The Scorpion - 74 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન - પ્રકરણ-74 

દેવ અને દેવમાલિકાએ એકબીજા માટેનો પ્રેમ કબૂલ્યો. એકબીજાને અનાયાસ થયેલું આકર્ષણ, પ્રેમભાવ સ્વીકારી કાયમનાં સાથી બનવા કોલ આપ્યાં. પાત્રતા અને વફાદારીનાં વચન આપ્યાં. ત્યાં દેવમાલિકએ સ્પષ્ટ કર્યુ કે “જ્યારથી મળ્યાં.. બધી પૂજાઓ થઇ એક ઉત્તમ ઉત્સવ થયો. ત્યારે બીજા પણ ઘણાં મહેમાનો હતાં. મોટી મોટી સેલીબ્રીટીઓ અને સરકારી પદાધીકારીઓ હતાં. એમાં મેં એક વાત માર્ક કરી હતી”. દેવ માલિકા આગળ ખૂલાસો કરે પહેલાં દેવે પૂછી લીધું. "કઇ વાત ? હું અનુમાન કરું તો એવું સમજાય છે કે ઘણાં મહેમાનોમાં દેખાવડા, ધનિક, પરીવાર અને પૈસાવાળાં યુવાનો પણ હતાં એલોકો પણ તારાં આ સૌંદર્યનાં દિવાના થયા હશે ? ઘણી મનમાં ઇચ્છાઓ જાગી હશે અને રુદ્રરસેલ જેવાં ધનિક અને ઇજ્જત આબરૂવાળા ઘરાનાં સાથે સંબંધ બાંધવા આતુર હશે.....”

આ સાંભળી દેવમાલિકા હસી પડી એણે કહ્યું “હું જે કહેવા જતી હતી એ મારી નહીં આકાંક્ષાની વાત કરી રહી હતી તમે મારોજ ઉલ્લેખ કર્યો છે તો એનો પણ જવાબ આપી દઊં.... તમેં કહ્યું એમ હશે ઘણાં યુવાનો જે કદાચ સંબંધ બાંધવા ઇચ્છીત હોઇ શકે... પણ દેવમાલિકા જુદી માટીની બની છે... હું એક છોકરી.. સ્ત્રી છું પણ મારાં મન અને દીલ પર મારો કાબૂ છે. મને એવી રીતે ઉછેરવામાં આવી છે મારાં સંચિત સંસ્કારજ એવાં છે કે મને રૂપ, પૈસો, મોહ પાવર આકર્ષી ના જ શકે. હું સાવ મુફલીસ હોય પણ જો મારું હૈયુ રણકી ઉઠે તો મને પસંદગી કરવામાં ફરક ના પડે.”

“પણ.... મારાં મહાદેવ મને એમનાં જેવુંજ પાત્ર સામે ચાલીને મોકલ્યું ત્યારથી મારું હૈયુ રણકી ઉઠ્યું મારાં શરીરનું રોમ રોમ..... મારી નસોમાં વહેતાં લોહીનાં કણકણમાં માત્ર તારો "દેવનો" સ્વીકાર થઇ ગયો.”

“સતિ હોય કે પાર્વતી એ જન્મ બદલીને પણ માત્ર મહાદેવને જ પસંદ કરે... સતિ રાખ થયાં મહાદેવનાં અપમાન માત્રથી અને પાર્વતી તરીકે પુર્નજન્મ થયો તોય મહાદેવનાં સાંનિધ્ય માટે. જીવથી જીવનું આકર્ષણ હોય ત્યારે દેવ, રૂપ કે સુખ સગવડનાં સાધનો કે ધનનું મહત્વ નથી હોતું....”

“જ્યારે દેહથી દેહ આકર્ષાય ત્યારે ચોક્કકસ એ કામ મોહ અને શરીરસુખનું પ્રાધ્યાન્ય હોય છે એમાં નવાઇ શું એતો બજારમાં બેઠેલી વૈશ્યા પણ કરી લે છે.”

બોલતાં બોલતાં દેવમાલિકાનો ચહેરો ઉગ્ર અને લાલ થઇ ગયો. એની આંખોમાં આંસુ આવી ગયાં એણે કહ્યું “મી.દેવ પ્રેમની પરિભાષા ખૂબ અધરી છે... પાત્ર અને પાત્રતા મારાં માટે અતિ મહત્વનાં રૂપ, ધન કે સત્તા નહી....”

દેવ માલિકાનો ચહેરો અને તેજોમય પ્રભાવ જોઇને દેવે કહ્યું “ માફ કર મેં તો માત્ર સંસારમાં ચાલી રહેલાં રીવાજે અને આંખે જોયેલી વાતોને મહત્વ આપી દીધું પણ તું આકાંક્ષા અંગે શું કહી રહેલી ?”

દેવનાં માફી માંગ્યા પછી દેવમાલિકા શાંત થઇ ગઇ એનાં ચહેરાં ઉપર પાછી પ્રસન્નતા વ્યાપી ગઇ એણે કહ્યું “આકાંક્ષાની મને ખબર નથી પણ પં.બંગાળનાં મુખ્યમંત્રી ગોવિંદરાય પંતનો દીકરો આર્યન આકાંક્ષાથી ઘણો ઇમ્પ્રેસ થયેલો આકર્ષાયેલો એણે આકાંક્ષા અને દેવ તારી સાથે પણ વાત કરવા અને ઓળખ કરી નજીક આવવા પ્રયાસ કરેલો મારી નજરમાંથી આ વાત છટકી ના શકે. એટલે આકાંક્ષાની ઇચ્છા હોય તો આ સંબંધ પણ થઇ શકે.”

દેવમાલિકાની વાત સાંભળીને દેવ અને આકાંક્ષા પહેલાં આશ્ચર્યચક્તિ થયાં પછી આકાંક્ષાનો ચહેરો શરમથી લાલ થઇ ગયો. દેવ એ જોઇને બધુ સમજી ગયો. દેવનાંથી પ્રશ્ન કર્યા વિના રહેવાયો નહીં એણે કીધું “દેવમાલિકા તું આટલા પ્રસંગમાં, ઉત્સવમાં, મહેમાનોથી ઘેરાયેલી હતી છતાં તારી નજરમાં આ આવી ગયું જે મારાં ધ્યાનમાં પણ આવેલું પણ આકાંક્ષા સાથે વાત કર્યા વિના હું એને ન્યાય ના આપી શકું એમ કહીને આકાંક્ષાની સામે જોયું....”

આકાંક્ષાએ શરમાતા થોડી નારાજગી સાથે કહ્યું “ભાઇ પહેલાં તમારી વાતો કરો હું હજી..”. એમ બોલવાનું અધુરૂ મૂકી સડસડાટ નીચે દાદર ઉતરી ગઇ.

દેવ અને દેવમાલિકા ખડખડાટ હસી પડ્યાં.. દેવે દેવમાલિકાની સામે જોઇને કહ્યું “તું ખૂબ સુંદર તો છેજ ચકોર અને ચતુર પણ છે હું જેવી કલ્પનાઓ કરતો હતો કે મારી પ્રિયતમા પત્નિ આવી હોવી જોઇએ તું એનાંથી ક્યાંય અધિક સુંદર અને ગુણવાન છો. આઇ લવ યુ ડાર્લીંગ દેવી...” એમ કહી દેવમાલિકાની નજીક ગયો અને ગાલ પર ચુંબન કરતાં કહ્યું “હોઠ રાખ્યા છે તારાં સુરક્ષિત...ગુલાબ કાશ...”

****************

રુદરસેલ અને રાયબહાદુર રોય પછી બગીચામાં ટહેલી રહેલાં પ્રસંગ પુરો થયો સરસ એની વાતો કરી રહેલાં અને બંન્ને એમની પત્નિઓ છોકરાઓની વાતો કરી રહેલાં ત્યાં રુદ્રરસેલનો ખાસ માણસ ગણપત ગોરખા એમની પાસે આવ્યો અને એમની બાજુમાં બોલાવીને એમનાં કાનમાં કોઇ ખાસ વાત કહી ગયો.

રુદરસેલે એની વાત ગંભીરતાથી સાંભળી અને એને ત્યાંથી જવા કહ્યું... ગણપતનાં ગયા પછી એમનાં ચહેરાં પર પ્રસન્નતા આવી ગઇ.. રાયબહાદુર ને કંઇ સંભળાયું નહીં પણ ચહેરાંનાં હાવભાવ બરાબર ઝીણવટથી જોયાં હતાં.

રાયબહાદુરને જીજ્ઞાસા જરૂર થઇ અને તેઓ પૂછવા જાય પહેલાં રુદ્રરસેલે કહ્યું “મારો ખાસ માણસ ગણપત હતો જે મારી બધી સંપત્તિ, આ નાનકડું મારું સામ્રાજ્ય એની રક્ષા કરી રહ્યો છે એનાંજ માણસો બધે પથરાયેલાં છે એનાં માણસ અમારાં કુટુબની રક્ષા તો કરેજ છે પણ ધ્યાન પણ રાખે છે...”

રાયબહાદુરે કહ્યું “એતો ખબર છે મને પણ આમ આટલી રાત્રે એવી શું "ખબર" આપી ગયો ?” રુદરસેલે કહ્યું “ખૂબ અંદરની વાત લઇ આવ્યો.. એનાંજ માણસો ચકોર તરીકે અહીં છે એટલે વાત ધ્યાન પર લાવવા ખબર આપી ગયો.”

રાયબહાદુરને હવે વધુ જીજ્ઞાસા થઇ ગઇ એમણે પૂછ્યું "રસેલજી ઘરમાં, ફાર્મહાઉસ, ઓફીસ, ચા નાં બગીચાઓ આખાં સામ્રાજ્યમાં બધાં માણસો એનાં છે ? આતો એક મોટું જોખમ કહેવાય. ગમે ત્યારે સંકટ ઉભુ કરી શકે.”

“એક પોલીસ અધિકારી અને મારાં અનુભવ પ્રમાણે આ એક નબળી કડી કહેવાય.. માફ કરજો પણ મારાં મનમાં આ વાત બેઠી નહીં તમારાં માટે એ માણસ ગમે ત્યારે મુશ્કેલી ઉભી કરી શકે”.

રુદરસેલે કહ્યું “રાયબહાદુરજી તમારો વિષય અને અનુભવ છે તમારી વાત સાચી છે પણ એનાં જન્મ પહેલાથી હું એની આખી પેઢીને ઓળખું છું તેઓએ આજ સુધી એક નજર ઊંચી નથી કરી કે ક્યારેય નજર બગાડી નથી. પણ "ખબર" શાનદાર અને આનંદદાયક આપી ગયો છે... કે...”

વધુ આવતા અંકે ---- પ્રકરણ-75




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED