હમદર્દ..... તારા પ્રેમ થકી... - 22. તપાસ Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 22. તપાસ

રવિરાજ અને ઉમંગ ની ગિરફતારી સાથે આશ્રમના કેસનો પણ ફેસલો થઈ ચૂક્યો હતો ગુનેગાર અત્યારે જેલમાં હતો સ્વરા એ જે વચન આશ્રમ ના લોકો ને આપ્યું હતું, તે પૂર્ણ થઈ ચૂક્યું હતું. કોર્ટની બહાર નીકળતા જ સારિકા અને તેના દીકરા માટે એક નવો દિવસ હતો તે ફરીને હવે ઇન્દોર શહેરની બિઝનેસ ટાયકૂન હતી

હા, રવિ રાજ અને ઉમંગ ના લીધે તેના બિઝનેસને ઘણો ફટકો પડ્યો હતો પરંતુ બધું યોગ્ય કરવામાં સારિકા સક્ષમ હતી કોર્ટની બહાર નીકળતા હતા એક અજાણ્યો અવાજ સારીકા ના કાનમાં પડ્યો આ અવાજ બીજા કોઈનો નહીં પરંતુ સારીકાના માતા પિતાનો હતો.

સારિકા ના પ્રેમ લગ્ન પછી તેના માતા-પિતા તેનાથી વીમુખ હતા પરંતુ જ્યારે પોતાની દીકરી આટલી બધી તકલીફમાં છે તે જોઈને તેમનાથી રહેવાયું નહીં અને પોતાની દીકરીનો સાથ આપવા તેઓ કોર્ટમાં આવી પહોંચ્યા. અને આ સાથે સારીકાને પોતાનું ગુમાવેલું બધું જ પરત મળી ગયું હતું

સારિકાના જીવનમાં આવેલા આ બધા બદલાવો નો સંપૂર્ણ ફાળો સ્વરા અને યશને જતો હતો. તે મનોમન બંને ને ધન્યવાદ આપી રહી કારણકે આ બધું તેમના બન્ને ના લીધે જ શક્ય હતું જો તે બંનેએ સારિકા ને સત્ય બોલવા હિંમત આપી ન હોત તો સારિકા ક્યારેય પણ આ બધાનો સામનો કરી શકતી નહીં.

સારિકા પોતાની ઓફિસે પરત ફરે છે . રવિરાજ નું ઘર પોલીસ દ્વારા જપ્ત થઈ ચૂક્યું છે આથી તે જે ઘરમાં લગ્ન પેહલા રહેતી હતી ત્યાં જ તે ફરી પોતાના દીકરા સાથે સ્થાઈ થાય છે. પોતાના બિઝનેસ ને યોગ્ય દિશા એ લઈ જવા યસ તેને મદદ કરવાનું વચન આપે છે જેથી હવે યશની મદદ વડે સારિકા પોતાની સક્ષમતા દેખાડવા તૈયાર થાય છે.
📍📍📍

અર્જુન રાઠોડ ની ઓફીસ.....

અંવેષા મલિક, દેવ અને કંગના મલિક ..( દેવ અને અંવેશાં ની માતા )પાર્ટી કરવામાં ખોવાયેલા હતા . કારણ કે સારિકા ગવાહી પછી અન્વેશાને તો રાહત મળી ગઈ હતી

પરંતુ જે રવિ રાજ અને ઉમંગ સાથે થયું તે ખરેખર ભયાનક જ હતું કારણ કે માત્ર સાત દિવસના અંદર બધું જ બરબાદ થઈ ગયું ચૂંટણીમાં ભવ્ય વિજય, ઉત્સવ, સભા , રેડ પડવી , ગિરફતારી, પૂછતાછ સાથે તપાસ ,તમામ પાસાઓ નિષ્ફળ જવા, ડ્રગ્સ નો વેપાર અને અંતે સારિકા નો પલટો વાર ખૂબ જ ઊંડા વિચાર માંગે તેવો જ હતો. પરંતુ અંતે સારિકાએ જ કરેલું કબુલાત નામુ કે પોલીસને બધી જ જાણકારી તેણે જ આપી હતી ... ત્યાં હવે કશું વિચારવા જેવું ન હતું પરંતું...

શું સારિકા એ ખરેખર જ બધું એકલા હાથે કર્યું હતું અને એ પણ રવિ રાજના નાકના નીચે??? અર્જુન રાઠોડ આ વાત ને લઇ ઊંડા વિચારોમાં હતો. કારણ કે આ બધાથી અણવેશા મલિક અને અર્જુન રાઠોડ ને પણ મોટી બદનામી નો સામનો કરવો પડ્યો હતો તેમના હોટલો અને રેઝોર્ટમાં પણ તપાસ થઈ હતી, રેડ પડી હતી. જેને કારણે ફટકો તો તેમને પણ પડ્યો હતો બદનામી તેમની પણ થઈ હતી. પરંતુ શું માત્ર સભામાં હાજર રહેવાથી કે રવિ રાજ સાથે જોડાવાથી જ આ બદનામી થઈ હતી . જોકે અનવેશાં તો આ જ વિચારી રહી હતી પરંતુ અર્જુન રાઠોડ નું મન આ બધું સ્વીકારી રહ્યું ન હતું

અર્જુનને હજી કોઈ સાજીસની આશંકા થઈ રહી હતી. કારણકે સારિકા ની ગવાહીના દિવસે તેણે યશને કોર્ટની બહાર થોડે દુર ગાડી માં બેઠેલો જોયેલો હતો પરંતુ તે અહીં શું કરી રહ્યો હતો અને જો તે કોર્ટ સુધી આવ્યો હોય તો અંદર કેમ ન આવ્યો? તેણે એક વખત પણ અન્વેશાને આ બધા વિશે કશું પૂછ્યું નથી હા એ સત્ય હતું કે બે દિવસ કસ્ટડીમાં રહ્યા પછી યસ ના કહેવા ઉપર જ અંવેશા જેલમાંથી છૂટી હતી.

વળી ,

ઝાકીર ની શાદીમાં કદાચ તેણે યશ અને સ્વરાને જ સાથે ટેરેસ ઉપર જોયેલા હતા પરંતુ આ ચિત્ર કેટલું આભાસી કે સત્ય હતું તે હજી અર્જુનના મગજમાં મૂંઝવણ ઊભું કરતું હતું . આ સાથે તે એ પણ વિચાર કરી રહ્યો હતો કે બંનેનું એક જ પાર્ટીમાં ઘણા વર્ષો પછી મળવું અને તે પણ અજનબી ની જેમ તે તો એક નવાઈ ની જ વાત હતી પરંતુ બધું જ સામાન્ય રહ્યું સ્વરા કે યસ બંનેએ એકબીજાને આટલા વર્ષો પછી જોઈને કેમ કોઈ જ પ્રતિભાવ આપ્યો નહીં ?? અર્જુન આ બધું વિચારીને કંઈક કોયડો ઉકેલવાની કોશિશ કરી રહ્યો હતો.

શું ખરેખર યસ અને સ્વરા બંને એકબીજાની સાથે જે થયું તે ભૂલીને આગળ વધી ગયા હતા ?? શું ખરેખર બન્ને એ એકબીજાને માફ કરી દીધા હતા?? શું એક સામાન્ય હાઉસવાઈફ માંથી ડોક્ટર ની પદવી અને ઉચ્ચકક્ષાનું જીવનશૈલી જે સ્વરા જીવી રહી હતી તે બધું તેણે એકલા હાથે પાર પાડ્યું હતું?? કે કોઈ હતું તેની પાછળ...??

પરંતુ.....

શું ચૌદ વર્ષ પેહલા જે ઘટના ઓ ઘટી તેમાં ખરેખર સ્વરા ગુનેગાર ન હતી...?? કે પછી તે આ કંગના મલિક અને તેના બાળકો ના સ્વાર્થ નો ભોગ બની છે..?? પણ દાદી એ જે કીધું તે શું હતું?? તે તો ખોટું ન જ હોઈ શકે કારણકે દાદી તો સ્વરા ને ખૂબ પ્રેમ કરતા હતા. તેમની તો સ્વરા લાડલી હતી શું તે પણ ખોટું બોલ્યા હતા...

ના

ના...

ના...

ઑહહો.....

" હું આ શું વિચારી રહ્યો છું આમ તો હું ગાંડો થઈ જઈશ.... મારું તો મગજ જ હવે કામ નથી કરતું શું કરવું ? અને જે હું વિચારી રહ્યો છું તે જો બધું સત્ય છે તો હજી તો આ બરબાદીની શરૂઆત છે હજી તો આવું ઘણુંય બનશે....