The Scorpion - 77 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન - પ્રકરણ-77

આકાંક્ષાએ કહ્યું “હવે મને ડર જ લાગશે મારાથી હવે એકલાં નહીં સૂવાય. ભાઈ આપણે સાથે રહીશું. અથવા માં પાપા સાથે જતી રહીશ સૂવા”. દેવમાલિકાએ કહ્યું “એય આકાંક્ષા તું તો મારી સહેલી છે હવે તું મારાં રૂમમાં જ શીફ્ટ થઇ જા. આપણને વાતો કરવાની પણ મજા આવશે.” દેવમાલિકાએ દેવની સામે જોયું. દેવની આંખોમાં લુચ્ચાઇ આવી એ દેવમાલિકાએ જોઈ. એ હસતી હસતી આંકાંક્ષાને લઇને એનાં રૂમમાં જતી રહી.

દેવ એકલો પડ્યો એણે એનાં રૂમમાં બારીકાઇથી બધુ જોવા માંડ્યુ એને થયું રૂમ બંધ - બારીઓ બંધ તો નાગ અંદર આવ્યો કેવી રીતે ? શું સેવકોએ રૂમ સાફ કરી સમજીને ષડયંત્ર રચ્યું હશે ? એણે બેડ નીચે બંધાં ફર્નિચર નીચે બધે ફરીથી ચેક કર્યું ત્યાં એની નજર બારણાનાં ઉપરનાં વેન્ટીલેશન તરફ નજર ગઇ એણે જોયું એ ખૂલ્લું છે. એને હવે સમજાઇ ગયું કે જે ષડયંત્રી છે એણેજ વેન્ટીલેશનમાંથી નાગ અંદર રૂમમાં નાંખ્યો હશે ? એણે વેન્ટેલેશનનાં ફોટાં લીધાં અને એને ખુલ્લુજ રહેવા દીધું.

****************

રુદ્રરસેલ અને રાયબહાદુર ચર્ચા કરી રહેલાં. સુદરસેલે કહ્યું “આટલાં વરસોમાં પહેલીવાર આવો બનાવ બન્યો છે મારે આ અંગે ગંભીરતાથી વિચારવું પડશે. તમારો શું અભિપ્રાય છે ?”

રાયબહાદુરે કહ્યું “રસેલજી હમણાં તમારી જે સુરક્ષા વ્યવસ્થા છે એને એમજ રહેવા દો કોઇ ફેરફાર ના કરશો. પણ આ સુરક્ષા વ્યવસ્થાની ઉપર અમારાં માણસો ગોઠવી દો. સિધ્ધાર્થ અને મેજર અમનગુપ્તા આમાં મદદ કરી શકે. તમે બેંગાલ સરકાર પાસે પ્રોફેશનલ સેવા માંગી લો ભલે ખર્ચ થશે પણ સુરક્ષા સુદઢ થઇ જશે.”

રુદરસેલ કહ્યું “ખર્ચ તો એમ પણ થાય જ છે પણ તમારું સૂચન ગમ્યું. મેજર અમન ગુપ્તાતો હમણાં અહીંજ છે હજી બંદોબસ્તમાં.. હું મુખ્ય પ્રધાન પાસે આજેજ સુરક્ષા માટે આવેદન મૂકી દઊં.. એમાં તમારી પણ નજર હશે હું સાવ નિશ્ચિંત થઇ જઇશ. હમણાં મારી સીક્યુરીટીને હું કોઇ ગંધ નહીં આવવા દઊં.”

“આમ પણ દેવમાલિકા મારાં ઉપર આ સીક્યુરીટી બાબતે નારાજ છે. એની વાત પણ સાચી છે એની પ્રાઇવેસી રહેવીજ જોઇએ. હું એનાં અંગત આવાસની બધી સીક્યુટીરીટી ઉઠાવી લઊં છું અને દેવ કહે એમ ગોઠવણી કરી દઇશું.”

રાયબહાદુર અને રુદ્રરસેલ ચર્ચા કરી રહેલાં ત્યાં ફાર્મ હાઉસની સીક્યુટીરીટી હેડનો સેટેલાઇટ ફોન આવ્યો.... રુદરસેલે પૂછ્યું “શું સમાચાર છે ?” પેલાએ સામેથી એમને બધીજ માહિતી આપી અને કહ્યું “સર નાગ અને એ પકડી રૂમમાં છોડનાર બંન્ને પકડાયા છે. સર આ નાગ આપણી પહાડીની જે સ્પીસીઝ હોય એ છે જે અહીં આતો જંગલમાં રહેતો છે અને જે પકડાયો છે તે જંગલનાં નાગા કબીલાનો સૂપણગોરખા છે એ હજી કશું બોલી નથી રહ્યો. અમે પકડીને આપની પાસે લાવીએ છીએ.” એમ કહી ફોન મૂક્યો.

રુદ્રરસેલે કહ્યું “રાયજી પેલો માણસ અને નાગ બન્ને પકડાઇ ગયાં છે. આમ તો મારો સીક્યુરીટી સ્ટાફ ચૂસ્ત છે.” રાયબહાદુરે કહ્યું “પણ સીક્યુરીટીનો જાપ્તો ચૂસ્ત નથી ઠીક છે એને અહીં લાવવાનું કહો એટલે પૂછપચ્છ કરી શકાય. હું અમન ગુપ્તાને પણ ફોન કરું છું એમને રૂબરૂ અહીં બોલાવી લઊં છું.”

રુદ્રરસેલે કહ્યું “અહીં જ આવે છે હું દેવ અને દેવમાલિકા, આકાંક્ષા બધાને અહીં બોલાવી લઊં અહીં બધાં સામે કબૂલાત કરાવીશું. અને આગળ તપાસ કરાવીશું એ સૂપણએ શા માટે નાગ દેવનાં રૂમનાં મૂક્યો ? કોના કહેવાથી ? એ આટલે સુધી અંદર આવી કેવી રીતે શક્યો ? પેલાં ગણપતને બોલાવું છું એની સીક્યુરીટીમાં આવુ છીડું કેવી રીતે પડ્યું ?”

રુદ્રરસેલે દેવ-દેવમાલિકા આકાંક્ષાને ફોન કરી બોલાવી લીધાં. ગણપતને સમાચાર મોકલી બોલાવ્યો સીક્યુરીટી સાથે સુપણનાં આવવાની રાહ જોવાની હતી. દેવ-દેવમાલિકા - આકાંક્ષા બધાં રુદરસેલ પાસે આવી ગયાં. દેવે પૂછ્યું “સર ક્યાં છે પેલો માણસ ? અને નાગ ?”

સુદરસેલે કહ્યું “હમણાં આવશે એ પકડાઇ ગયો છે એટલે બધાં રહસ્ય ખૂલી જશે”. દેવમાલિકાને કહ્યું “હું તારી બધીજ સુરક્ષા વ્યવસ્થા બદલી નાંખુ છું હવે દેવ તો છે જ પણ.”. ત્યાં સીક્યુરીટી હેડ આવ્યા એણે બે હાથ જોડીને કહ્યું “સર માફ કરો પેલો સૂપણ તો મરી ગયો. મેં તમને રીપોર્ટ આપ્યો ત્યાં ખબર નહીં પેલાએ શું કર્યું ? એનાં મોઢામાંથી લોહી નીકળવા માંડ્યુ ત્યાંજ જીવ છોડી દીધો. હવે આ નાગનું શું કરું ?”

રુદ્રરસેલ શાંતિથી સાંભળી રહ્યાં એમને આઘાત લાગ્યો કે આ કોનું ષડયંત્ર છે ? માંડ એક સુરાગ હાથમાં લાગેલો તે મરી ગયો. ત્યાં બધાનો હેડ ગણપત ગોરખા આવ્યો એં ચહેરા પર ભય અને ચિંતા હતી એણે રુદ્રરસેલને કહ્યું “સર.. સર.. દેવ સાહેબ સુરક્ષિત છે ને ? આવું અચાનક કેવી રીતે બની ગયું ? પેલાં સીક્યુટીરી હેડને પૂછ્યું તમે શું કરો છો ? તમારી નજર ચૂકાવી સૂપણ ઉપર કેવી રીતે ગયો ? એ મરી ગયો ?”

રુદ્રરસેલ ચમક્યાં.... ગણપતે પૂછ્યું એ મરી ગયો ? એને કેવી રીતે ખબર પડી ગઇ કે સૂંપણ મરી ગયો ? હજી હમણાં તો સમાચાર આવ્યા.. ગણપતતો પછી આવ્યો એમને શંકા ગઇ પણ ચૂપ રહ્યાં.

રુદરસેલે કહ્યું “એણે કોઇ ઝેર પીધું. એનાં મોઢામાંથી લોહીની ઉલ્ટીઓ થઇ છે આ કોઇનું મોટું કારસ્તાન છે જે પકડવું પડશે. ગણપત આમાં તારાં માણસો સંકળાયેલા છે ? સૂપણ કોનો માણસ છે ?”

ગણપતે કહ્યું “સર મારાં કોઇ માણસ હોય જ નહીં. સૂપણ તો નાગા કબીલાનો છોકરો છે એ લોકો સાથે મારે કોઇ સંબંધ નથી અને એ લોકોને તો મારી સાથે વેર છે. રાજકુંવરીની સહેલી રોહિણી એ કબીલાની છે એનો પ્રેમી રાવલો ત્યાંનો સરદાર થયો છે હમણાં રાવલાને બોલાવી પૂછપરછ કરવી પડશે.”

આ બધું સાંભળતી દેવમાલિકાએ કહ્યું “મારી સહેલી અને એનાં વરને દેવજી સાથે શું સંબંધ એ લોકોને એમની સાથે શું વેર ? આમ ધડ માંથા વિનાની વાતો ના કરો. અહીંજ એવું કોઇ છે જેને દેવજીથી તકલીફ છે. અને સૂપણને કોણે માર્યો.”

“પાપા આમાં તમે મીલીટ્રીને કેસ સોંપી કડક તપાસ અને કાર્યવાહી કરાવો આમાં કોઇ ઘરનો ભેદી જાણભેદુ છે જેને દેવજીથી તકલીફ છે કોઇ રીતે એને છોડશો નહીં...”.

ગણપતે કહ્યું “તપાસ થવીજ જોઇએ હું તપાસ કરાવું છું” ત્યાં રુદ્રરસેલ કહ્યું “ગણપત હું તપાસ રાયબહાદુરજીનાં માણસો મેંજર અમનનું અને સિધ્ધાર્થને બોલાવીને કરાવવા ઇચ્છું છું. કોઇપણ માણસ ક્યાંય જવો ના જોઇએ. અને નાગ પકડનારને બોલાવો એને એની પાસેથી જવાબ લો.. નાગ વિશે માહિતી કઢાવો...”



વધુ આવતા અંકે ---- પ્રકરણ-78


બીજા રસપ્રદ વિકલ્પો