Featured Books
શ્રેણી
શેયર કરો

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 36


"હા, હું વૈભવ ને લવ કરવા તૈયાર છું, પણ શાયદ હું એને તારા જેટલો લવ તો નહિ જ કરી શકું!" ગીતા બોલી.

"મારી આટલી મસ્ત પ્લાનિંગ ની બેન્ડ બજાવી દીધી, મને તો લાગ્યું કે બધું જ હું કરી રહી છું!" દીપ્તિ એ અફસોસ કરતા કહ્યું.

"ઓય ગીતું, તું કેમ મને એવું કહેતી હતી કે દીપ્તિ તનેં લાઈન મારશે!" રઘુ એ યાદ અપાવ્યું.

"એ તો દીપ્તિ એ મને ચેલેન્જ આપી હતી કે એ તને એનો કરી દેશે, અને એટલે જ હું બહુ જ ટેન્શન માં આવી ગઈ હતી!" ગીતા બોલી.

"ઉપર થી તું એની સાથે ફ્લર્ટ કરતો હતો!" ગીતા બોલી.

"હું પેહલેથી જ જાણતો હતો કે ગીતા મને કેટલો લવ કરે છે અને એટલે જ મેં એને નેહા ને લઈ જવા દીધી, કેમ કે મને ખબર હતી કે આ રીતે જ બધું જાણવા મળશે, અને હું ગીતા ને કહું કે હું એને બહુ લવ કરું છું તો" રઘુ બોલ્યો.

"પ્યાર ની સજા તો મને અને રઘુ ને પણ કઈ ઓછી નહિ મળી! આ બધાં નાટકમાં જે રઘુ મને મરેલી ગણીને રડતો હતો, એ હું એનાથી દૂર હતી એટલે એ એટલું બધું રડતો હતો અને આપની સાથે જ કેમ આવું બધું થાય છે એવું જ્યારે રઘુ વિચારતો ત્યારે એને એક્ટિંગ કરવાની જરૂર જ નહોતી રહેતી!" રેખા એ સમજાવ્યું.

"હા, તું પણ તો કેટલું બધું મારાથી દૂર રહી છું! તુએ પણ તો ખુદથી મને દૂર કરી અને હું સમજી શકું છું કે જ્યારે તું મારાથી દૂર જાય છે તને કેટલું દુઃખ થાય છે!" રઘુ બોલ્યો.

"અમે બંને એ શૂરૂથી જ પ્લાનિંગ બનાવી દીધી હતી કે અમે અમારા દુશ્મન ને કેવી રીતે શોધીશું. મને તો શુરૂથી જ ગીતા પર જ શક હતો! હું એક છોકરી છું અને ખબર છે મને કે ગીતા રઘુ ને કેટલી હદે પ્યાર કરતી હતી, હું પણ તો જો મને કોઈ સામે પ્યાર ના કરે તો એવું જ કરું ને!" રેખા બોલી.

"ના, એ ગલત છે, અને હું આ કામ માટે ગીતા ને ક્યારેય માફ નહિ કરું!" રઘુ એ મક્કમતાથી કહ્યું.

"પ્લીઝ આવું ના બોલ! હું મરી જઈશ! મેં જે કઇ કર્યું બસ તારા પ્યાર માટે જ તો કર્યું!" ગીતા એ બહુ જ અફસોસ સાથે કહ્યું.

"જો ખરેખર તું મને સાચ્ચો પ્યાર કરતી હોત તો તું મને આમ મારા પ્યારથી જુદા ના કરતી, પણ મારી ખુશીમાં જ તારી ખુશી માનતી, પણ તારે તો બસ મને હાંસલ કરવો છે! તારે તો બસ કોઈ પણ હાલતમાં હું જ જોઇતો હતો અને એટલે જ તો તુએ મને પામવા માટે આવું કર્યું!" રઘુ બોલ્યો.

"હા, મેં જે રસ્તો અપનાવ્યો એ બહુ જ ગલત છે, પણ એક પળ માટે તું મારી રીતે તો કર વિચાર! મેં જે કઇ કર્યું બસ તારા પ્યારમાં કર્યું, બસ હું તને બહુ જ પ્યાર કરતી હતી! આઈ રિયલી રીયલી લવ યુ!" ગીતા બોલી.

"પ્યાર બહુ જ મસ્ત ફિલિંગ છે, પ્યારને બદનામ ના કર.. એવું જરૂરી નહિ કે આપને જેને પ્યાર કરીએ એ વ્યક્તિ પણ આપણને એટલો જ લવ કરે! તું એકવાર રેખાને પૂછ જો એ તારી જગ્યાએ હોત તો શું કરતી?!" રઘુ એ કહ્યું.

"જો હું તારી જગ્યા એ હોત તો હું રઘુ ની ખુશીમાં જ ખુશ રહેતી, બસ એને ખુશ જોઈને જ હું તો બહુ જ ખુશ રહેતી! પ્યારને પામવું જરૂરી થોડી છે, એની ખુશીમાં જ ખુશ થવું પ્યાર છે!" રેખા બોલી.

સરસ સંવાદ ચાલતો હતો કે અચાનક જ ઘણા બધા કાળા રંગના કપડા પહેરેલ કેટલાક ગુંડાઓ એકદમ જ જગ્યા પર બંદૂકો લઈને આવી ગયા. દીપ્તિ ના ચહેરા પર હારેલી બાજી જીતી જવાની એક અલગ જ સ્માઈલ હતી!

આવતા અંકે ફિનિશ..
____________________
એપિસોડ 37(અંતિમ ભાગ - કલાઈમેકસ)માં જોશો: સૌને મારવામાં ગીતા અને રેખા પણ સામેલ હતાં! ત્યાં પડી રહેલ દરેક વસ્તુ થી એ લોકોને આ ચારેય મારી રહ્યાં હતાં. કપડાં ના ટુકડા થી એમને એમની પર ઓઢી દઈને ગોળ ચકરડી ફેરવી દેતા! મારી મારીને નીચે પાડી દેતા!

જ્યારે પણ એવું લાગે કે છોકરીઓ નો પાવર ઓછો થાય છે ત્યારે કોઈ ફિલ્મના ફિરોની જેમ રઘુ અને વૈભવ આવી જતા.

રઘુ તો નજાણે કેટલાય દિવસથી બસ આ જ પળ નો વેટ કરી રહ્યો હતો, એની લાઇફ બરબાદ કરનાર દરેક વ્યક્તિ નો ગુસ્સો આજે એમાં જોઈ શકાતો હતો! ખરેખર જો આજે એની સામે કોઈ પણ આવી જાત, આજે રઘુ ને હરાવવો બહુ જ મુશ્કેલ હતો! એના દરેક વારમાં જોર બહુ જ વધી ગયું હતું!