Love's risk, fear, thriller fix - 10 books and stories free download online pdf in Gujarati

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 10


રેખા ગભરાઈને રઘુને ભેટી પડી. જેમને ગોળી ફાયર કરી હતી એ બંને વ્યક્તિ એ ચહેરા પર કાળા માસ્ક પહેર્યા હતા. પાર્કની સિક્યુરિટી એ વ્યક્તિઓને પકડી શકે એ પહેલાં જ એ વ્યક્તિઓ ભાગી ચૂક્યા હતા!

રેખાની તેઝ થઈ ગયેલી ધડકનો રઘુ પણ મહેસૂસ કરી શકતો હતો!

"એ લોકો ભાગી ગયાં... રીલેક્સ!" રઘુએ રેખાને કહ્યું.

"ચેનથી શ્વાસ પણ નહી લેવા દેતા... કોણ છે એ વ્યક્તિઓ! કેમ આવું કરે છે!" રેખા એકશ્વાસે બોલી ગઈ.

"હું એમને નહીં છોડુ! એમને મારી રેખા પર હુમલો કર્યો છે!" રઘુએ એક અલગ જ ખુમારીથી કહ્યું.

"હા, પણ પહેલાં ખબર તો પડે ને કે એ છે કોણ!" રેખાએ લાચારીથી કહ્યું.

"એ પણ હું જાણી જ લઈશ..." રઘુએ કહ્યું અને રેખાને પોતાની બાહોમાં લઈ લીધી.

"યાર, મારે એવી લાઇફ નહી જીવવી, જ્યાં... જ્યાં દરેક પળ જાન જવાનો ખતરો હોય! તલવારની ધાર પર જીવવા જેવી આ લાઇફ કરતા તો..." રેખા આગળ બોલે એ પહેલાં જ રઘુએ એના હોઠ પર પોતાની આંગળી મૂકી દીધી.

"બસ ના બોલ આવું! હું બધું જ ઠીક કરી દઈશ!" રઘુએ કહ્યું અને એણે વધારે પોતાની પાસે લાવી ભીંસી દીધી.

"રઘુ, હું નહીં જાણતી કે હવે મારી પાસે કેટલો ટાઈમ છે, પણ હું હવે થોડો પણ ટાઈમ બગડવા નહીં માંગતી! મારે તને કઈક કહેવું છે..." રેખાએ આંસુઓ લૂછતાં કહ્યું.

"હા, બોલ ને." રઘુએ તૈયારી બતાવી.

"આઇ લવ યુ, આઇ લવ યુ! આઇ લવ યુ, સો મચ!" રેખાએ કહ્યું તો એના આંસુઓ નીકળી ગયા.

"આઇ લવ યુ ટુ!" રઘુએ કહ્યું અને એણે ફરી બાહોમાં લઇ લીધી. રઘુની આંખો પણ કોરી ના જ રહી શકી.

"મને ખબર તો છે, તું મને બહુ જ પ્યાર કરે છે..." રઘુએ વાતાવરણ હળવું કરવા કહ્યું.

રેખાએ હળવી મુઠ્ઠીઓ થી રઘુ ને છાતીએ માર્યું.

"વૈભવ ને કઈ કહેતી ના..." રઘુએ કહ્યું અને બંને ત્યાંથી નીકળી ગયા.

🔵🔵🔵🔵🔵

બંને ત્યાંથી શોપિંગ મોલમાં આવી ગયા હતા.

રઘુએ એણે એની વાતોથી હસાવીને એના મૂડને સારો તો કરી દીધો હતો પણ પોતે રેખાની બહુ જ ચિંતા કરતો હતો!

"રેખુ, બેસન લઈ લેજે... તું ભજીયા બહુ જ મસ્ત બનાવે છે..." રઘુએ કહ્યું તો રેખાએ બેસન પણ લીધું.

"હા ખાઈ લે મારા હાથનું... શું ખબર પછી..." રઘુએ એના બોલ્યા પહેલાં જ કહી દીધું - "પ્લીઝ આવું ના બોલ!"

રઘુએ એના માથે એક હળવી કિસ કરતા કહ્યું - "તને કઈ જ નહી થાય! હું કઈ જ નહી થવા દઉં!"

"રઘુ, તને મારામાં શું ગમે છે!" રેખા એ અચાનક જ પૂછ્યું.

"તું, તારો સ્વભાવ, તારી અદા... તારામાં જે વાત છે, એ બીજા કોઇના માં નહી!" રઘુએ કહ્યું.

આખો દિવસ આમ જ મસ્તી મજાકમાં અને શોપિંગમાં કેવી રીતે પૂરો થઈ ગયો બંને ને ખ્યાલ જ ના રહ્યો. બંને થોડા થાક સાથે ઘરે જવા નીકળી ગયા. બંને હજુ અણજાણ હતા કે ઘરે જઈને એમને બહુ જ મોટી સરપ્રાઇઝ મળવાની હતી! એક તોફાન એમની જ રાહ જોઈને ઘરે બેઠું હતું!

🔵🔵🔵🔵🔵

"આ શું? ઘરમાં તાળું કઇથી?!" દરવાજા પર લોક જોઇને રેખાએ માથે હાથ મૂકતા કહ્યું!

"તારી પાસે બીજી ચાવી છે ને લોક ખોલી દે, વૈભવ એના ફ્રેન્ડના મેરેજમાં જ ગયો હશે!" રઘુ એ વાતને હળવેકથી લેતા કહ્યું. વાત આમ તો ગંભીર જ હતી, પણ એ રેખાને વધારે ટેન્શન આપવા નહોતો માંગતો! પોતે પણ અંદરોઅંદર તો બહુ જ ચિંતાતુર હતો, પણ બહારથી તો એણે રેખા સામે વાતને સામાન્ય હોય એમ જ બતાવી રહ્યો હતો.

વધુ આવતા અંકે...
____________________
એપિસોડ 11માં જોશો: "પણ જો તું ખુદને ખતમ કરી દે તો અને તો જ તને તારો ભાઈ જીવતો મળશે.." એક બીજી છોકરી બોલી તો રેખા ના શરીરમાં કંપારી આવી ગઈ.

"તારી જોડે જ છે મારી દુશ્મની છે, તું ખતમ થઈ જા, હું તારા ભાઈનું બહુ જ ધ્યાન રાખીશ.." એને એક અટ્ટહાસ્ય સાથે કહ્યું.

"શું છે દુશ્મની, શું બગાડ્યું છે રેખા એ તારું?!" રઘુ થી ના જ રહેવાયું તો આખરે એણે કહ્યું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED