"હા... મને વિશ્વાસ છે, તારી પર!" રડતા રડતા જ રેખા બોલી.
"બસ તો યાર..." રઘુને જાણે કે કોઈ આશાની કિરણ જ ના મળી ગઈ હોય.
"બોલ, થયું શું? વૈભવ કઈ જગ્યાએથી ગાયબ થયો? છેલ્લે તેં એણે ક્યાં જોયો હતો?!" રઘુએ પૂછ્યું.
"અમે બંને... અમે બંને હોટેલમાં જમવા ગયા હતા." આંસુઓ લૂછતાં અને થોડું સ્વસ્થ થતાં રેખાએ વાત શુરૂ કરી.
રઘુએ એણે હાથથી પકડીને બાજુના સોફા પર બેસાડી દીધી. પોતે પણ એની ઠીક બાજુમાં જઈને બેસી ગયો.
"હા, પછી?!" રઘુએ પૂછ્યું.
"અમે જમી ને ઘરે જ આવતા હતા, ત્યાં રસ્તામાં એણે એની એક ફ્રેન્ડ મળી ગઈ તો એણે મને કહ્યું કે તું ઘરે જા, હું પછીથી આવું છું... પણ એ પછી કલાકો થઈ ગયા, પણ એ આવ્યો જ નહી! એક કીડનેપર નો કોલ આવ્યો હતો, જે મારી પાસે પૈસા માંગે છે." રેખા આંસુઓ રોકી ના શકી.
"બસ યાર, હજુ કેટલું રડીશ; માથું દુઃખશે પછી તારું!" રઘુએ એના માથાને હળવું દબાવ્યું.
"તું થોડો આરામ કર, હું તારી ફેવરાઈટ કોફી બનાવીને આવું..." કહેતા જ રઘુએ રેખાના પગને સોફા પર લાંબા કર્યા અને એણે પરાણે ઊંઘવા કહી કિચનમાં ચાલ્યો ગયો.
"ચાલ કોફી પી લે..." થોડીવારમાં એ હાથમાં બે મગ સાથે આવ્યો.
"એની ફ્રેન્ડ દીપ્તિ ને તો હું બરાબર જાણતી પણ નહી... એ જ હતી ત્યાં!" રેખા થોડી સ્વસ્થ લાગી રહી હતી. એણે એક મગ લેતા કહ્યું.
"કોફી પી લે, ચિંતા ના કર યાર!" રઘુએ એના ડાબા ગાલને હળવું ટચ કરતા કહ્યું.
"રઘુ... કેવી રીતે તને ખબર પડી જાય છે કે મને તારી જરૂર છે!" રેખાએ એક સિપ પિતા કહ્યું.
"બસ, આ જો ને હું તો તારી માટે હલવો લઈ ને આવ્યો હતો; મને થોડી ખબર હતી, તું આટલી બધી ચિંતાતુર હોઈશ." રઘુએ જવાબ આપ્યો. એ ખરેખર રેખાનું દર્દ ફીલ કરી રહ્યો હતો.
"મને તો બહુ જ ડર લાગે છે, વૈભવ ક્યાં અને કેવી હાલતમાં હશે?! એવો બસ વિચાર જ કરું છું તો કંપારી આવી જાય છે!" રેખાએ ઉદાસીનતાથી કહ્યું.
"ચિંતા ના કર, હું છું ને! તારી લાઇફની કોઈ પણ પ્રોબ્લેમ બસ તારી જ નહી, એ મારી પણ છે!" રઘુએ આટલી મોટી વાત, બસ આમ કેટલી સહજતાથી કહી દીધી હતી!
આ વાત સાંભળતા જ રેખાને ભૂતકાળ યાદ આવી ગયો.
કેવી રીતે એક વાર દૂરથી જ રેખાને જોઇને રઘુ આવ્યો હતો અને એણે એણ સમયે ખેંચી લીધી હતી; બસ બસ એણે ટકરાઈ જ જવાની હતી!
થોડીવાર માટે તો રેખા રઘુને બસ વળગી જ પડી હતી. એટલું જ નહી, પણ લાઇફમાં જે કંઈ નાની મોટી મુસીબત હોય, રઘુ જ એણે હેલ્પ કરતો હતો.
"રઘુ, દર વખતની જેમ આ વખતે પણ તું મારી હેલ્પ કરીશ ને!" રેખા એકીટસે રઘુને જોઈ રહી.
"છેલ્લા શ્વાસ સુધી હું તને જ સમર્પિત છું..." રઘુએ કહ્યું અને નજર ચૂરાવી લીધી.
"ઓવવવ.. મેલા બચ્ચા..." રેખા એ કહ્યું અને રઘુને એક હગ કરી લીધું.
"ચાલ હું ફૂડ ઓર્ડર કરી દઉં છું... તું આ હલવો ખાઈ લે..." રઘુએ કહ્યું.
"યાર સિરિયસલી કહું છું, આ હલવો ખાધોને તો એવું લાગી ગયું કે આપને બધા સાથે છીએ. બધું પહેલાની જેમ ઠીક જ છે!" રેખા થોડું હસી અને બહુ બધું રડી પડી.
"હા યાર! હું બધું જ ઠીક કરી દઈશ! તું જરાય ચિંતા ના કર!" રઘુ એણે થોડું પણ વધારે રડાવા નહોતો માંગતો.
વધુ આવતા અંકે...
____________________
એપિસોડ 4માં જોશો: "હા... શું ખબર કાલે હું રહું ના રહું..." રેખા રઘુ આંગળી મૂકે એ પહેલાં જ ફટાફટ બોલી ગઈ અને એના હાથને વચ્ચે જ ઓતરી લીધો.
રઘુએ કંટાળીને આખરે કહી જ દીધું - "જો હવે એક વાર પણ તું આવું બોલી છે ને તો, તો હું હમણાં જ અહીં જ..."
રેખાએ એના હોઠ પર આંગળી મૂકતા કહ્યું - "મારા રઘુને મારી પણ ઉંમર લાગી જાય! પ્લીઝ આવું ના બોલ! હું પણ નહી બોલું!"
"મને બહુ જ ડર લાગે છે, ગીતા તને મારાથી ચોરાઈ લઈ જશે તો..." રેખા થોડું હસી.