Street No.69 - 76 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-76

હમ અને નૈનતારાં એકબીજાની નજરોમાં નજરો પરોવી ઉન્માદથી ઉત્તેજીત થઇ રહેલાં ત્યાં સોહમનાં મોબાઇલની રીંગ વાગી. સોહમે તરતજ ફોન રીસીવ કરતાં કહ્યું “હાં બોલ સુનિતા શું થયું ? ઘરે આવી ગઇ ? “

સુનિતાએ કહ્યું “દાદા હું તો ક્યારની આવી ગઇ છું તમારી રાહ જોવાય છે. 9 વાગી ગયા હજી નથી આવ્યાં ? હજી ઓફીસમાંજ છો ? આઇ ક્યારની ફોન કરવા કહે કે સોહમને ફોન કર કેમ હજી નથી આવ્યો ?”

સોહમે કહ્યું “સુનિતા એમાં ફોન શું કરવાનો ? હું નાનો કીક્લો નથી હું મર્દ છું એમ કહી હસ્યો અને બોલ્યો ઓફીસમાં ઘણું કામ છે મારે આજે ફાઇનલ રીપોર્ટ બનાવીને ઘરે આવવાનું છે થોડું મોડું થશે તમે લોકો જમી લો ને સૂઇ જજો. મારી પાસે ચાવી છે.”

સુનિતાએ કહ્યું “દાદા ઓહ એટલું બધુ લેટ થશે ? ભલે... પણ તમારું જમવાનું શું “? સોહમે કહ્યું “એતો હું ઓફીસમાં કંઇક મંગાવી લઊં છું ચિંતા ના કરો ચાલો હું મારી રીતે આવી જઇશ. ઓકે ટેઇક કેર બાય..” એમ કહીને ફોન મૂક્યો.

નૈનતારા ક્યારની સોહમને ફોન પર વાત કરતો જોઇ રહી હતી એણે ફોન મૂકાયાં પછી બોલી “ઓહ સર તમારી બહેનની વાત સાચી છે કામમાં તો ભૂલીજ ગયાં કે જમવાનું તમારુ ? ઓહ ચલો હું મંગાવી લઊં છું બોલો શું મંગાવું ? ભૂખ લાગી હશે ને !”

સોહમે કહ્યું “અત્યાર સુધી ભૂખ નહોતી લાગી પણ તેં જમવાનું યાદ કર્યું હવે ખૂબ ભૂખ ઉઘડી છે તું મંગાવી લેને તારી રીતે. તું પર્સનલ સેક્રેટરી છે તને ખબરજ હશે મને શું પસંદ છે.” એમ કહી હસ્યો.

નૈનતારાએ આંખો નચાવતાં કહ્યું “તમે કહો તો ઠીક છે બાકી મને ખરેખર ખબર છે તમને શું ભાવે છે ? ચલો હું ઓર્ડર કરી દઊં છું.” એમ કહીને ચેમ્બરની બહાર નીકળી મેઇન ડોર લોક કરી ઓર્ડર કરીને પાછી ચેમ્બરમાં આવી.

સોહમ કહ્યું “નૈનતારા તું ચેમ્બરની બહાર ગઇ એટલી ક્ષણો અહીં સોંપો પડી ગયો. તારી હાજરી વિના બધું સૂનૂ થઇ જાય છે અચાનક...” નૈનતારા એ હસ્તાં કહ્યું “વાહ શું વાત છે તમે તો કવિ જેવી વાતો કરી..”. સોહમે કહ્યું “હમણાંજ આપણી વચ્ચે... આઇ મીન તેં જમવાનું યાદ કર્યુ અને મારી ભૂખ ઊઘડી ગઇ....”

“નૈનતારા..... એમ કહી એનો હાથ ઝાલી પોતાનાં તરફ ખેંચીને કહ્યું “તને જોઇને પણ ઉન્માદ જાગે છે તન મનમાં ભૂખ જાગે છે ખળભળાટ થઇ જાય છે શું કહું ? જમવાનું આવશે પેટની ભૂખ મટશે પણ આ ભૂખનું શું કરું ?” એમ બોલી નૈનતારાની આંખોમાં જોવા લાગ્યો.

નૈનતારાનો ચહેરો પહેલાં ખીલ્યો.. પછી અચાનક મુરઝાઇ ગયો એ ઉદાસ થઇ ગઇ. સોહમને સમજાયું નહીં કે આમાં અચાનક ઉદાસ થવા જેવું હું શું બોલ્યો.

સોહમે કહ્યું “કેમ મેં કંઇ બોલાવામાં ભૂલ કરી છે ? જે હતું એજ સાચું કહી દીધું તું એટલી સુંદર છે કે જેવું મન કામમાંથી હટે.. અને “કામ”માં પરોવાય છે. શું કહું ?”

નૈનતારા સોહમનાં બે પગ ઉપર એનાં બેઉ પગ પહોળા કરીને બેસી ગઇ. એણે સોહનનાં ચહેરાની સામેજ એનો ચહેરો આવી ગયો. એ બોલી “સોહમ હું તમને ખૂબ પસંદ કરુ છું. .,.. તમે હમણાં જે બોલ્યાં એ વાક્યમાં કામ "શબ્દ બે વાર વાપર્યો જેમાં બંન્નેમાં અર્થ જુદા જુદા હતાં હું સમજી ગઇ.....”

“ઓફીસનાં કામમાંથી મન હટે.... અને પ્રેમ કામમાં પરોવાય છે બરાબરને.. હું બધુ સમજુ છું બધો એહસાસ છે મને.... સોહમ, હું આવીજ છું તમારાં માટે....” એમ કહીને એણે એનાં હોઠ સોહમનાં.. હોઠ પરજ મૂકી દીધાં.

સોહમે પણ એં બંન્ને હાથ નૈનતારાની ફરતે વીંટાળી દીધાં બંન્ને જણાં ચૂંબનની તાનમાં હતાં. બંન્નેનાં શરીરનાં કણ કણમાં પ્રેમધ્વની ગાઇ રહેલો બંન્ને જણાં મદંહોશ થઇ ચૂક્યા હતાં.

ક્યાંય સુધી બંન્ને જણાં એકબીજાને વળગીને પ્રેમ કરતાં રહ્યાં. સોહમને એના ગાલ, કપાળ, હોઠ પર ચુંબન કર્યું એને ધરાવો નહોતો થતો. નૈનતારાનો આખો ચહેરો લાલ લાલ થઇ ગયેલો.. એ સોહમને સાથ આપી રહી હતી.

સોહમ હવે આગળ વધી રહેલો એણે નૈનતારાની ડોક પર ગળામાં ચુંબન કરવા માંડ્યું એની છાતીની સાવ નજીક એણે ચુંબન કરવા માંડયા... એની આંખમાં વાસનાનું ઝેર ચઢેલું એની આંખો જાણે ધેનથી ઘેરાવા માંડી હતી.... એ ખૂબ ઉત્તેજીત થઇ રહેલો એણે નૈનતારાને ખૂબ જોરથી પકડીને પોતાની છાતી સરસી ચાંપી દીધી... અને એને અનેરી સુગંધ આવી એ આ સુંગધથી પરિચિત હતો.

એની આંખોમાંથી મદ અદ્રશ્ય થઇ ગયો એણે નૈનતારાને આઘી કરી એનાં ચહેરાંને ફરીથી ધારી ધારીને જોવા લાગ્યો અને બોલ્યો "નૈનતારા સાચું બોલ તું કોણ છે ? તારાં તરફ મને આકર્ષણ કેમ થાય છે ? તારાં તનમાં સાવીની સુગંધ કેવી રીતે ? આ તનમાં સાવીની ગંધ-સુગંધ છે એ તીવ્ર વાસ મારામાં વસેલી છે હું ઓળખું છું સાવી છે કે શું તું ? આવું નૈનતારાનું રૂપ લઇને આવી છો ?”

“તારુ... સાવી... તારુ તો મૃત્યુ થયું હતુ. તેં પાછું બીજા કોઇનું શરીર ધારણ કરેલું.. પછી તું પાછી આવીજ નહી... અહીં ઓફીસમાં તું નૈનતારા થઇને આવી ? મારુ મન, તન, અંગ અંગ સાવી વિના આકર્ષીત થાયજ નહીં તું મારી સાવી છે ?”

નૈનતારાએ કહ્યું “સોહમ હું નૈનતારા છું સાવી નહીંજ. મને આનંદ છે કે તમે જેને પ્રેમ કરો છો એનુંજ રૂપ, ગંધ, સુગંધ, એહસાસ તમને થાય છે કેટલી એ નસીબદાર છે પણ અત્યારે હું તમારી પાસે છું એ નૈનતારા છું. તમારી છું. તમે ફક્ત મારાં છો.” એમ કહીને એણે સોહમને વળગીને ચૂસ્ત ચુંબન લીધુ. અને ત્યાંજ....વધુ આવતા અંકે ---- પ્રકરણ-77
બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED