શોએબ અને સકીના નો દેશ પ્રેમ અદભુત હતો. બને પોતપોતાની જાન નો જોખમ ઉઠાવીને દેશ માટે કુરબાની આપવા પણ તૈયાર હતા. એક તરફ સકીના વેશપલટો કરી દુશ્મન ના ઘરમાં રહેતી હતી જ્યારે શોએબ દુશ્મનોની છાવણી ઉપર નજર રાખવા દેશ ની બોર્ડર ઉપર. જોકે બંનેના દેશ પ્રેમ ની સાથે સાથે બને ને પોતાના પ્રેમની અતૂટ મંઝિલ મળી ગઈ હતી
સકીના અને શોએબ આ જ રીતે એક મીશન ઉપર સાથે હતા અને બંનેને એકબીજાથી પ્રેમ થઈ ગયો, બને એ એકબીજાની દેશભક્તિ સ્વીકારી હતી અને કામ ને પણ , આ મિશનમાં પણ બને સાથે ન હોવા છતાં એક સાથે એક કામ ઉપર આવી ગયા હતા અને તે હતું દેશ ને દુશ્મનોથી આવનારા ખતરા થી બચાવવું...
સકીના એ દરેક પળ ને કામે લગાડી દીધી હતી, આખરે તેની પાસે સમય પણ ન હતો. બે દિવસ પછી થનારી આ ખુંફિયા મીટીંગ ની તે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહી હતી. આ સાથે તે રેશમ બેગમનું પણ ખૂબ જ ધ્યાન રાખતી હતી. કારણ કે હાય સિક્યુરિટીથી સુરક્ષિત આ ઘરમાં બધાની નજર જાળવી રાખવી જરૂરી હતી કારણ કે જ્યાં સુધી તેનો મકસદ પૂર્ણ ન થઈ જાય, ત્યાં સુધી તેને રેશમ બેગમના સહારે અહીં જ રહેવાનું હતું. પરંતુ એક નજર એવી હતી જે સતત તેના ઉપર ડોકાતી હતી .
નરગીસને ગમે તેમ કરીને સકીનાને અહીંથી કાઢવી હતી કારણ કે જ્યારથી રેશમ બેગમ બીમાર પડ્યા હતા અને સકીના આ ઘરમાં આવી હતી ત્યારથી તે બધાની માનીતી થઈ ગઈ હતી સકીનાનું કામ બધાને ગમ્યું હતું વળી અબુ સાહેબનો દીકરો અમર તો કંઈક વધુ જ સકીના ને પસંદ કરવા લાગ્યો હતો.
સકીના આ બે ત્રણ દિવસની અંદર એટલું તો જાણી ગઈ હતી કે અમર એક કેપ્ટન છે અને તે દરરોજ કોઈ યુદ્ધની તૈયારી માટે જ જઈ રહ્યો છે આથી તેની સાથે દોસ્તી અને નજદીકી ખૂબ જ જરૂરી હતી વળી અમરને પણ સકીના પસંદ આવવા લાગી હતી. આમ તો તે શાદીસુદા હતો પરંતુ સકીના નો લુક, ઓછું બોલવું અને તેની કામ કરવાની છટા કોઈપણ ને ફિદા કરી દે તેવી હતી. પરંતુ તેનામાં રહેલો એક દેશભક્ત સૈનિક ને તો સોયબ જ જાણતો હતો તેની આ નીડરતા અને બહાદુરી ઉપર જ તો તે ફિદા હતો સકીનાને દરેક પળ માં સોયબની યાદ આવી રહી હતી પરંતુ તેને એટલો વિશ્વાસ તો હતો જ કે શોએબ એમ મરશે નહિ.
ખુંફીયા મીટીંગ ને હજી એક દિવસની વાર હતી , પરંતુ તે પહેલા સકીનાને એક વાતની જાણ થઈ ગઈ હતી કે અબુ સાહેબ પોતાનું રાજ નૈતિક દળ બદલવાની તૈયારીમાં છે અને આથી જ તે કંઈક મોટું કરવાના પ્લાનિંગ કરી રહ્યા હતા. સત્તા ભોગવવા માટે તેમણે આ અગાઉ પણ દેશમાં તોફાનો કરાવી ચૂક્યા હતા, પરંતુ આ વખતે તેમના ઈરાદાઓ તેનાથી પણ વધુ ખતરનાક જણાતા હતા , સકીના એ તો જાણી ગઈ હતી કે અબુ સાહેબ તેના અમી ની બીમારીના બહાને ઘરમાં જ કઈક ખુંફિયા કરી રહ્યા છે પરંતુ તેનું આ રીઝન અને રાજનૈતિક દળ બદલવાનું શું કારણ હોઈ શકે ?? ધીરે ધીરે કરીને ઘણી બધી જાણકારીઓ એકઠી થતી જતી હતી પરંતુ આ એક એક કડી મળીને અંતે શું નીકળવાનું છે તે હજી કોઈને ખબર પડી ન હતી.
આ બાજુ શોએબ પણ દુશ્મનોની છાવણીમાં નજર રાખીને બેઠો હતો તે પણ એટલું જાણી ગયો હતો કે દુશ્મનો હજી યુદ્ધની તૈયારીમાં જ છે એટલે કે તે ફરી હુમલો કરશે પરંતુ તે પહેલા તે અગાઉ ની હારની ભરપાઈ કરવા કેટલાક હથિયારો અને સાધનોની રાહમાં છે , તેઓ ફરી કાબુલ ફતેહ કરી ચીન સાથે નો પોતાનો સરહદી વિસ્તાર વધારવા માંગતા હતા. વળી કાબુલ અફઘાન ની રાજધાની હતી જ્યાં હમણાં જ ઘણા રાજકીય અને આર્થિક ફેરફારો થયા હતા , ઘણા દેશો સાથે સંબંધો સ્થપાયા હતા જે દુશ્મન ઇચ્છતું ન હતું
ઘણા સમય ની લાંબી પ્લાનિંગ દુશ્મન કરી ચૂક્યું હતું , પણ આ માટે નો એકજ ઉપાય હવે કરવાનો હતો, દુશ્મન ની ચાલ ને નાકામયાબ બનાવવાનો.......