The Scorpion - 93 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન - પ્રકરણ-93

આજે ગોવિંદરાય પંત, રાયબહાદુર રાય, અને રુદરસેલ ત્રણે ફેમીલી ખૂબ ખુશ હતાં. રાયબહાદુરને તો દીકરો દેવમાલિકા અને દીકરી આકાંક્ષા આર્યન સાથે જીવન જોડી પ્રથમનાં પ્રણય અને લગ્ન પથ પર કદમ માંડવાનાં હતાં. ખૂબ આનંદનો સમય હતો.

ત્યાં રુદ્રરસેલનાં અંગત ખબરી લોમન એમની પાસે આવ્યો અને એમનાં કાનમાં ધીરેથી કંઇક વાત કરી.. રુદ્રરસેલ એની સામે જોઇ રહ્યાં.. પછી ધીમેથી એને સૂચના આપી પછી રાયબહાદુરની સામે જોયું રાયબહાદુર પ્રશ્નાર્થ નજરે જોઇ રહેલાં. દેવમાલિકાની પણ ત્યાંજ નજર હતી. દેવ બધાંની સામે જોઇ રહેલો.

રુદ્રરસેલે લોમનને કહ્યું “તું જા... જરૂર પડે બોલાવીશ અને મારી સુચનાનો અમલ કરજે.” એમણે રાયજીની નજીક આવીને કહ્યું “તમારી ટીમની હવે ખાસ જરૂર પડશે.” એમ કહી રાયજીનાં કાનમાં ખબર કીધાં.

રાયજી પણ આશ્ચર્ય પામીને પૂછવા લાગ્યા" અરે એકા એક શું થયું ? આની પાછળનું કારણ ?” રસેલજીએ કહ્યું “પછી વાત કરીએ. આ છોકરાઓને મઠ જવાનું છે. પાપા પણ રાહ જોઇ રહેલાં છે.”

ત્યાં દેવમાલિકા દેવને આવું છું કહીને પેલાં ખબરીની પાછળ ગઇ... થોડે આગળ એ બીજા ખંડમાં ગઇ. દેખાતી બંધ થઇ ગઇ. દેવ એનેજ જોઇ રહેલો... એને કંઇ સમજાતું નહોતું.... ત્યાં 5-7 મીનીટમાં દેવમાલિકા દેવની પાસે પાછી આવી. દેવે એની સામે પ્રશ્નાર્થ નજરે જોયું દેવમાલિકાએ દેવનાં હાથમાં હાથ પરોવીને કહ્યું “પછી વાત કરીશ. જે થાય સારાં માટેજ”.

દેવે કહ્યું “ઓકે,” ત્યાં નાનાજીએ કહ્યું “હવે તો આ ભૂમિ પર શુભ પ્રસંગોજ ઉજવાવાનાં છે અમારાં પણ અહોભાગ્ય છે કે અમારાં જીવતાં આ બધું થઇ રહ્યું છે”.

સૂરમાલિકાએ કહ્યું “પાપા આ તમારાં આશીવર્ચનજ ફળ છે. બસ તમારાં આશીર્વાદ છોકરાઓને આપો એમનું જીવન કોઇ વિઘ્ન, ભય વિના ખૂબ આનંદથી વીતે અને એમને આનંદમાં જીવતાં જોઇ આપણી આંખો ઠરે...’

રુદ્રરસેલે કહ્યું “દેવ, દેવમાલિકા તમે લાવો નાનજી અને બીજા આપણાં સેવકો સાથે મઠ જવા માટે નીકળો. નાનાજીની કાર આગળ રહેશે એમની સાથે નાનીજી અને એમની સેવિકાઓ રહેશે. પાછળ તમારી કાર અને એની પાછળ સેવકો તથા હથિયારબંધ સૈનિકો રહેશે. તમે નાનાજી કહે એ પ્રમાણે જઇ આવો ખૂબ સરસ પૂજા કરજો. શેષનારાયણ અને મહાદેવજીની કૃપા તથા માઁ પાર્વતી અને જરાત્કારુનાં આશીર્વાદ લઇ આવો જે ખૂબ જરૂરી છે.”

“તમારાં જવા માટે બધીજ વ્યવસ્થા તૈયાર છે તમે સેવકો આવી જાય એટલે નીકળજો.” સૂરમાલિકાજીએ કહ્યું “ભગવાનને ધરાવવાનો પ્રસાદ ત્થા એમને ચઢાવવાની ભેટ, સાડીઓ, અલંકાર, પીતાંબર, દ્રવ્યો ફળફળાદી, ફૂલો બધુજ તૈયાર છે તમે લોકો હવે નીકળવાની તૈયારી કરો.”

સેવકો નાનાજી અને નાનીજીને હાથથી પકડી સાવધાનીથી કારમાં બેસાડવા લઇ જઇ રહ્યાં હતાં આકાંક્ષા અને દેવમાલિકા પણ તેઓની સાથે હતાં. દેવ નાનાજીની આગળ ચાલી રહેલો એમનાં પગલાં સાવધાનીથી પડે એનું ધ્યાન રાખી રહેલો.

કારમાં બધાં ગોઠવાયાં. સેવકો પાછળની મોટી વાનમાં અને એની પાછળ આર્મીવાનમાં હથિયાર બંધ સૈનિકો બેઠેલાં અને દેવ-દેવમાલિકા રસાલો મઠ તરફ જવા નીકળ્યો.

રાયબહાદુર અને રુદ્રરસેલ એમને વિદાય આપીને એમનાં સીક્યુરીટી ખંડમાં આવ્યાં ત્યાં સિધ્ધાર્થ અને મેજર અમન, ગુપ્તાને બોલાવી લીધાં. એ લોકો આવે ત્યાં સુધી રાયબહાદુરે રુદરસેલને જે હમણાં ખબર મળી હતી એનાં અંગે ચર્ચા કરી રહેલાં.

રુદ્રરસેલ કહ્યું “લોમને જે ખબર આપી એ મારાં માટે આશ્ચર્યજનક હતી. ગણપત નાનેથી મોટો મારી નજર સામે થયો છે એને અમુક વ્યસનો ને બદીઓ હતી પણ પ્રાણ આપી રક્ષા કરે એવો વફાદાર છે. એનાં વિશે હું ખોટું વિચારી ના શકું પણ એની પત્ની...”.

************

રાયબહાદુરે કહ્યું... ‘રુદ્રજી હું આપને એક વાત કહું ? મેં મારી આખી જીંદગી ગુનેગારો, આતંકવાદીઓ, ડ્રગ સપ્લાયર અને ગોરખધંધા કરનાર, વુમન ટ્રાફીકીંગ કરતાં શેતાનો આ બધાની વચ્ચે કાઢી છે જે તમને કાયમ વફાદાર રહ્યો એની પણ કોઇ નબળી કડી હશે જે તમારી નજરમાં નહીં આવી હોય”.

રુદ્રરસેલે કહ્યું “અરે મેં કહ્યું એમ થોડો વ્યસની હતો થોડો.. શું કહું એવું આ જમાનામાં કોને નથી હોતું માણસ જીવનમાં ક્યારેક રંગીન તબીયતનો થઇ જાય છે.. અને એ ગુન્હો ના કરે ત્યાં સુધી વાંધો નથી આવતો...પણ એ એની પત્ની... મને આ ખબર પચી નથી રહી. બંન્ને જણાનું લગ્નજીવન ખૂબ ખુશહાલ હતું.. પણ આજે આવી ખબર ?”

રાયજીએ કહ્યું “રુદ્રજી ઘણીવાર નજરે નજર જોયેલી વાત ખોટી અને સાંભળેલી ઘણી વાતો સાચી સાબિત થાય છે. તમારાં મતે ગણપત ખૂબજ વફાદાર છે.. હશે પણ બાકીની એની કાળી વાત તમારાં સુધી આવીજ ના હોય એવું બને ને..”

“હમણાં સિધ્ધાર્થ અને અમન ગુપ્તા આવી જાય એટલે આપણે આગળની રણનીતી અને સુરક્ષા કવચ ગોઠવી દઇશું પછી કોઇ ઉડતું પંખી પણ અંદર નહીં આવી શકે આવશે તો એનો ખાત્મો બોલી જશે.”

***********

સૌથી આગળ નાનાજી-નાનીજીની કાર તથા સેવકો હતાં. વચ્ચે દેવ-દેવ માલિકાની કાર અને પાછળ સેવકો અને હથિયારબંધ સૈનિકોની મોટી વાન આવી રહી હતી.

દેવે દેવમાલિકાને કહ્યું આવી સુંદર જગ્યાઓ મેં કદી જોઇજ નથી આ પસાર થતાં પહાડો ઝરણાં નદી, વૃક્ષો કહેવું પડે.. આપો આપજ મન નિસર્ગમાં ઇશ્વરમાં પરોવાઇ જાય એવું વાતાવરણ છે. પણ દેવી તું શું વિચારોમાં છે.?”

દેવમાલિકાએ કહયું ”દેવ હું મઠમાં આપણાં ઇષ્ટદેવ, કુળદેવની પાસે જતાં પહેલાં મારું મન ખાલી કરવા માંગુ છું મારો ભૂતકાળ ..... “વધુ આવતા અંકે ---- પ્રકરણ-94
બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED