The Scorpion - 91 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન - પ્રકરણ-91

માહીજા ભાનમાં આવીને તરત બોલી "રોહીણી પેલો નીચ ગણપત...”. રોહીણીએ રાવલા સામે જોયું... રાવલાએ ઇશારો કરતાં રોહીણીને કહ્યું “ભાભીને આપણી સાથે કબીલા પર લઇ લે ત્યાં એમને આરામ મળાશે પછી બધી વાત જાણીશું.”

રોહીણીને વાત સમજાઇ ગઇ એણે કહ્યું “હાં તારી વાત સાચી છે”. એ રાવલાનો ઇશારો સમજી ગઇ કે સેવકોની સામે કોઇ વાત રાવલાને નથી કરવી.

બધાં માહીજાને લઇને કબીલા પર આવ્યાં. રોહીણીએ માહીજાને એં કૂબામાં આરામ કરવા કહ્યું અને બોલી “તમે અહીં આરામ કરો હું શરબત મોકલુ છું પછી શાંતિથી બધી વાત કરીએ.”

રોહીણીએ બધો પ્રસાદ બહારની પાટ પર મૂક્યો અને કહ્યું “બધાને પ્રસાદી મળે એમ વ્યવસ્થા કરો.” રાવલો અને રોહીણી રાજાધ્રુમનનાં કૂબામાં ગયાં અને એમનાં આશીર્વાદ લીધાં. રાવલાએ રાજા ધ્રુમનનાં ઘા પર હાથ ફેરવ્યો અને સાંતવ્યન આપ્યુ.

રાજા ધ્રમને કહ્યું “હું હવે સ્વસ્થ છું મને આજે ખૂબ આનંદ છે કે તને કુળદેવતાનાં સંપૂર્ણ આશીર્વાદ મળ્યાં છે તને ચમત્કારીક સાક્ષાત્કાર થયો છે હું પાત્રતા જાળવી નાં શક્યો મેં બધુ ગુમાવ્યું છે પણ તે...”

રાવલાએ કહ્યું “પણ પિતાજી તમને કેવી રીતે ખબર પડી કે મને...” રાજા ધ્રુમને કહ્યું “તેં મારાં ઘા પર હાથ ફેરવ્યો મને તદ્દન આરામ થઇ ગયો છે આજ ક્ષણે મારુ બધું દર્દ મટી ગયું જો તેં હાથ ફેરવ્યો છે તો ઘા જણાતો પણ નથી હું સમજી ગયો તને કૃપા થઇ ગઇ છે અને તારુ આ તેજોમય કપાળ...”

“ઇશ્વરનાં આશીર્વાદ છૂપા રહે ? પણ હું ખૂબ ખુશ છું મારાં આશીર્વાદ છે”. એમણે રાવલા અને રોહીણીને આશીર્વાદ આવ્યાં..

રોહીણીએ કહ્યું “પિતાજી બહાર માહીજા આવી છે અમને રસ્તામાં મળી એ ગણપત વિશે કંઇક કહેવા આવી છે તમે બહાર આવો એની સાથે વાત કરી લઇએ.”

રાજ ધ્રુમને કહ્યું “તું અને રાવલો નિપટાવો હવે મારે કોઇ રાજકારણ કે બીજામાં પરોવવું નથી હવે હું જંગલમાં જઇને તપ કરવા માંગુ છું.”

રાવલાએ કહ્યું “પિતાજી તમારો વિચાર સારો અને યોગ્ય છે હું તમને રોકીશ નહીં પણ કબીલાનાં લોકો તથા જંગલનાં જંતુ પક્ષી, પ્રાણી બધાને સુખ અને સુરક્ષા મળે એનાં માટે અમને મદદ કરો હજી પેલો નીચ લોકોને પીડીત કરી રહ્યો છે એનો નાશ કરવો જરૂરી છે એ બહારથી આવીને આપણાં પ્રદેશને બદનામ કરી રહ્યો છે.”

રાજાધ્રુમન શાંતિથી સાંભળી રહ્યાં. પછી બોલ્યાં “બેટા હું બધુ જાણું છું એ માત્ર 8 વર્ષનો હતો અને આપણાં હિમાલયની પેલી તરફથી આ બાજુ કોઇની સાથે આવી ગયેલો. આવીને આપણાં જંગલમાંજ આશરો લીધેલો થોડો મોટો થયો એણે રાજા રુદરસેલને ત્યાં મજૂરી કામે ચા નાં બગીચાઓમાં જતો.”

“એ જુવાન થતો ગયો એમ એમ એનામાં બધી ગંદી બદીઓ શોખ પોષાવા લાગ્યાં. આટલી સુંદર માહીજા સાથે પરણ્યો. તું કહે છે માહીજા અહીં આવી છે ? આતો મોટું આશ્ચર્ય છે એ માહીજાને પરણીને લઇ ગયો પછી પહેલીવાર અહીં આવી છે એનું મને આશ્ચર્ય છે ચોક્કસ કંઇક બન્યું છે... રાવલા તારાં કપાળે અને રોહીણીનાં કપાળે આ શું છે ?”

રાવલાએ રાજા ધ્રુમનને બધીજ વિગતવાર વાત કરી અને બોલ્યો “આશીર્વાદનાં દંશ છે બીજું કંઇ નહી અમે બંન્ને ખૂબ ખુશ છીએ એણે મણીની વાત ના કરી.”

રાજા ધ્રુમને ખુશ થતાં કહ્યું “મને પણ આશીર્વાદ મળેલાં આપણે પેઢી દર પેઢી આવાં આશિષ મળે છે પણ મેં પાત્રતા ગુમાવી અને બધું ગુમાવી દીધુ” રાવલો કહે “એવું શું થયું હતું પિતાજી શેનાથી તમારી પાત્રતા વિચળ થઇ ?”

રાજા ધ્રુમને કહ્યું “એ ઘણી લાંબી વાત છે ફરી ક્યારેક કરીશ. પણ તમે બંન્ને જણાં આશિષ લઇને આવ્યાં એનો મને સંતોષ છે.”

“તમે લોકો માહીજાને મળીને બધી વાત કઢાવો આટલાં બધાં સમય પછી પહેલીવાર પેલાનાં ઘરમાંથી બહાર પગ મૂક્યો છે એણે એટલે ચોક્કસ ગંભીર વાત હશે.” રાવલાએ કહ્યું “એ તો પૂછીએ છીએ પણ પિતાજી હવે તમે સંપૂર્ણ સ્વસ્થ છો.. અમારાં લગ્ન પહેલાં તમે જંગલમાં ગયાં હતાં આપણાં સૈનિકોની દ્રષ્ટી સાથે તમે આ ગોરી છોકીરને કબીલામાં લઇને આવ્યા એની પાછળ એનો સાથી લોબો આવ્યો જેણે તમનેજ ઘાટલ કર્યા... આ બધુ શું છે ? શા માટ એ ગોરી છોકરીને તમારે અહીં લાવવી જોઇએ ? તમે કુળદેવતાનાં ભક્ત છો અને આવું છીનાળું તમને શોભે છે ?”

રાજાધ્રુમને કહ્યું “દીકરા મને ઘણો અફસોસ છે પણ એમાં ભલે ભૂલ કરી પણ વાંક નથી પછી શાંતિથી સમજાવીશ. લોબો પકડાઇ ગયો આપણી કેદમાં છે એટલે બધી માહિતી હું કઢાવી લઇશ. એ ગોરી, છોકરી હું નહીં એજ મારી પાછળ પડી હતી..” રાવલો એમની સામે આશ્ચર્યથી જોઇ રહ્યો એણે રોહીણીને ત્યાંથી જવા કહ્યું અને બોલતો પિતાજી પછી શાંતિથી વાત કરીશું.

રોહીણી માહીજા પાસે ગઇ અને સેવિકાઓ પાસે શરબત મંગાવ્યુ એમનાં કપાળે હાથ ફરવીને કહ્યું “તમને હવે કેવું લાગે છે ? તમે આટલાં વખતે પહેલીવાર નાગચૂડમાંથી ભાગીને આવ્યાં ? શું થયું છે અમને વિગતવાર કહો.”

ત્યાં રાવલો પણ આવી ગયો એણે માહીજાને નમસ્કાર કર્યા અને બોલ્યો “ભાભી આમ અચાનક આવી અવસ્થામાં તમે આટલાં સમયે ભાગીને આવ્યા છો શું થયું કહો બધું અમે તમારી સલામતીની બધીજ વ્યવસ્થા કરીશું. તમારો એક વાળ વાંકો નહીં થાય એનું વચન આપું છું.”

ત્યાં રોહીણી બોલી “ભાભી હું તો તમને ખૂબ નજીકથી જાણું છું હું અને મારાં પિતા બંન્ને રુદ્રરાજાને ત્યાંજ રહેતાં તમે પણ ત્યાં રહેતાં પછી ગણપત ભાઇલો બીજે ઘર બનાવી તમને ત્યાં એકાંતમાં લઇ ગયાં.”

માહીજા બધુ સાંભળી રહી હતી એણે રાવલાને કહ્યું “તું મારાં નાનાભાઇ જેવો છે હું તને જે કંઇ છે એ બધીજ હકીક્ત કહીશ નહીં મને શરમ આવે કે સંકોચ થાય મારે બધુજ જણાવવું જરૂરી છે વળી હવે પાણી માથા ઉપરથી પસાર થઇ રહ્યું છે હું રુદ્રરાજા સમક્ષ જઇ શકું એમ નથી એટલે અહીં તમારી પાસે આવી છું મારે બધુંજ જણાવવું છે...”

વધુ આવતા અંકે ---- પ્રકરણ-92




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED