The Author वात्सल्य અનુસરો Current Read સમયની ચાલે.... By वात्सल्य ગુજરાતી પ્રેરક કથા Share Facebook Twitter Whatsapp Featured Books આસપાસની વાતો ખાસ પ્રસ્તાવનાઆપણી આસપાસ ધબકતું જનજીવન ચારે તરફ જીવિત હોય છે. આં... ભાગવત રહસ્ય - 120 ભાગવત રહસ્ય-૧૨૦ આ શરીર પાંચ તત્વોનું બનેલું છે. એક એક તત્વ... નારદ પુરાણ - ભાગ 53 સનત્કુમાર આગળ બોલ્યા, “ઈષ્ટદેવની આરતી ઉતાર્યા પછી શંખનું જળ... મારા અનુભવો - ભાગ 20 ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 20શિર્ષક:- કુંભમેળોલેખક:- શ્રી... શ્રાપિત પ્રેમ - 19 " રાધા, તને મળવા માટે કોઈ આવ્યું છે."રાધા અને ડોક્ટર નેન્સી... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો સમયની ચાલે.... (5) 898 2.2k 1 કલા અને કામિની બેઉ પાક્કી બેનપણીઓ,ક્યાંય જવુ આવવું,કોલેજ જવુ,પ્રવાસ જવુ કે ક્યાંક કોઇ સગાંને ત્યાં લગ્ન પ્રસંગ હોય તો પણ તે સાથે જ જાય.ગામમાં બન્નેનાં અલગ અલગ જગ્યાએ ઘર છતાં કલા કામિનીના ઘેર જતી હોય કે કામિની કલાને ત્યાં ઊંઘી જાય.રસોડે કે ખેતરે કામ હોય તો સાથે જ હોય.કલા-કામિનીનાં સખીપણાં એટલાં મજબૂત કે એક બીમાર થાય તો તેની સાથે બીજી પણ બીમાર થઇ જાય.કોલેજમાં હમણાં કોરોના મહામારીના કારણે તે બેઉની રજાઓ હતી.શિક્ષણ કાર્યમાં મેડિકલ કોલેજ ક્યારે ખુલે તેની કોઈજ નક્કી તારીખ થઇ શકતી ન્હોતી.તેથી બન્ને સખીઓની કોલેજ જવામાં દોડધામ હતી નહીં.આખો દિવસ ઘરમાં તેમનો સમય પસાર થતો જતો હતો.દૂરના એક શહેરમાં કલાએ આરોગ્ય ખાતામાં સાત માસ પહેલાં ઇન્ટરવ્યૂ આપેલો તે જગ્યા પર નોકરીનો ઈમેલ ઓર્ડર હતો.કરાર આધારિત જગ્યા ઉપર સેલરી પણ જણાવી હતી જે તેની લાઈફ સારી જીવવા માટે ઘણી મોટી રકમ હતી.ઘરમાં બેસીને મનોમંથન કરી ઘરનાને જાણ કરી.ઘરનાં બધાં ખુશ થયાં.તેનો નાનો ભાઈ સ્થાનિક હાઈસ્કૂલમાં સ્ટડી કરતો હતો.તેમના મમ્મી ઘરનું કામ સંભાળતાં અને પપ્પા પટ્ટાવાળાની જોબ જોડેના શહેરની ઓફિસે જતા આવતા.દીકરીને નોકરી મળી છે,તેથી તેમના હરખનો પાર નહોતો.કલાને અભિનંદન પણ આપી દીધા.બીજી ક્ષણે પપ્પાને થયું કે જે જગ્યાએ નોકરી જવાનું છે,તે જગ્યા કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે હતી.એટલે આટલે દૂર નોકરીએ દીકરીને એકલી મોકલવા પપ્પા થોડા મૂંઝવણ અનુભવવા લાગ્યા.બીજી બાજુ કલા હરખની મારી સીધી કામિની પાસે પહોંચી ગઈ ખુશીના સમાચાર કામિનીને આપવા.કામિની સોફા ઉપર બેઠી બેઠી રીડિંગ કરતી હતી.તેના હાથમાંથી બૂક એક બાજુ મુકાવી બોલીજો અલી મારો નોકરીનો ઓર્ડર છે!ગાંધીધામ કચ્છ નો!.....એજ ક્ષણે કામિનીનો ચહેરો ફિક્કો પડી ગયો!કામિની! નોકરી સિવાય બીજું ફેક્ટર વિચારી જોયું?કેમ તને ઈર્ષ્યા થઇ મારી બેન! કલા બોલી ગઈ...કલા ને મજાક સૂઝી પરંતુ કામીનીની મુખકૃતિતીમાં ચિંતાની રેખાઓ ઊપસેલી હતી.અલી કામિની! મને નોકરી મળી તેમાં તું ખુશ નથી?તને મારાથી જુદું પડવું નથી ગમતું એટલે ને! મારી પ્રગતિ તને નથી ગમતી એટલે ને!અરે! કલા એવું કઈંજ ઈર્ષ્યાનું કારણ નથી! મારી સખી નોકરીએ જશે એનાથી ખુશી બીજી કઈ હોય મને? પરંતુ તારાં મમ્મી ઘર સાંભળે,તારા પપ્પા નોકરીએ જાય અને મોડા વેલા રાત્રે ઘેર આવે.નાનો ભાઈ પણ સ્ટડી કરે છે.આ બધું તો ઠીક પણ અજાણ્યા વિસ્તારમાં તારી સાથે આવશે કોણ?થોડી વાર વિચારે ચડેલી કલાને કામિની કહ્યે જતી હતી કે અત્યારે કોરોનાનો કાળ ચાલે છે.તારે આધારે તારા પપ્પા મોટી ઉંમરે નોકરી કરવા જાય છે.આ બધું હું સમજુ છું. મોંઘવારી પણ બઉજ છે,ભાઈ નો ખર્ચ પણ છે મમ્મી પણ સાજી માંદી રહ્યા કરે છે.અત્યારે કોરોના સર્વત્ર હાહાકાર વરતાવી રહ્યો છે.સાથ સાથ તારું સ્ટડી હજુ અપૂર્ણ છે. આ બધાંની તેં કોઈ વિચારણા કરી કે નહીં? તું હોશિયાર છે.સ્ટડી પૂરું થયે તને નોકરી મળી જશે...માટે શું કામ ઉતાવળીયુ પગલું ભરે છે?હજુ હાજર થવાના બે દિવસ છે પુખ્ત વિચાર કરી ને તારા પર હું છોડું છું.અવિરત બોલ્યે જતી કામિનીની સામે આંખમાં આંખ પરોવી બોલી અરે! મારી દોસ્ત! હું ખુબ ખુશ છું.મને ગાંધીધામ હોય કે ગાંધીનગર હોય!કોઈ જ પરવા નથી. આજ નહીં તો કાલ તું જે મારે માટે અનુભવે છે તે ચિંતાઓ કાલ પર ટાળીશ તો પણ આજની ચિંતા કાલ માથે જ આવવાની છે ને?અને બીજું કહું! હું કેમ ખુશ છું?હું જ્યાં જઈશ ત્યાં તને સાથે લઇ જઈશ...કલાને હજુ કામિની જોડે ટીખડી કરવાનું મન થયું.જો કામિની! મારે તો તારી જોડે જ લગ્ન કરવાં છે.આમેય આખુ ગામ આપણી દોસ્તીની વાત માં એમ કે છે કે આ તો બેઉ અરસ પરસ મેરેજ કરી ને જુદી નહીં જ પડે! એટલે હું શું કામ ચિંતા કરું જગતની?કામિનીને કલાનો એ વિચાર ગમ્યો.ચાલો મારી સખી જ્યાં જશે ત્યાં તો રહેવા મળશે બિંદાસ! એમ અત્યારે કોલેજ પણ બંધ છે માત્ર દરેક દવાખાનામાં ઇમરજન્સી કેસ ચાલી રહ્યા છે.એટલે કલાની વાત ખોટી નથી.અને આ ક્યાં કાયમી નોકરી છે!અગિયાર માસ પુરા થયે પછી ઘેર જ છીએને? કોરોના કેટલો લાંબો ચાલશે તેની કોઈને કોઈ જ ખબર નથી.બેઠા કરતાં બજાર ભલી!બન્ને પૂરતો વિચાર કરી બન્નેના પરિવારજનોને સમજાવી મનાવી ને નોકરીના સ્થળે હાજર થવા કલાના પપ્પા તૈયાર થયા.કલાએ કીધું કે પપ્પા કોરોના છે,એટલે તમારે નહીં આવવું. અમેં બેઉ ભીમ જેવી નીડર છીએ.દુનિયાની બધી જ ખુશીઓ અમને તમેં અપાવી છે.દરેક જગ્યાએ કેમ રહેવું તેની બચપણથી તાલીમ આપી જ છે.એટલે કોઈ ચિંતા કરશો નહીં.તમે તમારી તબિયત સાચવજો.મને તો ત્યાં સરકારી ક્વાટર પણ મળશે એટલે ભાડાનું મકાન પણ નહીં શોધવું પડે.જમવાનું ય હોસ્પિટલમાં રસોડું છે.કેમકે ખાનગી અને સારી હોસ્પિટલ છે.હું ઇન્ટરવ્યૂ દેવા ગઈ એટલે બધીજ ફેસિલિટીઝ અને એરિયા જોઈ લીધો છે. ભગવાન કરે કોરોના જશે તો ભાઈને ત્યાં કોઈ સ્કૂલમાં એડમિશન અપાવી દઈશ.મારી સાથે કામિની છે જ એટલે મારી ચિંતા બિલકુલ નહીં કરશો.અને મોબાઈલ વિડિઓ દ્વારા આપણે દરરોજ વાતો કરતા રહીશું.કલાની વાત માં દમ હતો.બાપને દીકરી એ વખતે દીકરી નહીં દીકરા જેવી લાગી.કલાને બાપે આશીર્વાદ આપી વિદાય આપી.સાથે કામિની પણ ખુબ ખુશ હતી.બન્નેને તેનાં પરિવારજનોએ આવજો...આવજો ના નાદે .... હર્ષાશ્રુમિશ્રિત વિદાય લીધી.ગાંધીધામ બસ ડેપોએ આખી રાત્રી સફર બસે વિરામ લીધો.સૌ પેસેન્જર સાથે કલા - કામિની બેઉએ નિર્ધારિત હોસ્પિટલના વિશ્રામ ગૃહમાં રીક્ષા દ્વારા સામાન ઉતારી રાહતનો દમ લીધો.વિરામ બાદ વહીવટી મેડિકલ ઓફિસરને હાજર રિપોર્ટ આપી પટ્ટાવાળા દ્વારા કવાટર પણ ખોલી આપ્યું.બન્ને સખીઓએ રૂમની સાફ સફાઈ ઇતયાદી પરવારી પુનઃ કલા ઓફિસ સુપ્રીટેન્ડન્ટને મળી.જોબ ચાર્ટ અને ઓફિસ જોઈન લેટર વિધિ પતાવી કલા કામે લાગી.કામિની રૂમ પર આવી.ઘરમાં બધી વસ્તુઓની ગોઠવણ કરી પાછી બંને રસોડે જ઼મી કલા જોબ પર અને કામિની રૂમ પર આવી.રૂમમાં બધીજ સગવડ હતી.ટીવી,ફ્રિજ,રસોડા સામાન અને સોફા બેડ એટલે ઘેરથી કપડા અને જરૂરી પર્સનલ ચીજ વસ્તુ સિવાય કશુંય લાવવાનું હતું જ નહીં.થોડા દિવસ રાબેતા મુજબ ચાલતું હતું.કલાનો આખો દિવસ હોસ્પિટલ માં પસાર થતો હતો પરંતુ કામિની એકલી કંટાળી જતી એટલે રાત્રે આરામ દરમ્યાન કલાને કહેતી રહેતી.કલા! મને તારા વિના ટાઈમ નહીં જતો.મને પણ તારી જોડે કામે લઇ જા! અહીં ઘરમાં એકલી કંટાળું છું મને તારા વગર નહીં ગમતું અને તારા વગર ઘેર જવુ નથી.કલા બોલી તું ચિંતા ન કર તારે માટે પણ જગ્યા નક્કી કરી જ દીધી છે.ખાલી તું મોઢે થી બોલે તેટલી જ વાર હતી.હું કહું અને તું જોબ જોઈન કરે તે કરતાં તું મનથી તૈયાર થાય તો તે કામમાં મજા આવે.તેં આજે સામેથી કીધું અને આપણા સબજેક્ટને ગમતી જોબ છે,એટલે મજા આવશે.કોઈ પણ કામ પોતાનું જ છે,એમ સમજી કરીએ તો એ કામમાં ખુશી મળે.કાલે મારી સાથે તૈયાર થઇ જા..****સવાર પડી,નિત્યક્રમ મુજબ હોસ્પિટલ પર ફરજ નિષ્ઠા નિભાવતી બન્ને સખીઓ તેમના પરિવારને વિડિઓ કૉલ કરી ખુશીઓ વહેંચતી.દસ બાર માસ અંતે તેમના કામના મૂલ્યાંકન આધારે તેમને કાયમ માટે હોસ્પિટલ પર જોબ ઓર્ડર મળી ગયા.હોસ્પિટલ પર ઘણા સારા સંસ્કારી ડોકટર્સ હતા,તેમાંથી બન્નેએ પોત પોતાના જીવનસાથી ડોક્ટર્સ પણ શોધી લીધા.પરિવાર પણ ખુશ અને બન્ને સખીઓ પણ ખુશ....સામે ડોક્ટર્સને પર્સનલ આસિસ્ટન્ટ સાથે સાથે લાઈફ પાર્ટનર પણ મળી ગયા.અને કોરોના ભગાડી દુઃખી દર્દીની સેવામા તેમને ચારેયને ભગવાન ભોળાએ આશીર્વાદ આપ્યા. - વાત્ત્સલ્ય Download Our App