જાનકી - 14 HeemaShree “Radhe" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાનકી - 14

નિકુંજ વેદ અને નિહાન ને વિશ્વાસ અપાવે છે કે જાનકી ને કંઈ નહીં થાય...
વેદ વાત કરી ને જ્યારે કેબિન ની બહાર આવે છે ત્યારે નિહાન નિકુંજ ની આંખોં માં જોઈ ને ફરી થી પૂછે છે નિકુંજ ને..
" પાક્કું ને કંઈ નહીં થાય જાનકી ને...?"
નિકુંજ કહે છે...
"જાનકી ને કંઈ નહિ થાય તે મારી જવાબદારી પણ તેને હું રજા ક્યારે આપીશ તે તારે મને પૂછવાનું નથી.."
નિહાન તેને ગળે વળગી જાય છે...

**

વેદ અને યુગ ત્યાં જ જાનકી ના રૂમ ની બહાર બેઠા હતા.. થોડી વાર ફોન માં કામ ના મેસજ ના જવાબ આપી ને વેદ પોતાની બાજુ માં બેસેલ યુગ સાથે થોડી વાતો કરે છે જેથી યુગ પર આ વાત હાવી ના થઈ જાય.. તે થોડો નોર્મલ રહી શકે.. પણ તેની આ કોશિશ નાકામિયાબ થઈ.. યુગ તેને જોઈ ને બોલ્યો..
"Dedy, હું ઠીક જ છું તમે ચિંતા નહીં કરો, મને ખબર છે કે mamma ને કંઈ નહીં થાય.. બસ આમ જોઈ નથી શકાતી..."
વેદ પોતાના દીકરા ની સમજદારી પર મન માં ને મન માં ગર્વ કરતો હતો... પછી બંન્ને બાપ દીકરો વાતો કરી રહ્યા હતા.. અને આ બધું કેબિન ની બહાર આવી રહેલ નિહાન અને નિકુંજ એ સાંભળી લીધું... નિકુંજ ધીમે થી બોલ્યો...
" નિહાન , યુગ જાનકી જેવો છે.."
નિહાન ખાલી નિકુંજ ની સામે જ જોવે છે.. કંઈ બોલતો નથી...
વેદ અને યુગ હવે શાંતિ થી બેઠા હતા.. ત્યારે નિકુંજ તેની પાસે આવી ને કહે છે..
" Mr. વેદ તમારે જાનકી ને મળવું હોય તો થોડી વાર મળી આવો.. પછી સાંજે વિઝિટ અવર માં મળી શકશે.."
આ સાંભળી વેદ હા માં માથું હલાવી ને જાનકી ને મળવા રૂમ માં જવા ઉભો થાય છે.. યુગ તેને કહ્યુ છે...
" Dedy , તમે જાઓ.. હું અહીં જ છું.. પછી આવીશ.. તમે જાઓ..."
વેદ તેને પણ હા માં માથું હલાવી ને રૂમ માં જાય છે...
વેદ અંદર આવી ને જાનકી ના બેડ ની બાજુ માં રાખેલ ખુરશી પર બેસી ને જાનકી ને જોવે જ છે... એવી પારસ જેવી કે હમણાં બોલી ઉઠસે એવી... તેની બંધ આંખો જાણે અગણિત કોઈ સોનેરી સપના જોતી હશે, એવો સંતોષ તેના ચહેરા પર દેખાઈ રહ્યો હતો.. વેદ તેને બોલાવતો હતો..
" જાનકી એ જાનકી એક વાર આંખ ખોલ ને હવે..... તું મારા થી નારાજ છે..? હોવી ના જોઈએ પણ લાગે તો એવું જ છે કે તું રિશાઈ ગઈ હોય મારા થી.. તને ખબર છે ને મને મનાવતા નથી આવડતું... તો તું જ માની જાને સામે થી.. જાનકી કંઈ વાત પર તું આટલી નારાજ થઈ કે સાવ બોલવાનું જ બંધ કરી દીધું તે...!? બસ હવે જાનકી માની જા ને..."
વેદ પોતાનો ફોન ખોલી ને જાણે તેમાં કંઈક શોધી રહ્યો હોય ખૂબ ધ્યાન થી જોઈ રહયો હતો... ત્યાર બાદ તે ફરી બોલ્યો..
" જો જાનકી તારા ફેવરિટ રાઇટર ઇરશાદ કામિલ ની કવિતા સંભળાવું તેને ... પછી માની જાણે ને..

मुझको महसूस हो रहा है दोस्त
तुम्हारी आँखों से
तुम्हारी बातों से
तुम्हारे हर इक अंदाज़ से
तुम्हारी ख़ामोशी की आवाज़ से
तुम्हारे मिलने के तरीके से
बात करने के सलीके से
यूँ तकल्लुफ सा दिखने से
हलके से गुनगुनाने से
जैसे आज तू कुछ मुझसे ख़फा है शायद…

तुझे कसम हैं मेरे अश्कों की
कसम है मेरी आहों की
कसम है मायूस होंठों की
कसम है पुरनम निगाहों की
ख़ुदा के लिए दूर मत होना
हुस्न पे मगरूर मत होना
लाजवाब हो है खबर लेकिन
आम इन्सां से दूर मत होना…
तुमने जब भी मुझे सताया है
जब कभी भी रुलाया है
यानि चाहत के हर इम्तेहाँ में
मेरे इश्क को बेदाग़ पाया है…

तुम खुद को हूर कहो तो कहो
मैं तुम्हे हूर नहीं कह सकता
तुम मुझसे दूर रहो तो रहो
मैं तुमसे दूर नहीं रह सकता
हूर खवाहिश है बस इक ख्याल है
उसके पास कहाँ शिकवा और मलाल है
हूरें सिर्फ सुनी सुनाई बातें हैं
उनके पास कहाँ तेरे जैसी आँखें हैं
हूर अपनों को भूलना क्या जाने
तेरी तरह रूठना क्या जाने…
इक तसव्वुर है हूर अब तो मानोगी
तुम हकीकत हो खुद को जानोगी
मैं हकीकत से दूर नहीं रह सकता
बस तभी तुम्हे हूर नहीं कह सकता…

જાનકી હવે તો માની જઈશ ને તું..!? જો આજ હું પણ તારી જેમ કવિતા માં વાતો કરતા શીખી ગયો..."