સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-68 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-68

સ્ક્રીટ નં. 69

પ્રકરણ-68



પ્રભાકરને જોયો અને સોહમને એને બોલાવ્યો અને પૂછ્યું “જગ્યા મળી ગઇ ?” જવાબમાં પ્રભાકરે કહ્યું “ના ના ભાઉ મહાલક્ષ્મી પછી મળી. પણ હું આજે લીવ પર છું થોડી ખરીદી કરવી છે કાર્ફડ માર્કેટ ત્થા બધી સ્ક્રીટ ફરીશ હોલસેલ ભાવે મળે એ બધુ ખરીદીશ થોડું રખડીશ”.

સોહમે કહ્યું “કેમ શેની ખરીદી ?” પ્રભાકરે કહ્યું “ભાઉ બહેનનું વેવીશાળ નક્કી થયું છે હવે લગ્ન લેવાનાં છે તૈયારી તો કરવી પડશેને. થોડું થોડું કરીને બધુ પતાવું છું. માંડ લીવ મળી છે.. પણ તું ઓફીસે ? તને તો....”

સોહમે આશ્ચર્ય થી કહ્યું “તને નથી ખબર મને તો જનરલ મેનેજર બનાવી દીધો મારાં બોસ શ્રીનીવાસનને છૂટો કરી એની જગ્યાએ... મારી કલીગ શાનવી પોતે ઘરે કવર અને મીઠાઇ આપી ગઇ હતી.”

પ્રભાકર થોડાં આર્શ્ચય સાથે સાંભળી રહેલો પછી થોડો ચહેરો નિરાશ કરીને બોલ્યો “અઘોરીજીની તારાં ઉપર કૃપા થઇ અને મને શિક્ષા..પણ હું માફી માંગી લઇશ મારાંથી... છોડ પછી વાત બધી હું ઘણાં સમયથી એમનાં દર્શને પણ નથી ગયો.”

ત્યાં ચર્ચગેટ સ્ટેશન આવી ગયું બંન્ને જણાં ઉતર્યા. પ્રભાકરે કહ્યું “તું તારી સ્ટ્રીટ તરફ જવાનો મારે આમ કાફર્ડ માર્કેટ જવું છું પછી શાંતિથી મળીશું હું સવાર સવારમાં તારો મૂડ બગાડવા નથી માંગતો.”

સોહમને પણ વિચાર આવ્યાં અત્યારે મારે ઓફીસ પહોચવું જરૂરી છે પણ એને મળીશ તો ખરો શું થયું ? બંન્ને છૂટા પડ્યાં. સોહમ સ્ફ્રીટ નં.69 તરફ આગળ વધ્યો એને વિચાર કર્યો પ્રભાકર સાચું કહે છે અઘોરીજીની કૃપા નથી એનાં ઉપર નહીંતર આવો નિરાશ અને માંદલો ના હોય અને અઘોરીજીએ મારી પાસે પ્રભાકર મોકલ્યો હતો એતો માયાવી હતો એમણેજ કહેલું.

હું પ્રભાકરનાં સંપર્કમાં હતો અને પ્રભાકરેજ મને એમનાં અંગે વાત કરી હતી તો મારો સંપર્ક પણ એમણે માયાવી પ્રભાકરથીજ કરાવ્યો ગજબની દુનિયા છે આ અગોચર અને ગમ્ય અગમ્ય ....

આમ વિચારતાં વિચારતાં ક્યારે ઓફીસ પહોચ્યો એને ખબર ના પડી લીફ્ટમાં ભોંયતળીયેથી બેઠો અને એનાં ઓફીસમાં ફ્લોરે પહોચ્યો.. લીફ્ટમાંથી નીકળી સીધો એ એની ઓફીસમાં પ્રવેશ્યો.

સોહમ જેવો ઓફીસમાં પ્રવેશ્યાં એવો એની સામે શાનવી, તરનેજા બધાં દોડી આવ્યા અને બધાએ એને કોન્ગ્રેચ્યુલેશના કહીને અભિનંદન આવ્યાં તરનેર તો મોટો બુકે લઇને આવેલો. એણે કહ્યું “ડીયર સોહમ તું ઓફીસમાં બોસ બની ગયો વાહ પેલો શ્રીનિવાસન એજ લાગનો હતો બધાને હેરાન કરતો ને આપણી મહેનતનો જશ બધો એ ખાઇ જતો.”

શાનવીએ હસતાં હસતાં કહ્યું “મી. સોહમ અંદર કંપનીનાં માલિક પોતે આવ્યાં છે તારી રાહ જુએ છે તું સમયસર આવ્યો પણ મી. અમન વાધવા ખૂબ વહેલાં આવી ગયાં છે બીજી તારાં માટે સરપ્રાઇસ છે. સોહમ તેરી તો નીકલ પડી. પણ આવું કેવી રીતે થાય મને નથી સમજાતું તારો આંક ઘડીમાં નીચે ઘડીકમાં ઉપર કંઇ ખબર નથી પડતી કંઇક અગમ્યજ છે.”

સોહમે હસતાં કહ્યું “સાચેજ અગમ્ય છે મને પણ આજ સુધી નથી સમજાયુ” ત્યાં પ્યુન આવીને કહી ગયો “સોહમ સર તમને વાઘવા સર અંદર બોલાવે છે”.

સોહમ એ તરફ આગળ વધ્યો. બધાં આઘા ખસી ગયાં પોત પોતાનાં ટેબલ તરફ જતાં રહ્યાં સોહમ વાઘવા સરની ચેમ્બરમાં પહોચી પૂછ્યું “મે આઇ કમ ઇન સર ?”

મી. વાઘવા ઉભા થઇ ગયાં અને હસતાં ચહેરે સોહમને આવકાર્યો અને કહ્યું “યસ.. વેલકમ યંગ મેન યુ આર એપોઇન્ટેડ એઝ અવર ન્યૂ જનરલ મેનેજર કોન્ગ્રેચ્યુલેશન્સ આગળ ભૂતકાળમાં જે થઇ ગયું એ થઇ ગયું પણ તારાં આગળનાં પ્રોજેક્ટ પર કામ કરીને કંપનીએ ઘણું મેળવ્યું એ સિધ્ધી-પ્રસિધ્ધી અને ખૂબ નાણાં કમાયાં છીએ એનું ઋણ ઉતારવું રહ્યું.”

“અહીં ઓફીસમાં ડર્ટી પોલીટીક્સ ચાલી રહેલું. એ ધ્યાનમાં આવતાંજ મેં શ્રીનિવાસને ફાયર કર્યો છે. “

“યુ આર રાઇટ મેન...” એમ કહીને કહ્યું “ચાલ તારાં માટે નવી ચેમ્બર તૈયાર કરાવી છે બધીજ આધુનિક સુવિધા અને ટેકનોલોજી સાથે. આ વ્યવસ્થામાં તું કંપની માટે ખૂબ સારું કામ કરીશ એવી આશા છે અને સ્ટાફ પાસે પણ ખૂબ સારી રીતે કામ કરાવીશ. આઇ ટ્રસ્ટ યુ.” એમ કહી નવી ચેમ્બર બતાવી અંદર ગયાં અને વાઘવાએ એની ચેર બતાવીને કહ્યું “બી સીટેડ...”

સોહમે ખૂબ આનંદ આને આશ્ચર્ય વચ્ચે કહ્યું “થેંકસ સર. આઇ પ્રોમીસ યુ... આઇ વીલ વર્ક હાર્ડ એન્ડ પ્રુવ માય સેલ્ફ ઓલ્વેઝ થેંક્સ અગેઇન સર.”

વાઘવાએ કહ્યું “યસ ધેટ્સ ધ સ્પીરીટ તને તારો નવો એપોઇન્ટમેન્ટ કોન્ટ્રાક્ટ, સેલેરી, પર્કસ વગેરે બધીજ ડીટેઇલ મળી જશે બ્લકે તારાં ટેબલ પર કવર પડ્યુજ છે જે આજ મીનીટથી ઇફેક્ટમાં આવશે. સો... વર્ક એન્ડ અને.. મારી એક અગત્યની મીટીંગ સી.એમ. સર સાથે છે 2 કલાક પછી પણ યુ નો મુંબઇનો ટ્રાફીક.. હું જઊં છું. મને રીપોર્ટ મળ્યાં કરશે હું ફોનથી સંપર્ક કરીશ નાઉ યુ આર એ હેડ ઓફ ધીસ ઓફીસ કેરી ઓન.”

બોસે બહાર નીકળી પાછાં આવીને કહ્યું “યસ સોહમ તારાં માટે એક સરપ્રાઇઝ છે એ પણ તને મળી જશે”. એમ કહી હસતાં હસતાં નીકળી ગયાં.

સોહમને કશું માનવામાં નહોતું આવી રહ્યું આવું કેવી રીતે થાય ? પછી વિચાર્યું અઘોરીજી ઇચ્છે તો બધુજ થાય પણ સરપ્રાઇઝ શું છે ?

ત્યાં એની ચેમ્બરનો ડોર ખોલીને એક ખૂબ સુંદર સ્વર વાન દેહ ગોરી લાલ લીપ્સીટક લગાવેલી એકદમ ચૂસ્ત કપડાં પહેરેલી છોકરી આવી કહ્યું “મેં આઇ કમ ઇન સર ?” સોહમે કહ્યું “યસ. યસ. પ્લીઝ કમ ઇન.”

પેલીએ કહ્યું “સર આઇ એમ નૈનતારા યોર પર્સનલ સેક્રેટરી.. મને વાઘવા સરે તમારાં માટે એપોઇન્ટ કરી છે.” સોહમતો એનાં શબ્દો વાગોળી રહ્યો “મારાં માટે ?” થોડીવાર માટે ભાન ભૂલ્યો. હજી એ એની સુંદરતાનાં હુમલાથી સંભલ્યો નહોતો ત્યાં..

વધુ આવતા અંકે ---- પ્રકરણ-69