પ્રેમ એ નસીબ પણ છે वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ એ નસીબ પણ છે

પિયા હું પાટણ નહીં જાઉં..
-------------------------------
સવારની મેઘલી સવાર,ભાસ્કરનો આભાસ હતો એ ખુદ વાદળથી ઘેરાયેલો હતો.કોલેજ અનિયમિત જવાનું થતું હતું,કેમકે આડી સરસ્વતી નદી હતી.ક્યારેક ધોધમાર,ક્યારેક અનરાધાર,ક્યારેક ઝરમર ઝરમર વરસાદ વરસી જાય પરંતુ નદી બે કાંઠે સતત વહેતી હોય.કાદવ કીચડ વચ્ચે જવા આવવાનું હોય તે પણ પગપાળા.કેમકે નદીનો કાચો રસ્તો,એ રસ્તે ઢોર,બળદગાડાં,ઊંટલારીઓ,છકડા અને ટ્રેકટર વચ્ચે નીકળવામાં ઘણી વખત સ્વચ્છ કપડાં ઉપર છાંટા ઉડે,ખરડાય અને ભીના ભીંના પહેરેલા કપડે કોલેજ જવાનું મન જ ન થાય.
ભાસ્કર મહેનત ખુબ કરતો પરંતુ ગામડાના કાચા રસ્તે જવા કરતાં ઘરમાં બેસી વાચન કરવાનું ખુબ ગમતું કેમકે તેને જવા આવવામાં જ આખો દિવસ નીકળી જતો. પાટણની કોલેજમાં સવારે નીકળે રાત્રે ઘેર આવે એટલે આખા દિવસની ભૂખ,થાક અને ભીને કપડે આખો દિવસ ક્લાસ અને પ્રવાસ બન્ને થતાં.ઘણી વખત રાત્રે ઘરમાં શાંતિથી વાચન કરવું હોય તો વીજળીનું કોઈજ ઠેકાણું ન હોય.ગામડે એવી કોઈ જ લાયબ્રેરી નહીં,જગ્યા નહીં કે શાંતિથી એ વાચન કરી શકે.ક્યાંક માણસો નો ધસારો ક્યાંક કૂતરાં ભસવાનો અવાજ ક્યાંક મૉટે અવાજે કાન ફાડી નાંખે તેવાં ટેપ રેકોર્ડર પર ગીતો ઘરઘરાટી બોલાવતાં હોય.ક્યાંય શાંતિથી વાચન કરી શકે તેવી જગ્યા નહીં. અને ચોમાસાની ઋતુમાં ક્યાંય પણ પગ ન મુકાય તેવી જગ્યા સાથે ગંદકીની બદ-બૂ વચ્ચે તેનો અભ્યાસકાળ વીત્યે જતો હતો.એને મહેનત કરી પાસ થવું હોય આગળ વધવું હોય તો શહેરના કોઈ એરિયામાં મકાન ભાડે રાખવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો.
ભાસ્કરે તેનાં પરિવારને પૂછ્યું.મારે શહેરમાં ભાડે મકાન લેવું પડશે કેમકે અહીં અપડાઉન,વાતાવરણ મનને અશાંત રાખે છે.મારે ખુબ મહેનત કરી આગળ વધવું છે.તો હું કોઈ ભાડે મકાન રાખી રહેવા જાઉં?આવો સવાલ તેનાં વૃદ્ધ માં બાપને કરતાં....
વૃદ્ધ વડીલોએ કીધું કે કોઈ વાંધો નહીં પણ તારા મકાન ભાડાથી માંડી વીજળી,પાણી,રસોઈ,ઘરનું કાચરાં પોતું આ બધું કરવામાં તારો સમય બરબાદ નહીં થાય!
આ બધું કરતાં કરતાં તારો વાચનનો સમય કંઈ રીતે કાઢીશ?
હા એક રીતે થાય....!!!સહેજ શ્વાસ લેતા પોતાનો બાપ બોલ્યો... જા તારી મા ને સાથે લઇ જા.. હું તો આમેય એકલો વરસો સુધી જીવ્યો છું.મને ટેવ પડી ગઈ છે એકલા જીવવાની.નાની ઉંમરમાં મા બાપ ને ખોયાં અને મોટી ઉંમરે તારી મા સાથે લગ્ન કર્યાં ત્યાં સુધી મજૂરી,ખેતરે,ઢોર ઘર કામ આ બધું જાતેજ કરતો હતો.તારી બા આવ્યા પછી મને ઘણી ખરી બાબતમાં રાહત મળી.
પણ બેટા! શહેરમાં તારી બા ને ફાવશે નહીં કેમકે લીંપણના ઘરમાં જીવન વિતાવેલું તેને આ પથ્થરાના લિસા લિસા ઘરમાં લપસી પડવાની બીક લાગે.પથ્થરના ઘરમાં તારી બા ના પગ ઠંડા રહે,પથારી નીચે કરવી પડે તો ઘરડું માણસ બીમાર પડે તો તું કેમ કરી તારો અભ્યાસ કરીશ? અથવા તું ભણવા જઈશ કે પછી વધારાની ઉપાધીમાં અટવાઈ જઈશ?
એકી શ્વાસે બાપ બોલીને ચિંતાની લંકીરો સાથે મુખડુ નીચું કરી ને આસું આવતાં પરાણે રોકી ચૂપ રહ્યા.ત્યાં મૌન બની સાંભળતો ભાસ્કર બોલ્યો...!
બાપા... એ બધું ના વિચારો હું બધું મારી જાતે જ કરી લાઉશ.તમેં ગામડે સુખી રહો.. મને ધગશ છે કે જાતે કામ કરીને હું મારો ભણવાનો સમય કાઢી ભણવાનું હું નહીં ભૂલું..અને તમેં જે આજ સુધી તકલીફ વેઠી ને મને ભણાવો છો એનું હું ઋણ ચૂકવીશ.તમેં મને અત્યંત કઠિન પરિસ્થિતિમાં તકલીફ વેઠીને ભણાવ્યો છે.ખિસ્સામાં પૈસા નહોતા છતાં કોઈકની મજૂરી કરી તમારી કમર વાંકી વળી ગઈ છે,તે મને ખબર છે.મારી બા પણ પારકી મજૂરી સાથે તમારી અને ઘરની બધી જવાવદારીમાં થાકી ગઈ છે.માટે હવે એ દિવસો ફરી નહીં આવે.હું રાત દિવસ મહેનત કરી સફળ થઈશ.કોઈ સારી નોકરી મળી જશે તો હું સરસ ઘર બનાવી ત્યાં તમને લઇ જઈશ.!
બાપ ભાસ્કરની વાત સાંભળીને બોલ્યો બેટા ! ઘણું કાઠું છે આ બધું કરતાં કરતાં ભણવું.સાથે તારી ફી અને ઘર ખર્ચ,ભાડુ અને બીજાં ખર્ચા તારા મારાથી નથી વેઠાય તેમ.તો તું આ બધું પૂરેપૂરું વિચારીને જ ડગલું ભરજે.
ભાસ્કરે આ બધું કાને સાંભળી બાપને તેની વૃદ્ધ બા ને પગે લાગી કોલેજના સમયે પહોંચવાની તૈયારી કરી તે નીકળી ગ્યો.મનમાં વિચાર હતો કે હું કઈંક કરી છૂટીશ.
તેણે શહેરમાં મકાન ભાડે રાખવાનું માંડી વાળ્યું.ઘણા મનોમંથન પછી તેણે બાપના બોલની અવગણના ન કરી. મનોમન ચાલતાં ચાલતાં ચિંતન કરતો હતો કે જો હું ગામડેથી શહેરમાં રહેવા જાઉં તો એકલું એકલું જીવન જીવતાં મારા બા બાપુજીને કઈંક થઇ જાય તો તે ક્યાં દોડશે એટલે શહેરમાં ભાડે રહેવા જવાનું માંડી વાળી કઈંક થોડી ઘણી મજૂરી કરી લેવાં વિચાર કરતો રસ્તે ચાલ્યો જતો હતો.ત્યાં તેને કોઈએ પાછળથી કોઈ છોકરીએ બૂમ પાડી....
ભાસ્કર..........!!
અવાજ અપરિચિત હતો...!
પાછું વળી જોયું તો તેની સાથે વરસો પહેલાં પ્રાથમિક શાળામાં ભણતી ભાનુમતી મળી ગઈ.
ભાનુ!.... તું !
તું તો રાજકોટ ભણવા ગઈ તે ગઈ તારા કોઈ જ સમાચાર નહીં.મે તારા કાકાના ઘેર પુછાવ્યું પણ કોઈએ મને ના કીધું કે આ લોકો ક્યાં છે? કોઈ બતાવતું હતું કે રાજકોટ બાજુ છે,પણ કોઈને સરનામાંની ખબર જ નહીં.નહીં તો હું પત્ર લખીને સમાચાર પૂછી લેત! પરંતુ! કોઈની પાસે તમારા પરિવારના સમાચાર ન્હોતા.મનમાં અનેક વિચારો હતા કે રાજકોટ જઈ આવું.પણ એક બાજુ બા બાપુજીને એકલાં મૂકી ક્યાં જાઉં? માટે પાટણની કોલેજમાં એડમિશન લઇ હાલ એમ.એસ.સી ના છેલ્લા વર્ષમા છું.પછી નોકરી માટે વિચારીશ.એકી સાથે ભાસ્કર ભાનુની સાથે ચાલતાં ચાલતાં બોલ્યે જતો હતો.વચ્ચે ભાનુએ બોલતાં રોકી કીધું કે ભાસ્કર....
ભલે હું તને કહેવાય નથી રહી,પરંતુ તારી સ્થિતિની મને ખબર છે.તને ખબર નહીં હોય પણ હું ગઈ કાલે જ રાજકોટથી આવી એવી તારી પૃચ્છા કરી હતી પરંતુ કોલેજથી રાતના દસ વાગે ઘેર આવે છે,તેવી ખબર પડી એટલે હું રાત્રે સૂતાં સૂતાં વિચારતી હતી કે સવારે ભાસ્કરને મળીશ.તારો સવારનો કોલેજ જવાનો નિત્યક્રમ મે તારા પરિવારમાંથી જાણી લીધો હતો.ગામમાં આપણે સાથે બેસીને વાત ન કરી શકીએ એટલે મે વિચાર્યું કે આવતી કાલે વહેલી સવારે તારી સાથે પાટણ આવું.અને આખો દિવસ તારી સાથે વિતાવું.બોલ તું કોલેજ જવાનો હોય અને મારી સાથે તારે ના આવવું હોય,વાત ન કરવી હોય તો હું અહીં થી ઘેર પાછી જતી રહુ.હું રાજકોટ ગઈ હતી પણ મારું મન તારી પાસે હતું.તને મારી પાસે બેસવાનો કોઈ જ રસ ન હોય તો હું પાછી સાંજે રાજકોટ જતી રહુ.હાલ હું મારા કાકાના ઘેર રોકાયેલી છું.ખાસ તને મળવાજ આવેલી છું.ભાનુ બોલી ચૂપ ચાપ chaલી રહી હતી.
ભાસ્કર બોલ્યો.. ભાનુ! આટલુ બધું તું મારે માટે કરે છે તો હાલ આજે કોલેજ નહીં જવુ.શાંતિથી તારી બધીજ વાતો સાંભળવા ભાસ્કર તૈયાર છે.
ભાનુ બોલી ભાસ્કર! તો પાટણમાં કંઈ જગ્યા છે જ્યાં શાન્તિ હોય...બેસવાનું ગમે....?
ભાસ્કર કે ભાનુ ચાલ આપણે પાટણના પ્રખ્યાત સાહસ્ત્રર્લિંગ તળાવ મધ્યે વીર મેઘમાયાનો ટેકરો છે... ત્યાં જાઈયે....!!
બેઉ પાટણના તળાવ રસ્તે મહાકાળી માતાનાં દર્શન કરી પગપાળા વીર મેઘમાયાના ટેકરે ચડ્યાં.ભાનુની હિલવાળી ચંપલ હતી,એટલે તેણીયે ભાસ્કરના હાથનો સહારો લીધો.તેણી આજે પહેલી વખત પર પુરુષના હાથનો સ્પર્શ મળતાં તે ખુજ રોમાંચિત થઇ ઉઠી.ઊંચો અને મજબૂત બાંધાનો ભાસ્કર ઘઉં વર્ણો વાન ધરાવતો હતો.તેના કાળા વાંકડીયા વાળ જયારે પ્રાયમરી સ્કૂલમાં ભાનુ જોતી ત્યારે મજાક મજાકમાં ભાસ્કરના વાળ ખેંચીને બોલતી કે લાવ ભાસ્કરીયા.. Mતારા માથામાં ચોટલી બાંધી દઉં! સ્કૂલ પ્રવાસમાં તે હંમેશ ભાસ્કરની સાથે જ હોય.તેને ભાસ્કર જોડે ખુબ ગમતું.ક્યારેક ઝઘડા મસ્તી કરવી,નાસ્તો ખાઈ જવો આ બધી અતીતની યાદો આંખો સમક્ષ ઉપસી આવી.એકબીજાં સામસામું જોઈ હસી પડ્યા.....
ભાનુ બોલી યાદ છે!ભાસ્કર મારાં નખરાં?
ભાસ્કર કે હા મને બધુજ યાદ છે.પરંતુ હવે એ યાદ કરી ને મારે શું દુઃખી થવાનું ને?
અરે !એવું ન બોલ!
તને એક વાત કહેવા ખાસ આવી છું હું .
જો સાંભળ!.., m
હા બોલ!...ભાસ્કરે માથું ધુણાવી હા ભણી.
ભાસ્કર!હું રાજકોટની એક પ્રખ્યાત ટાઇલ્સ કંપનીની મેનેજર છું.તું કેમિકલ ઈજનેર કરી ચુક્યો છું.અને હાલ તને ભણવા કરતાં નોકરીની વધારે જરૂર છે.અને નોકરી સાથે કોણે કીધું કે નથી ભણી શકાતું?મારી પાસે એક વેકેન્સી છે.તારી નોકરી કરવાની ઈચ્છા હોય તો હું તમામ સગવડ બધી પુરી પાડીશ.તને બા બાપુજીની ચિંતા હશે ખરું ને! એ બધુજ વિચારીને તને મળવા આવી છું.તું જો હા પાડે તો આ પાંચ દિવસમાં તું રાજકોટ આવી ને જોઈ જા.હું આજે રાત્રે મારી કારમાં નીકળું છું.આપણા ગામમાં મારે થોડા જમીન અને મકાન વેરા ભરવાના હતા અને ખાસ તને મળવાનું હતું.આમ તો તને મળવા કાર લઇ ને આવતે પરંતુ તને એવું લાગત કે હું મેનેજરનું પદનું ઘમંડ બતાવું છું.આજે તારા માટે જ હું ચાલી છું.બાકી મેનેજર થયા પછી મારી તમામ બાબતો મારાં નોકરોએ ઉપાડી લીધી છે.હું કારમાં બેસું અને ઉતરું એટલે કારના દરવાજા ખોલ બંધ કરવા મારાં નોકર ખડે પગે હાજર હોય.એટલે આ બધું તને બતાવું છું એટલા માટે કે હું કેટલે પહોંચી છું માત્ર ગ્રેજ્યુએટ થઇ અને તું હજુ એમ.એસ.સી.માં ચક્કર કાપે છે.મને અભિમાન એ નથી કે હું પાવર બતાવું છું. મને હરખ છે કે તને સ્પેશ્યિલ રાજકોટથી મળવા આવી છું.
સાચું કહું ભાસ્કર!તું એક વખત રાજકોટ આવી જા...
લે આ મારું વિઝિટિંગ કાર્ડ......
હાથમાં કાર્ડ આપી બેઉ ચુપચાપ વિરમયાની ટેકરી ઉતરી પાટણના બસ ડેપોમાં આવ્યા..
નજીકના ગામે બસમાંથી બન્ને ઉતરી નદી પાર તેમના ગામે પોતપોતાને ઘેર ગયાં.રાતે છૂટા પડ્યાં. ભાસ્કરને વિચારમાં ક્યારે સપનામાં ઊંઘ આવી ખબર ન પડી.
બીજી બાજુ પોતાના કાકાને ઘેર રોકાયેલી સવારે ભાનુ કાર લઇ રાજકોટ રવાના થઇ.
ભાસ્કર બીજા દિવસે કોલેજ ગ્યો.પાંચ દિવસની રજા લઇ તે રાજકોટ ગયો.ભાનુની કંપનીના ગેટમેનને કાર્ડ બતાવી મળવાની રાહ જોઈ ઉભો.પટ્ટાવાળો તરત તેની ઓફિસ સુધી દોરી ગયો.ઓફિસની નેમ પ્લેટ પર લખ્યું હતું..
Miss bhanumati vyas.
..અંદરથી મેનેજરની ભાસ્કરને આવવાની અનુમતી મળી.બન્નેએ કોફી પીધી....એ ટેબલ ગહન ચર્ચા કરી.
જો સાંભળ ભાસ્કર!
મારાં મમ્મી-પપ્પાની હું એકની એક દીકરી છું.તેમને ઈચ્છા છે કે સારો સંસ્કારી છોકરો જોઈ તું મેરેજ કરી લે.એટલે મારાં મમ્મી પપ્પા માટે જમાઈ શોધવાનો સંપૂર્ણ હક્ક અધિકાર મને આપેલો છે.હું એમની લાડકી એકની એકજ દીકરી છું.મારે પણ હવે એક પુરુષ સાથીની જરૂર છે.જેને જીવનસાથી બનાવી શકું એવો જગતમાં મને છેક નાનપણથી તું જ ગમેલો છે.હું તારી પાસે વહેલી આવી હોત તો તું આ જગ્યા સુધી પહોંચી શક્યો ન હોત.તારા સંસ્કાર અને મારી તારા પર સતત નજર હતી એટલે મારાં મમ્મી પપ્પાને પણ તું ખુબ ગમ્યો છે.હું તારી દરેક વાત હું એમને શૅર કરું છું.એટલે આ બધો કંપનીનો કારભાર હવે તારે શિરે છે.જો તું હા પાડતો હોય તો તને.......નોકરી,છોકરી,ગાંડી,બંગલો,નોકર,ચાકર આ સેકન્ડે તારા નસીબમાં છે.આ કંપની મારાં પપ્પાના નામે જ છે.જતે દિવસે એ મારે નામે જ વારસમાં હશે....??
આ સાંભળી ભાસ્કર ને અત્યંત હર્ષ થયો.
ભાસ્કર....નો પ્રકાશ ચારે તરફ પથરાઈ રહ્યો હતો.ભાનુને બચપણથી ચાહતો હતો એટલે ના કહેવામાં કોઈ સવાલજ નહોતો........
"અસ્તુ"
- વાત્ત્સલ્ય