ધ સ્કોર્પિયન - પ્રકરણ-76 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ધ સ્કોર્પિયન - પ્રકરણ-76

ગઈકાલની સુમધુર યાદ, સંવાદ અને સ્પર્શની અનુભૂતિ કરતો કરતો દેવ નિશ્ચિંન્તતાથી સુઈ રહ્યો હતો. એનાં રૂમમાં જાળીમાં ચળાઈને ઠંડો પવન આવી રહેલો. મનમાં દેવમાલિકાનાં ચહેરાનો...ગાઢી નીંદરમાં પણ જાણે એનો એહસાસ કરી રહેલો...

દેવનાં શરીર ઉપર કંઈક સળવળાટ થયો એને થયું કે મારાં શરીર ઉપર કંઈક ઠંડુ ઠંડુ ફરી રહ્યું છે એ એકદમ સફાળો જાગી ગયો અને ઉઠતાં વેંત એણે જોયું કે કાળો નાગ એનાં શરીર પર હતો એણે એક ઝાટકા સાથે એને દૂર ફેંક્યો થોડાકમાં બચી ગયો એનાંથી સાથે સાથે એક બૂમ પડાઈ ગઈ એનાં મોઢામાંથી સંવાદ નીકળી ગયો ઓ માં... ગુરુ માં...

નીરવ શાંતિમાં દેવની બૂમ સાંભળીને બાજુનાં રૂમમાંથી આકાંક્ષા ઉઠી... એનાં પાપા રાય બહાદુરે બૂમ સાંભળી બધાં દેવનાં રૂમ તરફ દોડી આવ્યાં...

ત્યાં બહાર રૂમની અગાશીમાંથી કોઈ કાળો ઓળો સડસડાટ નીચે તરફ સરકી ગયો એ દેવે જોયો. દેવ અગાશીમાં જઈને જુએ એ પહેલાં એ અદ્રશ્ય થઇ ગયો.

દેવનાં રૂમની બહાર આકાંક્ષા અને રાય બહાદુર બૂમ પાડી બારણું ખખડાવી રહેલાં બોલી રહેલાં “દેવ શું થયું ? કોણ છે ? પહેલાં બારણું ખોલ...”

દેવ અગાશીમાંથી પાછો આવી એણે ઝડપથી એનાં રૂમનું બારણું ખોલ્યું... સામે પાપા હાથમાં રીવોલ્વર સાથે ઉભા હતાં. પાપાએ પૂછ્યું “દેવ શું થયું ? કેમ બૂમ પાડી ? કોઈ હતું ?” આકાંક્ષા તો દેવને ભાઈ ભાઈ કહેતી વળગી ગઈ.

આ બધાં અવાજમાં બીજી તરફ સુઈ રહેલાં દેવમાલિકા, સુરમાલિકા અને રુદ્ર રસેલ પોતે... બધાં દોડી આવ્યા. દેવે એનાં પાપાને કહ્યું “પાપા મારાં રૂમમાં હું સુઈ રહેલો અને મને અચાનક એહસાસ થયો કે મારાં શરીર ઉપર કંઈક રેંગરી રહ્યું છે હું ઉઠી ગયો ને જોયું તો મોટો કાળોતરો નાગ... મેં ઝટકાથી એને દૂર ફેંક્યો... અને...”

ત્યાં બધાંજ આવી ગયાં... દેવમાલિકા એ આવીને જોયું આકાંક્ષા ખુબ ગભરાયેલી હતી દેવ શું થયું એ એનાં પાપાને જણાવી રહેલો. દેવમાલિકા દેવનાં હાથ પકડીને બોલી “દેવ શું થયું તમને ? કોણ હતું ? નાગ ક્યાં છે ? “ દેવમાલિકાની આંખો વિસ્ફારિત અને ખુબ ક્રોધમાં હતી એણે રૂમમાં અને અગાશીમાં બધે જઈને જોયું દેવમાલિકાની નજર બેડ નીચે ગઈ... નાગ ત્યાંજ જતો રહેલો. એણે એનાં પાપા રુદ્ર રસેલ સામે જોયું અને બોલી... “અહીંયા એવી કોઈ જગ્યાજ નથી જ્યાંથી આવી શકે અગાશીનું બારણું પણ બંધ છે બધે જાળીઓ છે નાગ ક્યાંથી આવ્યો ? પાપા અહીં સુરક્ષા વ્યવસ્થા છે દેવજીનાં રૂમમાં નાગ ?”

દેવે કહ્યું “નાગ ત્યાં નીચે છે. ઠીક છે એ રેંગતો હતો અને હું જાગી ગયો મેં એને દૂર ફેંકી દીધો. પણ અગાશીમાં મેં કોઈ કાળો ઓળો જોયેલો... અંધારું હતું અને એણે માથે ફેંટો અને ચહેરા પર બુકાની બાંધી હતી બધાં કપડાં કાળા હશે એવું લાગ્યું.”

દેવમાલિકાએ કહ્યું “પાપા દેવજી સાથે અહીંયા કોઈને શું દુશ્મની ? એમનો જીવ લેવાનો કોણ પ્રયાસ કરે ? હજી ગઈ કાલે તો અમારાં..”. રુદ્ર રસેલ ક્યારનાં બધું શાંતિથી સાંભળી રહેલાં... એમણે ગુસ્સામાં દાદર તરફ જઈ ચોકમાં જોતાં સેવકને બૂમ પાડી...

ત્રણ સેવકો દોડતાં આવી પહોંચ્યા રુદ્ર રસેલે એકને અંદરથી નાગ પકડી લઇ જવાં કહ્યું અને પૂછ્યું “રાત્રીનો પહેરો કોનો છે ? કોણ છે તમારો નાયક ? આવી ગફલત કેવી રીતે થઇ ? આ નાગ જંગલથી અંદર સુધી કેવી રીતે આવ્યો ? મહેમાનની અગાશી તરફ કોણ ગયેલું ?”

બેઉ સેવક નીચી મૂંડી કરીને ઉભા રહ્યાં. કોઈ કંઈ જવાબ નહોતું આપતું રસેલે જોરથી ત્રાડ નાંખી અને કહ્યું “મોઢામાં મગ ભર્યા છે બોલો કે મૃત્યુદંડની સજા આપું ?”

સેવકો ગભરાયા એમણે કહ્યું “માલિક ગઈ રાત્રે તો બધું તપાસીને બારણાં વગેરે બંધ કરેલાં અમારી ડ્યુટી 10:00 વાગે બદલી નાંખી હતી એ પહેલાં શું થયું નથી ખબર પણ... મહેમાનની અગાશીમાંથી કોઈ દોડયાનો અવાજ સાંભળી અમે આગળ તરફ દોડી આવ્યાં ત્યાં મહેમાનની બૂમ સંભળાઈ... ત્યાં સુધીમાં તો અહીં બધાં ભેગા થઇ ગયાં.”

“અમે એ ઓળા પાછળ બે સિપાહીને દોડાવ્યા છે જે હશે પકડાઈ જશે”. રુદ્ર રસેલને સંતોષ ના થયો એમણે રાય બહાદુરજી સામે જોયું અને પછી નીચે ગયાં. રાય બહાદુરે કહ્યું “આવા એકાંતમાં આ હવેલી જેવું ફાર્મ હાઉસ છે આટલી કડક સુરક્ષા વ્યવસ્થા છે અહીં સુધી કોણ આવી શકે ?”

દેવ માલિકા અને આકાંક્ષા બંન્ને જણાં દેવનો હાથ પકડીને ઉભા હતાં. દેવે કહ્યું “જે હશે એ પકડાઈ જશે. તમારાં આવાં સખ્ત બંદોબસ્તમાં ક્યાં છટકી જવાનો ? મારાં દુશ્મન હોઈ શકે પણ કલીંપોંન્ગમાં અહીં કોણ હોય ? મને નવાઈ લાગે છે સર તમારું સામ્રાજ્ય છે... તમારાં ડીફેન્સવાળા પકડી જ લેશે. “

રુદ્ર રસેલે કહ્યું “આટલાં વર્ષોમાં આજે પહેલીવાર બન્યું છે મારાં પોતાનાં માટે આઘાત જનક ઘટના છે મારાં ઘર સુધી તમારાં સુધી કોઈ પહોંચી જાય ? સુરક્ષામાં સુધાર અને ચુસ્તતા લાવવી પડશે... સર રાય બહાદુરજી તમારું સૂચન આજેજ સાચું પડી ગયું. મારે સુરક્ષામાં સુધારાની જરૂર છે ચોક્કસ ક્યાંક પોલું અને છીંડું છે.”

દેવમાલિકાએ કહ્યું “એનાં માટે તમે જેને વફાદાર ગણો છો એ રાક્ષસજ જવાબદાર છે મારાં મતે આખી સુરક્ષા વ્યવસ્થા કોઈ પ્રોફેશનલ અને વફાદારને સોંપી દો આજે મહેમાનનાં રૂમ સુધી પહોંચ્યો છે કાલે ઉઠી મારાં રૂમમાં... પાપા તમારે આજેજ કોઈ પગલાં લેવાં પડશે.”

રાય બહાદુરે કહ્યું “રસેલજી ઉતાવળે કોઈ નિર્ણય લેવો ઠીક નથી સવારે આપણે ચર્ચા કરીશું તમે તમારાં સ્ટાફમાં જવાબદારને બોલાવીને પૂછો અને તપાસ કરાવો પછી નિર્ણય લઈશું હવે બધાં આરામ લો સુઈ જાવ.”

દેવે કહ્યું “પાપા હવે નીંદર થોડી આવે ? આમને આમ બ્રહ્મ દૈવ યોગ તો થઇ ગયો. હવે પરોઢ થશે અને માણસો દોડયા છે એ શું સમાચાર લાવે છે એ જાણીએ તમે વડીલો સુઈ જાવ માં તમે પણ જાવ સુઈ જાવ અમે જાગીએ છીએ”.

આટલી વિષમ સ્થિતિમાં પણ દેવમાલીકાને સ્મિત આવી ગયું એણે કહ્યું “સાચી વાત છે નીંદર તો નહીં આવે. આમ પણ આજે મઠ તરફ જવાનું છે નાનાજીને મળવાનું છે કદાચ તેઓ સાથે આવશે ખુબ અગત્યનો દિવસ છે”.

રુદ્ર રસેલ અને રાય બહાદુર એમની પત્નીઓ સાથે નીચે ગયાં. આકાંક્ષાએ કહ્યું “હવે મને ડર જ લાગશે. હું એકલી નહીં સુઈ જઉં” દેવમાલિકાએ કહ્યું “તું મારી સાથેજ રહેજે”.. અને દેવ તરફ જોયું....વધુ આવતા અંકે - પ્રકરણ 77

રેટ કરો અને રિવ્યુ આપો

dineshpatel

dineshpatel 2 અઠવાડિયા પહેલા

jinal parekh

jinal parekh 1 માસ પહેલા

M V Joshi M

M V Joshi M 1 માસ પહેલા

name

name 2 માસ પહેલા

Deepa Shah

Deepa Shah 2 માસ પહેલા