Humdard Tara prem thaki - 19 books and stories free download online pdf in Gujarati

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 19. પ્રથમ પગથિયું

ડોક્ટર જોન્સ સાથેની મુલાકાત નિષ્ફળ ગયા પછી સ્વરા ગાડીમાં બેઠી થોડી ઉદાસ હતી તેને પોતાના સપના હજુ થોડા દૂર જતા હોય તેવું લાગ્યું .યશ પણ તેની માટે ખૂબ જ મહેનત કરી રહ્યો હતો પરંતુ તેનું કોઈ પરિણામ યશને આપી શકતી ન હોવાનો તેને પસ્તાવો થઇ આવ્યો. ત્યાં જ અચાનક ગાડીની બ્રેક લાગી અને સ્વરા ધક્કા સાથે આગળ ધકેલાઈ હજી તો તે કોઈ ઊંચું જોવે ત્યાં જ ડ્રાઇવર ના ચહેરા ઉપર કરચલીઓ અને બેચેની દેખાય અને ડ્રાઇવર જે દિશામાં જઈ રહ્યો હતો તે દિશામાં તેણે નજર ફેરવી જોયું, તો આગળ લોકોનું ટોળું દેખાઈ રહ્યું હતુ. સ્વરા ગાડીમાંથી ઉતરીને બાર જોવા નીકળી એક વાર માટે તો ડ્રાઇવરે તેને રોકી પણ ખરી પરંતુ સ્વરા એ તેની વાત માની નહિ અને બહાર આવીને જોયું તો ટ્રાફિક પોલીસ જમીન પર સૂતેલો હતો એને જોતા એવું લાગ્યું કે તેને હદયઘાત્ નો હુમલો આવ્યો છે. એમ્બ્યુલન્સ માટે કોલ થઈ ચૂક્યો હતો જોકે આ ભારત ન હતું કે ત્યાં મદદ આવતા વાર લાગે પરંતુ સ્વરા ને જોતા જ લાગ્યું કે કદાચ એમ્બ્યુલન્સ સેવા આવવામાં પણ મોડું થઈ જશે તેને તરત જ ટોળા પરના લોકોને દૂર કર્યા અને જાતે જ તે વ્યક્તિ ની નસ તપાસવા લાગી તેને હૃદય આઘાત આવ્યા ને વધુ ક્ષણ થઈ ન હોવાથી સ્વરા એ તરત જ તેના હૃદય ઉપર બીજી વ્યક્તિની મદદ વડે દબાણ આપવાનું ચાલુ કર્યું અને પોતાના મુખ વડે જ તેને ઓક્સિજન પૂરો પાડવાનો પ્રયત્ન કર્યો.

આજુબાજુના સૌ કોઇ આશ્ચર્ય થઇ ને જોઈ રહ્યા હતા પરંતુ આ એક પૌરાણિક પદ્ધતિ હતી તેથી સ્વરા શું કરી રહી છે તે કોઈને સમજમાં આવ્યું નહીં પરંતુ તે વ્યક્તિ ભાન માં આવી ગયું જ્યારે એમ્બ્યુલન્સ આવી ત્યારે ડોક્ટરે તેની તપાસ કરી અને હવે તે ખતરા માંથી બહાર છે તેવું લોકો ને કહ્યું. ટોળામાં ઊભેલા સૌ કોઈ ત્યાંથી હવે છૂટા પડ્યા.

સ્વરા એ એમ્બ્યુલન્સના ડોક્ટરને પોતાના પ્રોફેશન ની જાણકારી આપી . ડોક્ટરે પણ તેના કામ માટે અને સૂઝ-બૂઝ માટે તેને આવકારી અને તેણે આ શું કર્યું તેના વિશે પૂછ્યું ત્યારે સ્વરા એ જણાવ્યું કે, " આ વ્યક્તિને કોઈ કરંટ લાગ્યો હોવો જોઈએ જે મને તેની આંખ તપાસતા ખબર પડી. જેના કારણે તેના હૃદય ઉપર અસર થઇ હતી પરંતુ કરંટ લાગ્યો તેને વધુ સમય થયો ન હોવાને લીધે ઝડપથી મેં તેના મુખમાં ઓક્સિજન પૂરો પાડ્યો અને હાથ વડે જ તેના હૃદય પર દબાણ કર્યું જેના કારણે વ્યક્તિનું હૃદય જે હજી માત્ર ધીમું પડયું હતું તે ઓક્સિજન મળવાને કારણે ધબકવા લાગ્યું ," આ સાંભળીને ડોક્ટર પણ તેની સૂઝબૂઝ ને આવકારી રહ્યા અને દર્દી સાથે દવાખાના તરફ આગળ વધ્યા, આ બાજુ દૂર ગાડીમાં બેઠેલા ડોક્ટર જોન્સ આખી ઘટનાને જોઈ રહ્યા તેમને થોડી વાર પહેલા પાર્ટી મા સ્વરા ના કરેલા અપમાન માટે પસ્તાવો થઇ આવ્યો આથી તેમણે પોતાના પીએ ને સ્વરા વિશે સંપૂર્ણ જાણકારી કાઢવા કહ્યું. ડોક્ટર જોન્સ સ્વરા વિશે એટલું તો જાણતા હતા કે આ એક ઇન્ડિયન ડોક્ટર છે પરંતુ અત્યારે બનેલી ઘટના જોઇએ તે સ્વરા થી ઈમ્પ્રેસ હતા .

સ્વરા નિરાશા સાથે ઘરે પહોંચી યશની બાજુમાં સોફા પર બેઠી અને એક લાંબો નિસાસો નાખ્યો સ્વરા એ માથું યશના ખંભા ઉપર ટેકવી દીધુ પરંતુ યશને સ્વરા થી કોઈ ફરિયાદ ન હતી અને વધુ સ્ટ્રેસ ન લેતા તેને આરામથી સુઈ જવા કહ્યું પરંતુ સ્વરા ને તે રાતે ઊંઘ ક્યાં આવવાની હતી. પરંતુ તે જાણતી ન હતી કે પોતે જે વ્યક્તિ માટે નિસ્વાર્થ મદદે દોડી ગઇ હતી તે નિસ્વાર્થ મદદ તેની સફળતાનું પ્રથમ પગથીયું બનવા જઈ રહી છે

આ બાજુ ડોક્ટર jones પણ સ્વરા વિશે જાણકારી મેળવવા માટે ઉત્સુક હતા તેમને સ્વરા ની ઈન્દોરની દરેક history જાણવા માટે તેના પીએ ને કહી દીધું અને તેના પીએ પણ દરેક જાણકારી ઝડપથી કાઢી આપી એક લોકપ્રિય ડોકટર તરીકેની અને સફળ સો સર્જરી તેના રેકોર્ડમાં બોલતી હતી. આ ઉપરાંત તેને ફ્રાન્સ માં મળેલો એવોર્ડ પણ ચોંકાવનારો હતો.પરંતુ આ સાથે ઈન્દોરમાં બનેલી એક વર્ષ પહેલાંની ઘટના પણ તેનો પીએ પોતાની સાથે લઈને આવ્યો. અન્ય આ ઘટનામાં જોડાયેલા લોકો સાથે ની માહિતી પણ તેમાં જોડાયેલી હતી. આ બધું જાણ્યા પછી તો ડોક્ટર jones સ્વરા ને રૂબરૂ મળવા ઇચ્છતા હતા હવે તે આ ડોક્ટર ઓથોરિટીની પાર્ટીમાં શું કરી રહી હતી તે ભાવાર્થ પણ સમજી ગયા પરંતુ સ્વરા આ પાર્ટીમાં પહોંચી કેવી રીતે તે તેને સમજાયું નહીં આખરે તે કોની મદદથી અહીં આવી હતી તે ડોક્ટર જોન્સ સમજી શક્યા નહીં .

બીજે દિવસે તેમણે સ્વરા ના ઇમેલ ઉપર પોતાના જ પર્સનલ ઈ-મેલથી મેલ કર્યો અને સ્વરા ને રુબરુ મળવાની ઇચ્છા બતાવી આ બાજુ યસ પણ મેલ જોઈને આશ્ચર્યમાં હતો કારણ કે પાર્ટીમાં તો ડોક્ટર જોન્સને સ્વરા ની પ્રથમ છબી ગમી નહોતી તેમની માટે તો સ્વરા એવી કઈ ખાસ અને નોલેજેબલ ડોક્ટર ન હતી તો હવે કેમ ડોક્ટર જોન્સ તેને પર્સનલ ઇ મેઇલ કરીને મળવા બોલાવે છે તે યશને સમજાણું નહીં. આથી યશે સ્વરા સાથે પોતાના એક બોડીગાર્ડ ને પણ સાથે મોકલવાનો નિર્ણય કર્યો કારણ કે તે સ્વરા ની સેફટી ને લઈને કોઈ બેદરકારી દાખવી શકે તેમ ન હતો.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED