Janki - 33 books and stories free download online pdf in Gujarati

જાનકી - 33

જાનકી વેદ સાથે વાત કરે છે તેને ખબર પડે છે કે વેદ પરમ દિવસે બહાર જવાનો છે અને કોલેજ નહીં આવે, જાનકી જરા દુઃખી હતી એ વાત થી વેદ તેનો મૂડ ઠીક કરવા માટે તેની સાથે વાતો કરે છે થોડી વાર... વાત વાત માં તે જાનકી ને પૂછે છે કે તે ક્યાં વિષય પર બોલવાની છે, જાનકી તેને પોતાનું લખેલ સંભળાવે છે... વેદ તે સાંભળી ને કહે છે સારું છે વેદ તેમાં એક લીટી પર એટલું ઘ્યાન નથી આપતો.. અને કદાચ આપ્યું પણ હશે તો પણ તેને એ વાત નો ખ્યાલ નહીં આવ્યો હોય કે જાનકી આ લેખ માં શું કહેવા માંગે છે...જાનકી પણ કંઈ ચોખવટ કરવા માનતી નથી એટલે તે પણ કંઈ આગળ બોલી જ નહીં... ત્યાર બાદ જાનકી પોતાને પેહરવા માટે કપડા કાઢી ને ત્યાં સાઈડ પર રાખે છે... પછી સૂઈ જાય છે... બીજા દિવસે જાનકી ને હરીન મેડમ ને મળવા જવાનું હતું આ લેખ માટે.. પોતે લેખેલ લેખ એક વખત તે મેડમ ને વાંચવા માંગતી હતી... તે કોલેજ પોહચે છે.. નિહાન પણ ત્યારે જ પોહચે છે... તે જાનકી ને હગ કરી ને good morning કહે છે... જાનકી પણ સામે એવું જ પ્રેમ અને હૂંફ ભર્યું good morning કહે છે... આજ એક લેક્ચર પણ લેવાનો હતો તો જાનકી પેહલા ક્લાસ માં જાય છે.... મેડમ ને મળવા જાય છે, મેડમ કામ માં હતા તેમને જાનકી ને કહું...
"બેટા, મારે વાંચવા ની જરૂર નથી... કંઈ ફિલ્ટર કર્યા વગર તમારા લોકો ના વિચાર ને બધા ની સામે પરોશવા ના છે... એટલે જ પણ હશે તે જ રાખવાનું છે... અને મને ખબર છે હદ બહાર નું કંઈ નહીં હોય.."
જાનકી બોલી..
"મારા તરફ થી હું મારી હદ ની અંદર જ છું..."
મેડમ એ કહું..
" હા . બસ તો જે છે તે જ કાલ બોલવાનું થશે... અને તારે ક્યારે બોલવાનું એ હું તને કાલ જ કહીશ.."
જાનકી "ok મેડમ" એટલું કહી ને ત્યાં થી જાય છે...
જાનકી બહાર આવી ને નિહાન કહે છે...
" Jaaan, ચાઈ મળી શકે અત્યારે ક્યાંય..?!"
નિહાન તેને કહે છે..
"હા, ચાલ બાજુ માં કેફે માં જઈએ"
ચાઈ પીતા પીતા વાતો કરતા હતા... ચાઈ ક્યારે પૂરી થઈ ગઈ તે ઘ્યાન જ ના હતું... જાનકી ઘરે કામ છે એટલે વેહલું જવાનું છે એવું કહે છે... નિહાન તેને ઘ્યાન રાખવા નું કહે છે અને આરામ કરવા નું પણ કહે છે.. પછી બંન્ને અલગ પડે છે.. હવે સીધાં બીજા દિવસે એટલે કે પ્રોગ્રામ ના દિવસે કોલેજ મળવા ના હતા... જાનકી તેને ફરી પેલા અલગ રાખેલ કપડા પહેરવા માટે યાદ અપાવે છે... નિહાન હા કહે છે...
જાનકી ને વેદ અને યુગ બંન્ને ની જવાની તૈયારી કરવા ની હતી તો તે કરી રહી હતી.. પછી પોતાની એક જોડી કપડાં એક અલગ બેગ માં રાખવા ના હતા બધું યાદ કરી ને અલગ અલગ રાખ્યું... બીજા માટે થોડી જ્વેલરી અલગ કરવાની હતી... આ બધાં કામ માં તેની રાત પડી ગઈ... બધાં એટલે યુગ, વેદ અને જાનકી સાથે જમી ને આરામ કરે છે બીજા દિવસે બધા ને કામ વધારે હતું... જાનકી વેહલી ઉઠી ને બધું કામ ખતમ કરે છે... વેદ અને યુગ પણ દસ વાગ્યાં સુધી નીકળી જાય છે... જાનકી ને આજ અગિયાર વાગ્યાં પછી જવાનું હતું, એટલે તે તૈયાર થવા જાય છે... તૈયાર થઈ ને તે પણ લગભગ સવા અગિયાર સુધી કોલેજ જવા નીકળી જાય છે... નિહાન ક્યાર નો ત્યાં જાનકી ની રાહ જોઈ રહ્યો હતો... જાનકી ને પોહચતા સાડા અગિયાર થવા આવ્યાં... થોડી વાર માં બાર વાગ્યે પ્રોગ્રામ શરૂ થવાનો હતો, અને હજું જાનકી નો કોઈ પતો ના હતો.. બરાબર ત્યારે કોલેજ ના ગેટ પર તેની નજર પડે છે એક છોકરી પર... વાળ ખુલા જ કહી શકાય કેમ કે તેને માત્ર પોતાના વાળ માંથી એક લટ ને લઈ ડાબી બાજુ સફેદ નાનું ફૂલ લાગવું હતું બસ બાકી તેના કમર થી નીચે સુધી ના બધાં વાળ ખુલ્લા જ હતા... તે એ રીતે ઊભી હતી કે હજુ તો નિહાન તે પાછળ થી જ જરાક જ દેખાઈ હતી.. અને તેના આ વાળ જ દેખાયા હતા.. તે કોણ હતી તે હજુ દેખાયું ના હતું... અને નિહાન જાનકી ના આવી હતી તે વિચાર માં હતો તેથી તેનું આ કોણ હતી તે તરફ ધ્યાન આપવા નું મન થયું પણ નહીં...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED