The Scorpion - 94 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન - પ્રકરણ-94

દેવ અને દેવમાલિકા હિમાલયની પહાડોની ગોદમાં નિર્માણ પામેલા પવિત્ર મઠ જવા નીકળી ગયાં. અહીં આકાંક્ષા ઉત્તેજીત હતી કે આર્યને એનાં પાપાને કહીને માંગુ પણ નંખાવી દીધુ. એણે મારી સામે જોયાં કરેલું... મને મીઠી નજરથી તાકી રહેલો. આવું તો ઘણાં કરતાં હોય છે પણ આર્યન... સાચુ કહું મારાં મન.. મને પણ આર્યન પહેલી નજરે પસંદ પડી ગયેલો... પણ આમ અચાનક આટલું જલ્દી બધું ગોઠવાઇ જશે ખબર નહોતી....

આકાંક્ષાને વિચારમાં પડેલી જોઇ એની માં અવંતિકા રોયે કહ્યું “આકુ બેટા શું વિચારમાં પડી ગઇ ? બધુ આટલું જલ્દી ગોઠવાઇ જશે મને ખબર નહોતી હું તો આશ્ચર્ય સાથે આનંદનાં આધાતમાં છું” આકાંક્ષાએ કહ્યું “માં તે મારાં શબ્દોજ રીપીટ કર્યા... આટલુ જલ્દી ?”

ત્યાં આકાંક્ષાનાં મોબાઇલ પર રીંગ આવી આકુને આશ્ચર્ય થયુ આ પ્રાઇવેટ નંબર લખેલું.. કોનો ફોન હશે ? એની માં એ પૂછ્યુ “દીકરા કોનો ફોન છે ?” આકુ કહે “ખબર નથી માં પ્રાઇવેટ નંબર લખેલુ આવે”. માં એ કહ્યું “જેનો હશે એનો ઉપાડ તો ખબર પડશે.”

આકુએ ફોન જેવો ઉપાડયો સામેથી બોલ્યો... “હાય આકાંક્ષા... હાઉ આર યુ ? આઇ એમ આર્યન ફ્રોમ કોલકત્તા.. આઈ થિંક ધીસ ઇઝ ગ્રેટ સરપ્રાઇઝ ફોર યું.. રાઈટ ?” આકાંક્ષા સાંભળીને થોડી અટકી પછી બોલી “યા.. યા.. આર્ટન ઇટ્સ રીયલી સરપ્રાઇઝ... માય ડેડ ટોલ્ડ મી ધેટ...” ત્યાં આર્યને સામેથી કીધુ “આઇ એમ કમીંગ ઘેર વિધિન થ્રી અવર્સ... ઇટ્સ એ સરપ્રાઇઝ... વીલ ટોક પર્સનલી... બાય.. “. એમ કહીને ફોન મૂકાયો.

આકુ હજી ફોન મૂકે ત્યાં સૂરમાલિકા આવ્યા અને કહ્યું “અવનિકાજી સી.એમનો દીકરો આર્યન 3 કલાકમાં અહીં આવે છે. પ્રાઇવેટ જેટમાં... આતો સાપ્રાઇઝ છે મને રુદ્રજીએ કહ્યું એનું સ્વાગત કરવું પડશે ને હવે તો સંબંધ થવાનો”.

અવંતિકા રાયે કહ્યુ “ઓહ આતો સાચેજ સરપ્રાઇઝ છે આકુ પર પણ ફોન આવ્યો. આકુ તું પણ તૈયાર થઇ જા આવશે તયાં સુધીમાં સાંજ થઇ જશે. તારા પાપા અને અંકલને જાણ થઇ ગઇ હશે.. તું તૈયાર થવા જા. ઓહ ગોડ.. આમ અચાનક બધુ શું થવા લાગ્યુ તૈયારીનો પણ સમય નથી...”

***********

નાનાજી સાથે દેવ અને દેવમાલિકાનો રસાલો હિમાલયની ગોદમાં વસેલાં મઠ તરફ જઇ રહેલો. હવે માત્ર પહાડી ઇલાકો-વિસ્તાર હતો ચારે બાજુ બરફનાં પહાડ અને લીલોતરી હતી મોબાઇલ પણ બંધ થઇ ગયાં કોઇ ટાવર મળવા શક્ય નહોતાં એટલે દેવમાલિકાએ સેટેલાઇટ ફોન સાથે રાખેલો.

રસાલો એનાં નક્કી કરેલા સ્થળે જઇ રહેલો અને દેવમાલિકાએ બહાર પહાડી જોઇ રહેલાં દેવનો હાથ હાથમાં લીધો અને બોલી “દેવ આપણાં ઇષ્ટદેવ, કુળદેવતાનાં ચરણ શરણમાં જતાં પહેલાં હું તને મારો સંપૂર્ણ ભૂતકાળ જણાવવા માંગુ છું.”

“આપણે ત્યાં નાનાજી અનેકવાર ધાર્મિક પઠન, શાસ્ત્રાર્થ ત્થા સંસ્કારની વાતો કરે સમજાવે. એકવાર એમણે કહ્યું હતું કે દિકરી જીવનમાં જ્યારે વસંત આવે એટલે કે પ્રેમ થાય પ્રણય થાય પછી જ્યારે લગ્નનાં બંધનમાં બંધાતાં પહેલાં સ્ત્રી અને પુરુષ બંન્નેએ જ્યારે નવજીવન શરૂ કરે પહેલાં પોતાનો જે છે જેવો છે એ ભૂતકાળ કહી દેવો જોઈએ બધી સ્પષ્ટતા કરી લેવી જોઈએ”.

“જેથી લગ્નજીવનમાં પછી ક્યારેય ગેરસમજ નથી થતી અચાનક ન જાણેલી વાતો જાણવા નથી મળતી એક નાનકડી ગેરસમજ પણ લગ્નજીવન કે પ્રણયબંધન તૂટી જઇ શકે છે. એટલેજ બંન્ને જણાંએ નિખાલસ રહેવુ.”

દેવ અત્યાર સુધી આનંદ પ્રમોદનાં મૂડમાં હતો આમેય એને પ્રવાસ ખૂબ પ્રિય એટલે આજુબાજુ કુદરતનો નજારો પહાડી જોવામાં મશગૂલ હતો.. એણે દેવમાલિકાનાં મોઢેથી એનાં જીવનનો ભૂતકાળ અને લગ્નજીવન અંગે ગંભીર વાતો સાંભળી ને એ ખુદ ગંભીર થઇ ગયો.

દેવે થોડાં આશ્ચર્ય સાથે કહ્યું “દેવી તારાં ભૂતકાળમાં બીજું શું હોય.. આવી સરસ રળીયામણી કુદરતી જગ્યાએ સંસ્કારી કુટુંબ તથા ધરોહર આટલો સરસ ઉછેર તારાંમાં જોવા પણું કે જાણવા પણું શું હોય ?”

“દેવી હું વ્યક્તિને મળુ ને એટલે બધુજ સ્કેન થઇ જાય કે એ વ્યક્તિ કેવા ચરિત્રની કેવા સ્વભાવની છે. મારો શોખ અને કામજ એવું છે કે મારો થોડાં સમયમાં અનેક વ્યક્તિઓને મળવાનું થયું છે બધાં જુદા જુદા.. એ લોકો દેશનાં પરદેશનાં.. જુદા સ્વભાવ શોખ ત્થા શહરોનાં એમજ મને હવે પારખવાની ટેવ પડી ગઇ છે. વાત તારી કરું તો તને મળ્યાં પછી તારાં માટે મને કદી નેગેટીવ કે ખરાબ વિચાર નથી આવ્યો. કુદરતનાં ખોળામાં ઉછેરેલાં, જન્મેલાં તારાં જેવા નસીબદાર લોકો ખૂબ આકર્ષક, સુંદર અને પવિત્રજ હોય. સંસ્કારી, ખાનદાની અને સારાં સ્વભાવનાંજ હોય. તારાં ભૂતકાળમાં સારી સારી યાદો ભરી હશે. કુદરત અને ધાર્મિક વિચારો પ્રસંગોની યાદી હશે.”

દેવમાલિકાએ કહ્યું "દેવ હું સારાં કુળ ખાનદાનની છું મારાં નાના નાની ઇશ્વરનાં પરમ ભક્ત અને ખૂબ પવિત્ર છે. મારાં માં બાપે મને સારામાં સારી રીતે ઉછેરી છે. મારાં ઉછેર અને સંસ્કારમાં ક્યાંય ખોટ નથી મારાં વિચારો મારી કલ્પનાઓમાં પણ ક્યાંય નેગેટીવ કે પાપ નથી હોતું મને કુદરતનાં ખોળામાં ઉછેરવાની તક અને નસીબ પ્રાપ્ત થયુ છે એનાં માટે હું ઇશ્વરની ઋણી છું દેવ તમને મેળવીને તો મને થાય છે કે મેં ખરેખર ગયાં જન્મે ખૂબ પુણ્ય કર્યા હશે ચારે હાથે માઁ મહાદેવને પૂજ્યા હશે કે મને તમે મળ્યાં હું સાચું કહુ છું આજે કબૂલું છું.”

દેવે કહ્યું “હું એવુજ વિચારુ છું કે મારાં પુણ્યઇનાં ખાતામાં પુણ્ય ઘણુ હશે જેથી મને તું મળી. તારા જેવું ખાનદાન અને સંસ્કારી ધરોહર વાળું કુટુંબ મળ્યું રીયલી આઇ એમ વેરી લકી દેવી..”. એમ કહીને દેવે એનાં ગાલે ચુંબન કરી લીધું.

દેવીએ શરમાતા કહ્યું “ દેવ થોડાં કાબૂમાં રહેજો આપણે કુળદેવી દેવતાનાં સ્થાનકમાં જવાનુ છે અને ત્યાં દર્શન કરીએ ત્યાં સુધી પવિત્ર પાત્રતા આપણે જાળવવાની છે. પછી આપણે સાવ મુક્ત પંખીડા....”

દેવે કહ્યું “ઓકે સમજી ગયો વળી સાથે નાનાજી અને નાની પણ છે.. પણ તું તારાં ભૂતકાળ અંગે શું કહેવા માંગતી હતી ? જરૂરી છે કંઇ ?”

દેવીએ કહ્યું “હાં દેવ જરૂરી છે. મારાં સારાં ઉછેર, સંસ્કારે, ખાનદાનની હું દીકરી છું છતાં મારાં જીવનમાં જ્યારે હું માડ 15ની થવા આવી હોઇશ.. હું હોસ્ટેલથી ઘરે આવતી હતી હું પાપા મંમીને મળવા આતુર એક્સાઇટેડ હતી અને પહાડીઓનાં રસ્તામાં......”

વધુ આવતા અંકે ---- પ્રકરણ-95


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED