The Scorpion - 72 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન - પ્રકરણ-72

બધાંનાં જમી લીધાં પછી આકાંક્ષાએ કહ્યું “ભાઇ તમે અને દેવી ટેરેસ પર જતા થાવ હું આવું છું”. દેવ એનાં વિચારોમાં હતો એણે સાંભળ્યું ના સાંભળ્યું કર્યુ અને બોલ્યો “ઓકે પછી આવી જજે...” દેવ ટેરેસ પર જવા લાગ્યો. દેવીએ જોયું દેવ ટેરેસ પર જવા નીકળ્યો. દેવી એનાં રૂમમાં ગઇ એણે બારીમાંથી જોયું કે એનાં પાપા મંમી તથા દેવનાં પાપા મંમી ગાર્ડનમાં જઇ રહ્યાં છે.

દેવીએ એ મોટાં કાચનાં બાઉલમાં રાખેલાં ફૂલો હાથમાં લીધાં એણે જોયું આકાક્ષાં એનાં રૂમમાં ગઇ એ થોડું મલકાતી ફૂલો લઇને ટેરેસ પર જવા લાગી.

દેવ તો ટેરેસ પર ગયો એણે આકાશમાં જોયું ઓહો હો આટલા બધાં તારાં આખું આકાશ તારાથી ટમટમતું હતું અને એનાંથી આપોઆપ હાથ ફેલાઇ ગયાં ઉપર તરફ નજર કરીને એ દ્રશ્ય માણી રહેલો માનો એમાંજ ખોવાઇ ગયો હતો.

દેવીએ ટેરેસની ત્થા એની આજુબાજુની લાઇટ્સ ઓફ કરી દીધી એકદમ અંધારૂ છવાયુ દેવને અવકાશમાં રહેલાં તારા વધુ સ્પષ્ટ દેખાવાં લાગ્યાં. એનાથી બોલાઇ ગયું "વાહ અહોરાત્રી તું આટલી સુંદર છે ? અને લોકો આવાં સમયે સૂઇ જાય છે ?”

ત્યાં પાછળથી મીઠાં અવાજે ટહુકી "શું વાત છે તમે તો રાત્રીમાં ખોવાઇ ગયા ?” દેવે મીઠો ઘંટડી જેવો અવાજ સાંભળ્યો અને દેવી તરફ નજર કરી બોલ્યો “સાચેજ રાત્રી આટલી બધી સુંદર હોય છે ? આ રાત્રી એ તો એવો પાલવ ફેલાવ્યો છે કે એમાં લાખો કરોડો હીરા જેવા ચમકતાં તારાં જડી દીધા છે આલ્હાદક દ્રશ્ય.. પંચતત્વની સૃષ્ટિ ખૂબ સુંદર છે વાહ”.

દેવીએ કહ્યું “પંચતત્વની સૃષ્ટિતો ખૂબ સુંદર છે એનું વર્ણન અવર્ણનીય છે આ મારો ખૂબ ગમતો સમય છે અને હું આવું કુદરતનું રૂપ પીધાં કરુ છુ. મને એનાંથી..”

દેવે કહ્યું “આવા આલ્હાદક હૃદયમાં મારી સામે રૂપનો અંબાર સમી દેવી ચંદ્રમાનું રૂપ લઇને આવી છે આ રાત્રીનાં શણગાર સમયે તમારો ચહેરો ચંદ્રમા જેવો ચમકે છે તમે પણ ખૂબ સુંદર છો જાણતાં અજાણતાં મારાથી તમારી પ્રસંશા થઇ જાય તો માફ કરશો પણ હું રોકાઇ શકું એમ નથી...”

દેવીએ મીઠું હાસ્ય કરતાં કહ્યું “તમે તો કોઇ કવિ થઇ ગયાં રૂપનાં વખાણ કોને ના ગમે ? ઇશ્વર પણ પ્રસંશાનો કેદી છે એનેય પ્રસંશા ખૂબ ગમે છે હું તો માત્ર એક સ્ત્રી...”

દેવે કહ્યું “પ્રસંશા માણસને ખુશ કરે છે આનંદીત કરે છે પણ સાચું કહું તો પ્રસંશા સાચી હોય તો એ રૂપનું સાચું મૂલ્યાંકન છે એની કદર છે જે કરવી જ જોઇએ. ઇશ્વરનું રૂપ તો હજી સુધી નથી જોયું પણ તમને જોઇને એવું કહેવાનું મન થાય છે કદાચ ઇશ્વર પણ આટલો સુંદર નહીં હોય...”

દેવીએ કહ્યું “આ શું બોલ્યાં ? ઇશ્વર સહુથી સુંદર છે ઊગતા સૂર્યની લાલી સૂર્યાસ્તની કેસરીયા રંગની ગુલાબી અને રાત્રીની આ અનોખી રોનક... મારી ક્યાં સરખામણી થાય ? આતો કુદરતની નીપજ છે.”

દેવે કહ્યું “તમારી પ્રસંશા કરીને હું બીજાનું અપમાન નથી કરી રહ્યો મને આંખે જે દેખાય છે એજ કહુ છું અને મારું હૃદય જે કહે એને હું કદી છૂપાવી નથી શકતો દેવી તમને યાદ છે એક હિન્દી ફીલ્મનું ગીત છે ખૂબ સુંદર છે. એની લાઇન મને યાદ આવી ગઇ...”

“ખુદા ભી આંસમાંસે જબ જમી પર દેખતા હોગા.. તો સોચતા હોગા.. મેરે મહેબૂબ કો કીસને બનાયા...” દેવી ખડખડાટ હસી પડી બોલી “તમે સામેજ અત્યારે કોઇ રોમેન્ટીક મૂડમાં લાગો છો.”

દેવે કહ્યું “તમને સાચું કહું દેવી ઇશ્વરે તમને બનાવ્યાં પછી હાથ ધોઇ નાંખ્યા હશે અને ખુદને શાબાશી આપી હશે કે મેં ખૂબ સુંદર ચીજ બનાવી જે આજે મારી સામે ઉભી છે શું કહું તમને મને બસ કવિતા સ્ફૂરી રહી છે એમાં તમારોજ ફાળો છે તમે કારણ છો”.

“અજબ સૃષ્ટ્રિની જોઇ રહ્યો કરામત હું આંખથી કેવું રૂપ તન બદન મોહી ગયો છું હું તારાથી..

બસ લઇ લઊં બાહોમાં એકવાર મારાં હાથથી

ચૂમવા જાઊં મજબૂર મારાં અંગાર સમા હોઠથી…

દેવી શરમાઇ ગઇ ચહેરાં પર હાથ દઇ દીધાં બોલી “તમે મને કંઇક વધુજ મહત્વ આપી પ્રસંશા કરી રહ્યાં છો હું પણ હાડમાસની બનેલી કાલે નશ્વર થઇ જનાર એક સ્ત્રી છું માનવનું રૂપ કદી ટકતાં નથી અને હજાર માંગે પાછાં મળતાં નથી.”

દેવે કહ્યું “પણ હાડમાસની બનેલી પૂતળી મારાં માટે સંગે મરમરમાં કંડારેલી એક અપ્સરા છે ભલે કાલે હું કે તું નશ્વર થઇ જવાનાં પણ ભસ્મ થતાં પહેલાં આ દીલમાં આગ બાકી છે.”

ત્યાં દેવીએ વાત પકડતાં કહ્યું “દેવ તમે કવિતાની કડી સંભળાવતાં હું અને તું કહ્યું મને ખૂબ સ્પર્શી ગયું તમે મને તમે નહીં તું કહો મને ખૂબ ગમ્યું.. ગમશે તમે માં એક આદરનું અંતર ભલે છે પણ તું માં પોતાનું હોવાનો એહસાસ છે જે આદર કરતાં પ્રેમનો ભાવ છે તું અને હું હોવામાં જે આનંદ છે જે નીક્ટતા છે એ “તમે"માં ક્યારેય નથી આવતી..હવે તું કહીને તમે બોલાવો એવો મારો આગ્રહ છે....” એમ કહી દેવની સામે જોવા લાગી.....

રાતનાં અંધકારમાં પણ જાણે ચંદ્રમાં અને તારાંઓનું તેજ બંન્નેનાં ચહેરાં પર પડી રહેલું. આટલી ઠંડી ખુશનુમા રાત્રીમાં પણ દેવીનાં કપાળ પર જાણે પ્રસ્વેદ બિંદુ દેખાઇ રહ્યાં હતાં. દેવને ટગર ટગર શાંત ચિત્તે જોઇ રહેલી દેવીનાં ચહેરાં પર દેવને આમંત્રિત કરવાનાં સ્પષ્ટ ભાવ હતાં.

દેવ દેવીનાં રૂપમાં એની વાતોમાં ઓતપ્રોત હતો બંન્ને વચ્ચે એક એવી અદ્રશ્ય દોર હતી જે ધીમે ધીમે બંધાઇ રહી હતી... દેવ દેવીને જોઇને એની નજીક આવી ગયો..

જેવો દેવ દેવીની નજીક આવ્યો દેવીએ આંખો બંધ કરી દીધી. દેવ દેવીનાં ચહેરાની સાવ નજીક આવી ગયો હતો બંન્ને જણાં પ્રેમમાં મદહોશ હતાં સાવ નબળી ક્ષણ નજીક હતી માત્ર બે દિવસનાં ટૂંકાં મેળાપમાં, ઓળખાણમાં બે જીવ જાણે નજીક આવી ગયાં હતાં.

દેવે દેવમાલિકાનો ચહેરો પકડ્યો એકદમ હળવાશથી એને જોતોજ રહ્યો અને એનાં ગુલાબી દહકતાં હોઠ પર એનાં હોઠ મૂકીને આંખ બંધ થઇ ગઇ.

દેવ અને દેવમાલિકા બંન્ને હોઠનાં સ્પર્શથી આખું શરીર એક એક કણ કણ માણી ગયું બંન્નેને અદમ ધ્રુજારી આવી ગઇ બંન્ને એ એકબીજાને વળગી પડી તસતસતું ચુંબન લઇ અને એનાં મધુર રસ પીવા લાગ્યાં ક્યાંય સુધી હોઠ એકબીજાને સ્પર્શી ચૂસ્તાં રહ્યાં દેવે તસ તસતું ખૂબ મદમસ્ત ચુંબન લઇને કહ્યું “દેવી તારુ નામજ છે દેવમાલિકા તું મારી માલિકન થઇ ગઇ આજથી...”



વધુ આવતા અંકે ---- પ્રકરણ-73




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED