વૈભવ રઘુને આખરે જીદ કરીને ખવડાવે છે. વૈભવ ખુદ પણ ખાય છે, વૈભવ ની હાલત પણ બહુ જ ખરાબ હતી. પોતે એને ગીતા પર બહુ જ વિશ્વાસ હતો! એ તો એને પહેલી મુલાકાતથી જ બહુ જ ચાહવા લાગ્યો હતો!
ચારેય સૂતા પહેલા એક જ વિચાર કરી રહ્યાં હતા, આવનાર સમય એમના માટે કેવો નવો પડકાર લાવવાનો હતો. કેવી હજી જિંદગી નવી પરિક્ષા એમની લેવાની હતી.
🔵🔵🔵🔵🔵
સવાર પડી ગઈ. આ દિવસ નો સૂરજ ના જાણે કોની કોની જિંદગી ને અસ્ત અથવા તો મસ્ત કરવાનો હતો! ચારેય એ જ વિચાર સાથે આંખ ખોલે છે.
"રઘુ, ચાઈ પી ને અને નાસ્તો કરી ને આવજે.." ગીતા એ સવાર સવારમાં જ રઘુ ને કોલ કરી દીધો હતો.
"મારે કઈ ખાવું પીવું નહિ! મારે તો બસ તુ જ જોઈએ છે!" રઘુ એ બહુ જ પ્યારથી અને આળસ ખાતા કહ્યું.
"હા, થઈ જઈશું ભેગા. હવે આપણને કોઈ જુદા નહિ કરી શકે! એક ખાસ વાત, બધું ભૂલી જજે, બસ એટલું ધ્યાન રાખજે કે હું હું છું, હું ક્યારેય તને દુઃખ ના આપી શકું!" ગીતાના શબ્દોમાં જાણે કે કોઈ હિન્ટ હતો! એમ પણ રઘુ તો ગીતાનાં નસ નસ થી વાકેફ હતો!
વૈભવ એ ચા અને નાસ્તો રેડી જ રાખ્યો હતો અને બંને ચા નાસ્તો કરી ને ગીતા એ મેસેજ કરેલા એડ્રેસ પર જવા નીકળવાના જ હોય છે.
રઘુ એક પછી એક બધું જ યાદ કરી રહ્યો છે. રેખા નો લવ, ગીતાનો સાથ, વૈભવ નો ગીતા માટે પ્યાર, નેહા નું લાઇફમાં આવવું અને નેહનો એના માટે પ્યાર. ખબર નહિ પણ કેમ એનું દિલ હજી પણ ગીતા ને ઇનોસંટ જ માને છે. ગીતા એવું કરી જ ના શકે એવું એને લાગે છે. સચ્ચાઈ શું છે અને શું ખેલ રમાઈ રહ્યો હતો એ બધું જ હવે થોડા સમયમાં બહાર આવવાનું જ હતું.
શું ગીતા એ જ ખુદના પ્યાર માટે આ બધું કર્યું હતું કે આની પાછળ કોઈ બીજું જવાબદાર છે! શું પોતે નેહા ને બચાવી શકશે કે નહીં, વૈભવ ને તો કોઈ નુકસાન નહિ થાય ને! બહુ બધા વિચારો એક સામટા રઘુ ને સતાવી રહ્યાં હોય છે.
"હું નહિ જાણતો કે આગળ શું થશે પણ એક વાત હું જાણું છું કે હું તમારી સાથે જ છું!" વૈભવ એ કહ્યું તો જાણે કે રઘુ ને થયું કે કોઈ સાથે તો છે! એને થોડી રાહત થઈ.
જે કંઈ પણ થયું હતું, એ બધા પાછળનું કારણ અને ખરેખર શું બન્યું એ બધું જ હવે એમને ખબર પડવાની હતી!
બંને મેસેજ કરેલી જગ્યા એ જવા નીકળી પડે છે.
🔵🔵🔵🔵🔵
જગ્યા દૂર અને એકલવાયી હતી. બંને એ જૂના ગોડાઉન જેવી જગ્યા માં અંદર જાય છે. જોઈને જ લાગતું હતું કે માણસ તો શું કોઈ પ્રાણી પણ આ જગ્યા એ હોય નહિ!
રૂમમાં અંદર વચ્ચે જ મોં પર પટ્ટી સાથે ખૂબસૂરત રેખા જેવી જ લાગતી નેહા ખુરશી થી બાંધેલી હોય છે. વૈભવ રઘુ ને ત્યાં ના જવા કહે છે તો પણ રઘુ એની પાસે ચાલ્યો જાય છે. એના મો ની પટ્ટી એ ખોલી દે છે. એના હાથ પણ છોડી દે છે.
"ઓલ વોટ આઈ જસ્ટ વોન્ટ તો ટેલ યુ ઇઝ થેટ આઈ લવ યુ!" કોઈ ગોખેલા શ્લોકની જેમ નેહા ફટાફટ બોલી ગઈ.
"હા.." રઘુ એ એના માથે એક હળવી કિસ કરી દીધી.
છૂટતાં ની સાથે જ નેહા રઘુ ને વળગી પડી. બસ હવે ભલે આપને જોડે મરી પણ કેમ ના જઈએ! નેહા વિચારી રહી.
ગીતા કાળા કલરના કપડાં અને એવા જ બુટ પહેરી ને ત્યાં આવે છે. નેહા તો એક પળ માટે એનાથી ડરી જ જાય છે!
વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 34માં જોશો: મોકા નો ફાયદો ઉઠાવતા ગીતા એ એ છોકરીને ત્યાં ખુરશી પર બાંધી દીધી.
ગીતા એ એના મોં પરના કપડા ને દૂર કર્યું તો બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા.
"દીપ્તિ તું!" સૌ એક સાથે જ બોલી ઊઠ્યાં.
"હા, હું! નફરત છે મને ગીતા થી!" દીપ્તિ એ કહ્યું.
"પણ કેમ?!" રઘુ એ પૂછ્યું.
"ગીતા ના ડેડ, મિસ્ટર શાહ મારા પણ ડેડ છે, હું એમની નાજાયસ છોકરી છું! મમ્મી ને કોઈ હક ના મળ્યો પણ હું તો જાણું છું ને કે કેવી રીતે હક લેવાય છે!" દીપ્તિ બોલી.
"રેખા ને કોલ પર મેં જ કહ્યું હતું કે તારો ભાઈ મારી સાથે છે, એ પછી ની વાત અવાજ બદલી ને ગીતા એ જ કરી હતી!" દીપ્તિ બોલી રહી હતી.