ધ સ્કોર્પિયન - પ્રકરણ-82 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન - પ્રકરણ-82

દેવનાં સૂચનથી દેવમાલિકાએ બધાં સેવક સેવીકાઓને ત્યાંથી દૂર કર્યા. દેવે કહ્યું “હાંશ... આ લોકો રક્ષા કરે છે કે જાસુસી ? પણ હવે આપણે નિરાંતે ટહેલીશું... વડીલો બોલાવે પછી હવે અંદર જવાશે ત્યાં સુધીનો સમય આપણો”.

આકાંક્ષાએ કહ્યું “હું હડડી બનીને વચ્ચે છું હું અંદર જઊં હું એકલી છું મને ના નહીં પાડે માં પાસે બેસીસ.” દેવમાલિકાએ કહ્યું “તું હડડી નથી આકાંક્ષા મારી સહેલી છે હવે વળી તું નાની છું જો મોટી હોત તો વડીલની મર્યાદા રાખવી પડત શું કરો છો દેવ ?” દેવે હસીને કહ્યું “સાચી વાત.”

આકાંક્ષાએ કહ્યું “પણ મને બધું જાણવાની જીજ્ઞાસા છે મારાં માટે બધું નવું અને પહેલીવાર છે. આપણી સનાતન સંસ્કૃતિ પ્રમાણેનાં રીત રીવાજ બધું જણાવ્યું તમે મારી વાત બીજી રીતે ના લેશો હું અંદર જઊં પ્લીઝ”. એમ કહીને એ અંદર જવા દોડી ગઇ.

દેવે દેવમાલિકાને ઇશારો કરીને કહ્યું “એને જવાદે એ સાચી છે બેઊ રીતે.. આપણી વચ્ચે રહેત તો એને અને આપણને સંકોચ રહેત અને એને જાણવા પણ મળશે બધું આપણને તો આદેશ પ્રમાણે ફોલો જ કરવાનું છે.”

દેવમાલિકાને હસુ આવી ગયું બોલી “દેવકાન્ત તમે બહુ લુચ્ચા છો બચારી બહેનને અંદર ભગાડી દીધી હું બધું જાણું છું.” એમ કહી શરમાઈ ગઇ.

દવે કહ્યું “દેવી ચાલ આપણે પેલાં વેલનાં માંડવામાં જઇને બેસીએ એમાં કેવા સુંદર પુષ્પો છે એની સુગંધ અહીં સુધી આવે છે”. વેલનો ઉલ્લેખ કર્યો અને દેવામાલિકા પ્રસન્ન થઇ ગઇ ઉત્સાહમાં આવી ગઇ એણે “ચલો દેવ જઇએ તમારું સૂચન સારુ છે પણ એ વેલના પુષ્પોની સુગંધ માદક છે એનો નશો ચઢશે.”

દેવે કહ્યું “વાહ એનાંથી રૂડું શું મારાં સાથમાં આટલી સુંદર કન્યા હોય સુંવાળો સાથ હોય પ્રણયનો યોગ હોય ઉપરથી માદક સુંગધનો નશો... મજા આવી જશે.”

બંન્ને જણાં માંડવામાં પ્રવેશ કરે છે ત્યારે દેવે કહ્યું “સાચેજ માદક સુગંધ છે આવી સુગંધ આજ સુધી મેં માણી નથી” એમ કહેતાં બંન્ને જણાં ત્યાં સુખડનાં લાકડાની બનેલી બેઠક પર બેઠાં.

દેવમાલિકા બેઠી અને દેવને હાથમાં ઇશારાથી પુષ્પ બતાવ્યાં ને કહ્યું “આ ફૂલની કરામત તો જુઓ. એનો રંગ આછો ગુલાબી સફેદ છે એનાં અંદરનો ભાગ પીળાસ પડતો એનાં પુંકેસર સોનેરી રંગનાં અને વચ્ચે સ્ત્રીકેશર લાલ રંગનું કેવું સુંદર છે બીજી ખાસિયત છે કે આ પુષ્પમાં પું કેશર એકજ છે અને સ્ત્રીકેશર એકજ. અન્ય પુષ્પોમાં સ્ત્રીકેશર એકજ હોય અને પુંકેશર 4 થી 5 નંગ હોય...” એમ કહી હસી.

દેવે કહ્યું “મને આ પુષ્પનો નથી અભ્યાસ કે નથી એનાં ગુણોની ખબર પણ આટલી માહિતી જાણ્યાં પછી નજીકથી જોવાનું સુંઘવાનું મન થાય છે.” એમ કહેતો ઉભો થઇને પુષ્પની નજીક જઇને એને સ્પર્શ કરીને જોયું અને દેવમાલિકા એને રોકે પહેલાં ઊંડો શ્વાસ ભરી સુંઘયું.

દેવમાલિકોએ કહ્યું "કાન્ત એને આટલુ નજીકથી ના સુંધો તમે.”. હજી બોલે પહેલાં ફૂલને સુધી લીધું એટલી તીવ્ર માદક સુગંધ હતી દેવની આંખો બંધ થઇ ગઇ માથું ચકરાવા લાગ્યું દેવમાલિકાએ દેવને પકડી લીધો દેવને દેવમાલિકાનો સ્પર્શ થયો એને વળગી ગયો.

દેવમાલિકા એને પાછી બેઠક પર બેસાડ્યો દેવતો એનાં નશામાં ઉતરી ગયેલો. દેવીએ કહ્યું “દેવ તમારે પુષ્પ આમ સુઘવાનું નહોતું નશીલી આંખો અને તરબરતર મન સાથે દેવ બોલ્યો “આહા ? શું સુગંધ છે વાહ મને તો પ્રણયનો હુમલો હુમલો થવાનો આ અનોખી જડીબુટ્ટી જેવું છે”.

દેવને દેવમાલિકા વળગેલી હતી એનો ચહેરો પોતાની નજીક લાવીને ચૂસ્ત ચુંબન લીધું. એનાં હોઠ દેવમાલિકાનાં હોઠને જાણે ચોટી ગયાં એ એનાં હોઠ ચૂસવા લાગ્યો. દેવે કહ્યું “આ પુષ્પનું નામ શું છે ?”

દેવીએ હોઠ હટાવતાં કહ્યું “આ પ્રણય પુષ્પ છે અહીં માંડવામાં કોઇને પ્રવેશ નથી મળતો અહીં પ્રણય કરવાનુ મન થાય એટલે ....” એ આગળ ના બોલી અને દેવની સામે જોવા લાગી.

દેવે કહ્યું “ઓહ નામ એવા ગુણ છે.. મને અહીં લાવતા પહેલાં રોકવો જોઇ તો હતો પણ તુંજ મને અહીં લાવી મેં પુષ્પ સૂંધી લીધુ મને રોકયો નહીં હવે મને રોકાંઈશ નહીં.” એમ કહી દેવમાલિકાને વળગીને પ્રેમ કરવા લાગ્યો દેવમાલિકાએ પુષ્પ સુંઘયું નહોતું પણ એની તીવ્ર સુગંધ એનાં નાકમાં પણ થઇ રહી હતી બન્ને પ્રણયચેષ્ટામાં મગ્ન થઇ ગયાં.

************

રુદ્રરસેલ અને સૂરમાલિકા વયસ્ક વૃધ્ધ એવાં ઋષિ કંદર્પજીને માન સન્માન સાથે નાનાજી પાસે લઇ આવ્યા એમને આસનમાં બેઠક આપી અને નાનાજીએ પણ એમને નમસ્કાર કરીને કહ્યું “કંદર્પજી તમારાં પ્રાણ પ્રતિઠાનાં પ્રતાપે આશીર્વાદથી મારી દોહીત્રી દેવમાલિકાનાં લગ્ન શ્રીરાયબહાદુરજીનાં એકનાં એક સુપુત્ર દેવડાના સાથે નક્કી કર્યા છે આપ એમનાં વિવાહ તથા લગ્ન અંગેનાં મૂહૂર્ત કાઢી આપો આપની અહીં હાજરી છે આપણે શેષનારાયણ અને દેવાધીદેવ મહાદેવનાં શરણમાં છીએ હવે તમે કૃપા કરી શુભમૂહૂર્ત કાઢી આપો.”

ઋષિ કંદરપજી જાણીને ખૂબ આનંદ પામ્યા એમણે કહ્યું “વાહ સાચેજ નાગદેવ અને મહાદેવનાં આશીર્વાદ છોકરાઓને મળ્યાં છે.. છોકરાઓની જન્મ કુંડળી અને એમનાં વિશેની માહિતી...”

ત્યાં રાયબહાદુરજીએ હાથ જોડીને કહ્યું “ઋષિજી અમે દેવની જન્મપત્રિકા કે કુંડળી લાવ્યા નથી અમને તો..” ત્યાં નાનાજીએ કહ્યું “ભલે ના હોય ઋષિ કંદરભજીને એ પૂછે એનાં પ્રશ્નોનાં જવાબ આપો તેઓ અત્યારે કુંડળી બનાવી દેશે. દેવની કુંડળીતો અમારી પાસે છે જ”.

રુદ્રરસેલે કહ્યું “વેવાઇ.. ગુરુજીનાં આશીર્વાદજ પૂરતાં છે તો પ્રખ્યાત ભવિષ્ય વેત્તા અને કર્ણ પીશાચીજીની વિદ્યાનાં જાણકાર છે ચિંતાનું કારણ નથી.”

ઋષિ કંદરપજીએ કહ્યું “જન્મકુંડળીનો આધાર બાળકનાં જન્મની તારીખ -તિથી, જન્મસ્થળ ઉપર આધારીત છે જે જન્મ સમયે છઠ્ઠીનાં લેખ પછી લખાય છે તે હું અત્યારેજ ગણત્રી કરીને બનાવી લઇશ. સામાન્ય રીતે શાસ્ત્રીઓ જે જન્મકુંડળી બનાવે છે એનાંથી વિશેષ જન્મકુંડળી બધી દશાઓ, હોરાઓ અને ગૃહનક્ષત્રની ચાલ વગેરેનો ઉલ્લેખ થઇ જશે તમે એનાં જન્મ નો સમય, તિથિ, તારીખ અને સ્થળ જણાવો એ યાદ છે ?”

ત્યાં દેવની માતા અવંતિકા રોયે કહ્યું “મારાં દેવની બધી વિગતો કંઠસ્થ છે એમ કહી જન્મ સમય -તિથિ તારીખ સ્થળ બધુ બતાવ્યું. સાથે બેઠેલી આકાંક્ષા કૂતૂહૂલથી બધુ સાંભળી રહી હતી એનાં મનમસ્તિકમાં વિચારો ચાલી રહેલાં...



વધુ આવતા અંકે ---- પ્રકરણ-83