"તો તું મને લવ નહિ કરતો!" ગીતા એ બહુ જ ગુસ્સામાં કહ્યું.
"જો ગીતું, હું રેખા ને જ પ્યાર કરું છું અને એને જ કરીશ!" રઘુ બોલ્યો. નેહા એ એનો હાથ પકડી રાખ્યો હતો.
"જો દીકા, આ બધા પાછળ હું જ છું! આ લે ગન અને ખતમ કરી દે મને!" ગીતા એ ભીનાં અવાજમાં કહ્યું.
"તારી ભૂલ છે ને.. ઠીક છે! તું પણ મારી જાન છું! જા, મેં તને માફ કરી દીધું!" રઘુ એ પ્યારથી કહ્યું.
દરવાજા બાજુથી ગોળી ફાયર થઈ તો વૈભવ એ ગીતાને એક બાજુ કરી ને બચાવી લીધી. ગોળી ગીતા પર જ ફાયર કરવામાં આવી હતી.
રઘુ ને એક અલગ વિચાર આવ્યો તો એને વૈભવ ને પકડી લીધો અને એ ગન જે ગીતા એ એને આપેલી એ ગન વૈભવ પર પોઇન્ટ કરી દીધી.
"જો કોઈએ ગોળી ફાયર કરી છે તો, હું વૈભવ ને મારી નાંખીશ!" રઘુ એ કહ્યું.
ગીતા જેવા જ કપડામાં એક બીજી છોકરી મોઢા પર કપડું બાંધી ને એન્ટર થઈ. એની હાથમાં પણ ગન હતી.
"ગન, નેહા ને આપી દે!" રઘુ એ એ છોકરી ને કહ્યું.
નેહા એ ગન લઇ લીધી. રઘુ એ વૈભવ ને છોડ્યો અને એ છોકરી ને ત્યાં ખુરશી પર બેસાડી દીધી.
"બોલ કોણ છું તું?! કેમ અમારી બધાની લાઇફમાં આટલી બધી મુસીબતો લાવી તું?!" રઘુ એ પૂછ્યું.
મોકા નો ફાયદો ઉઠાવતા ગીતા એ એ છોકરીને ત્યાં ખુરશી પર બાંધી દીધી.
ગીતા એ એના મોં પરના કપડા ને દૂર કર્યું તો બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા.
"દીપ્તિ તું!" સૌ એક સાથે જ બોલી ઊઠ્યાં.
"હા, હું! નફરત છે મને ગીતા થી!" દીપ્તિ એ કહ્યું.
"પણ કેમ?!" રઘુ એ પૂછ્યું.
"ગીતા ના ડેડ, મિસ્ટર શાહ મારા પણ ડેડ છે, હું એમની નાજાયસ છોકરી છું! મમ્મી ને કોઈ હક ના મળ્યો પણ હું તો જાણું છું ને કે કેવી રીતે હક લેવાય છે!" દીપ્તિ બોલી.
"રેખા ને કોલ પર મેં જ કહ્યું હતું કે તારો ભાઈ મારી સાથે છે, એ પછી ની વાત અવાજ બદલી ને ગીતા એ જ કરી હતી!" દીપ્તિ બોલી રહી હતી.
"દીપ્તિ એ મને કહ્યું હતું કે હું તને રઘુ નો પ્યાર અપાઈશ, અને એટલે જ હું એને જેમ કહ્યું એવું કરવા લાગી, મને નહોતી ખબર કે ખુદ દીપ્તિ ને તો મરાથી જ દુશ્મની છે, જો હું મરી જાઉં તો મારા ડેડ ની બધી જ પ્રોપર્ટી ની માલિક દીપ્તિ બની જાય!" ગીતા બોલી.
"મેં જ ગીતા ને આ બધું કરવા કહ્યું હતું, મને ખબર હતી કે રેખા રઘુ અને વૈભવ ને બહુ જ પ્યાર કરે છે અને જો અમે એમને નુકસાન પહોંચાડીશું તો એ ખુદને ખતમ કરી જ દેશે અને થયું પણ એવું જ!" દીપ્તિ બોલી.
"પ્લાનિંગ એવી હતી કે હું દીપ્તિ ને મારી પ્રોપર્ટી નો ફિફ્ટી પરસેન્ટ ભાગ આપીશ અને એ મને બદલામાં મારી પ્રોપર્ટી એટલે કે રઘુ નો પ્યાર આપશે!" ગીતા બોલી.
"બધું જ બરાબર ચાલતું હતું, અમારા પ્લાન પ્રમાણે જ બધું ચાલતું હતું પણ એકદમ જ તારી લાઇફમાં નવી છોકરી નેહા ની એન્ટ્રી થઈ. મારાથી ના જ રહેવાયું તો એને પણ હું કિડનેપ કરી ને લઇ આવી! પણ તેં જૂઠ કહ્યું, તું હજી પણ નેહા ને જ પ્યાર કરે છે!" ગીતા બોલી.
"ગીતા ને તો ખબર પણ નહોતી કે રેખા આવું કંઇક કરશે, એને તો નેહા ને પણ કિડનેપ નહોતી કરવી, પણ જ્યારે એને સાંભળ્યું કે તું ખરેખર એને લવ કરે છે તો એ ખુશ થઈ ગઈ." દીપ્તિ બોલી.
"હજી ગેઇમ તમને ખબર જ નહિ! નેહા જ રેખા છે!" રઘુ બોલ્યો તો બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ!
વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 35માં જોશો: "એક મિનિટ.. મતલબ તમે બધું રમી રહ્યાં હતાં.. મેં જ ગીતા ને કહ્યું હતું કે રેખાને પણ તેં જ મારી છે અને રઘુ, રેખા અને બાકી બધા ની લાઇફ બરબાદ થવાની પાછળ બસ એક તારો જ હાથ છે!" દીપ્તિ બોલી.
"એટલે જ તો જિંદગી તારી સાથે ના વિતાવી શકું તો ના સહી પણ મોત તો તારા હાથથી લઇ શકું એટલે હું તારા હાથથી મરવા માગતી હતી!" ગીતા એ રડતા રડતાં કહ્યું.
"હું તમને સૌને મારી નાંખીશ! જો ગીતા નહિ મરે તો મને પ્રોપર્ટી નહિ મળે, અને મને પ્રોપર્ટી નહિ મળે તો તું તમારામાંથી એક ને પણ જીવવા નહિ દઉં!" દીપ્તિ પાગલ ની જેમ બોલી.