Shwet Ashwet - 37 books and stories free download online pdf in Gujarati

શ્વેત, અશ્વેત - ૩૭

નાઝ પોલીસની જીપમાં ગઈ તો હતી પણ સ્ટેશન પર નહીં, કૌસરના ઘરે. તે ઘરમાં પગ મૂકે, તે દરમિયાન, કોઈ બીજીજ દિશામાં, કોઈ ફોન પર વાત કરી રહ્યું હતું- નીથ્યા. 

આ નીથ્યાનું કેરેક્ટર પણ જબરું છે હો! એક બાજુ તે શ્રીનિવાસનના ભાઈ પત્ની છે, અને એક બાજુ એક એવી યુવતી જે આમતો પાગલ છે. અહી કઈ અલગ લાગ્યું? પેહલા એપિસોડમાં કહ્યું નીથ્યા શ્રીનિવાસનના ભાઈ સાથે પરણી હતી, અને તે બાદ જણાવ્યું કે સીથા. 

નીથ્યા? સીથા? કે સિયા નં. ૨?

શું સીથા પહેલા થિજ પાગલ હતી? કે શું તે ભદ્ર દ્રવિડ ખોરડાની વહુ એક જુઠ્ઠું બોલનારી ચોર હતી? 

એ શું હતી!?

ચિંતા ન કરશો. મને ખબર છે. તમે ધારણાઓના દોરા બાંધો. હું પછી જણાવીશ. 


કૌસર એ પૂછ્યું, ‘એનો ભાઈ એનો ભાઈ નથી?’

‘ઓ બે’ન. મને ઊંઘ આવે છે. આપણે કાલે સવારે વાત કરીશું.’

‘શું ઊંઘ આવે છે? એક તો તું આટલી મોળી રાત્રે કોઈના ઘરે ચોરી કરવા ગઈ છે? તઅને ખબર પણ છે ચોરી કેવો ગુનોહ છે, નાઝ? જહન્નમમાં પણ જગ્યા -’

‘અને કોઈને ગિફ્ટ આપીએ તો?’

‘મતલબ?’

‘હું વિશ્વકર્માને એક ગિફ્ટ આપીને આવી છું..’

‘શું ગિફ્ટ?’

‘એની વાઈફનું ચક્કર ચાલે છે. અને એ વાતની થોડીક ખબર એને પણ છે. એ શું કરે છે એની ખબર ઓલીને નથી પણ. શું લાગે છે, હશે?’

‘મને તો તું શું કહે છે એજ નથી સમજાતું..’

‘ઓહ ડોન્ટ ઇવન.. આપણે કાલે સવારે વાત કરીશું.’

‘અહીં કોઈ કેફે છે?’

‘હા. મોંઘા છે, પણ.’

‘તારે કયા બિલ આપવાનું છે? તું કાલે કામ પર ન જતી, હોને!’

‘શું?’

‘કાલે કામ પર ન જતી. મને ફરવા લઈ જજે. તો હું તને બધુ કહીશ.’

‘સારું.’

કૌસર સોફા પર ઊંઘી ગઈ. 

વહેલી સવારે ૧૦ વાગ્યે તેઓ એક કેફે પર પોહંચ્યા. અહીં નાઝ તેના હસબન્ડ સાથે મધુરું મધુરું વાત કરવા લાગી. કોફી આવી. ચા આવી. નાસ્તો આવ્યો. કૌસર એ ખાધું. પાણી પીધું. એ તો ખા ખા જ કરતી હતી. અને નાઝ ફોન પર વાત કરતી હતી. પોલીસ વાળાએ શ્રુતિના પેરેંટ્સના ફોન ટેપ કરાવવાના શરૂ કરી દીધા હતા, સવાર થિજ. 

કૌસર ઘડિયાળના કાંટા જુએ, અને આ પ્રેમી પંખીડાની સામે જુએ. 

કેટલું હોય પણ!

અંતે ફોન પત્યો. 

‘નાઝ. તું તારા હસબન્ડને આટલો હેરાન કરે છે.’

‘હેરાન એટલે શું? હી ઇસ માઈ હસબન્ડ. એ મારા માટે તો કામ કરે છે. હવે હું તેને ચાર કામ કહીશ, જે આપણે મળીને કરવાના છીએ, ઓકે?’

‘હા. જો હવે શ્રુતિના પેરેન્ટ્સ એક બીજા થી કઈ એવી વસ્તુ છુપાવે છે, જે તે તારી આગળ કે પોતાના પાર્ટનર્સ આગળ ખુલ્લી પાળી શકે એમ નથી. તો એ જાણવાનું કામ તારું. મને શ્રુતિના કોલેજ પહેલાના બધ્ધા જ ફ્રેન્ડ્સ વિશે જાણવું છે. ૧૨માં પહેલાના ફ્રેન્ડ્સ.’

‘કેમ?’

‘એમ. શ્રુતિના કેસમાં એણે કેમ મારી તે મહત્વનું નથી, પણ કેવી રીતે મારી, તે અગત્યનું છે.’

‘પણ એ કેવી રીતે મારી તેની તપાસ તો થઈ ગઈ છે.’

‘નથી થઈ. શ્રુતિનું ત્યાં- તે સ્થળે હોવાનું એક કારણ છે. એ શું કારણ છે તે મને પણ નથી ખબર. એ જગ્યા જ એવી છે. એ જગ્યા રહવા લાયક જ નથી.’

‘એટલે શ્રુતિ એ કઈ એવું જોયું હશે. કોઈએ એને બોલાવિ હશે તો-’

‘ના. એ ઘર. એ ઘરમાં.. વિષ્કર્માનો પરિવાર ત્યાં કેટલા વર્ષ રહ્યો.’

‘વિષ્કર્મા કઈ મારો બેસ્ટી કે કે હું એની પી.  એ.  છું કે મને ખબર હોય -’

‘સુપર્બ!’

‘શું?’

‘પી એ!’

‘શું કેહ છે?’

‘કઈ નઇ. મને ભૂખ લાગી છે.’

‘હું કઈ મારા વર સાથે કલાક ઓ કલાક ન હતી ખપાવતી..’

‘હા, હવે. હું ખાઈને આગળની વાત કરું.’

ત્યાં સુધી કૌસર વિચારવા લાગી. નાઝ ભલે ને જેટલી ઊંધી છતી હોય.. એને કોઈ વાત જાણવી હોય તો તે તરત જ.. 

‘કૌસર?’

‘શું?’

‘તું કેમ એની સાથે નિકાહ પઢવાની ના પાળે છે?’

હેં!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED