ધ સ્કોર્પિયન - પ્રકરણ-75 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન - પ્રકરણ-75

રુદ્રરસેલ અને રાયબહાદુર ગણપત અંગે વાતો કરી રહ્યાં હતાં. રાયબહાદુરે એમનાં મત પ્રમાણે અભિપ્રાય આપ્યો સાથે સાથે ગણપત અંગે જાણવાની અધિરાઇ પણ વધી ગઇ. અને અધિરાઇ એ પણ હતી કે એ આવીને શું ખબર આપી ગયો ? અને એમણે રુદરેસલ સામે જોયું...

રુદરસેલ રાયબહાદુરની નજીક આવીને કહ્યું “અંગત ખબર એવી છે કે... ફાર્મ હાઉસનાં સેવકોએ જાણ કરી કે દેવ અને દેવમાલિકા વચ્ચે કંઈક રંધાઇ રહ્યું છે તો અગાશીમાં એકલાં..”. અને પછી હસી પડયાં...

રુદરસેલને સાંભળી રાયબહાદુરનો ચહેરો પણ ખીલી ઉઠ્યો પણ ખબર જે રીતે પ્રાપ્ત થઇ હતી એ રીત ના પસંદ આવી પણ કંઇ બોલ્યાં નહીં..

રુદરસેલ કહ્યું “રાયજી મારાં મનમાં જે વાત ઉઠી હતી એ આ છોકરાઓએ વાસ્તવિક રૂપ આપી દીધું એનો મને આનંદ છે. જ્યારથી પાપા ચંદ્રમૌલીજીએ દેવને જોઇ મળીને જે પસંદગી મનોમન કરી હતી ત્યારથી મને આ વિચાર આવેલો. આશા કરું છું તમને પણ જાણીને આનંદ થયો હશે”.

રાયબહાદુરે બીજી વાત દાબીને કહ્યું “આનાં જેવી સારી અને આનંદદાયક ખબર બીજી કોઇ નાં હોય શકે”. એમ કહી બંન્ને જણાં એકબીજાને ભેટી પડ્યાં.

ત્યાં દેવ અને દેવમાલિકા એકબીજાનો હાથ પકડીને બગીચામાં પ્રવેશયા. દેવમાલિકાએ દેવને કહ્યું “પાપાને હું અત્યારેજ આપણાં સંબંધ વિસે જ્ઞાન કરવા ઇચ્છું છું બીજી કોઇ રીતે ખબર પડે પહેલાં.”

દેવે કહ્યું “મને મંજૂર છે.” ને બંન્ને જણાં જ્યાં રાયબહાદુર અને રુદરસેલ હતાં એ તરફ જઇ રહ્યાં. દેવીની માં સૂરમાલિકા અને અવનિકારોય પણ વાતો કરતાં અટક્યા ને બંન્ન જણાં એ તરફ જવા લાગ્યાં.

દેવમાલિકા અને દેવ રુદ્રરસેલ અને રાયબહાદુર પાસે પહોચ્યાં.... પાછળ પાછળ બંન્નેની માં પણ ત્યાં પહોંચી અને દેવીએ બધાની સામે જોઇને કહ્યું “પાપા મારે ખૂબ અંગત અને અગત્યની વાત કહેવી. છે..” બધાનાં ચહેરાં ઉત્સુકતા સાથે આનંદમાં હતાં દેવમાલિકાએ કહ્યું “પાપા અમે બંન્ને જણાંએ એકબીજા માટે પસંદગી કરી લીધી છે... મારાં માટે હવે દેવ...” એ આગળ બોલે પહેલાં રુદ્રરસેલે દેવમાલિકાને વ્હાલ કરતાં કહ્યું “દીકરી મને ખબર છે... મારી... મારી અહીં અમારી સંમતિ છે અમે આ તમારાં નિર્ણયથી ખુબ ખુશ છે.”

દેવમાલિકા આવું સાંભળીને છેડાઇ પડી.. ખીજાઇ “પાપા તમને કોણે કહ્યું ? તમારાં ચમચા સુધી આ વાત પહેલાં પહોંચી ગઇ ? મારું... અમારું કશું અંગતજ ના રહ્યું ? એવી એ લોકો નજરજ કેવી રીતે રાખી શકે?”. દેવ માલિકાનાં ચહેરાં પર ક્રોધ છવાયો ચહેરો લાલ લાલ થઇ ગયો એનું અંગત કોઇએ ચોર્યું હોય જોયું હોય એવો અપરાધભાવ આવી ગયો.

એની આંખમાંથી આંસુ છલકાયા... એ બોલી “પાપા મારું અંગત મારું છે એનાં પર પણ જાસુસી ? એ કાળમુખાને કહેજો મારાંથી... મારાંથી આઘો રહે મારાં જેવું પછી કોઇ નથી.. મારે મારી આટલી અંગત ને મૂલ્યવાન વાત મારાં મોઢે તમને કહેવી હતી એનો આનંદ મને કેટલો હતો ? બધોજ એ રાક્ષસે ઝૂંટવી લીધો. એ છે કોણ ?”

રુદરસેલ સમજી ગયાં... અને રાયબહાદુર જે વાત કીધી હતી એ પણ તાજી થઇ ગઇ.. એમનો ચહેરો પડી ગયો. આનંદની જગ્યાએ ગમગીની છવાઇ.

સૂરમાલિકાએ વચમાં પડતાં કહ્યું “બેટા દેવું તું નાની હતી ત્યારથી તારી સુરક્ષા માટે આવી વ્યવસ્થા કરી હતી પળ પળ તું સુરક્ષીત રહે એટલે...કેટલાય શત્રુઓ....”

દેવમાલિકાએ માંની વાત વચ્ચેથી કાપતા કહ્યું “મા... પાપા... તમે કાયમ સુરક્ષાની વાત વચ્ચે લાવીને... મારી સ્વતંત્રતા ઝૂંટવી લીધી છે હું એક છોકરી છું મારાં પર નજર આ બદમાશ રાખે ? સૌથી મોટો શત્રુજ એ છે. હું હવે યુવાન છું મારી અંગત જીંદગી છે તમને સમજાતું કેમ નથી ?”

સૂરમાલિકાએ કહ્યું “તારાં રક્ષણ માટે સ્ત્રીઓ છે પુરુષ નહીં બેટા... અમને ખબર છે તું અમારી દીકરી છે એકની એક છે આ સામ્રાજ્યની એકમાત્ર વારસ... હું તને....”

દેવમાલિકાએ દેવને કહ્યું "હવે આ મારો રક્ષક છે. દેવ મારો સર્વસ્વ છે હું આશા રાખું છુ કે તમને મારી આ પસંદગી ગમી હશે. મારા દેવ સિવાય મારી કોઇ અંગત કે જાહેર બધી વાત બીજા કોઇને ખબર ના પડવી જોઇએ.”

દેવ... દેવમાલિકને અસ્ખલીત પુરા ગુરૂર સાથે બોલતી સાંભળી રહેલો એનાં દીલમાં ધરબાયેલી ફરિયાદ પણ સાંભળી રહ્યો. દેવે કહ્યું “માં...પાપા... મેં પણ દેવમાલિકને મારી પ્રિયત્મા, પત્નિ તરીકે સ્વીકાર કર્યો છે અમે જન્મોજન્મ સાથે રહેવાનાં વચન પણ આપી ચૂક્યા છીએ તમને આ સંબંધ મંજૂર હશે એવી આશા રાખુ છું મારી બહેન આકાંક્ષા સાક્ષી છે.”

રુદ્રરસેલ એમનાં પત્નિ, રાયબહાદુર અને એમનાં પતનિ ચારો જણાં એકબીજાનાં ચહેરા જોઇ રહેલાં. બધાંજ પહેલાં ગંભીર અને ચૂપ હતાં.. પછી સુદરસેલે એમની પત્નિ સામે જોયું અને એકદમ હર્ષવિશેમાં આવીને બોલ્યાં “દીકરા અમને મંજૂર છે બલ્કે અમેજ ઇચ્છતાં હતાં કે આવાં કુટુંબમાં તારું સગપણ થાય.”

રાયબહાદુરે દેવને ગળે મળી આનંદ વ્યક્ત કરતાં કહ્યું “અમે પણ ખૂબ ખુશ છીએ ઈશ્વર તમને ખૂબ આશીર્વાદ આપે અને સુરક્ષિત રાખે. સુદરસેલજી નાં કુટુંબ સાથે બંધાતો સંબંધ મારાં માટે અભિમાન લેવાં બરાબર છે.”

અવંતીકા રોયે કહ્યું “દેવમાલિકા જેવી દીકરી વહુ તરીકે મારાં ઘરમાં આવે એ અમારાં અહોભાગ્ય છે માં મહાદેવની કૃપાથીજ આ સંબંધ બંધાયો છે.”

સૂરમાલિકાએ કહ્યું “અમારી એકની એક દીકરી સંસ્કારી કુટુંબ અને સલામત હાથોમાં છે એનું અમને ગૌરવ અને સંતોષ છે.”

“માંબાબાનાં આશીર્વાદથી આજે આ આનંદદાયક સમાચાર મળ્યાં. અત્યાર સુધીનું તપ ભક્તિનું પૂજાઓનું ફળ મળી ગયું તેં દીકરી સાચું કહ્યું હવે તું દેવની થઇ... થઇ જવાની દેવ હવે રક્ષણ કરશે એની ફરજ અને તારો અધિકાર તને મળશે.”

રુદ્રરસેલે કહ્યું “પૂજા - પ્રાણપ્રતિષ્ઠા સુધી આવો વિચાર કે સ્વપ્ન પણ નહોતું આવ્યું.. પાપા મારાં ગુરુ ચંદ્રમૌલીજી જાણશે એમને પણ ખૂબ આનંદ થશે. કાલે સવારે પહેલાં એમનેજ આ સમાચાર આપું.”



વધુ આવતા અંકે ---- પ્રકરણ-76