જાનકી - 32 HeemaShree “Radhe" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જાનકી - 32

જે વિષય મળ્યો તેના પર લખી ને જાનકી અને નિહાન વાતો કરતા હતા... પછી બંને નિહાન ના ઘરે જવા નીકળે છે... જાનકી ત્યાં નિહાન ના કબાટ માં ખણખોડ કરી રહી હતી... ખબર નહીં શું ગોતતી હતી... વરી કબાટ થી બે ડગલાં દૂર જઈ ને પોતાના ખુલા વાળ ને બાંધતી બાંધતી બોલી...
" નિહાન તારું વાઇટ જીન્સ ક્યાં...!?"
નિહાન બોલ્યો..
" ત્યાં જ છે.. ઉપર ના ખાના માં... "
જાનકી બીજું કંઈ બોલે તે પેહલા નિહાન આવ્યો અને વાઇટ જીન્સ ગોતી આપ્યું... તેની સાથે વાઇન શર્ટ આમ જોડી નિહાને બનાવી અને બોલ્યો "આ ચાલશે ને વાઇટ સાથે...?!"
જાનકી હરખાતાં બોલી..
" હા, આ જ પેરજે તું.."
જાનકી હજુ રૂમ માં હતી ત્યારે નિહાન હોલ માં જઈ ને ગીત ચાલુ કરે છે...
તેનો અવાજ સાંભળી ને જાનકી આ રૂમ માંથી હોલ માં જાય છે....
ત્યાં ફૂલ વોલ્યુમ માં વાગી રહ્યું હતું....

किसी शाम की तरह,
तेरा रंग है खिला
मैं रात एक तन्हाँ,
तू चाँद-सा मिला
हाँ तुझे देखता रहा,
किसी ख़्वाब की तरह
जो अब सामने है तू,
हो कैसे यकीं भला
टूटा जो कभी तारा सजना वे
तुझे रब से माँगा
रब से जो माँगा मिलेया वे
तू मिलेया तो जाने ना दूँगा मैं...

આમાં નિહાન જાનકી નો હાથ પકડી ને છેલ્લી લાઈન બોલે છે....
तू मिलेया तो जाने ना दूंगा मैं....

જાનકી તેને આશ્ચર્ય થી જોઈ રહી હતી કે આ નિહાન ને શું થયું છે આજ... હજુ જાનકી કંઈ બોલે તેની પેલા જ હવે નિહાન તેને ઈશારા થી અટકાવે છે બોલતા.... તે જાનકી નો હાથ પકડી ડાન્સ કરવા લાગ્યો... તેના પછી બે મિનિટ માં બીજું ગીત વાગ્યું...

देखा हज़ारों दफा.. आपको
फिर बेक़रारी कैसी है
संभाले संभलता नहीं ये दिल
कुछ आप में बात ऐसी है

लेकर इजाज़त अब आप से
सांसें ये आती जाती हैं
ढूंढें से मिलती नहीं हैं हम
बस आप ही आप बाकी हैं

નિહાન જાનકી ને કમર એ થી પકડી ને કપલ ડાન્સ કરી રહ્યો હતો... બંન્ને એક બીજા ની આંખ માં એક બીજા નું પ્રતિબિંબ જોઈ શકતા હતા...

आगोश में है जो आपकी
ऐसा सुकून और पाये कहाँ
आँखें हमें ये रास आ गयी
अब हम यहाँ से जाए कहाँ

આ લાઈન પછી જાનકી નિહાન ની છાતી એ પોતાનું માથું ટેકવી ને તેને ગળે લગાવી ને ડાન્સ કરી રહી હતી.... બરાબર ત્યારે તેનો હાથ પકડી ને તેને ચકેડી ફેરવે છે અને પાછળ થી જાનકી ને આગળ બાજુ પકડી ને ડાન્સ કરવા લાગ્યા....

देखा हज़ारों दफा आपको
फिर बेक़रारी कैसी है
संभाले संभलता नहीं ये दिल
कुछ प्यार में बात ऐसी है

ગીત પૂરું થયું પછી નિહાને પૂછ્યું
"કેવું લાગ્યું જાનકી...!?"
જાનકી તેને ગાલ પર કિસ કરતા બોલી
"તારા જેવું જ એક દમ પરફેક્ટ...."
નિહાન જાનકી ને પોતાના ખોળા મે બેસાડતા પૂછે છે...
" Jaan, તું શું પેહરીશ પ્રોગ્રામ માં...?!"
જાનકી તેની સામે ફરી તેના વાળ અને કાન પર હાથ ફેરવતાં ફેરવતાં બોલી....
" એ પણ તું જ્યારે મને જોવે ત્યારે જોજે... મારા લેખ ની જેમ..."
"એવુ surprise છે મારા માટે Jaaan...!?" નિહાન તેના વાળ સેહલાવતા બોલ્યો...
જાનકી નિહાન ની છાતી પર પોતાની આંગળી વડે 'janki' લખતા લખતા બોલી..
" હા, એવું કહી શકાય....

જાનકી ઘરે જવા નીકળે છે... નિહાન ને જાનકી ના ગયા પછી રોજ ઘર સાવ ખાલી ખાલી લાગતું... આજ પણ તેના ગયા પછી તે તેને જ યાદ કરતો હતો... બીજી તરફ જાનકી પણ રસ્તા માં નિહાન ના જ વિચાર કરી રહી હતી... ઘરે પોહચી ને તેને નિહાન ને મેસેજ કર્યો...
" હું પોહચી ગઈ છું... ચિંતા ન કરતો..."
જાનકી નો મેસેજ જોઈ ને નિહાન ના ચહેરા પર જરા સ્માઈલ આવી જાય છે... પરમ દિવસ કોલેજ માં પ્રોગ્રામ હતો, તે સાંજ ના મોડે સુધી ચાલે એમ હતો.. તેથી જાનકી વેદ ને એ બાબતે વાત કરી...
જાનકી વેદ ને કહે છે..
" વેદ મેં તને કહ્યું હતું ને કોલેજ માં પ્રોગ્રામ છે તે પરમ દિવસ છે તેમાં હું પણ ભાગ લેવાની છું અને તેને પૂરો થતાં સાંજ ના મોડું થઈ જશે તો તમે યુગ ને સંભાળી લેશો ને...!? અને તમે બંને આવશો ને ત્યાં...!?"
વેદ જરા વિચારી ને અને જરા દુઃખ જતાવતા બોલ્યો...
" જાનકી પરમ દિવસ મારે અમદાવાદ જવાનું છે.. અને હું રાતે પણ પાછો નહીં આવું બીજા દિવસે બપોર પછી આવીશ... અને જો તું કહે તો યુગ ને હું સાથ લઈ જાઉં.. ત્યાં મમ્મી પપ્પા પણ તેને યાદ કરતા હતા... અને અહીં તું પણ તારા પ્રોગ્રામ માં હશે તે એકલો શું કરશે...!? " વેદ નના મમ્મી પપ્પા પણ અમદાવાદ જ રહેતા હતા....
જાનકી જરા દુઃખી થતા એ કહ્યું
"તમે બે માંથી કોઈ નહીં હોવ, મારા પ્રોગ્રામ માં...!? મને એમ હતું કે મને આમ પફોમ કરતા જોઈ ને યુગ ખુશ થશે.."
વેદ કહે છે ..
" મને અને યુગ બંન્ને ને ખબર છે કે તું સરસ જ પફોમ કરીશ.. અને આ ક્યાં લાસ્ટ ટાઈમ છે.. બીજી વાર અમે બંને તારા થી પેહલા હસુ.. તું એન્જોય કર તારા પ્રોગ્રામ... અમે નહીં હોય તો તેને ઘરે આવવાની પણ જલ્દી નહીં કરવી પડે..."
જાનકી વેદ ની બાજુ માં બેસતા બોલી
" હા, એ તો બરાબર... જોઉં ચાલો... હું પણ ફ્રેન્ડ સાથે હોસ્ટેલ માં જ રોકાઈ જઈશ કદાચ... ઘરે એકલી શું કરીશ...!"
વેદ બોલ્યો..
" હા , ઠીક છે.. એવું કરજે.."

રેટ કરો અને રિવ્યુ આપો

Jigisha Shah

Jigisha Shah 1 માસ પહેલા

MAYURI PATEL

MAYURI PATEL 2 માસ પહેલા

Daksha Gala

Daksha Gala 2 માસ પહેલા

Keval

Keval 2 માસ પહેલા

Kishor B Rathod

Kishor B Rathod 2 માસ પહેલા