The Scorpion - 92 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન - પ્રકરણ-92

સિધ્ધાર્થ પાસેથી દીકરી આકાંક્ષા માટે સી.એમ.નાં દીકરા આર્યન અંગેની... આકાંક્ષા માટે માંગુ નાંખ્યાની વાત એમને ખૂબ આનંદ આપી ગઇ.. એમણે વિચાર્યું દેવ-દેવમાલિકા બધાં મઠ જવા નીકળે પહેલાંજ આ ખુશખબર બધાને આપી દેવી જોઇએ.

રાયબહાદુર સિધ્ધાર્થને આરામગૃહમાં રોકાવાનું કહીને સીધા ચંદ્રમૌલીજીનાં ઉતારે પહોંચ્યા. ત્યાં રુદ્રરસેલ, સૂરમાલિકાજી એમની પત્નિ અવંતિકા રોય, દેવ, દેવમાલિકા, આકાંક્ષા, નાનાજી તથા ઉષામાલિકા હાંફળે પણ આનંદમાં આવી રહેલાં રાયબહાદુરજી જોઇને આશ્ચર્ય પામ્યાં.

અવંતિકા રોય અને દેવ સાથે બોલી ઉઠ્યાં "પાપા-પાપા શું વાત છે ? આમ આટલા ઉત્તેજીત કેમ છો ?” રાયબહાદુરે પહેલાં આંકાક્ષાને ગળે વળગાવીને બોલ્યાં" સમાચારજ એટલાં આનંદનાં છે કે મારી ધીરજ ના રહી પછી નાનાજીને નમસ્કાર કરતાં બોલ્યાં “ઋષિ કંદર્પજીની વાણી... અટલ વાણી... અગમ વાણી બસ સત્યનું રૂપ લઇને આવી.”

બધાં ધીરજથી સાંભળી રહેલાં.. રુદરસેલજીએ કહ્યું ધીરજ નથી રહેતી “રાયજી સમાચાર શું છે ?” રાયબહાદુરે કહ્યું “મારો આસિસ્ટન્ટ સિદ્ધાર્થ કોલકતાનો DGP નિમણુંક થયો છે મારીજ જગ્યાએ એનું પ્રમોશન થયું છે.’

દેવે કહ્યું “પિતાજી ખૂબ સારાં અને આનંદદાયક આ સમાચાર છે પણ તમે આટલા ઉત્તેજીત.... ?” રાયજીએ એને વચ્ચેથી કાપીને કહ્યું “ખૂબ આનંદનાં સમાચાર સિધ્ધાર્થજ લઇને આવ્યો છે કે મુખ્ય પ્રધાન ગોવિંદરાયજીએ એમનાં દીકરા આર્યનનું આપણી દીકરી આકાંક્ષા માટે માંગુ નાંખ્યુ છે....”

બધાએ એક સાથે આ આનંદદાયક સમાચાર સાંભળ્યાં. આકાંક્ષાતો શરમાઇને એની મંમીની પાસે જઇને પાલવ પાછળ ઉભી રહી ગઇ. કંદર્પજીની વાણી સાચેજ સાચી પડી ગઇ. ચંદ્રમૌલીજીએ કહ્યું “વાહ રામજી આતો ખૂબ આનંદનાં સમાચાર છે. વધાવી લો.”

“મારાં અંતરાત્માનો અવાજ પણ એવું કહી રહ્યો છે કે આ ખૂબ શુકુનનાં સમાચાર છે દિકરી ખૂબ ખુશ રહેશે સુખી થશે.” અવંતિકા રોયે કહ્યું “રસેલજી તમે ગોવિંદરાયજી સાથે વાત કરો પછી અમે કરીશું અને જો એમની ઇચ્છા હશે તો બંન્ને છોકરાઓનાં વિવાહ સાથેજ કરી દઇશું.”

રુદરસેલે કહ્યું “અરે ચોક્કસ હું હમણાંજ વાત કરી લઊં છું નેકી.. ઓર પૂછપૂછ મને તો ખૂબ આનંદ થયો છે”. સૂર-માલિકાજીએ કહ્યું “બંન્ને છોકરાઓનો વિવાહ પ્રસંગ આપણે અહીંજ કરીશું. હું હાથ જોડીને વિનંતી કરું છું કે મારી આ વાત માન્ય રાખશો. તમને કોઇ અગવડ નહીં પડવા દઊં આ આકાંક્ષાનું પણ પિયર છે એવું માનો...”

અવંતિકા રોયે રાયબહાદુરજીની સામે જોયું. રુદરસેલે કહ્યું “રાયજી આટલી અમારી વિનંતી માન્ય રાખો. તો અમને ખૂબ ગમશે બીજું નાનાજી અને નાનીજીનાં આશીર્વાદમાં એમનાં સાંનિધ્યમાં પ્રસંગ ઉજવાશે.”

રાયબહાદુરે કહ્યું “ભલે આમતો મને કોઇ વાંધો નથી પણ જગ્યા... વેન્યુ તમારી આ સ્વર્ગીય ભૂમી પણ દીકરી દીકરાનાં વ્યવહારથી લઇને બધોજ ખર્ચ ફક્ત હું ઉઠાવીશ. જેમાં મારું અને તમારું માન જળવાઇ રહે.”

રુદ્ર રસેલે ખુશ થતાં કહ્યું “તમે વેન્યુ મારું ઘર મંજૂર કર્યુ એમાં બધુ આવી ગયું તમે પૂર્ણ રુપે સ્વતંત્ર છો તમારાં માનમાં મારુ માન જળવાશે.”

રાયબહાદુર રુદ્રરસેલને ઉમળકાભેર ભેટી પડ્યાં. દેવ અને દેવમાલિકા બધુ જોઇ રહેલાં સાંભળી રહેલાં બંન્ને ખૂબ આનંદમાં હતાં. આકાંક્ષા માટેનાં સમાચાર જાણીને ખુશ થઇ ગયાં હતાં.

દેવમાલિકાએ આકાંક્ષાને એની માઁ પાસેથી એની તરફ ખેંચીને કહ્યું “આકુ કોન્ગ્રેચ્યુલેશન મને ખૂબ ગમ્યુ”. દેવે કહ્યું “તારું તો બધુ સુપર ફાસ્ટ થવા લાગ્યું છે કહેવું પડે... બહેનાં તું તો સુપરફાસ્ટ એક્સપ્રેસ નીકળી.” એમ કહીને હસી પડ્યો. આકાંક્ષાને ગળે વળગાવી દેવે એનું કપાળ ચૂમીને કહ્યું “મારી આકુ મારી બહેના કોન્ગ્રેચયુલેશન.”

ત્યાં રુદ્રરસેલે ગોવિંદરાય પંતને સીધોજ ફોન લગાવયો આ હોટ લાઇન પર વાત થઇ રહી હતી. જેવો ફોન લાગ્યો સામેથી ગોવિંદરાયજીએ કહ્યું “વાહ રુદ્રરસેલજી જય મહાકાલેશ્વર, શેષનારાયણાય... તમે ફોન કર્યો હું આપનેજ ફોન કરવાનું વિચારતો હતો કે....”

ત્યાં રુદ્રરસેલજીએ કહ્યું “સર.. તમારો સંદેશ અમને અહીં મળી ગયો છે. રાયજી પણ અહીજ હાજર છે. તેઓ તમારાં સંદેશથી ખૂબ આનંદમાં છે સહર્ષ સંબંધ સ્વીકાર્યો છે આપને ખૂબ ખૂબ અભિનંદન. ગોવિંદરાયજીએ કહ્યું “તમને પણ અભિનંદન.” રુદ્રરસેલે કહ્યું “ હું તમારાં થનાર વેવાઇનેજ ફોન આપું” એમ કહી હસ્યાં અને રાયબહાદુરજીને ફોન આપ્યો.

રાયબહાદુરજીએ ફોન લીધો અને બોલ્યાં "સર અભિનંદન મારા અહોભાગ્ય છે કે મારી દીકરી આકાંક્ષા માટે આપે આપનાં દીકરા આર્યન માટે સંબંધ કરવા સંદેશે મોકલ્યો. અમને દીકરો આર્યન પસંદ છે અહીં પૂજામાં આવેલો ત્યારે મુલાકાત અને પરીચય થયેલો.”

ગોવિદરાયજીએ કહ્યું “અરે રાયજી નસીબ મારાં આર્યનનાં છે કે એને આકાંક્ષા જેવી ગુણીયલ, સુંદર અને સંસ્કારી છોકરી મળશે. આર્યનને ત્યાં પૂજામાં આવેલો ત્યારેજ પહેલી નજરે ગમી ગઇ હતી એણેજ તપાસ કરી લીધી હતી કે એ કોની દીકરી છે.. બોલો અત્યારનાં છોકરાઓને વાર લાગે છે ?”

રાયજીએ કહ્યું “અરે સર આ એકવીસમી સદી છે આપણે જે સાંભળીએ જોઇએ સીધુ. સ્વીકારી લેવાનું..” એમ કહીને હસ્યાં.

ગોવિદરાયજીએ કહ્યું “રાયજી થોડાં દિવસ પછી યોગ્ય ચોઘડીયું મૂહૂર્ત જોઇને અમે ત્યાંજ આવી જઇશું બંન્ને કુટુંબ અને છોકરાઓ એકબીજાને મળી લે સમજે, એવી ઔપચારીક મુલાકાત ગોઠવી લઇએ એ પછી વિવાહ અંગે ત્યારેજ ચર્ચા કરી લઇશુ હું પોતેજ તમને આ અંગે ફોન કરીશ.”

રાયજીએ કહ્યું “ભલે સર, તમે જે તારીખે અહીં આવવાના હોય ત્યારે સમય એ રીતે ગોઠવી દઇશ બાકી રાજકીય ડ્યુટી પણ ચાલુજ છે.” એમ કહીને હસ્યા.

ગોવિંદરાયજીએ કહ્યું “મારે પણ અહીં વહીવટીય વ્યવસ્થા ગોઠવીને આવવાનું છે. તમને તો ટાર્ગેટ મળેલોજ છે એ પ્રમાણે સિદ્ધાર્થ અને મેજર અમન ગુપ્તાની મીટીંગ પણ ગોઠવી દેજો બીજી ખાતાકીય વાતો પછી કરીશું. ચાલો ફરી વાત કરીએ મૂકુ છું જયહીંદ.” કહીને ફોન મૂકાયો.

ત્યાં રુદ્રરસેલ પાસે એમનો ખાસ ખબરી આવ્યો અને એમનાં કાનમાં ખબર આપી અને.....વધુ આવતા અંકે ---- પ્રકરણ-93
બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED