ધ સ્કોર્પિયન - પ્રકરણ-87 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ધ સ્કોર્પિયન - પ્રકરણ-87

રાવલાએ રોહીણીની વાત સાંભળીને કહ્યું “બ્રહ્મમૂહૂર્ત કુળદેવતાને મંદિરે ખૂબ અગત્યની વિધી છે પણ લૂચ્ચું હસતાં કહ્યુ “અત્યારનું મૂહૂર્ત તો સાચવી લઊં.”. એમ કહીને રોહીણીની ઉપર સવાર થયો.

રોહીણીએ હસતાં હસતાં આવકારીને કહ્યું “આવીજા ને આપણે સંતૃપ્ત હોઇશું તો કુળદેવ પણ ખુશ થશે એમની કૃપાથી તો આપણે મળ્યાં છીએ. તને યાદ છે આપણી પહેલી મુલાકાત ?” રાવલાએ કહ્યું “એ હું ભૂલતો હોઇશ ? એ બધી યાદને આજે યાદ કરીને તને એટલો પ્રેમ કરું કે કોઇ તરસ બાકી ના રહે.”

રોહીણીએ કહ્યું “તું એવો છે ને કે તારી તો તરસ મને કાયમજ રહેવાની ભલે ગમે તેટલો પ્રેમ કરે.” રાવલાએ કહ્યું “હું બસ આમજ પ્રેમ કર્યા કરીશ મારી અને તારી બધીજ તરસ છીપાવીશ..” એમ કહેતાં રોહીણીનાં અંગોને ચૂમતો સહેલાવતો પ્રેમ કરતો રહ્યો. બંન્ને જણાં એકબીજાને ખૂબ પ્રેમ કરતાં આનંદ કરતાં ઘેરી નીંદરમાં સરકી ગયાં....

**************

પ્રણયપુષ્પનાં માંડવામાંથી નીકળીને દેવમાલિકા અને દેવ આગળ વધી રહ્યાં હતાં. ત્યાં દૂર કોઇ દોડીને ઝાડી પાછળ જતું રહ્યું. એનો દેવને ખ્યાલ ના આવ્યો પણ દેવમાલિકાએ નોંધ લીધી.

દેવ હજી એ પ્રણયપુષ્પ અને પછી દેવમાલિકાનાં અંગને સ્પર્શી એને કરેલાં પ્રેમનાં માદક નશામાં હતો હજી એ રોમાંચને માણી રહેલો.. દેવમાલિકાએ કહ્યું “કાન્ત હવે બીજી વાતો ના કરશો સ્વસ્થ થાવ. આપણે નાનાજી પાસે જઇ રહ્યાં છીએ.”

દેવે કહ્યું “એમણે તો બહાર મોકલ્યાં હતાં અને આપણા વિવાહ.... આપણે પ્રણયથી આગળ પ્રેમનાં પગલાં પાડવાં જઇ રહ્યાં છીએ એમાં બધાનાં આશીર્વાદ છે પણ સમજું છું રોમાન્સનાં મૂડમાંથી બહાર આવી જઊં બસ ? ચિંતા ના કર”.

એ લોકો નાનાજી પાસે પહોચવા માટે નજીકજ હતાં અને દેવે કહ્યું “હજી એ લોકો વાતો કરતાં લાગે છે ચાલને હજી થોડી વાતો કરી લઇએ મને ધરાવોજ નથી થયો.”

દેવ માલિકાએ કહ્યું “ના કાન્ત હવે ત્યાંજ જઇએ સારું નહીં લાગે તમે તમારી પ્રેમ ભાવનાઓને કાબૂ કરો ઘણો સમય છે આપણી પાસે.”

દેવે કહ્યું “ દેવી સમય અને સંજોગ મારી તરફદારી કરતાં હશે તો હું પળ પળ તને પ્રેમ કરવામાંજ કાઢીશ... નહીં વેડફું એક પળ પણ.. પણ..”

દેવમાલિકાએ દેવનાં મોંઢા પર હાથ મૂકીને કહ્યું “બસ કાન્ત પણ... કહીને આગળ ના બોલશો એવી કોઇજ નકારાત્મક વાત મોઢે ના લાવશો ચાલો અંદર જઇએ.”

દેવ અને દેવમાલિકા નાનાજી બેઠાં હતાં ત્યાં ગયા. ત્યાં બધાં વડીલો વાતો કરતાં બેઠાં હતાં દેવનાં પાપા અને આકાંક્ષા બે જણનાંજ ચહેરાં ગંભીર હતાં. દેવને આશ્ચર્ય થયું એ પાપાની અને આકાંક્ષાની નજીક જઇને બેઠો. દેવમાલિકા નાનાજીની પાસે બેઠી.

નાનાજી ત્થા બધાની નજર એ લોકો પર પડી હતી. નાનાજીએ કહ્યું “સારું થયું હવે તમે આવી ગયાં. ઋષિ કંદર્પજીએ આ નાનકી આકાંક્ષાની કૂંડળી બનાવી ને ભવિષ્ય જોઇ રહ્યાં છે.”

દેવે જોયું આકાંક્ષા એકદમ ગંભીર થઇ ગઇ છે આકાંક્ષા ને ઇશારાથી કહ્યું “કેમ ગંભીર થઇ ગઇ છે?” આંકાંક્ષાને ઇશારાથી કહ્યું “કેમ ગંભીર ?” આકાંક્ષાએ હોઠ પર આંગળી મૂકી ચૂપ રહી સાંભળવા કહ્યું દેવને હસુ આવી ગયું...

ત્યાં ઋષિ કંદર્પજીએ કહ્યું "વાહ આ નાનકડી રાજકુમારીનાં નસીબમાં તો સુખ જ સુખ છે કોઇ ચિંતાનું કારણ નથી એને રાજકુમાર મળશે અરે મળશે શું નજીકનાં જ ભવિષ્યમાં માંગુ આવશે અને બંન્ને છોકરાઓ પસંદગી કરી લેશે. મને તો એવું લાગે કે દીકરી દેવમાલિકાનાં વિવાહ પછી અને લગ્ન પહેલાં આ દીકરીનું લગ્ન લેવાઇ જશે.”

પછી રાયબહાદુરની સામે હસતાં કહ્યું “તમે દીકરા સાથે દીકરીનાં લગ્નની પણ તૈયારી કરો.”

રાયબહાદુરે આશ્ચર્ય પામતાં કહ્યું "ઋષિવર પણ હજી તો આકાંક્ષા નાની છે વળી એનાં માટે કોઇ પાત્ર જોવાનો વિચાર પણ નથી કર્યો પહેલાં તો દેવનાં લગ્ન... એ મોટો છે.”

ઋષિ કંદર્પજીએ કહ્યું “મોટો છે એનાં વિવાહ થશે પણ લગ્ન પહેલાં આ દીકરીનાં જ નકકી છે. પાત્ર જોયું નથી તો સામેથી આવશે. મને તો આવું સ્પષ્ટ દેખાય છે”.

બધાં એકબીજાની સામે જોવા લાગ્યાં.. નાનાજીએ કહ્યું “ઋષિજી આ તમે શું કહો છો ? દેવ અને દીકરીનાં લગ્ન પછી થશે ? અમારે માટે તો આકાંક્ષા દીકરી’થી પણ અધિક છે એનો આનંદ છે પણ..”.

નાનાજી આગળ બોલે પહેલાં કંદર્પજીએ કહ્યું “યજમાન કોઇ ચિંતા ના કરો.. ઉપરવાળો જે લખે જે કરે એની પાછળ ચોક્કસ કારણ હોય અને એમાંજ સર્વનું સુખ સમાધાન હોય . કોઇપણ જાતનાં તર્ક વિતર્કનો આમાં કોઇ અવકાશજ નથી મેં કીધું છે એજ સત્ય અને સચોટ છે મેં ક્યાંય ભૂલ નથી કરી”.

આકાંક્ષાતો સાંભળીને શરમાઇ ગઇ એણે એની માં અવંતિકા રોયને કહ્યું “મંમી પૂછોને મારાં લગ્ન શહેરમાંજ થશે ને ? જંગલમાં નહીં ને ? જંગલનો અર્થ એણે અહીં કોઇ જગ્યાં....”

અવંતિકા રોયે હાથ જોડીને પૂછ્યું””ઋષિજી મારી દીકરીને કેવું સાસરું મળશે ? ક્યાં મળશે ? દેવનું તો બધું સ્પષ્ટ થઇ ગયું કે દેવમાલિકા જેવી સુંદર સુશીલ ગુણીયલ છોકરી ઘરે આવશે પણ આકાંક્ષાને ક્યાં જવાનું છે ?”

રાયબહાદુર કહ્યું “આવો કેવો પ્રશ્નો એમણે કહી તો દીધું ખૂબ સુખી થશે આપણે બીજુ શું જોઇએ ?”

ઋષિ કંદર્પજીએ આનંદ સાથે કહ્યું “તમારી દીકરી મોટાં શહેરમાં ખૂબ મોટાં મકાનમાં રહેશે રાજ કરશે. એને એનાં સાસરીયા પણ ખૂબ સાચવશે. કોઇ ચિંતાનું કારણ નથી દીકરી તમારી ઉજવળ અને સુખ સંપત્તિવાળું નસીબ લખાવીને લાવી છે ઇશ્વરનાં આશીર્વાદ રહે”.

ઋષિ કંદર્પજીની વાણી અને આગાહી સાંભળી બધાં ખુશ થયાં. દેવમાલિકાએ કહ્યું “વાહ આકાંક્ષા તને તો ઋષિજીનાં આશીર્વાદ મળી ગયાં એમની આગાહી કદી ખોટી ના પડે. કોન્ગ્રેચ્યુલેશન્સ.”

આકાંક્ષા ફરીથી શરમાઇ ગઇ અને દેવ સામે જોયું દેવે એને થમ્બ બતાવીને ખુશી જાહેર કરી ત્યાં સેવકે આવીને કહ્યું “ભગવન અહીં કોઇ ખાસ સંદેશવાહક આવીને કહ્યું રાયસાહેબને મળવાં કોઇ સાહેબ આવ્યાં છે.”વધુ આવતા અંકે ---- પ્રકરણ-88


રેટ કરો અને રિવ્યુ આપો

Ketan Koya

Ketan Koya 2 માસ પહેલા

name

name 2 માસ પહેલા

Balkrishna patel

Balkrishna patel 3 માસ પહેલા

Parash Dhulia

Parash Dhulia 3 માસ પહેલા

Sejal

Sejal 3 માસ પહેલા