને....??"

મિશા : " હા , એ કાલે મને મળ્યાં હતાં અને હોટેલ સુધી સાથે હતાં..."

આકાશ : " ઓળખે છે એમને..."

મિશા : " હા , કોલેજમાં અમે સાથે હતાં...."

ધ્વનિ : " તો એ તારાં ખાસ ફ્રેન્ડ હશે ને ..? કારણકે કાલે અમે સાંભળ્યું કે તે તને આશી કહે છે...!"

મિશા : " શું છે આ બધું...?? હું ફ્કત તેને ઓળખતી હતી વાત પૂરી બસ."

નિશાંત : " ગુસ્સો ના કર. રિલેક્ષ યાર ખાલી પૂછીએ છીએ..."

મિશા : " પણ મારે કોઈ જ જવાબ આપવો નથી..."

અમારી વચ્ચે નો માહોલ શાંત બની ગયો..કોઈ કશું બોલતું જ ન હતું....આખરે આકાશે સોંગ શરૂ કર્યાં પણ તેની મિશા પર કોઈ અસર ન થઈ. સુરત પહોંચ્યા સુધી મિશા એક શબ્દ પણ ન બોલી....આખરે મિશા ના ઘર ના ગેટ પાસે આકાશે કાર રોકી...

આકાશ : " મિશા, સોરી હું જસ્ટ મસ્તી કરતો હતો..."

મિશા : " ઈટ્સ ઓકે.."

મિશા પોતાનો સામાન લઈને જતી રહી.....ત્યાં જ ધ્વનિ બોલી

" આકાશ , કેટલી વાર કીધું છે કે તેની સાથે આવાં મજાક ન કર.."

આકાશ : " સોરી તો કીધું..મને થોડી ખબર હતી કે દિલ પર વાત લઈ લેશે...??"

ધ્વનિ : " નેક્સટ ટાઈમ તું કંઈ ન બોલતો પ્લીઝ..."

આકાશ : " હા , સારું..."

મિશા પોતાનાં ઘરે આવી. તરત જ તેનાં હાથમાં રહેલો ફોન અને તેનો સામાન તેણે ફેંકી દીધો....ખબર નહિ કઈ વાત નો ગુસ્સો હતો.. આકશ એ પુછ્યું તેનો...? આદિત્ય મળ્યો તેનો..? કે પોતે તેની સાથે વાત કરી તેનો...?? કંટાળીને તેણે પોતાની ડાયરી લખવાનું જ પસંદ કર્યું...

આજે ફરી એકવાર આદિત્ય મળ્યો. આજે મને મારાં પર જ ગુસ્સો આવે છે કે હું એ માણસ ને મળી જ શું કામ..? અને વાત કેમ કરી ...?? જે મારાં આજ સુધી એકલાં રેહવા અને મારાં નામ બદલવાનું કારણ છે...! ભવિષ્યમાં ક્યારેય પણ તેને હું ફરી ન મળું એ જ પ્રાર્થના કરીશ......ફરી એક વાર એ ભૂતકાળ ના દ્રશ્યો જોવાની ન તો મારી હિંમત છે ન તો માનસિક સ્થિતિ....!



...... ક્રમશઃ......




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED