પ્રેમ - નફરત - ૬૫ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ - નફરત - ૬૫

પ્રેમ-નફરત      

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૬૫

આરવ એક બંધ કમરામાં પોતાની સામે એક અજાણી યુવતીને જોઇને ચોંકી ગયો હતો. હોટલની સુરક્ષા વ્યવસ્થા અંગે તેને શંકા ગઇ. કમરાની ચાવી પોતાની પાસે હતી છતાં આ અજાણી ડાન્સર જેવી યુવતી અંદર કેવી રીતે આવી ગઇ. એનો આશય શું હશે? શું હોટલની આ પરંપરા હશે? એમના પેકેજમાં એવું તો કંઇ લખ્યું ન હતું કે રાત્રે એક ડાન્સરનો ડાન્સ માણવા મળશે? અને પોતે પણ હોટલના બુકિંગ પર ધ્યાન આપ્યું ન હતું. બધું જ કામ રચનાએ કરાવ્યું હતું. એણે વળી બીજા કોઇ પર ભરોસો મૂક્યો હશે. આરવે વધારે વિચાર કરવાને બદલે અંગ્રેજીમાં કહ્યું:'આ ડાન્સ અને સંગીત બંધ કરવામાં આવે. તમને કોણે અંદર આવવાની પરવાનગી આપી છે?'

આરવના બોલવાની કોઇ અસર થઇ ના હોય એમ એ યુવતીએ મધુર સંગીત પર પોતાનો માદક ડાન્સ ચાલુ રાખ્યો. એની અંગડાઇ અને અંગોનો લોભામણો ડાન્સ આગળ વધી રહ્યો હતો. ધીમે ધીમે એ યુવતી આરવની નજીક આવી રહી હતી. આરવે એ યુવતી તરફ એક નજર નાખી. તેને લાગ્યું કે કોઇ વિદેશી યુવતીને બોલાવવામાં આવી છે અને હોટલના ગ્રાહકોને ફસાવવામાં આવી રહ્યા છે. આરવને હોટલ માટે આ પ્રકારની આશા ન હતી. આરવ શું પગલાં લેવા એના વિચારમાં હતો ત્યારે એ યુવતી એકદમ નજીક આવી ગઇ અને પોતાની કમરના લટકા-ઝટકાથી જાણે એને રીઝવવા લાગી.

આરવ એનું થીરકતું યૌવન જોઇ ચમકી ગયો. કોઇપણ યુવાનને આવા એકાંતમાં વસંત બેઠી હોય એવું યૌવન માણવા લલચાવે એવી એની અદાઓ હતી. મદમસ્ત સંગીતમાં એ વધુ લલચાવી રહી હતી.

આરવે પોતાના પર સંયમ રાખ્યો અને ફરી અંગ્રેજીમાં પૂછ્યું:'આ શું મજાક છે? હું હમણાં જ હોટલના મેનેજરને આ ગુસ્તાખી માટે ફરિયાદ કરું છું. હોટલના હોલમાં આ બધો તમાશો ચલાવો એનો મને કોઇ વાંધો નથી. અહીં રૂમમાં પરવાનગી વગર ઘૂસી આવવાનું બિલકુલ યોગ્ય નથી...'

આરવ પોતાના બેડ નજીક મૂકેલા ઇન્ટરકોમ પાસે જઇ રિસિવર ઉઠાવીને રિસેપ્શન પર નંબર ડાયલ કરવા ગયો ત્યાં યુવતીએ આવીને એનો હાથ પકડી લીધો અને અંગ્રેજીમાં કહ્યું:'પ્રિય, રહેવા દો. આજની રાત હું તમારી મહેમાન છું...'

 આરવે એક જ ઝાટકે એનો હાથ દૂર કરી કહ્યું:'આ કેવી બદતમીઝી છે. મારાથી દૂર જા. આ યોગ્ય નથી.' અને એ ફરી ફોન ડાયલ કરવા પ્રયત્ન કરવા લાગ્યો. યુવતીએ ફોનની સ્વીચમાંથી વાયર કાઢી નાખ્યો અને મદહોશીમાં બોલતી હોય એમ કહ્યું:'આજની રાત ગુમાવવા જેવી નથી...'

આરવને થયું કે હવે હદ થાય છે. તે ઊભો થયો અને મુખ્ય દરવાજામાંથી બહાર જવા આગળ વધ્યો. તે હોટલના રિસેપ્શન પર જઇને ફરિયાદ કરીને હોટલ બદલવાનું મન બનાવી ચૂક્યો હતો. એણે વિદેશમાં પહેલી વખત આવું જોયું હતું. તેને થયું કે કોઇ હરિફ કંપનીએ એને ફસાવવા કાવતરું રચ્યું હોય શકે. આવી લલનાઓ દ્વારા ઘણી જગ્યાએ હનીટ્રેપના કાવતરા થાય છે. મને વિદેશમાં ફસાવવા માટે કોઇએ રમત રમી છે. એને ખબર નથી કે આરવ કેવો માણસ છે. વર્ષો સુધી વિદેશમાં રહ્યો છે પણ કોઇ છોકરી તરફ આંખ ઉઠાવીને જોયું નથી. તે એક બીચ પર તડકો ખાવા જતો હતો ત્યાં અનેક સ્ત્રીઓ સંપૂર્ણ વસ્ત્રહિન તાપમાં ઊંધી સૂતી પડી રહેતી હતી પણ એણે કોઇના અંગ પર નજર નાખી નથી.  

આરવ દરવાજો ખોલે એ પહેલાં જ યુવતીએ એને નામથી બોલાવ્યો. એ ચોંકી ગયો. એણે પાછા ફરીને યુવતી તરફ જોયું તો ઝાંખા પારદર્શક ઘૂમટામાં એ કંઇપણ બોલ્યા વગર ઊભી હતી. આરવ બહાર જતા અટકી ગયો અને પૂછવા લાગ્યો:મારું નામ પણ ખબર છે? સાચું બોલજે કોણે મોકલી છે? જેણે મોકલી હોય એને કહેજે કે આરવ જુદી માટીનો માણસ છે. એ આવા રમકડાંથી ખરીદાય એવો નથી.'

'આરવ, જ્યારે છોકરી સામે ચાલીને આવી છે ત્યારે એને કેમ ઠુકરાવી રહ્યો છે?' યુવતીએ અંગ્રેજીમાં લાડભર્યા સ્વરે કહ્યું અને પોતાના બંને હાથ એને બાંહોમાં લેવા ફેલાવ્યા.

આરવનો હવે પિત્તો ગયો હતો. તે ઝડપથી દરવાજો ખોલીને બહાર નીકળ્યો અને લિફ્ટની રાહ જોયા વગર દાદર ઉતરી દોડતો રિસેપ્શન કાઉન્ટર પર પહોંચ્યો. એણે ગુસ્સા પર કાબૂ રાખવાનો પ્રયત્ન કરતા અંગ્રેજીમાં ફરિયાદ કરી:'મારા રૂમ નંબર 205 માં શું ચાલી રહ્યું છે?'              

રિસેપ્શનિસ્ટને આરવની ફરિયાદ સમજાઇ નહીં એણે વિવેકથી પૂછ્યું:'સર, આપને તકલીફ શું છે?'

'મારા રૂમમાં એક છોકરી આવી છે. એને કોણે મોકલી છે?' આરવે ચીડ સાથે કહ્યું.

'સર, આપે જ બોલાવી હતી...' રિસેપ્શનિસ્ટે શાંતિથી જવાબ આપ્યો.

'શું...?' આરવનો અવાજ ફાટી ગયો.

ક્રમશ: