સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-61 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-61

આદેશગીરી બાબા જે કંઇ બોલી રહેલાં. સોહમને જાણે કંઇ સમજાઇ નહોતું રહ્યું આ બધાં શું સહસ્ય છે ? એ બધાં રહસ્યની જાળમાં અટવાઇ ચૂક્યો હતો. એ બાબાનાં ચરણમાં દંડવત પ્રણામ કરી બોલ્યો. “બાબા મને કશું સમજાતું નથી..”

આદેશગીરીએ કહ્યું “તારી પ્રિયતમાં સાવીએ તને જે કાગળ આપેલાં એ કાગળ તેં વાંચ્યો છે ત્યાર પછીજ બધી ક્રિયાઓ ચાલુ થઇ ગઇ છે. હવે બધાં રહસ્યના પડળ ખૂલતાં જશે. તું આદેશગીરીનાં શરણમાં છું તને હવે કંઇજ નહીં થાય પણ તારે હજી પરીક્ષાઓ આપવી બાકી છે તને હું મારો શિષ્ય બનાવું. એ પહેલાં કસોટીઓમાંથી પસાર થવું પડશે. બોલ મંજૂર છે ?”

સોહમે બે હાથ જોડીને કહ્યું “બાપજી મને બધુ મંજૂર છે પણ મારાં મનમાં સ્ફુરેલાં પ્રશ્નોનાં મને સાચાં સ્પષ્ટ જવાબ મળી જાય એટલી કૃપા કરો. હું જ્યારથી પ્રભાકરને મળ્યો છું ત્યારથી કંઇ અવનવું બન્યું છે એ પછીજ મારાં જીવનમાં અચાનક બધુ અગમ્ય બની રહ્યું છે મને બરોબર યાદ છે એ ટ્રેઇનમાં મુસાફરી સમયે એ જે વાતો કરી રહેલો મારાં કાને પડી હતી...”

“બાબા એ પછી હું જીવન અને કુટુંબનાં પ્રશ્નોમાં ઘેરાયેલો ફરીથી એને મળીને અઘોરી બાબા અંગે પૂછેલું એણે મને જે દોરવણી આપી.. હું એ દિશામાં જઊં ત્યાંજ સાવી સાથેની મુલાકાત. પછી તમે જાણો છો બધુ.”

બાબાએ મંદ મંદ હસતાં કહ્યું “પછી સાવીનું તારાં તરફ આકર્ષાવુ તને મદદ કરવી તારાં જીવનમાં સફળતા મળવી તને આર્થિક લાભ થયો સાવીની મુલાકાત પછી સાવીએ એની જીવનકથની કીધી.. જીવનકથની પછી એનાં કુટુંબની વાતો એનાં અધોરણ થયાનાં પરચાં.. એનો સંઘર્ષ એની બહેનનું મૃત્યું.. વેદના-ચિતકાર, તારી સાથે પ્રણય એનું આખરી મિલન... આગમાં ભડથું થવું વગેરે વગેરે.. બરાબર ?”

સોહમ આશ્ચર્યથી બાબા સામે જોઇ રહેલો એણે પૂછ્યું “બાબા તમને બધીજ ખબર ? આ બધુ શા માટે થયું હજી અમારો પ્રણય પરાકાષ્ઠાએ પહોચે એ પહેલાં એની વિદાય?”

“બાબા આ બધુ શું છે ? સાવ આટલો ઓછો સમય ગાળો ? સાવી મને મદદ કરવા તત્પર હતી.. મારે અધોરવિદ્યા શીખવી હતી મારાં કુટુંબમાં પર મુશ્કેલીઓ હતી મારાં ઊંમરે પહોંચેલાં માંબાપ બે નાની બહેનોની જવાબદારી.. મને જીવનમાં મળી રહેલી નિષ્ફળતાઓથી હું ખૂબ હતાશ હતો એમાં સાવીનાં આવવાથી નવી આશાનો સંચાર થયેલો...”

“બાબા એ બધુ પણ સાવીનાં અગ્નિ ઓઢ્યાં પછી એની સાથેજ ભસ્મ થઇ ગયું એક મૂવીનાં ટ્રેલર જેવું હતું. જે ક્યારે આવ્યું અને ક્યારે જતું રહ્યું ખબરજ ના પડી..”

આદેશગીરી બાબાએ કહ્યું.. “તે બોલી લીધું ? તારાં મનમાં હૈયામાં દબાયેલું બધુ નીકળી ગયું ? એની સાથે અનેક પ્રશ્નો લઇને આવી ગયું તને બધુજ સમજાઇ જશે તારાં જીવનમાં સાવીનું આવવું.. પેલાં ઢોંગી અઘોરી જે વિધર્મી તાંત્રિકનું કર્યું કરાવ્યું છે. સાવી જે અઘોરી પાસેથી અઘોરવિદ્યા શીખી રહી હતી એ અઘોરી અમારાં અખાડાનાંજ અઘોરી હતાં પરંતુ એમની સાથે છળ થયું. પેલાં તાંત્રિકે અચાનક કપટ કરીને એમની વિદ્યા નિષ્ફળ કરી હતી એ લાંબુ પ્રકરણ છે જે પછી કહીશ”.

“સોહમ હમણાં તું એજ કર જે નો હું તને આદેશ આપું છું. એ છબરડા કરનાર વિધર્મી તાંત્રિક હજી પણ સાવી સાથે હીન કૃત્ય કરાવવા માટે પ્રયત્નશીલ છે તારી સાવીને એણે... તને બધુજ જાણ થશે મારાં અહીં આવવાનો ઉદ્દેશ પણ એજ છે કે અમારાં અખાડાનાં અઘોરીજીને બચાવવા, સાવીને બચાવવી જે અઘોરતંત્રને બદનામ કરવા માટે નિશ્ચય કરીને બેઠો છે એનો નાશ કરવો.”

“આ કાર્યમાં તારાં જેવા પાત્રની જરૂર હતી.. તારો જીવ ખૂબ પવિત્ર, નિસ્વાર્થ અને સનાતન ધર્મમાં દ્દઢ નિષ્ઠા રાખનાર છે તારી અચળ પાત્રતા છે એમાં હું તારામાં બળ સંચિત કરીશ તારે લડાઇ લડવાની છે જીત મેળવવાની છે..”. એમ બોલીને આંખો બંધ કરી જપ ભણવા.. લાગ્યા.

થોડો વખત નિરવ શાંતિ પથરાઇ ગઇ સોહમની આંખો બંધ થઇ અને આપો આપ એ ધ્યાનમાં પરોવવા લાગ્યો એ સમાધિસ્થ થઇ ગયો.

થોડાં સમય સુધી બંન્ને સમાધિ અવસ્થામાં રહ્યાં અને આખી ઝૂંપડીમાં પ્રકાશ પથરાઇ ગયો. આદેશગીરીએ સોહમમાં માથાં પર હાથ મૂક્યો અને મંત્ર ભણવા શરૂ કર્યા. સોહમની આંખો ખૂલી એની આંખોમાં, કપાળ ઉપર એકદમ તેજ છવાયું. એણે ગુરુ સામે જોઇ બે હાથ જોડીને કહ્યું “પ્રભુ આજ્ઞા કરો. આપનો આદેશ આજથી મારું કર્તવ્ય બની રહેશે મારે સંઘર્ષ કરવાનો આવે કે જીવ ન્યોછાવર કરવાનો આવે હું ડરીશ નહીં રોકાઇશ નહીં.. મને આદેશ આપો.”

આદેશગીરીએ કહ્યું “તને દરેક આદેશની સ્ફુરણા થશે એજ પ્રમાણે તારે કરવાનું રહેશે. તારી સાથે મારો તેજ પ્રભાવ, શક્તિ, સિધ્ધિ ચહેરો પણ કર્મ તારે કરીને જીત મેળવવાની છે. તું આજ ક્ષણથી અગોચર અગમ્ય સૂક્ષ્મ સૃષ્ટ્રિમાં દુનિયામાં પ્રવેશ કરી રહ્યો છે તને મારો સાથ છે અને આદેશ છે એવી રીતે આગળ વધજે”

“તને જે કંઇ પ્રશ્નો સ્ફુરે એનાં જવાબ તને હવે મળી જશે તારાં માટે હવે કંઇ ગોપનીય નહીં રહે તને પેલાં ચંડાળ તાંત્રિક જે અઘોરીનો વેશ ધારણ કરીને ખોટાં કામ કરી રહ્યો છે એણે તને સ્વીકારેલો નહીં તને અઘોરવિદ્યા શીખવવા તને શિષ્ય કરવા ના પાડી હતી કારણ.. એ અઘોરીજ નથી એ નીચ તાંત્રિક છે તું બચી ગયો કારણ કે તારામાં એવી પાત્રતા હતી.”

“પણ એ તાંત્રિકમાં ફસાયેલી. તારી પ્રિયતમ સાવી ભ્રમ જાણ્યાં પછી વધુને વધુ ફસાતી ગઇ એનું અને એનાં કુટુંબનું નિકંદન નીકળી ગયું. એ તાંત્રિક વિદ્યા છે પણ તું આગળ વધ હાલજ તારી ત્યાં જરૂર છે”.

“બધાં પ્રશ્નો અને રહસ્યો આપોઆપ એનાં તને જવાબ મળતાં જશે. અહીં હવે મારું કોઇ સ્થાનક નહીં હોય હું મારાં અખાડામાં પાછો જઉ છું અહીંની મારી માયા સંકેલી લઊં છું મારી બધી શક્તિ સિધ્ધી તારામાં પરોવી છે મારી તારા તરફ સતત નજર રહેશે તું આદેશ પ્રમાણે આગળ વધ હું પાછો આસામનાં અમારાં અખાડામાં પ્રસ્થાન કરુ છું.. અને....”



વધુ આવતા અંકે ---- પ્રકરણ-62