ધ સ્કોર્પિયન - પ્રકરણ-98 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન - પ્રકરણ-98

ગણપતને રવાના કર્યા પછી રુદ્રરસેલ અને સૂરમાલિકા દેવમાલિકાનાં રુમમાં આવ્યાં. રુદ્રરસેલે લાડથી દેવીને પૂછ્યું “દીકરા કેમ આમ રીસાઇને રૂમમાં આવી ગઇ ? ગણપત આપણો વિશ્વાસું નોકર છે બહાદુર છે. જો દીપડાએ તારાં ઉપર હુમલો કર્યો પોતાની પરવા કર્યા વિનાં તને બચાવીને ? એવું તો શુ થયું તને આટલો ગુસ્સો છે ?”

દેવમાલિકા સાથે વાત કરતાં હતાં અને એમનાં સેટેલાઇટ ફોન પર... રીંગ આવી એ ફોન પર વાત કરવા રૂમની બહાર નીકળી ગયાં. દેવમાલિકાએ માં ને કહ્યું “માં આ ગણપત સારો માણસ નથી મને નથી ગમતો ગંદો છે મારી સીક્યુરીટી માટે કોઇ લેડીઝ સાથે રાખો.”

સૂરમાલિકાએ કહ્યું “બેટા હવે તારે ક્યાં દૂર હોસ્ટેલમાં જવાનું છે હવે તો તને ઘરે બેઠાંજ એજ્યુકેશન મળશે. તારે એકઝામ આપવાજ કાલિમપોંગ કે કોલકત્તા જવાનું તારાં પાપાએ ક્યારનું નક્કી કરી દીધું છે. તું અમારી એકનું એક સંતાન છે તારી સીક્યુરીટીની ચિંતા રહે છે નાનાજી અને નાની છે અહીં એટલે અમને સારું પડે છે.”

દેવમાલિકાએ કહ્યું “માં રોહીણીને પણ મારી સાથે રાખોને એકમાત્ર મારી સહેલી છે હું એકલી પડી જઊ છું.” સૂરમાલિકા વિચારમાં પડી ગયાં પછી બોલ્યાં “સારું હું પાપાને વાત કરુ છું તને પણ કંપની મળી રહે એવી વ્યવસ્થા કરીશું.” એમ કહી રૂમની બહાર નીકળી ગયાં.

દેવ બધું શાંતિથી સાંભળી રહેલો એણે પૂછ્યું “દેવી એકમાત્ર સંતાન હોવું એ પણ શ્રાપ જેવું છે એમાંય આવા દૂર એકાંકી એસ્ટેટમાં રહેવું તકલીફવાળુ છે ના કોઇ દુનિયાનું એક્સપ્લોઝર, ના કોઇ કંપની આવું કેવી રીતે જીવાય મને નવાઇ લાગે છે.”

“દેવી પછી તારી આગળ જતાં સીક્યુરીટીનું શું થયું પેલાએ ફરીથી તને ક્યારેય હર્ટ કરી હતી ?”

દેવીએ કહ્યું “દેવ પછી હું સાવધ થઇ ગઇ હતી હું જેમ જેમ મોટી થતી ગઇ એમ એ એક અંતર રાખી મારું ધ્યાન રાખતો. હું બગીચામાં કે ગાડીમાં સૈર કરવા નીકળું એનાંજ વિશ્વાસુ માણસોને મોકલે મારાં ઉપર સતત નજર રાખતો”.

“દેવ જ્યારથી તમે અહીં આવ્યાં છો. ત્યારથી એની જાસુસી વધી ગઇ છે તમને કહું ? આપણે પ્રણય પુષ્પ માંડવામાં હતાં ત્યારે એજ નજર રાખી રહેલો એની નજર મારી જુવાની પર છે.... મારી સીક્યુરીટી નહીં.. અમારી સ્ત્રીઓની છઠ્ઠી ઇન્દ્રીય ખૂબ તેજ અને સક્રીય હોય છે મને એનાં પર બીલકુલ ભરોસો નથી મને ત્યાં સુધી વ્હેમ છે કે એ તમારાં ઉપર હૂમલો ના કરે.”. આવું બોલતાં એ ઢીલી થઇ ગઇ.

દેવે એને પોતાની પાસે ખેંચી અને વ્હાલ કરતાં કહ્યું “દેવી અત્યાર સુધી તારો સમય જેવો ગયો હોય એવો હવે તારી સામે કોઇ નજર નહીં કરી શકે. મારાં પર હુમલો શું કરવાનો ? હું રાયબહાદુરનો દીકરો છું ભલે હું પોલીસ કે મીલીટ્રીમાં નથી પણ મેં બધીજ તાલિમ લીધી છે પાપાએ નાનપણથી મને એવો તૈયાર કર્યો છે એટલેજ હું દૂર દૂર એકાંતમાં ટુરીસ્ટને લઇ જવાની હિંમત કરું છું.”

“વાત તારાં પાપાની સીક્યુરીટીની તો એમણે પાપા પાસે મદદ માંગીજ છે હવે તો આકાંક્ષાનો સંબંધ પણ CM નાં દીકરા સાથે થવાનો બધી સીક્યુરીટી ગોઠવવા માટે ઘણી મદદ મળી રહેશે. નાહક કોઇ ચિંતા ના કરીશ.”

દેવમાલિકા દેવને વળગીને એની છાતી પર માથું મૂકી દીધુ એને નિશ્ચિંતતા વર્તાઇ પછી એણે કહ્યું “દેવ તમારાં જીવનમાં મારાં પહેલાં કોઇ છોકરી આવી છે ? તમને કોઇનાં માટે આકર્ષણ થયેલું ? તમારે કંઈ કહેવા કબૂલવાનું છે ?”

દેવ દેવમાલિકાનાં માથે હાથ ફેરવતાં કહ્યું "દેવી ફ્લર્ટ તો થયા કરે પણ હજી સુધી કોઇ છોકરી મને આકર્ષી નથી શકી. મને - શરીર, ચહેરો સુંદર હોય સેક્સી હોય આકર્ષક હોય એનાંથી એ છોકરી કે સ્ત્રી મને આકર્ષા નથી શક્તી. મને સામેની વ્યક્તિનાં વાઇબ્રેસન આવે છે. માત્ર વાસનાની સંતૃપ્તી એ પ્રેમ નથી એતો બજારમાં પણ ખૂલ્લે આમ મળે છે”.

“તને જોઇ હું તરત આકર્ષાયો હતો.. પહેલીજ ક્ષણે મને તારાં વાઇબ્રેશન ખૂબ પોઝીટીવ આવેલા અને મારાં માટેજ બની હોય એમ ખેંચાણ થવા માંડેલુ. તું સુંદર તો છેજ તારાં તરફ આકર્ષાયા પછી મારાં અંગ અંગમાં રૂધીર દોડતું થઇ ગયું હતું મારું અંગ અંગ તને સત્કારવા પામવા માણવા અધીરૃ થઇ ગયું હતું આ સંકેત તારી પસંદગીનું કારણ બની ગયું.”

દેવમાલિકાએ વ્હાલ કરતાં કરતાં વધુ ચૂસ્ત એને પક્ડયો અને બોલી “હું પણ તમારાં તરફ પહેલી જ ક્ષણેજ આર્કષાઇ ગયેલી તમારાં બોલવાની ઢબ, તમારો નિર્દોષ સાફ ચહેરો કોઇ દંભ નહીં જે છો એજ દેખાવ છો ક્યાંય બનાવટ નહીં ઉપરથી બહાદૂર, સ્માર્ટ અને ચપળ.. બસ મેં પસંદગી ઉપર મ્હોર મારી દીધી.’

“આજે હું આખાં જગતમાં ખુશનસીબ છું કે મને તમારાં જેવો પ્રેમ, પતિ અને દોસ્ત મળી ગયો છે તમને મળ્યાં અને પસંદ કર્યા પછી સાવ નિશ્ચિંત થઇ ગઇ છું.”

“દેવ મને આકાંક્ષાને મળ્યાં પછી પણ ખૂબ સારું લાગ્યું કેટલી ડાહી અને સમજુ બહેન છે. આટલાં ભણેલા ગણેલા પરિવારની અમેરીકામાં ભણેલી સુંદર હોવા છતાં નથી કોઇ ખોટી સ્ટાઇલ ના દંભ ના અભિમાન.. તમે બંન્ને ભાઇબહેન કેટલાં સારાં છો તમારો ઉછેરજ સરસ થયો છે.”

દેવે કહ્યું “થેંક્યુ દેવી.. એમાં અમારાં માંબાપનો હાથ છે એમનાં સંસ્કાર, સમજણ અને અમારી લીધેલી કાળજી પછી તમારાં DNA પર પણ આધાર રહે છે ઇશ્વર કૃપા કરી અને હું તને પહાડીને ગમી ગયો.”

દેવ આવું બોલી હસ્યો. દેવીએ દેવને ચૂમી ભરતાં કહ્યું “બસ તું મારું સર્વસ્વ તને સમર્પિત. બીજું કોઇ નહીં જોઇએ પાપાની મિલ્કત એસ્ટેટ એટલી મારાં માટે અગત્યનીજ નથી બસ તું મળી ગયો બધું મળી ગયું.”

દેવે હસતાં હસતાં કહ્યું આ "તમે" ઉપરથી તું પર આવી ગઇ એ મને ખૂબ ગમ્યું.” અને દેવમાલિકા હસી પડી બોલી “તું માં નીકટતાં છે એટલે તું પર આવી ગઇ.” બંન્ને જણાં સાથે હસી પડ્યાં અને વળગી ગયાં.

ત્યાં ગાડી શાર્પ ટર્નીગથી પહાડ તરફ વળી અને એલોકોનું ધ્યાન બહારની તરફ ગયું દેવે જોયુ તો ઊંચા પહાડી પર હવે રસ્તો સાવ સાંકડો અને શાર્પ ટર્નીગવાળો હતો ગાડી ધીમે ધીમે ઊંચાઇ પર જઇ રહી હતી. આગળ નાનાજીની કાર પણ ધીમે ધીમે જઇ રહી હતી.

હવે મઠનાં મંદિરમાં વાગતાં ઘંટારવ સ્પષ્ટ સંભળાઇ રહ્યાં હતાં. દેવ અને દેવમાલિકા હવે એનાં તરફ જોવા લાગ્યાં અને કાર એક ચઢાવ પર આવી મેદાનમાં પાર્ક થઇ....

*****************

વધુ આવતા અંકે ---- પ્રકરણ-99