Street No.69 - 80 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-80

સાવીનાં ચિત્કારથી એનાં ભાંગી પડેલાં જીવે પ્રાર્થના કરી અને એનાં ગુરુની આકૃતિ સામે આવી નાનકીને એમણે બચાવી લીધી હતી. સાવી વિચારવા લાગી કે એ નીચ વિધર્મી તાંત્રિક હજી અમારી, પાછળ છે ? મારાં ગુરુ પણ.. પાત્રતા ગુમાવીને ગતિ કરી ગયાં.. હું કોને શરણે જઊ ? મારાં ગુરુનાં ગુરુને યાદ કરુ એમનાં આશિષ મળે તો હું મારા જીવને ગતિ અપાવી શકું.. સોહમનો સંપર્ક કરી શકું.. એનાં મનમાં પ્રશ્ન થયો કે ગુરુએ ઉધારનું શરીર અજમાવ્યુ છે મારો પ્રેતાત્મા એમાં દાખલ થઇને ઉધારનું જીવન જીવી રહ્યું છે.

એણે નાનકીને ખોળામાં લીધી.. એનાં માથે હાથ ફેરવ્યો..” નાનકી.. મારી તન્વી મારી બહેનાં ઉઠ... જો હું આવી ગઇ તારી દીદી સાવી દીદી એય નાનકી ઉઠને..”. સાવી એને ઉઠાડી રહી હતી..

થોડીવારમાં નાનકીએ આંખો ખોલી એની આંખો સાવીને જોઇને જોરથી બોલી ઉઠી “સાવી દીદી સાવી દીદી…” એ વળગી ગઇ એણે જોર જોરથી રડવાનું ચાલુ કર્યું.. “દીદી તમે ક્યાં જતા રહેલાં મને એક અંકલ ઉઠાવીને અહીં લઇ આવેલાં દીદી મને છોડીને ના જશો...”. એ રડતી જાય અને બોલતી જાય.

સાવીએ એને કહ્યું “હવે હું ક્યાંય નથી જવાની તને એકલી નહીં મૂકું પણ તું તો હવે મોટી થઇ ગઇ છે મારી નાનકી.. હવે પહેલાં જેવી નાનકી નથી રહી..”. તન્વીએ સાવીને બરોબર ધ્યાનથી જોઇ પછી બોલી “દીદી તમારું શરીર કેમ આવું થઇ ગયું છે ? તમે પહેલાં તો આવા નહોતાં...”

સાવીએ કહ્યું “એ તો બહું દોડા દોડ થાય એટલે શરીર બદલાઇ જાય.. શરીરનું શું ? એતો એનું રૂપ બદલ્યા કરે પણ જો મારો ચહેરો તો એવોને એવોજ છે ને ? ચાલ આપણે ઘરે જઇએ માં પાપા રાહ જોતાં હશે ચિંતા કરતાં હશે...”.

******************

સોહમ સવારે વહેલો ઉઠી ગયો... ઉઠીને પ્રથમ એનું કબાટ ખોલી અસ્થિપાત્ર જોયું બધુ બરાબર હતું પછી એ નાહીધોઇને તૈયાર થઇ ગયો. રૂમની બહાર આવ્યો. એણે સુનિતાને પણ તૈયાર થયેલી જોઇ એણે કહ્યું "સુની મેં તને જોબ છોડવાનું કહ્યું છે તું તારું રેઝિગ્નેશન આપી દેજે અને કંપનીની ટર્મ્સ પ્રમાણે તું છૂટી થઇ શકે આજે ભૂલ્યા વિના રેઝિગ્નેશન આપી દેજે અને નાની બેલા શું કરે છે ? એનું ભણવાનું કેમ ચાલે છે ?”

ત્યાં બેલાએ કહ્યું “દાદા આજે ઉઠીને સીધાંજ જાણે બહારગામથી વર્ષો પછી પાછાં આવ્યાં હોય એમ કેમ વાતો કરો છો મારુ ફાઇનલ ઇયર છે પછી હું ગ્રેજ્યુએટ થઇ જવાની પણ દાદા મારે આગળ ભણવુ છે”.

આઇએ કીચનમાંથી આવીને કહ્યું “સોહમ તારી બધી વાત સાચી પણ મારાં મનમાં એક વાત રમે છે સુનીતા ઉંમરલાયક થઇ ગઇ છે આપણી નાતમાં એનાં માટે છોકરો શોધવાનું ચાલુ કરવા વિચારુ છું. અમારી ભગિની સંસ્થા પણ મેરેજબ્યૂરો ચલાવે છે એમાં પણ સુનિતાની વિગત, બાયોડેટા, ફોટો બધુ મૂકાવી દઇશ વેળાસર લગ્ન થયાં હોય તો વાંધો નહીં. તારું શું કહેવું છે ?”

સોહમ કંઇ જવાબ આપે પહેલાં સુનિતાએ ગુસ્સામાં કહ્યું “આઇ તું શું આમ 18મી સદી જેવી વાત કરે છે ? મારી ઊંમરજ ક્યાં છે હજી ? હું તો હજી 22ની છું. આટલી નાની ઊંમરે મને ઘરમાંથી કાઢવી છે ? મેં હજી દુનિયાજ શું જોઇ છે. હમણાં હું કોઇ લગ્ન બગ્ન નહીં કરુ આઇ કોઇ જગ્યાએ ક્યાંય નામ નોંધાવવાની જરૂર નથી.”

સોહમે સુનિતાનાં સૂરમાં સૂર પુરાવતાં કહ્યું “આઇ સુનિતાની વાત સાચી છે 24-25 વર્ષની થાય ત્યારે લગ્ન કરીશું એને આગળ બેલાની જેમ ભણવું હોય ભણી શકે છે હરવુ ફરવું કરી લેવા દો.” સુનિતાએ કહ્યું “દાદા તમે મારી જોબ છોડાવવા કેમ પાછળ પડ્યા છો ? એમાં હું મારાં પગ ઉપર ઉભા રહેતાં શીખું મારો ખર્ચો કાઢું બધાં નવાં નવાં માણસોને મળું કામ કરુ દુનિયા જોઊં તમને કેમ વાંધો છે ? હું મારું ધ્યાન રાખુ છું અને ક્યારેય તમને મારાં માટેની ફરિયાદ નહીં આવે કે નહીં તમારાં કોઇનું માથું નીચું થવા દઊં...”

સોહમ વિચારમાં પડી ગયો એણે કહ્યું “હું એકવાર તારાં કોલ સેન્ટર આવું પછી આપણે નક્કી કરીશું. હમણાં તું આ જોબ કર પછી હુંજ તારાં માટે સરસ યોગ્ય જોબ શોધી લઇશ.”

આઇએ કહ્યું “સારુ ટીફીન તૈયાર છે સોહમ તારે ચા-નાસ્તો કરવો નથી ? તારે હવે ક્યાં ટ્રેઇન પકડવાની છે ? હવે તો ગાડી છે”. સોહમે કહ્યું “માં હું ગાડી સ્ટેશને રાખુ છું ટ્રેઇનમાં ફાસ્ટ માં ફર્સ્ટકાલસમાંજ જઊં છું ગાડીમાં તો બપોરેજ પહોચું ઓફીસ આ મુંમ્બઇયા ટ્રાફીકમાં..”. પછી હસ્યો...

બેલાએ કહ્યું “દાદા તમારી કારમાં ટીફીન મુકાઇ ગયુ છે દાદા કોઇવાર આપણે ગાડીમાં સાથે જઇશું હું કદી પોતાની કારમાં મુંબઇ નથી ફરી તમે ઓફીસ જજો હું દરિયા કિનારે સાથે મારી ફ્રેન્ડને પણ લઇ લઇશ.”. ત્યાં સુનિતાએ કહ્યું “આપણે બધાં જઇશું.”

સોહમે કહ્યું “ઓકે ઓકે.. એનાં માટે આપણે અગાઉથી બધું નક્કી કરીશું આઇ હું ઓફીસે ચા નાસ્તો કરીશ હું નીકળું.” એમ કહીને એ નીકળ્યો.

સોહમે કાર પાર્કીગમાં મૂકીને સ્ટેશન પર આવ્યો ફાસ્ટમાં ફર્સ્ટક્લાસમાં બેઠો. એનાં હાથમાં મેગેઝીન હતું એ વાંચવા લાગ્યો.. ત્યાં એની નજર મેગેઝીનમાંથી બહાર ગઇ તો જોઇને ચોંકી ગયો એણે કહ્યું “ઓહ નૈન તું અહીં ? તું ક્યાંથી બેઠી ? આવ અહીં..”

નૈનતારા ઉઠીને સોહમની નજીક આવીને બેઠી એણે કહ્યું “મારે કંઇક કામ હતું એટલે હું....”.

વધુ આવતા અંકે ---- પ્રકરણ-81


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED