ધ સ્કોર્પિયન - પ્રકરણ-90 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ધ સ્કોર્પિયન - પ્રકરણ-90

રોહીણી અને રાવલો કુળદેવતાનાં શરણમાં આવ્યાં અને આજે ખૂબ ઉત્સાહીત હતાં. શેષનારાયણે પરચો બતાવ્યો હતો. બંન્ને જણાં ખૂબ શ્રધ્ધાથી બધાં દ્વયો અને ભોગ ધરાવી પૂજા કરાવી રહેલાં. ભોગ માટે લાવેલું તગડું ભૂંડ ક્યાંય નજરે નહોતું ચઢી રહેવું પેલાં વૃધધ સેવક તથા ભૂંડ બધું અલોપ થઇ ગયું હતું.

રાવલાને પરચો થયાં પછી જ્ઞાન લાઘ્યું હોય એમ એ સમજી ગયો એણે ઇશ્વરની સામે જોઇને કહ્યું “પ્રભુ હું તમારો સંકેત સમજી ગયો છું. ભોગ માટે મારે કોઇ જીવની હત્યા નથી કરવાની તમે આત્મસ્ફૂરણા કરાવીને સમજાવી દીધું... પ્રભુ આજનાં તમારાં આશીર્વાદથી હું ખૂબ ખુશ છું આજથી પ્રણ લઊં છું કે કોઇ જીવને વિતાડીશ નહી કે એનો વધ શિકાર નહીં કરું.. પ્રભુ.. જંગલ, વનસ્પતિ બધાનું રક્ષણ કરીશ.”

રાવલો પ્રાર્થના કરી રહેલો રોહીણીએ એનો હાથ રાવલાનાં જમણાં હાથમાં પરોવી રાખેલો એ રાવલાની પ્રાર્થનામાં પરોવાયેલી હતી... રાવલો જેમ જેમ બોલી રહેલો એની આંખમાંથી આનંદનાં આંસુ વહી રહેલાં....

રાવલાએ કહ્યું “પ્રભુ આજે તમે જે વરદાન આપ્યુ છે તમારાં સંકેત પ્રમાણે જીવહત્યા ના કરી પણ મારે તમને તિલક કરવું છે મારાં લોહીથી. આ જીવન તમારું આપેલુ છે પ્રભુ હું નાનકડું એવું રક્તતીલક ના કરી શકું ?”

રાવલાએ જમણો હાથનાં અંગુઠાને એનો ધારીયા ની ધાર પર ધસ્યો... એક ઘસરકામાં લોહીની ટશર ફૂટી ધાર પડી અને રાવલાએ શેષનારાયણની મૂર્તિને રક્ત તીલક કર્યું અને ત્યાં હાજર બધાએ એમનાં ધ્વની સાધનોથી મોટો અવાજ કર્યો શંખ વાગ્યાં. એમનાં વંશપરંપરાગત સંગીત વાદ્યોથી ધ્વનિ કર્યો.

વાતાવરણ એકદમ ભક્તિમય અને ઉત્તેજીત થઇ ગયું જાણે શેષનારાયણ સાક્ષાત પ્રગટ થયાં. રોહીણી અને રાવલાની આંખો બંધ હતી બધાં વાજીંત્રો અને વાદ્યો વાગી રહ્યાં હતાં. ચારેબાજુથી પુષ્પવૃષિ થઇ રહી હતી સેવકો બંન્ને જણાંને વધાવી રહેલાં.

રાવલાએ આંખો ખોલી અને બોલ્યો “આજથી જીવ હત્યા બંધ. જંગલને અને પ્રાણીઓને હું સંપૂર્ણ સુરક્ષા આપીશ. નાના જીવજંતુઓને પણ નહીં મરવા દઊં હે ભગવન હે કુળદેવતા મને શક્તિ આપો. હું જે કંઇ પ્રણ લઇ રહ્યો છું. એ પુરુ કરી શકું..” ત્યાં રોહીણીએ બંધ આંખે કહ્યું “પ્રભુ અમને તમારાં જેવો પ્રભાવી પવિત્ર બહાદુર દિકરો આપો હું તમારી સામે ખોળો પ્રાથરૂં છું”. બંન્ને જણાંએ પ્રાર્થના કરી ને વરદાન માંગ્યા.

રાવલો અને રોહીણી બંન્ને જણાં દંડવત પ્રણામ કર્યા પછી જમીન પર બેસી હાથ જોડી પ્રાર્થના કરી રહેલાં શેષનારાયણની શીલા જેવી ભવ્ય મૂર્તિમાં જાણે કંઇક સંચાર થયો અને એમાંથી ધ્વની નીકળ્યો જે રોહીણી ને રાવલાએ એક સાથે સાંભળ્યો બંન્ને જણાં એ મીઠો અવાજ સાંભળી કૃતકૃત થઇ ગયાં એમને આનંદની સીમા ના રહી...

આજે તો ચમત્કારનો દિવસ હતો. બંન્ને જણાં નાં કપાળમાં જે દંશની જગ્યા હતી ત્યાં ઠીમચુ જેવું ઉપસી આવ્યું અને એ સોપારી જેવું ઠીમચુ. ધીમે ધીમે ફાટી રહેલું અને ત્યાં એક ચમત્કારીક તેજસ્વી મણી દેખાયો.

બંન્ને એકબીજાનાં કપાળમાં મણી જોઇ રહેલાં બંન્નેની આંખમાંથી અશ્રુધારા વહી રહી હતી એમણે આવો ચમત્કાર પહેલીવાર જોયો હતો આનાથી વધુ કૃપા શું હોઇ શકે ?

ત્યાં પેલાં વૃધ્ધ સેવક પાછાં હાજર થયાં એમને જોઇને રાવલો બોલ્યો “દાદા તમે ક્યાં હતાં ? આપ કોણ છો ? તમે અદશ્ય થઇ ગયાં હતાં.. તમે આ પરચા સંકેત ચમત્કાર વિશે કહો આ બધું શું થઇ રહ્યું છે ?”

પેલાં વૃધ્ધ સેવકે કહ્યું ”હું શેષનારાયણનો સેવક છું અહીં જંગલમાં રહું છું આજ મારું સ્થાનક છે અહીં રહીને શેષનારાયણની સેવા કરું છું તમને જે કપાળમાં મણી મળ્યો છે એ દેવનાં વરદાન છે આશિષ છે તમને કોઇ ઝેર કે હથિયાર મારી નહીં શકે તમે આ મણિ કાયમ નહીં જોઇ શકો. દર પૂનમે એ દ્રશ્યમાન થશે બાકી બંધ પાપણમાં આંખ રહે એમ મણી રહેશે.”

“તમે બંન્ને જણાં પ્રભુનું વરદાન પામી ચૂક્યાં છો તમારાં કર્તવ્ય અંગે ફતેહ કરો. તમારી મુલાકાત હવે શેષનારાયણનાં ભક્તો સાથે થશે. તથાસ્તુ...”. આમ, કહીને આશીર્વાદ આપીને અતંધ્યાન થઇ ગયાં... આજે રાવલો રોહીણી ખૂબ ખુશ હતાં. આજે પરચા, સંકેત અને ચમત્કારનાં દર્શન અને સાક્ષાત અનુભવ થઇ રહેલાં. આટલો મીઠો અવાજ માઁ નોજ હોવો જોઇએ રાવલાએ રોહીણીને કહ્યું. “લગ્ન પછી આજે બ્રહ્મમૂહૂર્તમાં આપણને આવો ઇશ્વરીય સીરપાવ મળ્યો એજ મોટી વાત છે આપણો સંબંધા પ્રેમ આજે પુષ્ટ થયો સ્વીકારાઇ ગયો”.

બંન્ને જણાં પૂજા પરવારી ત્યાં મેદાન પર ભ્રમણ કરી રહેલાં. ત્યાંનાં વૃક્ષો અને વનસ્પતિને હાથ જોડીને નમસ્કાર કરી રહેલાં.

રાવલો અને રોહીણી કુળદેવતાની રજા લઇને પાછા ઘર તરફ આવવા ડુંગર ઉતરી રહેલાં. તો છેક તળેટીએ પહોંચ્યા હવે સવારનું અજવાળું ફેલાઇ રહ્યું હતું. સેવકો પણ હવે નિશ્ચિંત હતાં. બધાં કુળદેવતાનાં દર્શન કરીને ખુશ હતાં. રાવલાએ તળેટીમાં આવીને કહ્યું. “આજનો દિવસ ખૂબ શુભ છે... હવે કબીલાએ પહોંચીને ફરી ઉત્સવ કરવાનું મન છે. બધાં નકારાત્મક માણસો પકડાઇ ગયાં છે. પિતાજીને હવે સારું છે.”

રોહીણીએ રાવલાને હાથ કરીને દૂર કોઇ દોડીને આવી રહ્યું હોય એ દેખાડ્યું. બધાની નજર દૂરથી કોઇ દોડીને આવી રહ્યું હોય એવું જણાયું..

એ વ્યક્તિ જેમ જેમ નજીક આવી રહી હતી એમ ખબર પડી કે કોઇ સ્ત્રી છે એનાં વાળ છૂટા છે હાંફતી હાંફતી દોડીને રાવલા રોહીણી તરફ આવી રહી છે તે સાવ નજીક આવી...

રોહીણી બોલી ઉઠી “ઓહ આતો માહીજા છે એ અહીં કેમ દોડીને આવી શું થયું ?” રોહીણી કંઇ સમજે પહેલાં પેલી એમની નજીક આવી ધરતી પર પડી ગઇ અને બેહોશ થઇ ગઇ.

રાવલાએ કહ્યું “હાં આ તો માહીજા ભાભી છે એમને શું થયું ?” રોહીણી એમની પાસે આવી નીચે બેસી ગઇ એમનું માથું પોતાનાં ખોળામાં લીધુ. અને કપાળ પર હાથ ફેરવ્યો. સેવક પાસેથી પાણી માંગ્યું અને એનાં ચહેરાં પર છાંટ્યુ થોડીવારમાં એનો હાંફ ઓછો થયો અને માહીજા એ આંખો ખોલી રોહીણીને જોઇને બોલી “રોહીણી.. પેલો નીચ ગણપત....”વધુ આવતા અંકે ---- પ્રકરણ-91


રેટ કરો અને રિવ્યુ આપો

BHARAT PATEL

BHARAT PATEL 3 માસ પહેલા

Priti Patel

Priti Patel 3 માસ પહેલા

Patel Vijay

Patel Vijay 3 માસ પહેલા

name

name 5 માસ પહેલા

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 5 માસ પહેલા