ધ સ્કોર્પિયન - પ્રકરણ-79 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન - પ્રકરણ-79

રાયબહાદુરે બધાં સાથ વાત કર્યા પછી એમની છઠ્ઠી ઇન્દ્રીય કામ કરવા લાગી પણ હમણાં કોઇને કંઇજ કહેવું નહીં એવું નક્કી કર્યું એમણે એમનાં રૂમમાં અને આસપાસ નિરિક્ષણ કરવા માંડ્યુ કે ત્યાં કોઇ જાસુસી કે નજર નથી રાખી રહ્યું ને ?

રાયબહાદુરે રૂમમાં બધેજ જોયું બારી દરવાજા કબાટ બધુ ચકાસ્યું. અને બહાર આવી રૂમની આજુબાજુ બધે નિરિક્ષણ કરવા લાગ્યાં.. ત્યાં એમનાં પત્ની સુરમાલિકાનાં રૂમમાંથી ત્યાં આવ્યાં.. અવંતિકા રોયે કહ્યું ‘અરે તમે આ શું ચારો તરફ આટલું ઝીણવટથી જોઇ રહ્યાં છો ? હજી હમણાં તો..”

ત્યાં રાયબહાદુરે કહ્યું.. “દેવની સાથે થયું પછી હું એલર્ટ થયો છું એટલે આપણો રૂમ ચકાસી રહ્યો છું. પણ તું આટલી સવારે કેમ સૂરમાલિકાજીનાં રૂમમાં ગઇ હતી ?”

અવંતિકા રોયે કહ્યું “મને બોલાવવા સેવક આવેલો એમણે આજે મઠ પર જવા માટે કઇ સાડીઓ પહેરવી એ બતાવવા બોલાવી હતી દેવમાલિકાને અને દેવને સરખા રંગનાં કપડાં પહેરાવવાનાં છે એમનાં પિતાજીને પહેલાં મળવા જવાનું છે તેઓ પણ મઠ પર સાથે આવવાનાં છે”.

રાયબહાદુરે કહ્યું “ઠીક છે તમે લોકો જજો મારાંથી નહીં આવી શકાય મારી રજાઓ પુરી થઇ ગઇ હું આજથી ડ્યુટી પર કામ ચાલુ કરી દઊં છું..”

અવંતિકા રોયે આશ્ચર્યથી પૂછ્યું “કેમ તમે તો લીવ લીધી હતી અચાનક શું થયું ?” રાયબહાદુરે કહ્યું “અંદર આવ શાંતિથી સમજાવું છું એમણે બીજી બધી વાતો દબાવી રાખી માત્ર એટલું કહ્યું મારું પ્રમોશન થયું છે અને એનો આનંદ છે ત્યાં અહીં દેવ સાથે જે થયું એ અંગે સલામતિ વ્યવસ્થા વિચારવા, અમલમાં મૂકવા સિદ્ધાર્થ અને મેજર અમનને અહીં બોલાવ્યાં છે તેઓ આવી જાય પછી કાર્યવાહી ચાલુ કરીશ.”

“હમણાં મેં તમને જાણ કરી છે પણ બીજા કોઇને કંઇજ કહેવાનું નથી સમય આવ્યે હુંજ કહીશ. તમે એનું ધ્યાન રાખજો.”

અવંતિકા રોયે કહ્યું “તમે ચિંતા ના કરો DGPની પત્નિ છું હવે તો પદવી તમારી એનાંથી પણ વધુ મોટી થઇ કોઇને કંઇ જાણ નહીં કરુ. દેવ આકાંક્ષાને પણ જાણ નહીં થાય તમેજ સમય આવ્યે કહેજો.”

રાયબહાદુર અને એમનાં પત્ની વાતો કરી રહેલાં ત્યાં દેવ અને આકાંક્ષા ત્યાં આવી ગયાં. દેવે રાયબહાદુરજીનાં ચહેરાં સામે જોઇને કહ્યું “સર શું થયું કેમ તમે ડીસ્ટર્બ છો ?”

આકાંક્ષાએ પૂછ્યું “હાં પાપા મને પણ એવું લાગ્યું.” ત્યાં અવનિકા રોયે કહ્યું “અરે પાપાને શું થવાનું ? આ તો દેવ સાથે આવો બનાવ બની ગયો એની ચિંતા થાય સ્વાભાવિક છે.”

દેવે કહ્યું “અરે ચિંતા ના કરો અહીનું લશ્કર છે સીક્યુરીટી સિસ્ટમ છે ચિંતાનું કોઇ કારણ નથી આજ સાંજ સુધીમાં બધાં પકડાઇ જશે.”

અવંતિકા રોયે કહ્યું “પાપા મઠ સુધી નથી આવતાં મને થાય છે હું પણ એમની સાથેજ રહું. અમે લોકો પછીથી જઇશું તમે લોકો જઇ આવો હમણાં રુદ્રરસેલજી આવશે એમની સાથે પાપા વાત કરી લેશે”. ત્યાંજ સેવક દોડતો આવ્યો અને બોલ્યો “સર આપને માલિક હોલમાં બોલાવે છે અને ચા નાસ્તો વગેરે પણ તૈયાર છે”.

રાયબહાદુરે અવંતિકા રોય સામે જોયુ અને હસ્યાં એમણે કહ્યું “ચાલો ચારે જણાં સાથેજ જઇએ આમ પણ મને ભૂખ લાગી છે” દેવે કહ્યું “પાપા તમને ચિંતામાં ભૂખ વધારે લાગે છે મને ખબર છે.” એમ કહી હસ્યો.

ચારે જણાં હોલ તરફ ગયાં. હોલમાં પ્રેવેશતાં જોયું રુદ્રરસેલે, સૂરમાલિકા, દેવમાલિકા બધાં એમની રાહ જોઇ રહેલાં. રુદ્રરસેલે કહ્યું “પધારો ચીફ સેક્રેટરીજી ખૂબ ખૂબ અભિનંદન”.

આમ સાંભળીને રાયબહાદુર, દેવ, અવંતિકા રોય આકાંક્ષા બધાં ચોકી ગયાં અને રાયબહાદુર સામે જોવાં લાગ્યાં.

રુદ્રરસેલે હસતાં હસતાં આગળ વધીને રાયબહાદુરને ભેંટતાં અભિનંદન આપ્યાં અને કહ્યું “તમને ઉચ્ચપદ મળી ગયું. જે તમારી બહાદુરી કાર્યક્ષમતાને કારણે મળ્યું છે મને હમણાંજ સમાચાર મળ્યાં છે” દેવ આકાંક્ષાતો રાયબહાદુરને વળગીજ ગયાં. રાયબહાદુરે દૂર ઉભેલી દેવમાલિકાને પોતાની પાસે બોલાવી અને ત્રણેને ગળે વળગાવીને અભિનંદન સ્વીકાર્યા. મનમાં ને મનમાં વિચારમાં પડી ગયાં કે પ્રમોશન સાથે એમને બીજી કઇ ખબર મળી છે ?

રાયબહાદુરે બધાનાં આભાર માનતાં કહ્યું “રસેલજી ખૂબ ખૂબ આભાર, પણ આજે તમારી સાથે મઠની મુલાકાતે નહીં અવાય અહીં થોડું કામ નીપટાવવું પડશે મારે મારાં સ્ટાફ સાથે ચર્ચા કરવી પડશે. તમે તો બધુ જાણોજ છો કે કેવી મોટી જવાબદારી છે” એવું કહી આડકતરી રીતે જાણવાનો પ્રયત્ન કર્યો.

રુદ્રરસેલે કહ્યું “હાં મને હમણાંજ જાણ થઇ હું દેવસેવામાં હતો ત્યાં સી.એમ.નાં સેક્રેટરીએ ખબર આપી તમને જણાવવા કહ્યું અને એકદમજ ફોન કટ કરતાં કહ્યું. પછી વાત કરશે કોઇ અરજન્ટ કામ આવી ગયું છે મને સોરી કહી માફી માંગી અને ફોન કટ થઇ ગયો. હશે કંઇ રાજકાજની વાતો.”

રાયબહાદુરે હાંશ કરી મનમાં કે બીજી કોઇ ખબર નહોતી મળી, રુદ્રરસેલે કહ્યું “નાનાજીને પણ ખબર મોકલી છે કે અમે ચા નાસ્તો વગેરે પરવારીને એમની પાસે આવીએ છીએ. એમને દેવ ત્થા દેવમાલિકા અંગે વાત કરવાની છે.”

બધાં ડાઇનીંગ ટેબલ પર બેઠાં અને રાયબહાદુર કહ્યું “અમે નાનાજીને મળવા ચોક્કસ આવીશું પછી અહીં પાછા આવીશું. હું અને મારી પત્ની પછીથી મઠની મુલાકાત લઇશું અને દર્શન કરીશું”.

રુદ્રરસેલે કહ્યું “ભલે તમારી કામની જવાબદારી ફરજ સમજું છું. નાનાજી પાસેથી પછી તમે અહીં આવી જજો અહીં બધાં સેવકો તો છેજ”.

દેવ અને દેવમાલિકાએ એકબીજા સામે જોયુ દેવમાલિકાનાં હાસ્ય પાછળ કોઇ ગમગીની હતી એ દેવે નોંધ્યુ સાથે સાથે એ કોઇ વિચારોમાં પણ લાગી. દેવે બધુ નોંધ્યું પણ ચૂપ રહ્યો ત્યાં રાયબહાદુરનો સેટેલાઇટ ફોન રણક્યો. ઉભા થયાં.....



વધુ આવતા અંકે ---- પ્રકરણ-80