જાનકી - 13 HeemaShree “Radhe" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જાનકી - 13

**

નિહાન તો લગભગ સૂતો ના સૂતો એ બરાબર જ હતું... પણ માંડ માંડ એક જોલું આગવું હોય એવું હતું... તે આલમ થી ઉડી ગયું.. ઉઠી ને થોડી વાર તો એમ જ બેઠો રહયો.. જરા વિચારતો હતો કે કાલ આ શું થઈ ગયું...? જરા મન ને શાંત કરી ને બેડ પર થી ઉઠી ને હોસ્પિટલ જવા તૈયાર થયો.. અને નીકળ્યો જવા માટે...

**
બધા લગભગ સાથે જ પોહચે છે... વેદ અને યુગ નિકુંજ ને મળવા માટે તેની કેબિન માં જતા હતા, ત્યારે જ નિકુંજ તેમને કેબિન માં થી બહાર આવતો દેખાય છે.. નિકુંજ ને જોઈ ને વેદ બોલ્યો..
" હેલો ડૉક્ટર નિકુંજ, કેવી છે જાનકી ની તબિયત હવે.. બીપી લો થયું ના હતું ને પાછું..!? હોશ આવી ગયો..? "
નિકુંજ ને જવાબ આપતા બોલે છે,
" હોશ તો નથી આવ્યો હજુ, પણ બીપી બરાબર છે.. નર્સ એ તે મને જાણ કરી.. બાકી જો હું ત્યાં જ જાઉં છું તેમને જ ચેક કરવા.. ચાલો..."
નિકુંજ સાથે વેદ અને યુગ પણ જાનકી ના રૂમ ની બહાર સુધી આવે છે... નિહાન ત્યાં ઉભો હતો.. અને નર્સ સાથે કંઈક વાત કરી રહ્યો હતો... તે જોઈ ને નિકુંજ તેને કહે છે..
" હેલો નિહાન, તું ક્યારે આવ્યો...? "
નિહાન પણ બોલ્યો,
" બસ ,થોડી વાર પેહલા..."
સાથે યુગ અને વેદ ને જોઈ ને ના નિહાન જાનકી નું કંઈ બોલ્યો ના નિકુંજ બોલ્યો.. પણ જાણે આંખ થી વાત થઈ ગઈ હોય એમ બંન્ને મિત્ર એ એક બીજા ના મન ના સવાલ ને શાંત કરવા જવાબ આપી દીધા.....
નિકુંજ રૂમ માં જાય છે અને બધા ને ત્યાં જ રાહ જોવા કહે છે... જાણે બધાં ના જીવ ચપટી માં હોય તેમ બધાં નિકુંજ ના બહાર આવવા ની રાહ જોવે છે.... કે નિકુંજ આવી ને કંઈ નવું ના બોલે તો સારું...

**

નિકુંજ રૂમ માં જઈ ને જાનકી ને ચેક કરે છે.. જરૂર મુજબ એક બે રિપોર્ટ પણ કરવા માં આવે છે.. પણ નિકુંજ ને મન માં જે વાત નો ડર હતો તે વધતો જતો હતો.. જાનકી ને જો માંથા માં સામાન્ય ઘા હોય તો અત્યાર સુધી માં હોશ આવી જવો જોઈતો હતો.. પણ જાનકી તો જાણે બધી ચિંતા ભૂલી ને આરામ થી સૂતી હોય એમ સૂતી હતી.. તેને નર્સ ને કહી ને સિટી સ્કેન કરવા કહ્યું.. કંઈ વધુ ગંભીર વાત ના હોય તે આશા એ જાનકી ને સિટી સ્કેન કરવા લઈ જવા માં આવે છે..
નિકુંજ બહાર આવી ને વેદ ને પોતાની કેબિન માં મળવા બોલાવે છે.. અને તે નિહાન ના ખંભે હાથ રાખી ને જવા લાગે છે.. નિહાન સમજી ગયો હતો કે કંઈક ગડબડ છે... તેના હાથ પગ પાણી પાણી થવા લાગ્યાં હતાં...
નિહાન બોલ્યો,
"નિકુંજ , શું વાત છે.. જાનકી ની તબિયત ઠીક છે ને..?"
નિકુંજ બોલ્યો..
" પ્રાર્થના કરે ઠીક જ હોય.. મને એક શંકા છે, કે માંથા માં વધુ કંઈક લાગેલ છે.. મેં તેને સિટી સ્કેન કરવા મોકલી છે... બાકી તો રિપોર્ટ આવે પછી ખબર પડે..."
નિહાન કંઈ બોલતો કે કંઈ રિએક્ટ કરતો તેની પેલા તે બંન્ને નિકુંજ ની કેબિન માં પોહચી ગયા.. અને વેદ પણ ત્યાં આવી ગયો હતો... વેદ પણ નિહાન ની જેમ પોતાના સવાલ નું લાંબું લીસ્ટ લઈ ને આવેલ હતો...
વેદ કંઈ પૂછે તે પેહલા જ નિકુંજ તેના જણાવે છે કે જાનકી ને સિટી સ્કેન કરવા માટે મોકલવા માં આવી છે.. તે અત્યાર સુધી હોશ માં આવી જવી જોઈએ.. જે નથી આવી એટલે શંકા છે કે કંઈ વધુ ઈજા ના થઈ હોય.. હવે થોડો ટાઈમ રાહ જોવો જે રિપોર્ટ આવે પછી આગળ ઈલાજ થઈ શકે... વેદ નિહાન બંન્ને માં થી કોઈ પાસે કંઈ જ બોલવા માટે ના હતું.. સિવાય એક "હા"..
વેદ એ "ઠીક છે જે પણ કરો બસ તેને બરાબર કરો..." એમ કહી ને પોતાની વાત રાખી...
નિકુંજ એ પણ તેને હીંમત આપતા કહ્યું.. પણ વિશ્વાસ રાખો જાનકી ને કંઈ પણ નહીં થાય.. તે ઠીક થઈ જશે... આ વાત તે વેદ ને કહી રહ્યો પણ તે નિહાન ને જોઈ રહ્યો હતો... જાણે નજર નજર માં તે વિશ્વાસ અપાવતો હોય કે જાનકી ને કંઈ નહીં થાય...


રેટ કરો અને રિવ્યુ આપો

Jigisha Shah

Jigisha Shah 1 માસ પહેલા

Bhimji Rabadia

Bhimji Rabadia 2 માસ પહેલા

Bhavna Patel

Bhavna Patel 3 માસ પહેલા

Sheetal Mehta

Sheetal Mehta 3 માસ પહેલા

Mayuri Patel

Mayuri Patel 3 માસ પહેલા