હમદર્દ..... તારા પ્રેમ થકી... - 20.આઝાદી Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

શ્રેણી
શેયર કરો

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 20.આઝાદી

ઝાકીર ની શાદી અગાઉ ના સતત દસ મહિના સુધી ડોક્ટર લોડના અંદર ટ્રેનિંગ અને હવે ડોક્ટર જોન્સ સાથે સ્વરાની પ્રેક્ટિસ પૂર જોષ ચાલી રહી હતી અને તેને તેની મહેનત નું ફળ પણ મળી રહ્યું હતું કારણ કે સ્વરા પહેલેથી જ પોતાના કાર્ય અને પોતાના સિદ્ધાંત પ્રત્યે નિષ્ઠાવાન હતી .

બાલાજી હોસ્પિટલ ભલે એક નાનું પાયદાન હતું. પરંતુ સ્વરા એ ત્યાં કરેલી મહેનત સામાન્ય ન હતી અને હવે તેની આજ નિષ્ઠા અને તેનું કંઈક કરી બતાવવાનું જૂનુંન ડોક્ટર જોન્સ જોઈ રહ્યા હતા .

દિવસ રાત જોયા વગર સ્વરા સતત પોતાનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરી રહી હતી આ બાજુ યશ પણ પોતાના હોટલ મેનેજમેન્ટના કામમાં વ્યસ્ત હતો આ સાથે તેને સ્વરાના પણ અધૂરા કામો પાર પાડવાના હતા પરંતુ હવે તેને એ કામોમાં વધુ કઈ મહેનત કરવાની જરૂર જ ક્યાં હતી...?? કારણ કે રવિ રાજની બરબાદી તો તે દિવસથી વધી ગઈ જ્યારે તેના એક હોટેલ રૂમમાંથી ડ્રગ્સ મળી આવ્યા......

આ નશીલા પદાર્થોનું તેના પોતાના હોટેલ રૂમમાંથી મળવું તેની માટે ખૂબ જ ભયાનક સાબિત થયું. હવે તેને જામીન ઉપર બહાર નીકળવું પણ અઘરું થઈ ગયું હતું ચાર દિવસ જેલ કસ્ટડીમાં વિતાવ્યા પછી તે બહાર નીકળવા માટે બરાડા પાડી રહ્યો હતો પરંતુ ઉચ્ચ કક્ષાના વકીલો પણ આ માટે ટૂંકા પડતા હતા

જેમ જેમ સમય પસાર થતો હતો તેમ તેમ વધુને વધુ કિસ્સાઓ ઘટતા જતા હતા. રવિ રાજની સાથે તેનો ભાઈ પણ હવે આ બધાથી બાકાત રહ્યો ન હતો અને હવે વધુ માહિતી અને પૂછપરછ માટે સારિકા ની પણ (રવિરાજ ના ભાઈ ની પત્ની) ગવાહી લેવા તેને દિલ્હી બોલાવવામાં આવી રહી હતી. વકીલો તેને શું બોલવું તે બધું જ સમજાવી ચૂક્યા હતા અને સારીકા એ પણ બધું જ શાંત મને સાંભળ્યા પછી તે તૈયાર કરી લીધું હતું. આજે કોર્ટમાં તેની ગવાહી રવિ રાજની જામીની બેલ માટે અસર કરી જાય તેમ હતી.

જેલમાં બેઠો રવિ રાજ પણ સારિકા સાથે કરેલી છેતરપીંડીને વાગોળી રહ્યો તેની સામે બધું એક પછી એક ટીવી ફિલ્મની જેમ ટેલિકાસ્ટ થઈ રહ્યું હતું અને આ છતાં પણ સારિકા તેની મદદ કરવા તૈયાર હતી અને કેમ ન કરે??? આખરે તે ઉમંગનો ભાઈ છે. તે કદાચ મારી માટે નહીં પણ ઉમંગ માટે તો તે ચોક્કસ કરશે .આમ, રવિરાજ નો અંદરનો ઘમંડ તેને સમજાવી રહ્યો હતો .જોકે તેનો ભાઈ ઉમંગ પણ અત્યારે જેલમાં જ હતો અને સારિકા ની ગવાહી બંને ભાઈઓને જેલમાંથી મુક્ત કરી શકે તેમ હતી.


કોર્ટ નો દિવસ....

આજનો દિવસ બધા માટે અગત્યનો હતો. રવિરાજ ની પાર્ટી પણ ખૂબ જ દબાણમાં હતી કારણ કે એક તો રવિરાજ સાંસદનેતા ચૂંટાઈ આવ્યો હતો અને તે માટે તેની પાર્ટી એ પણ પૂરજોશમાં પ્રચાર અને ખર્ચ કર્યા હતા. એક લોક નેતા ની છબી ઊભી કરવા માટે ઘણા પ્રયત્નો અને કાર્યો પછી તેમને આ જીત મળી હતી અને રવિ રાજે પણ ખુરશી મેળવવા માટે પાર્ટીના બધા લોકોને કામે લગાડી દીધા હતા. મુખ્ય સેક્રેટરી અને મંત્રી પણ આમાંથી બાકાત ન હતા .આ માટે તેને પોતાના પૈસા પણ મોટી અમાઉન્ટમાં વાપર્યા હતા આથી રવિ રાજ પોતે ધાર્યા કાર્યો આ બધાથી કરાવી રહ્યો હતો પાર્ટી તો જાણતી હતી કે રવિરાજ ને જો અત્યારે બોયકોટ કરવામાં નહીં આવે તો પાર્ટી પણ તેની સાથે વિનાશના આરે પહોંચી જશે અને તે સત્ય પણ હતું પરંતુ રવિ રાજ એમ કરવા દઈ તેમ ક્યાં હતો

તેને પાર્ટીમાં રહેવું પણ હતું અને પાર્ટીના સભ્યોને પોતાના નીચે રાખવા પણ હતા. આથી આજની સારિકાની જ ગવાહી આ બધા નું ભવિષ્ય નક્કી કરવાની હતી આ સાથે ઉમંગ અને અન્વેશા મલિક પણ તેની જ આશામાં હતા જોકે બધાને વિશ્વાસ હતો કે સારિકા અહીં આવીને જે કંઈ બોલવાની છે તેનાથી તેમની જામીન ઉપર બેલ પાક્કી છે અને બહાર નીકળ્યા પછી આ બધું કોણે કર્યું છે અને કઈ રીતે પોલીસને આ બધી વિગતોની જાણ થઈ તે તપાસ કરી લેશે અને પછી તેનું જે થાશે તે....??

પરંતુ કે સવાલ તો ખરો હતો કે કાળા નાણાંની સંપૂર્ણ ડોક્યુમેન્ટરી હાલ રવિ રાજના ઘરમાં જ છુપાડેલી છે અને બે દિવસ પેહલા જે ડ્રગ્સ નો માલ તેના હોટેલ રૂમમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે તે કઈ રીતે પોલીસને જાણ થઈ કારણ કે આ માહિતી ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી હતી.

કાળા નાણાં બાબતે જે રેડ અને તે પછી રવિ રાજની ગિરફ્તારી થઈ હતી ત્યારબાદ ઉમંગે ખૂબ જ ચોકસાઈ પૂર્વક ડ્રગ્સનો માલ પોતાના અડ્ડા પરથી આ હોટલ રૂમમાં ટ્રાન્સફર કર્યો હતો જેથી કોઈને પણ આ બાબતે જાણ ન થાય છતાં પણ એકવાર તપાસી ચુક્યા પછી પણ તે જ હોટલમાં ફરી પોલીસ ની તપાસી અને તેમની ખાતરી પ્રમાણે ડ્રગ્સ નો માલ મળવો તે તેમની માટે ભયંકર સાબિત થયું હતું પરંતુ આ બધા પાછળ કોણ હતું તે હજી નક્કી ન હતું તે તપાસ તો હજી બાકી જ હતી આખરે કોણે આ શેરના મોઢામાં હાથ નાખ્યો હતો...

આ બાજુ અંવેશા મલિક પણ પોતાના ઓફિસના ચેમ્બરમાં બેઠી ને આજ વિચારી રહી હતી તેને જામીન તો મળી ગઈ હતી પરંતુ હજી તે આ કેસ માંથી છૂટી થઈ ન હતી. રવિરાજ સાથે તેની દોસ્તી અને પાર્ટનરશિપ કંઈક બીજા જ ઇશારા ઓ કરી રહી હતી રવિ રાજ એક મોટો ગુંડો છે તે તો અન્વેશા જાણતી હતી પરંતુ તેની ઓળખ અને સત્તા ના આડે તે હંમેશા શરીફ બનીને જ રહેતો અને આ બધું બહાર આવ્યા પછી તો અનવેશા બહુ સારી એવી ફસાઈ ગઈ હતી કારણ કે તે હવે રવિ રાજને છોડી પણ શકતી ન હતી અને તેનો સાથ પણ આપી શકતી ન હતી.

તેને સમજાતું જ ન હતું કે હંમેશાથી પોતાના કામમાં ચોકસાઈ વર્તેલો આ માણસ કઈ રીતે આટલી બધી બેદરકારી દાખવી શકે પોતાની શપથ ગ્રહણ ના જ દિવસે તેના ઘરમાંથી કાળું નાણું નીકળવું અને એમાંય બાકી હતું તો ડ્રગ્સ મળવા તેની સાથે જોડાયેલા બધા માટે વધુ મુશ્કેલી ઉભી કરી દેતા હતા પરંતુ શું કરવું તે તેને સમજાતું ન હતું.

આ બાજુ રવિરાજે પણ બધા પાસાઓ તપાસી લીધા હતા પરંતુ તેને કશું સમજાતું ન હતું કે કોણ તેનો દુશ્મન જાગી ઉઠ્યો છે .જોકે તેની પાસે દુશ્મનો ની કોઈ અછત ન હતી.

"સ્વરા......??

" શું તે હોઇ શકે??

" પણ તે ને કેમ ખબર પડી આ ગુપ્ત માહિતી....??

તો કોણ...?? પેલો, ...મંત્રી...

નાના...ના....ના

(મનોમન પોતાનો દુશ્મન નક્કી ન કરી શકતો) રવિરાજ હવે આ બધા થી થાક્યો હતો....કારણ કે જેમ જેમ દિવસ પસાર થઈ રહ્યા હતા તેમ તેના કારનામા ના રોજ નવા કિસ્સાઓ બહાર આવી રહ્યા હતા. બસ હવે તો તેને કાલ ના દિવસ ની જ ઇંતેજારી હતી....

શું રવિરાજ ને કાલે જેલ માંથી આઝાદી મળશે....??