ધ સ્કોર્પિયન - પ્રકરણ-80 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન - પ્રકરણ-80

યબહાદુરને પ્રમોશન મળી ગયેલું એમને ગૃહ ખાતાનાં ચીફ સેક્રેટરી પદ પર સરકાર તરફથી પ્રમોટ કરવામાં આવેલાં. સાથે સાથે છટકી ગયેલાં સ્કોર્પીયનને પકડવાનું મીશનપાર પાડવાનું હતું સારું હતું કે મેજર અમન અને સિદ્ધાર્થને એલર્ટ પર રાખેલાં.

રુદ્રરસેલ બધાને ચા નાસ્તા માટે સાથે આમંત્રિત કરેલાં. તેઓ ખુબ ખુશ હતાં કે રાય બહાદુરને પ્રમોશન થયેલું એનાંથી એમને પણ મદદ મળવાની હતી. એમનાં હોનહાર દીકરા સાથે દેવમાલિકાનો સંબંધ થયો વળી બંન્નેએ એકબીજાને જાતેજ પસંદ કરેલાં.

બધાં બેઠાં હતાં અને રાય બહાદુરનો સેટેલાઇટ ફોન રણક્યો તેઓ ઉભા થઇ દૂર જઈને ફોન લીધો સામે સિદ્ધાર્થ હતો સિદ્ધાર્થે કહ્યું “સર થેંક્યુ વેરી મચ તમારી ભલામણથી મને પણ પ્રમોશન મળ્યું છે સાથે મોટી જવાબદારી પણ મળી છે સ્કોર્પીયનને કોઈ પણ રીતે શોધીને એરેસ્ટ કરવાનો છે.”

રાય બહાદુરે કહ્યું “મને થેન્ક્સ કહેવાની જરૂર નથી સિદ્ધાર્થ એ તારી મહેનતનું ફળ છે અને મેં તારાં કામની કાર્યક્ષમતાની રૂએજ તારી ભલામણ કરેલી જે તારો હક્ક છે તું DGP તરીકે એપોઇન્ટ થયો છે અને તુરંત એ હોદ્દા પર તારે ચાર્જ સંભાળી લેવાનો છે તું તારાં હાથ નીચેનાં સ્ટાફની ઓળખ અને કામની સમજ લઈલે જેમાં હું તને બધી મદદ કરીશ. મારે સી એમ સર સાથે સાંજે વાત કરવાનો સમય નક્કી થયો છે.”

“સિદ્ધાર્થ હમણાં તું અને મેજર અમન બંન્ને તમારી ટુકડીઓને સુચનાં આપી અહીંયા આવવાં નીકળી જાવ. બીજું કે મેં રુદ્ર રસેલજીની મદદથી અહીં માટે સ્પેશીયલ સ્ક્વોર્ડ મોકલવા વિનંતી કરી છે જેનો ખર્ચ રુદ્ર રસેલ ઉપાડશે બધું નક્કી થયું છે તું આવે પછી રૂબરૂ વાત કરીશું”.

સિદ્ધાર્થે કહ્યું “ભલે હું અને મેજર અમન એકબીજા સાથે વાત કરી અમારી ટુકડીઓને સૂચના આપી ત્યાં આવવા રવાના થઈએ છીએ બાકી સર રૂબરૂમાં ચર્ચા કરીશું જય હિંદ” કહીને ફોન મુકાયો.

રુદ્ર રસેલે કહ્યું “સેક્રેટરી સાહેબ આવો તમારે તો હવે બેવડી જવાબદારી નિભાવવી પડશે. સલાહકાર અને વેવાઈ પક્ષે બંન્ને” એમ કહી હસ્યા.

રાય બહાદુરે હસતાં હસતાં બેઠક લેતાં કહ્યું "રસેલજી વાંધો નહીં ચેલેન્જ ના હોય ત્યાં સુધી કામ કરવાની મજા પણ નથી આવતી”.

બધાંએ ચા નાસ્તો કરી લીધાં પછી અગાઉ કર્યક્રમ નક્કી થયેલો એ પ્રમાણે નાનજીને મળવા એમનાં ઉતારા પર ગયાં.



******

નાનાજી પાસે ગયાં પછી રુદ્રરસેલે કહ્યું “પાપા તમને ખુબજ આનંદનાં સમાચાર આપવાનાં છે” એમ કહીને એમનાં ચરણ સ્પર્શ કર્યા આશીર્વાદ લીધાં.

નાનાજીએ કહ્યું “આનંદનાં સમાચાર હું વિચારું છું એજ છે કે બીજા ?” રુદ્ર રસેલ અને સુરમાલિકા તથા રાય બહાદુર અને અવંતિકા રોય સાથે બધાં આશ્ચર્યમાં પડી ગયાં.

દેવ અને દેવમાલીકા એકબીજા સામે જોવાં લાગ્યાં આકાંક્ષા એ દેવ અને દેવમાલીકા સામે જોયું. ત્યાં રુદ્ર રસેલે કહ્યું “પાપા તમે શું ધાર્યું હતું ? શું વિચાર આવ્યો ?”

નાનાજીએ બધાને આશ્ચર્યમાં નાંખતાં કહ્યું “મારી દેવીને દેવ મળી ગયો એમજ ને ?” નાની પણ આનંદથી છોકરાઓ સામે જોઈ રહ્યાં.

રુદ્ર રસેલે કહ્યું “પાપા... પિતાજી તમને કેવી રીતે ખબર પડી ?” નાનાજીએ કહ્યું “શેષનારાયણની કૃપા અને બંન્ને છોકરાંઓનાં ચહેરાની કુંડળી મેં પૂજા પછી જોઈ હતી સમજી ગયેલો પણ જે થયું ખુબ સારું થયું મહાદેવની કૃપા ફળી મારાં બંન્નેને આશીર્વાદ છે.”

દેવ અને દેવમાલિકા બંન્ને નાનાજીનાં ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લે છે નાનાજી દેવની પીઠ થાબડીને કહે છે “તું સાચો સનાતની અને યોગ્ય વર દેવી માટે સાબિત થઈશ ઈશ્વર તમને બંન્નેને ખુબ સુખી કરે મારાં આશીર્વાદ છે.”

નાની ઉમામાલિકાએ કહ્યું “આતો સોનાંમાં સુગંધ ભળવા જેવું કામ થયું છે અમારાં જીવતાં દેવીનું વેવીશાળ નક્કી થઇ જવાનું બંન્ને છોકરાઓ મઠ પર પહોંચી ત્યાં આપણાં કુળદેવી, કુળદેવતાંનાં દર્શન કરી આશીર્વાદ લો અને ધામધૂમથી એમનું વેવીશાળ નક્કી કરો અને ચંદ્રમૌલીજીની સામે જોઈને કહ્યું પછી વિવાહ અંગેનું પણ મુહૂર્ત કાઢી આપો. કંદર્ભજીને કહો મુહૂર્ત કાઢે બંન્ને છોકરાઓની કુંડળી જોઈને પ્રસંગનું નક્કી કરી લઈએ.”

રુદ્રરસેલે કહ્યું “માતાજી અમને પણ તૈયારી કરવા માટે સમય આપો તમારી આજ્ઞા પ્રમાણે ખુબ ધામધુમથી પ્રસંગ ઉજવીશું તથા રાય બહાદુરજીએ કહ્યું “થોડો સમય અમને પણ મળવો જોઈએ અમારે તો ખુબ તૈયારી કરવી પડશે.”

બધાનાં ચહેરાં પર આનંદ છવાયો. નાનાજીએ કહ્યું “ઋષિ કંદર્ભજી હજી અહીંજ છે મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા પછી અહીંજ રોકાયેલાં છે એમને આમંત્રિત કરો બોલાવો અને મુહૂર્ત તિથિ તારીખ સમય કઢાવી લઈએ. શુભ કામમાં મોડું શા માટે કરવું ?”

નાનાજીએ કહ્યું “આ દિવસ જોવા માણવાં માટે તો જીવી રહ્યાં છીએ”. અવંતિકા રોયે કહ્યું “અમે પણ ખુબજ ખુશ છીએ ભલે મુહૂર્ત વગેરે કરાવી લઈએ પછી અમારે પણ તૈયારી કરવી પડશે. કોલકોતા જવું પડશે.”

માતાજીએ રુદ્રરસેલને કહ્યું “તમે ઋષિ કંદર્ભજીને માન સમ્માનથી અહીં કારણ આપી આમંત્રિત કરો જાવ તમે પોતેજ એમને તેડી લાવો. હમણાંજ.”

રુદ્રરસેલે સુરમાલિકા સામે જોયું અને કહ્યું “ચલો તમે આપણે એમનાં ઉતારેથી સન્માન પૂર્વક લઇ આવીએ રાય બહાદુરજીને કહ્યું તમે નાનાજી પાસે બેસો અમે એમને સાથેજ લઈને આવીએ છીએ.” એમ કહી તેઓ બંન્ને ત્યાંથી કંદર્ભજીનાં ઉતારે જવા નીકળી ગયાં.

દેવ અને દેવમાલિકા એકબીજા સામે પ્રસન્નતાંથી જોઈ રહેલાં. આકાંક્ષાએ કહ્યું “ભાઈ તમારું તો નક્કી થઇ ગયું ખુબ ખુબ અભિનંદન હવે મારે સાચાં મહાલવાનાં દિવસો આવશે”.

નાનાજીએ કહ્યું “તમે અહીં આવ્યાં છો... મને ખબર છે ચા નાસ્તો પરવારીને આવ્યાં છો પણ આ ફળફળાદી અને શરબત તો લેવાશે” ત્યાં નાની ઉમામાલિકાએ કહ્યું “છોકરાઓ અમે વડીલો ચર્ચા કરીએ ત્યાં સુધી તમે બહાર વિહાર કરી આવો.”

દેવને તો જોઈતું હતું એ વૈદે કહ્યું એવો ધાટ થયો દેવ દેવમાલિકા અને આકાંક્ષા નાનાજીનાં ઉતારેથી બહાર બગીચા તરફ જવા નીકળ્યાં.

ત્રણે બહાર નીકળ્યાં અને દેવે બગીચા તરફ જોતાં કહ્યું ‘દેવી અહીં સેવીકાઓ સેવક છે એમને કહીદો અહીંથી દૂર જાય જરૂર પડશે તો બોલાવીશું.”

દેવમાલિકાએ કહ્યું “હા એજ જરૂરી છે એમ કહી એક સેવિકાને બોલાવીને કહ્યું અહીં બગીચામાં કે આસપાસ કોઈ સેવક સેવિકા ના જોઈએ બધાં બીજે જાવ જરૂર પડશે તો બોલાવીશું” સેવિકાઓ ત્યાંથી દૂર ગઈ.



વધુ આવતા અંકે પ્રકરણ - 81