Featured Books
શ્રેણી
શેયર કરો

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 37 (અંતિમ ભાગ - કલાઈમેક્સ)


રઘુના હાથમાં જે ગન હતી, રઘુ એ સરન્ડર કરવા આખરે મૂકવી જ પડી. જાણે કે આખીય જીતેલી બાજી રઘુ હારવાનો જ ના હોય એવું એને લાગી રહ્યું હતું.

"રેખા," રઘુ એ આંખથી એક હળવો ઈશારો રેખાને કર્યો તો એને દીપ્તિ પાસે જઈને એના ગળાને પકડી લીધું - "બધાં પોતપોતાના હથિયાર નીચે મૂકી દો નહિતર, હું તમારી માલકીન ને હમણાં જ ખતમ કરી દઈશ!"

"તારે એવું કરવાની જરૂર નહિ!" ગીતા બોલી તો રઘુ સાથે બીજા પણ અચંબામાં આવી ગયા.

"શું મતલબ?!" રેખા થી બોલાય ગયું.

"મતલબ આ બધા ડેડ નાં જ માણસ છે અને કંઇ નહિ કરે!" ગીતા એ કોન્ફિડન્સથી કહ્યું.

"ના માય ડિયર સિસ્ટર, ગુંડાઓ મારાં જ છે! ઉફ, ખોટું કહી દીધું!" દીપ્તિ ને હવે અફસોસ થઈ રહ્યો હતો! પણ ઓવરકોન્ફિડન્સમાં એનાથી બોલાય ગયું હતું.

"બધાં હથિયાર મૂકો!" રેખા એ ફરી જોરથી કહ્યું.

બધાં એ હથિયાર નીચે મૂકી દીધા. એનો ફાયદો ઉઠાવતા રઘુ અને વૈભવ એ સૌને મારવાનું શુરૂ કર્યું.

સૌને મારવામાં ગીતા અને રેખા પણ સામેલ હતાં! ત્યાં પડી રહેલ દરેક વસ્તુ થી એ લોકોને આ ચારેય મારી રહ્યાં હતાં. કપડાં ના ટુકડા થી એમને એમની પર ઓઢી દઈને ગોળ ચકરડી ફેરવી દેતા! મારી મારીને નીચે પાડી દેતા!

જ્યારે પણ એવું લાગે કે છોકરીઓ નો પાવર ઓછો થાય છે ત્યારે કોઈ ફિલ્મના ફિરોની જેમ રઘુ અને વૈભવ આવી જતા.

રઘુ તો નજાણે કેટલાય દિવસથી બસ આ જ પળ નો વેટ કરી રહ્યો હતો, એની લાઇફ બરબાદ કરનાર દરેક વ્યક્તિ નો ગુસ્સો આજે એમાં જોઈ શકાતો હતો! ખરેખર જો આજે એની સામે કોઈ પણ આવી જાત, આજે રઘુ ને હરાવવો બહુ જ મુશ્કેલ હતો! એના દરેક વારમાં જોર બહુ જ વધી ગયું હતું!

આખરે સૌ એ ભાગવું જ પડ્યું.

"આટલો બધો ગુસ્સો, કોનો ગુસ્સો ઉતારી રહી હતી?!" રઘુ એ પાછળથી રેખાને પૂછ્યું.

"બસ, હવે કોઈ ના આવવા જોઈએ તારી અને મારી વચ્ચે, મારી જ નાંખીશ!" રેખા બોલી.

"જેમ મેં ક્હ્યું હતું, હું તને મારી બહેનનો પૂરો દરજ્જો આપીશ! હું તને મારી ફિફટી પર્સેન્ટ પ્રોપર્ટી પણ આપીશ!" ગીતાએ રડતા રડતા કહ્યું.

"ના, બસ તું બહેન મળી ગઈ ને! હું ખરેખર તો તને સમજાવવા માગતી હતી કે નાજાયસ લોકો સાથે સમાજ કેવો વ્યવહાર કરે છે, અને એટલે જ હું પ્રોપર્ટી ની લાલચમાં આવી ગઈ હતી, પણ સંબંધ, પ્યાર, દોસ્તી આ બધું તો દુનિયાની કોઈ પણ દોલત ના ખરીદી શકે, એટલે જ હવે મારે કોઈ પણ પ્રોપર્ટી નહિ જોઈતી, બસ તું મને તારી બહેનનો દરજ્જો આપ!" દીપ્તિ નું પણ હૃદય પરિવર્તન થઈ ગયું હતું.

"મારાં માટે શું સજા છે?!" ગીતા એ રઘુ ને પૂછ્યું.

"કરીશ તો ખરીને?!" રઘુ એ ગીતા સામું જોયું અને હસતા હસતાં જઈને વૈભવ નો હાથ ગીતાના હાથમાં મૂકી દીધો.

"બહુ જ ધ્યાન રાખશે તારું!" રઘુ એ ઉમેર્યું.

"હા, હું વૈભવ સાથે લગ્ન કરવા તૈયાર છું." ગીતા બોલી તો સૌ ખુશ થઈ ગયા.

"ખરેખર તું સાચ્ચું જ કહેતી હતી સારા કર્મોનું ફળ સારું જ મળતું હોય છે!" રઘુ એ રેખાને કહ્યું.

"હા." રેખા બોલી અને એને રઘુ ને ગળે લગાવી લીધો.

"મને સચ્ચાઈ પર ભરોસો હતો, આપના પ્યાર પર ભરોસો હતો, આપના કર્મો પર ભરોસો હતો અને હા, પ્યાર છે એ હથિયાર જેની માટે જીતને પણ કબૂલ છે હાર!" રેખા બોલી.

(સમાપ્ત)