સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-60 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

શ્રેણી
શેયર કરો

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-60

બે વૃક્ષો વચ્ચેની પગથી પર સોહમ અને પ્રભાકર ચાલી રહેલાં. સોહમે અનુભવ્યું કે એનાં પગ આપો આપ ઊંચકાય છે અને ડુંગર ચઢાય છે એ અવાચક બનીને પ્રભાકર તરફ જુએ છે. એને આધાત લાગે છે ત્યાં પ્રભાકર છેજ નહીં એ એકલોજ ડુંગર ઉપર જઇ રહ્યો છે અને પોતાનાં પ્રયત્નથી નહીં આપો આપ ઊંચાઇ સર કરી રહ્યો છે એને ડર લાગી ગયો કે આ શું થઇ રહ્યું છે ? પ્રભાકર ક્યાં ગયો ?

એની આંખો સતત ડુંગર તરફ જોઇ રહી હતી પ્રભાકરની શોધી રહી હતી પણ પ્રભાકર ક્યાંય ન હતો ? એને થયું પ્રભાકર શું મારી સાથે ખરેખર હતો કે આ અધોરજીની માયા છે ? જીપવાળો આવી ગયો અહીં છોડી એ જતો રહ્યો. પ્રભાકર ગાયબ થયો.

સોહમ વિના પ્રયત્ને ડુંગરની ચોટી પર પહોચી ગયો એને ના થાક હતો ના કોઇ બીજો એહસાસ એનાં દીલમાં આનંદ પ્રગટી રહેલો એણે જોયું ડુંગરથી ચોટી પર પણ ઘણાં વૃક્ષો છે અને વચ્ચે ઝુંપડી જેવું છે. એ ધીમે ધીમે એ ઝૂંપડી તરફ આગળ વધી રહેલો. એણે થયુ ઝૂંપડીથી થોડે આગળ નાના તળાવ જેવુ છે જેમાં છલોછલ જળ ભરેલું છે ઘણાં કમળ ઉગેલાં છેં.

ધીમે ધીમે અંધારૂ છવાઇ રહેલું. ઝૂંપડીમાં અંદર પ્રકાશ દેખાઈ રહેલો. પણ કોઇ વ્યક્તિ હજી જોવા નહોતું મળી રહ્યું. ડુંગરની ટોચ એક વિશાળ મેદાન જેવી જગ્યાં હતી ત્યાં પણ ક્યાંય પ્રભાકર નહોતો.

સોહમ ઝૂંપડી તરફ આગળ વધ્યો ત્યાં એનાં કાને અવાજ આવ્યો કેવો સ્થિર, પહાડી, છતાં મીઠો અવાજ... “આવ સોહમ આવ હું ઘણાં સમયથી તારી રાહ જોતો હતો”. એમનાં અવાજમાં એટલું વ્હાલ, મૃદુતા અને મનને શાંત કરી રહ્યો હોય એવો હતો.

સોહમની આંખમાં અશ્રુ ઉભરાયા એણે લાગણીમાં રીતસર ઝૂંપડી તરફ દોટ મૂકી.. બાબા..બાબા.. કરતો અંદર ઝૂંપડીમાં પ્રવેશી ગયો. અને ઝૂંપડીનાં ઘાસનો દરવાજો બંધ થઇ ગયો.

સોહમે જોયું ઘાસ, સોટીઓનો દરવાજો બંધ થઇ ગયો એણે પરવા ના કરી.. એણે જોયું આટલી નાનકડી ઝૂંપડી છતાં અઘોરીજી જાણે 100 ફુટ દૂર બેઠાં હોય એમ દેખાયાં એ દોટ મૂકીને એમની તરફ જઇ રહેલો. એમની પાસે પહોચીને એણે એમનાં ચરણ પકડી લીધાં આંસુઓથી જાણે એમનાં પગ પખાળી દીધાં આજ સુધીનો બધો શોક, વ્યથા, મુશ્કેલી આંખોનાં આંસુ બનીને નીકળી રહ્યાં હતાં.

સોહમે કહ્યું “બાપજી... બાપજી હું પણ તમને મળવા ખૂબ આતુર હતો અહીં આવીને મને એવી પ્રેરણાં થાય છે એહસાસ થાય છે કે આ આપણું પ્રથમ મિલન નથી હું આપને મળી ચૂક્યો છું તમારાં ચરણોમાં રહી ચૂક્યો છું. તમારાં શરણમાં મને રાખી લો...” એ ક્યાંય સુધી રડતો બાપજીનાં પગ પકડીને બેસી રહ્યો.

સાંજ ઢળી ચૂકી હતી બહાર ડુંગર પર બધેજ અંધારુ થવા લાગેલું. બાબાની ઝૂપંડીમાં ના ફાનસ હતું ના કોઇ દીવો પ્રજવલીત હતો છતાં ખૂબ તેજ હતું અજવાળું હતું. સોહમ સમજી ગયો બાપજી ખૂબજ સિદ્ધ પુરુષ છે પ્રભાવી અને શક્તિમાન છે એણે બાપજીની સામે જોયુ.

મંદ મંદ હસતાં આદેશગીરી અધોરીજીએ કહ્યું “વત્સ તારી વાત સાચી છે તું અગાઉ પણ મારી પાસે આવી રહી ચૂક્યો છે મારો શિષ્યજ હતો પણ આજથી 60 વર્ષ પહેલાં તારાં ગત જન્મમાં. એ સમયે જે અધૂરૂ રહેલું એ આ જન્મે પુરુ થશે. હમણાં તને એ એ ભૂતકાળમાં લઇ જવા નથી માંગતો...”.

સોહમે કહ્યું “ભલે બાપજી પણ પેલો જીપવાળો કોણ હતો ? પ્રભાકર મારી સાથે હતો એ ક્યાં ગયો ? પ્રભુ આટલો સમય મારે તમારી રાહ કેમ જોવી પડી ? મારી સાથે મારાં જીવનમાં શું થઇ રહ્યું છે ? પેલાં ચંબલનાથ અધોરીએ કેમ મને ?... મારી પ્રિયતમા સાવી સાથે કેમ આવું થયું ? એનો જીવ.. પેલો અધોરી... ???”

આદેશગીરી બાબાએ હસતાં હસતાં કહ્યું “પહેલાં તો તું સ્વસ્થ થા.. તને તારાં બધાં પ્રશ્નોનાં જવાબ મળી જશે તારાં ઘર કુટુબની પણ ચિંતા ના કરીશ તું ત્યાં પણ હાજર છું.” એમ કહી રહસ્યભરેલું હસ્યાં..

બાબાએ કહ્યું “એ જીપવાળો કે પ્રભાકર કોઇ હતાંજ નહીં. મારાં માયાવી પાત્રો હતાં જે તને અહીં લઇ આવવા મેં જ સર્જન કરેલાં”. સોહમતો આશ્ચર્યથી આધાતજ પામી ગયો.

બાબાજીએ કહ્યું “હવે તારે અહીં આવવાનો સમય પાકી ગયેલો. તને મારી સાથે રહેતાં ગત જન્મનો બધો એહસાસ અને જાણ થઇ જશે તારે આ જન્મે તો અવશ્ય...” પછી પાછાં મૌન થઇ ગયાં.

એમની આંખો બંધ થઇ એ જાણે એમનાં આંખનાં પૉપચાનાં પડદાં ઉપર કોઇ દ્રશ્યો જોઇ રહેલાં. પછી આંખ ખોલીને કહ્યું “તારી સાવી અઘોરણ બની ચૂકી હતી પરંતુ વિધર્મી મૌલાનાએ મોટું ષડયંત્ર રચેલું એમાં એ સંપૂર્ણ ફસાઈ ચૂકી હતી.. તારી સાવી જે અઘોરી પાસેથી વિદ્યા શીખી એ અધોરીજી પણ..” પાછાં મૌનમાં જતાં રહ્યાં....

હવે બાપજીને બોલતાં કષ્ટ પડી રહ્યું હોય એવું લાગ્યું એમણે કહ્યું “બધું ના થવાનું થયુ હું ખૂબ..... આસામમાં માં કામાક્ષી અને માં કામાંખ્યા સ્વરૂપનાં શરણમાં છું એમનાં રક્ષણમાં રહેતાં બટુક ભૈરવ અને કાળ ભૈરવનો શિષ્ય છું.”

“તારો જીવનનો જીવનો દોર પણ કામાખ્યા સાથે જોડાયેલો છે મને આદેશ મળ્યો અને મારે અહીં માયાવી નગરીમાં આવવું પડ્યું. તને જે કંઇ સાવી તરફથી જાણ થઇ બધી અધૂરી છે એની સાથે અને એનાં અધોરી સાથે કેટ કેટલી શક્તિઓ નાં યુધ્ધ થયાં કેવી કેવી યાતનાઓ સહી છે પેલો ચંડાળ વિધર્મી એમનાં પર હાવી થયો... ન થવાનું બધું થયું.. પણ સાવીએ તને બચાવી લીધો એને મેં જાણ કરી હતી કે...”

વધુ આવતા અંકે ---- પ્રકરણ-61