દેવમાલિકા આકાંક્ષાનાં પ્રશ્નનાં ઉત્તરમાં અસ્ખલિત રીતે બોલી રહી હતી. જેમ જેમ એ બોલતી હતી એમ એનાં રૂપાળાં ચહેરાં ઉપર સંતોષ વર્તાતો હતો. જોઇ શકાતો હતો. દેવી એ કહ્યું “હું એમને જાણું છું ઓળખું છું અનુભવું છું. એમનો મને પળ પળ એહસાસ અને સ્પર્શ થાય છે. તમને આશ્ચર્ય થશે કે મારાં સૌથી નીકટનાં સાથી મિત્ર આ લોકોજ છે. આજે આજની સંધ્યાએ જે રૂપ તમે જુઓ છો... એ કાલે નહીં હોય.. કાલે કંઇજ જુદુંજ વધુ નયનરમ્ય હશે. આજ મારી દુનિયા છે.”
દેવ ખૂબ હર્ષપૂર્વક દેવમાલિકાને સાંભળી રહેલો જાણે વધુને વધુ એનાં તરફ આકર્ષાઇ રહેલો એનો ચહેરો પ્રસન્ન થઇ ગયેલો.
દેવમાલિકાએ કહ્યું “આકાક્ષાં તમે પૂછ્યુ એમ હું પણ હ્યુમનબીઇંગ તરીકે સમજું છું. જીવું છું મારે ઘણી સહેલીઓ છે. અહીં કામ કરતાં ચાકરો. અધિકારીઓ, હું ભણતી એ શિક્ષકોની દીકરીઓ બધી મારી સહેલી છે અહીં ઊંચનીચ નથી બધાં ભગવાનનાં બાળકો છે. મારી ખાસ સહેલી છે એકમાત્ર... રોહિણી... એનાં હમણાંજ વિવાહ થયાં છે એ અહીં પૂજામાં આવી દર્શન કરી નીકળી ગઇ હતી એનાં વિવાહ અહીંનાં જંગલનાં મુખીયાનાં દીકરો રાવલો... એની સાથે થયાં છે બંન્ને દર્શન કરી નીકળી ગયાં પાછાં જંગલમાં આમતો એમનાંમાં રિવાજ છે કે વિવાહ પછી અમુક દિવસ અજાણ્યા માણસો ખાસ પુરુષો સામે ના જવાય. અહીંના જંગલમાં વર્ષોથી રહેલાં આદીવાસી લોક છે આમ ખૂબ સારાં.. પણ વીફરે તો દુશ્મન ને સારાં કહેવડાવે. મેં ખાસ આગ્રહ કરીએ લોકોને દર્શન કરવા બોલાવેલા. આવીને છૂપાતાં પાછા જતાં રહ્યાં. એનાં પિતા અહીં આપણે ત્યાં નોકરી કરે છે પાપાનાં ખૂબ વફાદાર છે.”
“એમનો ભત્રીજો... પણ.. મને..” પછી ચૂપ થઇ ગઇ. એકદમ હસતાં કહ્યું “અહીંની ઘણી વાતો ભેદભસ્મ જેવી પણ છે.. એવું. તપ, પવિત્રતા અને ધર્મનું બળ છે એવું. અમુક પહાડોમાં વિકરાળ અને અધકારુ બળ પણ છે છોડો હું ક્યાંથી ક્યાં વાત લઇ ગઇ ?”
આકાંક્ષાએ કહ્યું “તમારી વાતો ખૂબ ઇન્ટરેસ્ટીંગ છે વાતોમાં રાત દિવસ નીકળી જાય તોય ધરાવો ના થાય એવી છે શું કહો છો દેવ ભાઇ ? તમે તો સાંભળવામાં એકદમ તલ્લીન થઇ ગયાં.”
દેવે કહ્યું “હું સાચેજ તલ્લીન થઇ ગયેલો મેં ઘણી બુક્સ વાંચી છે આદીવાસીઓ, પ્રહાડોમાં જંગલોમાં રહેલી પ્રજાતીઓ એની સંસ્કૃતિ સંભ્યતા બધુ જુદી જુદી અને રસપ્રદ હોય છે. દેવીની વાતો એનાંથી વધુ ઇન્ટરેસ્ટીંગ છે કારણ કે એમણે જોઇ છે અનુભવી છે મને તો આવામાંજ રહેવા જીવવાનું ગમે”.
દેવીએ લાગલી તક ઝડપી અને કહ્યું “મને લાગ્યુજ આ બધું તમારી પસંદગીનું છે. તો અહીં રહી જાઓ.” એમ કહીને ખડખડાટ હસી.
દેવે આકાંક્ષા સામે જોઇને પૂછ્યું “તને ગમે આવું ?” આકાંક્ષાએ કહ્યું “હું ટુરીસ્ટની જેમ આવી રહી શકું કાયમ રહેવું મને આકરું પડે મને સીટી લાઇફ એની નાઇટલાઇફ મોજ મસ્તી વધુ ગમે.”
દેવમાલિકાએ કહ્યું “એતો સમજાઇજ જાય છે પણ એમાંય કંઇ ખોટું નથી બધેજ બધુ મળી જતું હોય છે કોઇ પ્રકૃતિના રંગમાં રંગાય કોઇ મટીરીયાલીસ્ટીક ચીજોમાં આકર્ષાય સહુ સહુની પ્રકૃતિ, સ્વભાવ અને પસંદગી હોય છે. જેને જે પસંદગી હોય એવું જીવવાનો અધિકાર છે.”
ત્યાં નીચેથી સેવક આવ્યો અદબથી ઉભો રહ્યો અને કહ્યું “આપ સૌને માલિક નીચે બોલાવે છે જમવાનું પીરસીને તૈયાર છે આપની રાહ જોવાય છે.”
દેવમાલિકાએ કહ્યું “વાતોમાં ક્યાં સમય પસાર થઇ ગયો ખબરજ ના પડી”. દેવે કહ્યું “એ વાત અને વાત કરનાર પર આધાર રાખે છે સમય ને ક્યાં બ્રેક છે ?”
દેવમાલિકા હસી પડી બોલી “સાચી વાત છે ચલો આપણે જઇએ જમી લઇએ. તમને લોકોને ભૂખ લાગી હશે. મેં વાતોનાં વડા કર્યા અને વાતોથી...”. પછી અટકી ગઇ.
આકાંક્ષાએ કહ્યું “વાતોથી પેટ ના ભરાય દીલ ભરાય ખૂબ સારું લાગ્યું ચાલો નીચે જઇએ.” તરત દેવે કહ્યું “પણ જમીને પાછા ઉપર આવીશું મારે તમે વર્ણન કરેલી રાત જોવી છે.”. દેવી હસી.
દેવ માલિકાની માં સૂરમાલિકાએ કહ્યું “અહીં અમારી વાતો ખૂટી ગઇ તમારી વાતોએ તો સમય ભૂલાવી દીધો. ભૂખ નહોતી લાગી ?” આકાંક્ષાએ કહ્યું “આંટી દેવીની વાતોએ તો અમારી ઉત્કંઠા વધારી દીધી હતી”.
રુદ્ર રસેલે કહ્યું “દેવીને પોતાનાં લાગે એની સાથે ખૂબ વાત કરવા જોઇએ બાકી કોઇની સાથે ખપ પુરતીજ વાત કરે છે”. રાયબહાદુરે કહ્યું “સરખે સરખાં છે એટલે સ્વાભાવિક છે”. અવંતિકા રોયે કહ્યું “દેવે તો આવુ ક્યાંક જોયું હશે પણ આકુ માટે આ નવું છે અને આકર્ષણ થાય સ્વાભાવિક છે” આકાંક્ષાએ કહ્યું “સૌથી વધારે તો ભાઇનેજ ઇન્ટરેસ્ટ પડ્યો છે હજીતો જમીને ઉપર અગાશીમાં જવાનો પ્રોગ્રામ છે.. રેશ્મી રાતનાં દર્શન.”. એમ કહી હસી.
સૂરમાલિકાએ કહ્યું “કંઇ નહીં તમારે બેસવું હોય તો બેસજો દેવીને ઘણા સમયે આવી હસતી ખીલતી જોઇ છે.” એમ કહીને રુદ્રરસેલની સામે જોયુ રુદ્રરસેલે કહ્યું “ચાલો પહેલાં જમી લઇએ.” અને તાળી પાડી સેવકોને બોલાવ્યાં. ચાંદીનાં વાસણોમાં અને થાળીમાં જમવાનું પીરસાયુ હતું દેવને જોઇનેજ મોઢામાં પાણી આવી ગયેલું. એ બોલ્યો રસોઇની સુગંધ એવી આવે છે કે ભૂખ આળશ મરડીને ઉભી થઇ ગઇ છે.
રુદ્રરસેલે કહ્યું “હાં પહેલાં પેટ ભરીને જમી લો અમે લોકો જમીને નીચે બાગમાં ટહેલીશું તમે ટેરેસ પર વાતો કરજો. પણ વેળાસર સૂવા માટે આવી જજો. સવારે તો મઠ જોવા જવાનું છે”.
દેવીની નજર દેવ તરફ ગઇ. દેવ તો જમવામાં વ્યસ્ત થઇ ગયેલો દેવીને સ્મિત આવી ગયું વિચારી રહી આમને તો સાચેજ ખૂબ ભૂખ લાગી છે. એ પણ કોઇ વિચારોમાં પડી ગઇ.
બધાંએ જમી લીધું. સેવકો હાથ ધોવાડવવા આવી ગયાં ખાસ વાસણમાં હાથ ધોવરાવ્યા અને રૂમાલ આપીને હાથ લૂછાવ્યાં.
રુદ્ર રસેલ, રાયબહાદુર એમની પત્નો નીચે બાગ તરફ ગયાં. આકાંક્ષાએ કહ્યું “ભાઇ તમે જતાં થાવ હું આવું છું.” દેવી અને દેવ અગાશી તરફ જવા નીકળ્યાં......
વધુ આવતા અંકે ---- પ્રકરણ-72