ધ સ્કોર્પિયન - પ્રકરણ-83 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ધ સ્કોર્પિયન - પ્રકરણ-83

અવંતીકારોયે દેવની બધી વિગત આપી. સાથે બેઠેલી આકાંક્ષાનાં મનમાં વિચારો ઉદભવી રહેલાં અને ખૂબ કૂતૂહુલ થઇ રહેલું એ બધુ જોઇ સાંભળી રહેલી.

ઋષિ કંદર્પજીએ વિગતો લઇને શાસ્ત્રનો આધાર લઇ આંગળીનાં વેઢે ગણત્રી કરવા માંડી.. રુદ્ર રસેલે નાનાજીનાં કહેવાથી એમને કાગળ અને પેન્સીલ આપ્યાં. કંદર્પજી એમની ગણત્રીમાં મગ્ન હતાં એમનાં હાવભાવ બદલાઈ રહ્યાં હતાં ક્યારેક આનંદ ક્યારેક ચિંતિત લકીરો કપાળમાં ઉપસ્થિત થઇ રહી હતી.

થોડોક સમય ગણત્રી કરી કાગળમાં પેન્સીલથી નોંધ કરી રહેલાં કુડળીનું ચિત્ર દોરી એમાં બાર સ્થાનમાં અલગ અલગ ગ્રહોની ઉપસ્થિતિ ટાંકી રહેલાં નક્ષત્ર દ્વારા બધી ગણત્રી કરી રહેલાં. દેવ વિષેની બધી જ્યોતિષીય અને ખગોળશાસ્ત્રી પ્રમાણે નોંધ કરી પછી દેવમાલિકાની જન્મકુંડળી હાથમાં લીધી.

નાનાજીએ કહ્યું “પ્રભુ આ દીકરીની જન્મકુંડળી તમારાં હાથેજ બનેલી છે આપ બંન્નેનો મેળાપ...” ત્યાં કંદપજીએ હાથનાં ઇશારાથી એમને રોક્યાં એમની આંખો બંધ થઇ કંઇક ગણની ચાલી રહેલી પછી કુંડળી જોયા પછી પાછી નોંધ કરી.

ઋષિ કંદર્પજીએ ગ્રહ, નક્ષત્ર, હોરા ગ્રહની ચાલ આંતરદશા બધુ જોયું અને પંચતત્વ પ્રમાણે બધાં તત્વો, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ પ્રમાણે કુંડળીમાં થતાં પ્રભાવ અને પરિવર્તનની નોંધ લીધી બધાંજ અભ્યાસ કરી બધી નોંધ કાગળમાં ઉતારી અને બધાની સામે જોવાં લાગ્યાં.

નાનાજીએ કહ્યું “ઋષિજી તમારી મનોદશા હું સમજું છું તમેજ મને ઘણુ જ્ઞાન આપ્યું છે અત્યારે એમનાં ભવિષ્યનો ચિતાર કે અગમવાણીના કહેશો પહેલાં બંન્નેની કુંડલી મેળાપ કેવો છે ? કેટલા ગુણ મળે છે ત્થા કુંડળી બંન્નેની જોવા પછી શુભમૂહૂર્ત કાઢી આપો.”

ઋષિ કંદર્પજીએ મંદ મંદ હસ્તાં કહ્યું "યજનમાન બંન્નેની પસંદગી થઇ ગઇ છે નક્કીજ થઇ ગયુ છે એજ બતાવે છે કે પંચતત્વની મંજૂરી છે ખૂબ સરસ કૂંડળી મેળાપ છે પૂરેપૂરાં 36 ગુણ મળે છે.”

ઋષિ કંદર્પજીનું વચન સાંભળીને બધાં આનંદમાં આવી ગયાં. કંદર્પજીએ કહ્યું “આટલાં સરસ ગુણ મળવાં એ ઇશ્વરનાં આશીર્વાદ છે પણ...”

રુદરસેલ અને રાયબહાદુરજી બંન્ને એક સાથે પૂછી બેઠાં.. “પણ... એટલે ? કોઈ અંતરાય છે ? કોઇ અટકાવ કે મુશ્કેલી છે ?” બધાનાં કપાળ પર ચિંતા દેખાઇ.

ઋષિ કંદર્પજીએ કહ્યું “અટકાવ નહીં અકસ્માત છે આ બંન્ને કુંડળી પ્રમાણે આ લોકોનો વિવાહ તમે આવતા મહિનાની પાંચમે કરી શકશો કોઇ અટકાવ નથી કોઇ વિધ્ન નથી પણ લગ્ન અંગે થોડો સમય રાહ જોવી પડશે.”

નાનાજીએ પૂછ્યું “રાહ જોવી પડશે એટલે ? કોઇ વિધ્ન છે ? આપ સ્પષ્ટતાથીજ કહો જે હોય એ.” બધાનાં કાન આગળ સાંભળવા સરવા થઇ ગયાં.

ઋષિ કંદર્પજીએ કહ્યું “વિધ્ન નહીં એવો કોઇ અકસ્માત છે જેમાં આ છોકરો સાંગોપાંગ બચી તો જશે પણ.. એ સમય નીકળી જાય પછી ખૂબ ધામધૂમથી લગ્ન થશે. મને એ અકસ્માત અંગે ના પૂછો તો સારુ થોડું કુદરત પર રહેવા દો એમાંજ આ છોકરાઓનું હીત સમાયેલુ છે.”

બધાનાં ચહેરાં પડી ગયાં. નાનાજીએ કહ્યું “પ્રભુ મેં તમને એટલેજ કહેલું કે ભવિષ્યવાણી ના કરશો માત્ર મૂહૂર્ત જણાવજો. મને થોડી જાણ હતી એટલેજ આપને કહેલું.”

ઋષિ કંદર્પજીએ કહ્યું “તમે પણ ખૂબ જ્ઞાની છો ત્રિકાળ જ્ઞાન છે હું જાણું છું તમે જાણતાંજ હશો કે આ કહેવું આવશ્યકજ હતું અને આ અકસ્માતથી એમનું જીવન વધુ સુંદર, પ્રેમાળ અને કાયમી બંધનવાળુ બનશે. અકસ્માત એ પણ ઇશ્વરે રચેલી માયા છે.”

નાનાજીએ રુદરસેલને કહ્યું “એટલેજ મેં બાળકોને અહીં હાજર રહેવા ના પાડી હતી.”. પણ એમ કહી આકાંક્ષાની સામે જોયું આકાંઓક્ષાની નજર નીચે ઢળી ગઇ. ઋષિ કંદર્પજીએ કહ્યું “કંઇ નહીં જે થવાનું હોય એજ થઇને રહે છે આપણાં હાથમાં કંઇ નથી પણ બીલકુલ ડર રાખવાની જરૂર નથી.”

ઋષિ કંદર્પજીએ કહ્યું “ઇશ્વરે જે ગણત્રી કરી હોય જે યોગનું સર્જન કર્યુ હોય એ કદી મીનમેખ ના થાય અને આ અકસ્માત વિધ્ન નથી પણ દેવનાં જીવનની જે સ્પષ્ટતા હોવી જોઇએ એ બહાર આવશે એને જે કર્મ અને ભોગવટો કરવાનો છે એ થઇને રહેશે.”

રુદરસેલ અને સૂરમાલિકાએ એકબીજાની સામે જોયું એમનાં ચહેરાં થોડાં ચિંતિંત અને દુઃખી થયાં નાનાજીની નજરથી બહાર ના રહ્યું. એમણે પછી બોલવું પડ્યું કે “ઋષિ જે બોલ્યાં નથી એ હું કહી દઊં છું.”

રુદ્રરસેલ અને સૂરમાલિકા સાથે બધાંની નજર નાનાજી તરફ ગઇ અને સાંભળવા માટે અધીરાં થયાં. નાનાજીએ કહ્યુ ”એ અકસ્માત ગણો કે કોઇ એવો પ્રસંગ એનું નિમિત્ત આપણી દેવમાલિકાજ છે એટલે એનાં અંગે કોઇ ગેરસમજ ના રાખશો.”

“આવું થયાં પછી એ લોકોનાં જીવનમાં વધુ ખુશહાલી આવશે એટલે કોઈ જાતનાં વ્હેમ કે દુઃખનાં લગાડશો ચિંતા ના કરશો. બધું સારાં માટેજ થવાનું છે.”

હવે અવંતીકા રોય અને રાયબહાદુર રોય એકબીજા સામે જોવા લાગ્યાં. રાયબહાદુર અવંતીકા સામે નજર કર્યા પછી નાનાજી તરફ જોઇને કહ્યું “કોઈ વાંધો નથી મારાં દેવનો વાળ વાંકો ના થાય અને તેઓ જીવનમાં ખૂબ ખુશ રહે એનાંથી વધારે કોઇ અપેક્ષા નથી.”

ઋષિ કંદર્પજીએ કહ્યું “આતો જન્મકુંડળીઓ જોઇને કરેલુ વિધાન તમને આગળથી જાણ કરી આ છોકરાઓ તમે નક્કી ના કર્યું હોત તોય મળવાનાં હતાં પ્રણયબંધનમાં બંધાવાનાં હતાં થનાર અકસ્માત થવાનો હતો અને પછી જીવનભર સુખ ભોગવાનાં હતાં આ વિધીનું વિધાન છે તમે કે હું બદલી ના શકીએ. અત્યારે પોષ ચાલે છે આગળ મહામહિનાની પાંચમે મહાસુદ પાંચમે વસંતપંચમીનાં દિવસે એમનાં વિવાહ રંગેચંગે કરી નાંખો...”

“વિવાહ થશે તો એ લોકોને જીવનમાં વધુ બળ મળશે એમનાં જીવનમાં હિતમાંજ છે”. બધાં સાંભળીને ખુશ થયાં.. અવંતીકારોયે કહ્યું “બસ તમારાં આશીર્વાદ” ત્યાં આકાંક્ષાએ કહ્યું “મોમ મારી કુંડળી કઢાવને પ્લીઝ” અને રાયબહાદુર નાનાજીને કહ્યું.... “ભગવન....”

વધુ આવતા અંકે ---- પ્રકરણ-84


રેટ કરો અને રિવ્યુ આપો

name

name 2 માસ પહેલા

Heena Suchak

Heena Suchak 4 માસ પહેલા

Gargi Patel

Gargi Patel 3 માસ પહેલા

B DOSHI

B DOSHI 3 માસ પહેલા

Balkrishna patel

Balkrishna patel 3 માસ પહેલા