હમદર્દ..... તારા પ્રેમ થકી... - 21. ધન્યવાદ Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 21. ધન્યવાદ

કોર્ટ નો દિવસ.....

કઠકરામાં રવિરાજ અને સારિકા સામે સામે ઊભા હતા. રૂવાબદાર આંખો અને ઘમંડી ચહેરા સાથે ઉભેલો આ વ્યક્તિ ઝડપથી અહીંથી બહાર નીકળવાની જ ઉતાવળમાં હતો બસ ઝડપથી આ ગવાહી પતે અને કોર્ટ રવિ રાજને મુક્ત કરે અને પ્રથમ તો તે બહાર નીકળીને આ પોલીસ અને તે વ્યક્તિની તપાસ કરવા માંગતો હતો જે તેને અહીં લાવવા માટે જવાબદાર હતો...
સારીકા જી....
સારીકા જી....
..
.
.
હ;......

એક ટસે રવિરાજ ને જોઈ રહેલી સારિકા વકીલ ના બોલાવવાથી ભાનમાં આવી,

"કોર્ટ તમારી રાહ જોઈ રહ્યું છે..." વકીલ

હહ્.....

હજી પણ સારીકા અસમંજસ માં જ હતી. કારણ કે તે જે બોલવા જઈ રહી હતી તેનાથી ઘણી જિંદગીઓ બદલાઈ જવાની હતી તેની પોતાની પણ...

ઊંડો શ્વાસ ભરી આંખો બંધ કરી તેને ફરી વિચાર કર્યો અને પછી હિંમત એક્ઠથી કરી તેને બોલવાનું ચાલુ કર્યું,

"જજ સાહેબ...., હું અહીં મારી સામે ઉભેલ વ્યક્તિને ખૂબ જ સારી રીતે ઓળખું છું, તે મારા જ પરિવારના સદસ્ય છે બલ્કે એમ કહું તો હું એમના જ પરિવારની એક સભ્ય છું. જેમણે હાલ ખૂબ જ મોટી સફળતા સાથે લોક નેતાનું પદ સ્વીકાર્યું છે, તે ઇન્દોર શહેરના ખૂબ જ નામાંકિત અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ માંથી એક વ્યક્તિ છે લોક સેવાના અર્થે જ તેઓ એ
આ પાર્ટી માં જોડાઈને અને પાર્ટી સાથે મળીને માનવતાના કાર્યો કરવાનું શરૂ કર્યું છે"
.
.
.
.
.
શારીકાને બોલતી જોઈને રવિરાજ મનો મન મુસ્કાય રહ્યો હતો અને વકીલ પણ... કારણ કે વકીલે ખૂબ જ સારો એવો પ્રયત્ન કર્યો હતો. બધા જ પ્રયાસો અપનાવી ચૂક્યા પછી આ અંતિમ પ્રયાસ હતો અને જે અત્યારે સફળ પણ થઈ રહ્યો હતો જે પ્રમાણે વકીલે સમજાવ્યું હતું તે જ પ્રમાણે સારીકા અત્યારે બોલી રહી હતી પરંતુ અચાનક જ ....
.
.
.
. જજ સાહેબ આ માનવતાના કાર્યો તો દેખીતી રીતે જ થાય છે, અંદરખાને આ વ્યક્તિ એક ખૂબ જ મોટો દયાહીન રાક્ષસ કહી શકાય જે પોતાના સ્વાર્થ અને સત્તાના ભોગે કોઈપણ વ્યક્તિની બલી ચડાવી શકે તેમ છે . જેમાંથી હું પણ બાકાત નથી અને તેના આ ગંદા કામોમાં હું પણ આટોપાઈ ગયેલી છું "

સારીકા જી...

સારીકા જી....



હ.....

કોર્ટ તમારી રાહ જોઇ રહ્યું છે..
.
.
.
સારીકા આગળ વધે છે...

"ઇન્દોર શહેરની એક નામાંકિત બિઝનેસ ટાયકુન જેણે પોતાના પરિવારની મરજી વિરુદ્ધ જઈને આ વ્યક્તિના ભાઈ સાથે લગ્ન કર્યા, લગ્ન પછી મને સમજાયું કે પોતાના ભાઈનો ઉપયોગ કરીને આ વ્યક્તિએ મને ફસાવેલી છે પરંતુ પ્રેમમાં પાગલ તે સમયે હું આ સમજી શકી નહીં. માંરા જ બિઝનેસની આડમાં તે પોતાના ગેરકાનુંની અને માનવતા વિરુદ્ધ કાર્યો કરવા લાગ્યો.

નશીલા પદાર્થોના હેરફેર મારી જ કંપનીના એનર્જી ડ્રિંક ના માધ્યમ થી થવા લાગી અને જેનું પરિણામ ન જાણે કેટલાયે વ્યક્તિઓએ ભોગવ્યું છે, ઇન્દોરની કોર્ટમાં ચાલી રહેલો પેલો આશ્રમ કેસ પણ આ રવિ રાજનું જ પરિણામ છે તેના કારણે પેલા નિર્દોષ 17 બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. અને કેટલાય પરિવારો બરબાદ થઈ ચૂક્યા હતા . આજ ગેરકાનૂની ધંધા વડે તેને કાળું નાણું ભેગું કર્યું છે જે થોડા દિવસ પહેલાં મારા ઘરમાંથી જ મળી આવ્યું જે બીજા કોઈની સજીસ કે કાવતરું નથી પરંતુ રવિ રાજનું જ બધું છે જેની જાણકારી મેં ખુદ જ પોલીસને આપેલી હતી."

સારીકા આ બધું બોલતા હાફી રહી હતી ....

" આ બધા ગુનામાં રવિ રાજનો ભાઈ ઉમંગ એટલે કે મારો પતિ અને તેમનો સેક્રેટરી સંપૂર્ણપણે સામેલ છે જેના પુરાવાઓ માત્ર મારી ગવાહી નથી પરંતુ કેટલાક એવા સબુતો પણ છે.

સારીકા તે તમામ સબૂતો કોર્ટ માં રજૂ કરે છે....

એકી ટસે સારિકા આ બધું બોલી રહી હતી સામે ઉભેલો રવિરાજ ગુસ્સાથી લાલ પીળો થઈ રહ્યો હતો તેને સમજાતું ન હતું કે કેવી રીતે આ છોકરી તેની નાક નીચે રહીને તેને બરબાદ કરી શકે, સારિકા ની ગવાહી એ તેને સંપુર્ણ પણે બરબાદ કરી નાખ્યો પોલીસને જાણ કરીને રવિ રાજને રોકવાની કોશિશ સારિકા ઘણી વખત કરી ચૂકી હતી પરંતુ પોલીસને પોતાના ખીચ્ચામાં લઈને ફરતો રવિ રાજ વધુ નીડર બનતો જતો હતો આથી હવે તેને કોર્ટ સુધી લઈ આવવો જરૂરી હતો.

વકીલ ,પાર્ટીના સભ્યો, ઉમંગ અને અનવેષા મલિક આ બધું સાંભળીને એક વખત તો નજર નીચી કરી ગયા કારણકે આમાંથી કશું ખોટું ન હતું રવિ રાજના લીધે કેટલાય પરિવાર બરબાદ થઈ ચૂક્યા હતા સામે ઊભેલો ઉમંગ પણ પોતાની જાતને ધિકારી રહ્યો, કારણકે તે સત્ય હતું કે પોતાના ભાઈના કહેવા ઉપર જ તેણે સારિકા ને પોતાના પ્રેમના જાળ માં ફસાવી હતી અને લગ્ન કર્યા પછી પણ તે રવિ રાજના કહ્યા બોલ જ પાડતો હતો જેની આડમાં સારીકા એ ખૂબ જ મહેનતથી ઊભો કરેલો પોતાનો આ બિઝનેસ સાફ થઈ ગયો બિઝનેસ ની આડમાં ગેર કાનૂની ધંધા થવા લાગ્યા પોતાની જ આંખે તેણે પોતાનો બિઝનેસ ડુબતા જોઈ લીધો હતો.

અત્યારે વિનાશના આરે રવિરાજ અને ઉમંગ ઉભા હતા બંને પોતાની જ આંખોની સામે પોતાની વૈભવતાને ડૂબતા જોઈ રહ્યા હતા, જોકે ઉમંગ ને તો આ બધા નો પસ્તાવો થઈ રહ્યો હતો કારણ કે સામે ઊભેલી સારિકા ડુસકા ભરી રહી હતી. જે સમયે તેના જ બિઝનેસ ની આડ માં ગેરકાનૂની ધંધાઓ થવા લાગ્યા પરિવારો બરબાદ થવા લાગ્યા ત્યારે તેની શું પરિસ્થિતિ હશે તે અત્યારે ઉમંગ સમજી રહ્યો હતો.

રવિરાજ નો ગુસ્સો સાતમા આસમાને હતો. કારણ કે તેણે જે ધાર્યું હતું તેવું તો કઈ બન્યું ન હતું. વકીલે ઘણી વખત તો સારિકા ને બોલતી અટકાવી પણ ખરી... પરંતુ

જજ સાહેબે તેને ટોક્યા અને સારીકા ને આગળ બોલવા કહ્યું આથી હવે તો રવિરાજ નું બધું જ ભગવાન ભરોસે હતું. સારીકા એ ઘણી હિંમત કરી હતી કારણ કે તેને તો ખરા અર્થમાં ઉમંગને પ્રેમ કર્યો હતો પરંતુ એક બાળકની માતાએ આજે પોતાના બાળકના ભવિષ્ય માટે તે પ્રેમને છોડીને સત્યનો માર્ગ અપનાવ્યો હતો અને હવે તો કોર્ટનો ફેસલો પણ સ્પષ્ટ જ હતો.

રવિરાજ ,ઉમંગ તેની સાથે જોડાયેલા તમામ સજાના હકદાર હતા અને કોટે તેને તમામ કાર્યવાહી સાથે સજા અને દંડ પણ ફટકાર્યો અને સારિકા ની અજીઝી ઉપર તેના બિઝનેસની માલિકી તેને પરત સોંપી હવે સારિકા આઝાદ હતી તેનો સાત વરસનો વનવાસ ખતમ થયો હતો પોતાના બાળકની કસ્ટડી પણ તેને જ મળી હતી અને તે અને તેનો દીકરો હવે એક નવી જિંદગી તરફ આગળ વધવાના હતા.