ધ સ્કોર્પિયન - પ્રકરણ-97 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન - પ્રકરણ-97

દેવમાલિકા દેવને પોતાનાં ભૂતકાળની વાત કરી રહી હતી એણે કહ્યું “હું 15 આસપાસની હોઇશ મારું વર્ષ પુરુ થયુ હતું હોસ્ટેલથી ઘરે આવી રહી હતી કલીંગપોંગથી આપણી એસ્ટેટ સુધી આવવાનું.. વચ્ચે ઘનધોર જંગલ આવે. બધાં રસ્તા પહાડોમાંથી નીકળતા-ક્યારેક ચઢાણ ક્યારેક ઢાળ ઉતરતાં રસ્તા. મને આવાં રસ્તાં ખૂબ ગમતાં. કલીંગપોંગથી અમે બપોરે ઘરે આવવા નીકળી ચૂક્યાં હતાં. ત્યાંથી ઘરે આવતાં લગભગ 4-5 કલાક નીકળી જતાં બધાં ઢોળાવવાળા રસ્તાં...”. દેવે વચ્ચેજ પૂછ્યું "પણ તું આમ હોસ્ટેલથી પાછી આવી રહી હતી તને હોસ્ટેલે લેવા કોણ આવેલું ? કોની સાથે આવી રહેલી ? તારાં પાપ મંમી સાથે નહોતાં ?”

દેવીએ કહ્યું “દેવ પાપા મંમી હું નાની હતી ત્યારે આવતાં પછીતો કાયમ ગણપતભાઇજ લેવા મૂકવા આવતાં પાપા મંમી તો કાયમ કોઇનાં કોઇ ગેસ્ટ હોય ફોરેનનાં વેપારી કે રાજકારણી.. આવા બધામાંજ વ્યસ્ત હોય. ગણપતભાઇ નેજ મારી જવાબદારી સોંપી હતી. પાપાને એમનાં ઉપર ખૂબજ વિશ્વાસ.”

દેવે પૂછ્યું “તો એ સમયે શું થયું તારી સાથે ? એવું શું થયું કે એ ભૂતકાળ તારે મને કહેવો છે અને ચોખવટ કરવી છે ?”

દેવીએ કહ્યું “બપોર ક્લીંગપોંગથી નીકળ્યાં હતાં પહાડી રસ્તાઓ થઇને આપણાં એસ્ટેટ આવતાં આવતાં અંધારુ થવા આવેલું. ગણપતભાઇને મેં કહ્યું ભાઇ અંધારુ થવા લાગ્યુ છે મને ખૂબ ડર લાગે છે..”. એમણે હસતાં હસતાં કહ્યું ડર શેનો ? હું છું ને સાથે કાંઇ ચિંતા નહીં કરવાની.”

“આગળ એક ઢોળાવ પાસે પહાડીમાંથી બધાં પડક, પત્થર પડેલાં રસ્તો બ્લોક થયેલો આછું અંધારુ થવા આવેલું અમારી જીપ ઉભી રહી ગઇ ગણપતે કહ્યું હું રસ્તો સાફ કરું છું તું ડરીશ નહીં પછી આપણે નીકળી જઇએ છીએ”.

“દેવ ત્યાંતો ઝાડીમાંથી એક દીપડાએ ગાડી તરફ હુમલો કર્યો કૂદકો માર્યો મેં જોરથી ચીસ પાડી ગણપતના હાથમાં મોટો પત્થર હતો એણે એ પત્થર જોરથી એ દીપડાને માર્યો એ પત્થર બરાબર દીપડાનાં મોઢાં પર જોરથી વાગ્યો એ ગાડી તરફ આવવાનાં બદલે ઝાડી તરફ નાસવા ગયો અને ગણપતે એને એની બંદુકથી વીંધી નાંખ્યો.”

“રસ્તો સાફ થયેલો એણે મારો ગભરાયેલો ચહેરો જોયો એણે કહ્યું બેબી આમ ડરવાનું નહીં આપણે પહાડી લોકો છીએ એમ કહી એણે મને આશ્વાસન આપવા એની બાહોમાં લીધી અને મારાં કપાળે કીસ કરીને કહ્યું તું તો કેટલી બહાદુર અને હોંશિયાર છોકરી છે. “

“મને લાગ્યુ કે એ મને આશ્વાસન આપે છે એ હૈયાધારણ મને ગમી પણ પછી એ મને છોડતોજ નહોતો એણે બીકનાં બહાને એનાંમાં વળગાવી રાખી પછી એણે મારી છાતી પર હાથ ફેરવવા માંડ્યો એનાં હાથ મારી છાતી મારાં શરીર પર પાછળ આગળ વધે ફેરવવા માંડ્યો.”

“હું એટલી નાની નહોતી રહી.. મેં ખૂબજ ગુસ્સામાં એને ધક્કો માર્યો અને ગાડીની નીચે ઉતરી પગપળા રોડ પર ચાલવા લાગી મેં ચીસ પાડીને કહ્યું શું કરે છે તું મારી સાથે ? મારાં પાપાને કહીશ તને મારી નાંખીશ સાલા હલકટ...”

“એ ભાનમાં આવ્યો ખૂબ ગભરાયો મને કહે બેબી તું.. તમે ડરી ગયાં હતાં એટલે આશ્વાસન આપતો હતો મને ગલત સમજવાની ભૂલ ના કરશો મારાથી કંઇ ભૂલ થઇ હોય તો માફ કરો. ગાડીમાં બેસી જાવ. હવેથી આવી ભૂલ નહીં થાય પાપાને ના કહેશો મારી નોકરી જશે ઉપરથી મને સજા મળશે માફ કરો....”

“એ મને પગે પડીને રીતસર માફી માંગવા માંડ્યો. મને કહે દીપડો આવી ગયો તમે ગભરાઇ ગયાં હતાં એટલે....”

“મેં એને કહ્યું તારાં કરતાં દીપડો સારો કે મને સમજાય કે હુમલો કરશે મને મારી નાંખશે પણ તારાં જેવા લંપટ મને સાચવવાનું ભૂલીને મારાં શરીર સાથે રમત કરે છે ? પહેલાં મને તાત્કાલિક ઘરે પહોચાડ.”

“એ કહે રસ્તો ખૂલી ગયો છે મેં બધું હટાવી દીધુ છે તમે ગાડીમાં બેસી જાવ ફરીથી ભૂલ નહીં થાય મને માફ કરો તમારાં પાપાને ના કહેશો મારો એવો ઇરાદો નહોતો. આખા રસ્તે મને માફી આપો કહી માંફી માંગતો રહ્યો.”

“હું ઘરે પહોંચી... પાપા મંમી દીવાનખંડમાં હતાં જીપનો અવાજ સાંભળી દોડીને બહાર આવ્યાં પાપાએ ખુશ થતાં મને ઊંચકીજ લીધી હતી પાપા મંમી બંન્ને ખૂબ ખુશ હતાં. હું પણ ઘરે આવી પછી આનંદમાં આવી ગઇ હતી. “

“પાપાએ ગણપતને કહ્યું “જીપ પાર્કીગમાં મૂક અને બેબી માટે મારી ગાડીમાં ગીફ્ટ છે લઇ આવ. પાપા મારાં માટે સરપ્રાઇઝ ગીફ્ટ લઇ આવેલાં અને ગીફ્ટ જોઇને હું ખૂબ ખુશ થઇ ગઇ એમણે મારાં માટે લેટેસ્ટ મોબાઇલ ફોન, મોટું મારાં કદનું રીંછ ટેડીબેર મંગાવેલુ હું તો જોઇને ખુશ થઇ ગઇ છોડીને મેં ઊંચકી લીધું અને વ્હાલ કરવા લાગી.”

“ગણપતેજ પાપાને વાત કાઢી કહ્યું સાહબજી રસ્તામાં પહાડમાંથી પત્થર પડેલાં રસ્તો બંધ થયેલો જીપ ઉભી રાખી ત્યાં દીપડાએ બેબી તરફ હુમલો કરેલો મેં મોટો પત્થર મારી ભગાડ્યો અને શૂટ કરી દીધો બેબી ખૂબ ગભરાઇ ગયાં હતાં મેં એમને આશ્વાસન આપી શાંત કરેલાં મારો જીવ આપી દઊં પણ બેબીને કશું થવા નાં દઊં.”

“મેં સાંભળ્યું મને ગુસ્સો આવ્યો એ હાથ જોડીને ઉભો હતા. પાપાએ કહ્યું વાહ ગણપત મને તારાં પર પૂરો વિશ્વાસ છે એટલેજ બેબીને લાવવા મૂકવાનું તને સોંપેલુ છે તારે બેબીનું ધ્યાન રાખવાનુંજ.”

“મને ગુસ્સો આવી ગયો મેં કીધું પાપા હવે હું બેબી.... નાની કીકલી નથી કે બધાએ મારુ ધ્યાન રાખવું પડે. ખબરદાર કોઇ મારી નજીક પણ આવ્યું છે તો.. એમ કહી ખૂબ ગુસ્સો કરી ટેડીબેર ફેંકીને મારાં રૂમમાં આવી ગઇ. પાપાએ ગણપતને કહ્યું તું હમણાં જા અને મંમી-પાપા મારાં રૂમમાં આવ્યાં... “



વધુ આવતા અંકે ---- પ્રકરણ-98