Love's risk, fear, thriller fix - 32 books and stories free download online pdf in Gujarati

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 32


"ઓય, આવી જા ને જોડે!" રઘુ એ ફરીથી બહુ જ લાડમાં કહ્યું.

"બસ એક રાતની જ તો વાત છે!" ગીતા બોલતી તો હતી પણ ખરેખર તો એને પણ બસ રઘુ ને ભેટી જ પડવું હતું, બધું કર્યા ની માફી માંગી લેવી હતી અને બધું નવેસરથી એની સાથે શુરૂ કરવું હતું. ખરેખર તો આ એક રાત પછી એક નવી જ બહુ જ મસ્ત અને સુખદ આખરે આટલી બધી મુસીબતો બાદ ગીતાની જિંદગી એનો ઇન્તજાર કરી રહી હતી.

કોલ કટ થઈ ગયો હતો પણ ગીતા જાણે કે કોઈ અલગ જ દુનિયામાં હતી. રઘુ સાથે ગાળેલ દરેક પળ એને યાદ આવી રહ્યાં હતાં. ઊંઘમાં કેવો એને એનો હાથ પકડી લીધો હતો. રેખા થી દૂર થયો તો જાણે કે એને તો ગીતાનો જ સહારો હતો! કેટલીય વાર ખુદને ગીતાના ખોળામાં મૂકી દેતા રઘુ પર ગીતાને બહુ જ પ્યાર આવતો હતો. હા, એને ખોટો રસ્તો અપનાવ્યો હતો પણ એ રઘુ ને સૌથી વધારે અને સાચ્ચો પ્યાર કરતી હતી.

"હવે ક્યારેય કહેતી ના કે તું મને લવ કરે છે!" રઘુ ના શબ્દો ગીતાને યાદ આવ્યા.

રઘુ ને વૈભવ માંડ ઘરે લઈ ગયો, રઘુ એ જીદ કરી હતી કે એ અહીં જ બાંકળા પર સુઈ જશે! વૈભવ આખરે એને ઘરે લઈ આવ્યો.

આ બાજુ ગીતા એ રૂમમાં આવી, જ્યાં એને એક ખુરશી પર નેહા ને બાંધી રાખી હતી. ગીતાના હાથમાં થાળી હતી.

નેહા ના મોં પરની પટ્ટી હટાવી ને ગીતા એ નેહા ને એક કોળિયો ખવડાવવા હાથ આગળ કર્યો. નેહા એ ચહેરા ને આજુ બાજુ હલાવતા ના નો ઈશારો કર્યો.

"ખાઈ લે ને!" ગીતા એ પ્યારથી કહ્યું જાણે કે આ બધું એને મજબૂરીમાં ના કરવું પડી રહ્યું હોય, એની આંખોમાં આંસુઓ હતા.

નેહા એ એક અલગ જ વાત કરી - "તું ખાઈ લે, તો હું ખાઈશ ને!" નેહા કેટલી ઈનોસંટ હતી! જેને એને ગુલામની જેમ અહીં બાંધી રાખી હતી, એ તો એને જ ખાઈ લેવા કહેતી હતી!

"કેમ?!" ગીતા એ સ્વાભાવિક જ પૂછ્યું.

"કેમ કે, રઘુ તને બહુ જ પ્યાર કરે છે, મને પૂછશે કે કેમ મારી ગીતુનું ધ્યાન ના રાખ્યું તો હું શું જવાબ આપીશ?!" નેહા એ વાત સમજાવી. નેહાના દિલમાં કોઈ જ ડર નહોતો, હા, રઘુ એને કઇ જ નહીં થવા દે એવો વિશ્વાસ હતો.

"હા, રઘુ મને પણ કહેશે કે કેમ નેહા નું ધ્યાન ના રાખ્યું, રઘુ છે જ એવો! એના જેવું કોઈ જ નહિ! બધાં કરે પણ શું! એ છે જ એટલો મસ્ત તો!" ગીતા બોલી રહી.

ગીતા એ ખુદ પણ ખાધું અને નેહા ને પણ ખવાડયું.

વૈભવ રઘુ ને જીદ કરીને ખાવા કહે છે તો પણ રઘુ તો એક કોળિયો પણ ખાવા જેવો નહોતો લાગી રહ્યો.

"વૈભવ, કેટલો ખરાબ છું હું! મારા લીધે રેખા એ મરવું પડ્યું, મેં જ ગીતા ને પણ એક કાતિલ બનાવી ને મૂકી દીધી છે અને મારા લીધે જ વિચારી નેહા કે જેની કોઈ ભૂલ જ નહિ, એની જિંદગી પણ હવે હું બરબાદ કરી રહ્યો છું!" રઘુ ના શબ્દોમાં ભારોભાર અફસોસ હતો. જાણે કે પોતે જ બધાની લાઇફ એને જ ના બરબાદ કરી હોય એવું લાગી રહ્યું હતું.

"વૈભવ, ભાઈ, તું પણ દૂર થઈ જા મારાથી! હું બહુ જ મોટો ક્રિમીનલ છું!" રઘુ એ વૈભવ ને કહ્યું.

"તમારી કોઈ જ ભૂલ નહિ! તમે જે કર્યું છે બધું જ ઠીક છે અને એમાં જે કંઈ થાય એમાં વળી તમે શું કરી લો!" હંમેશા ચૂપ રહેતા વૈભવ ને રઘુ ભેટી પડ્યો. વૈભવ ના શબ્દો એને ખુદ રેખા ના જ શબ્દો હોય એવું લાગી રહ્યું હતું.

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 33માં જોશો: "મારે કઈ ખાવું પીવું નહિ! મારે તો બસ તુ જ જોઈએ છે!" રઘુ એ બહુ જ પ્યારથી અને આળસ ખાતા કહ્યું.

"હા, થઈ જઈશું ભેગા. હવે આપણને કોઈ જુદા નહિ કરી શકે! એક ખાસ વાત, બધું ભૂલી જજે, બસ એટલું ધ્યાન રાખજે કે હું હું છું, હું ક્યારેય તને દુઃખ ના આપી શકું!" ગીતાના શબ્દોમાં જાણે કે કોઈ હિન્ટ હતો! એમ પણ રઘુ તો ગીતાનાં નસ નસ થી વાકેફ હતો!

વૈભવ એ ચા અને નાસ્તો રેડી જ રાખ્યો હતો અને બંને ચા નાસ્તો કરી ને ગીતા એ મેસેજ કરેલા એડ્રેસ પર જવા નીકળવાના જ હોય છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED