Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 58

" કૉલેજ કેમ્પસ "ભાગ-58
પરી નાનીમા સાથે વાત કરી રહી હતી. નાનીમાનો એક જ સવાલ હતો કે, " તું રાત્રે આપણાં ઘરે આવવાને બદલે ત્યાં કઈરીતે પહોંચી ? "
હવે પરી પાસે પણ આ પ્રશ્નનો કોઈ જવાબ નહોતો... પરંતુ વારંવાર નાનીમા તેને થોડા અકળાઈને અને તેની ઉપર ગુસ્સે થઈને જ તેને પૂછી રહ્યા હતા ત્યારે પરીએ નછૂટકે જવાબ આપવો પડ્યો કે, " નાનીમા રાત્રે થોડું વધારે જ મોડું થઈ ગયું હતું અને તમારી ઉંઘ બગડે અને તો પણ મેં આકાશને ખૂબ કહ્યું કે, મને નાનીમાના ઘરે મૂકી જા પરંતુ તેણે મારી એક ન સાંભળી અને તે મને તેના ઘરે જ લઈ ગયો અને ત્યાં અંકલ અને આન્ટી બંને અમારી રાહ જોઈને જ બેઠા હતા અમે ગયા ત્યારપછી આકાશ તેના બેડરૂમમાં સૂઈ ગયો અને હું આન્ટી સાથે તેમના બેડરૂમમાં સૂઈ ગઈ. અમે એટલા બધા થાકી ગયા હતા કે પથારીમાં પડ્યા તેવા તરતજ સૂઈ ગયા અને સવાર ક્યારે પડી તે પણ ખબર નથી પડી મારો મોબાઈલ પણ કારમાં જ રહી ગયો હતો અને તે પણ ડિસ્ચાર્જ થઈ ગયો હતો તેથી હું તમને ફોન ન કરી શકી અને હવે ઘરે જ‌‌‌ આવું છું આ અંકલ મને ઘરે મૂકવા માટે જ આવે છે.
નાનીમા: ઓકે જલ્દીથી ઘરે આવ.
પરી: હા સારું નાનીમા.

અને પરી મનિષભાઈ સાથે નાનીમાના ઘરે જવા માટે નીકળી. નાનીમાનું ઘર આવતાં જ પરીએ મનિષઅંકલને નાનીમાને મળવા અને ચા કોફી પીને જવા માટે કહ્યું પરંતુ મનિષભાઈએ મારે થોડું મોડું થાય છે માટે નહીં આવી શકું તેમ કહીને વાત ટાળી દીધી અને પોતે પરીને નાનીમાના ઘર પાસે ડ્રોપ કરીને ચાલ્યા ગયા.

પરીના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા અને તે થોડી ગભરાયેલી જ હતી કે, નાનીમા મારી ઉપર ગુસ્સે તો નહીં થાય ને ? મને શું પૂછશે ? હું કઈરીતે તેમને જવાબ આપી શકીશ ? મેં નશો કર્યો હતો તેવી તેમને ખબર તો નહીં પડી જાય ને ? આવા અનેક પ્રશ્નોની વણથંભી વણઝાર પરીના મનમાં ચાલી રહી હતી જેને કારણે તે થોડી ડિસ્ટર્બ થઈ ગઈ હતી. તે ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે, હું નાનીમાને ફેસ કરી શકું.
અને તે ચૂપચાપ ઘરમાં પ્રવેશી અને નાનીમા સામે તેણે જોયું તો તે થોડા ગુસ્સામાં જ દેખાતા હતા તેમણે તરત જ પરીને પૂછ્યું કે, શું થયું હતું ગઈકાલે? ક્યાં ગઈ હતી તું આકાશની સાથે? મેં તને બે-ત્રણ ફોન કર્યા હતા પરંતુ તારો ફોન નેટવર્કની બહાર જ આવતો હતો આખીયે રાત મેં ખૂબજ ટેન્શનમાં વિતાવી છે. આ રીતે આખીયે રાત તું ઘરની બહાર રહી તે મને બિલકુલ ગમ્યું નથી બરાબર ? આજે ને આજે બેંગ્લોરની ટિકિટ બુક કરાવી દે અને બેંગ્લોર ચાલી જા. આ રીતે તું અહીંયા રહીને રખડે તે મને બિલકુલ પસંદ નથી. "
પરી નાનીમાને વળગી પડી અને કહેવા લાગી કે, " નાનીમા સોરી ફરીથી કદી હું આ રીતે તમને કહ્યા વગર ક્યાંય નહીં જવું બસ, આટલી વખત મને માફ કરી દો મારે મારી મોમ સાથે થોડા દિવસ રહેવું છે તો મને અહીંયા રહેવા દો ને ? "

નાનીમા: ના હવે તને વધારે અહીંયા રાખવાનું મારું મન જરાપણ માનતું નથી.

પરી: બે ચાર દિવસ તો રહેવા દો નાનીમા. હજુ આપણે એક બે વખત મોમને મળવા જઈશું પછી હું બેંગ્લોર ચાલી જઈશ.

હવે નાનીમા પરીને તેના કહેવા પ્રમાણે અહીં રહેવા દે છે કે જીદ કરીને મોકલી દે છે તે આપણે આગળના ભાગમાં જોઈશું...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
5/1/23