"હા, ગીતાએ તો બધા વચ્ચે જ તને પ્રપોઝ કરેલું ને! એમ પણ તો કહેલું કે જે કોઈ તને પ્યાર કરશે, એ એની લાઇફ બરબાદ કરી દેશે!" રેખા એ યાદ અપાવ્યું.
"એ તો એણે ખાલી જ કહ્યું હશે..." રઘુ એ કહ્યું કેમ કે હજી એનું મન નહોતું માનતું!
"પ્યાર બહુ જ સ્ટ્રોંગ ફિલિંગ છે, પ્યાર માટે વ્યક્તિ કોઈ પણ હદ પાર કરી શકે છે..." રેખા એ કહ્યું તો રઘુને એક પળ માટે તો એવું જ લાગ્યું જાણે કે આ બધા જ પાછળ પોતે ગીતા જ છે!
"તને શું લાગે છે, આ બધા પાછળ ગીતા છે?" રઘુ એ થોડું ડરતા ડરતા પૂછ્યું.
"હા, તો! ગીતા તને લવ કરે છે, અને હું તને!" રેખાએ કહ્યું.
"તું હજી બીજીવાર વિચાર કર, મને નહી લાગતું કે ગીતા આવું કંઈ કરી પણ શકે..." રઘુ એ કહ્યું.
"મને તો એવું જ લાગે છે, તું એટલા માટે આ વાત એક્સેપ્ટ નહી કરી શકતો કે ગીતા એક સમયે તારી બેસ્ટ ફ્રેન્ડ હતી! તમે બંને કલોઝ તો હતા જ!" રેખાએ કહ્યું.
"હું એને જાણું છું... મને નહી લાગતું કે એ એવું કઈ કરી પણ શકે..." રઘુએ દલીલ કરી.
"એવું ના હોય તો તો વધારે સારું! પણ મને તો એની પર શક છે..." રેખા એ કહ્યું.
"વેટ, ચૂપ રહેજે, હું એને જ કોલ કરું છું!" રઘુ એ કહ્યું અને એના ફોનમાં ગીતાના નંબરને શોધવા લાગ્યો.
"હેલ્લો, ગીતા! રઘુ હિયર! કઈ છે તું?!" કોલ કનેક્ટ થતાં જ રઘુ બોલ્યો.
"કઈ એટલે, હું તો ઘરે જ હોવાની ને!" સામેથી ગીતા એ કહ્યું.
"બોલ, કેવી રીતે આમ અચાનક જ મારી યાદ આવી તને?!" ગીતાએ ઉમેર્યું.
"હા, તો. બેસ્ટ ફ્રેન્ડ છે ને તું તો મારી! બેસ્ટ ફ્રેન્ડ ની યાદ આવે તો કોલ કરી દીધો!" રઘુ એ કહ્યું.
"બોલ કેવી છે તબિયત બધા ની?!" રઘુ એ સ્વાભાવિક જ પૂછ્યું.
"બસ મજા માં... તારી તબિયત કેવી છે?!" ગીતાએ પૂછ્યું.
"બસ... ઠીક!" રઘુ એ પણ કહી દીધું.
સામે જ રહેલ રેખાની આંખો પહોળી થતાં, જાણે કે રઘુ હોશમાં આવ્યો!
"હા, તો ગીતા, હું જરા કામમાં છું! તને પછી કોલ કરું!" રઘુએ કહ્યું અને કોલ કટ કરી દીધો.
"જોયું યાર, તું ખાલી ફોગટ જ એની પર શક કરે છે!" રઘુએ કહ્યું.
"હા તો એણે બધા વચ્ચે જ તારી બર્થડે પાર્ટીમાં કહી દીધું હતું ને કે જે કોઈએ રઘુને પ્યાર કર્યો છે, હું એને બરબાદ કરી દઈશ!" રેખા એ યાદ અપાવ્યું.
"હા, એ મને લવ કરતી હતી; જોકે મને એ વાતની જાણ નહોતી. તો એણે ઈમોશનલ થઈને કહી દીધું હશે!" રઘુ એ વાત વાળતા કહ્યું.
"મને તો હજી પણ ગીતા પર જ શક છે, તું માન કે ના માન!" રેખા એ કહી દીધું.
"તને તો જે કંઇ છોકરીના સંપર્કમાં હું હોઈશ, એ બધા પર શક જ છે!" રઘુએ કહ્યું તો એનાથી હસી જવાયું!
"હા, તો!" રેખાએ કહ્યું તો એ પણ હસી પડી.
"કોફી પીવી છે..." રઘુ એ લાચારીથી રેખા સામે જોઈ કહ્યું.
"તારી કોફી બનાવીને આવું તો તો..." રેખા એ કહ્યું અને કિચનમાં ચાલી ગઈ.
થોડીવારમાં બંનેના હાથમાં એક એક મગ હતો.
"તું એવું કેવી રીતે કહી શકે કે આ બધા પાછળ ગીતા જ છે!" રઘુ એ કોફીનો એક સીપ લેતાં પૂછ્યું.
"હું એક છોકરી છું અને હું એક છોકરીની ફિલિંગસને બરાબર સમજી શકું છું!" રેખાએ દલીલ કરતા કહ્યું.
"હા, તારી જગ્યા પર બીજું કોઈ હોય તો ચાલે, પણ તને તો બધી છોકરીઓ થી જેલસી થાય છે!" રઘુએ કહ્યુ અને જોરદાર હસી પડ્યો!
રેખા પણ એની સાથે સાથે હસવા લાગી. બંનેની લાઇફમાં બધું જ ઠીક થઈ ગયું હોય એવું લાગી રહ્યું હતું, પણ ખરેખર તો બહુ મોટું તુફાન આવવાનું તો હજી બાકી હતું!
વધુ આવતા અંકે...
____________________
એપિસોડ 9માં જોશો: રેખાએ બ્રેકફાસ્ટ પણ બનાવી દીધું હતું. રઘુ ટેબલે આવ્યો.
"તું એકલો હતો ત્યાં સુધી તો મને જરાય કામ જ નહી કરવા દીધું હે ને!" રેખા એ પ્યારથી રઘુને કહ્યું. વૈભવ બાથરૂમમાં હતો તો બંનેને થોડો ટાઈમ મળી ગયો હતો.
"હા, તો હું હોય ને તું કામ કરે!" રઘુ એ કહ્યું અને બ્રેડ જામને ખાવા લાગ્યો.
"કેટલું ધ્યાન રાખે છે તું મારું!" રેખાએ રઘુ સામે પ્રેમથી જોતા કહ્યું.