ધૂન લાગી - 35 Keval Makvana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂન લાગી - 35




સૂર્યોદય થયો. 'મહેતા મેન્શન'માં દરરોજ જેવી રોનક ન હતી. તેમનો આલિશાન બંગલો, વેરાન હવેલી જેવો ભાંસતો હતો. મનીષજી અને શર્મિલાજી સૉફા પર બેસીને, કૉફી પી રહ્યાં હતાં.

"મનીષજી ! મને લાગે છે, કે આપણે કરણ અને કૃણાણને પાછાં બોલાવી લેવા જોઈએ." શર્મિલાજીએ કહ્યું.

"હા, મને પણ એવું લાગે છે. એક જમીન માટે આપણે કરણ અને કૃણાલને ન ગુમાવી શકીએ." મનીષજીએ કહ્યું.

"આપણે અત્યારે જ ફ્લાઇટથી કેરેલા જઈએ. ત્યાં જઈને તેમની પાસે માફી માંગીશું અને તેમને પાછાં અહીંયા લઈ આવીશું."

"પણ શું તેઓ આપણને માફ કરશે?"

"આપણે એક વખત પ્રયત્ન તો કરવો જ જોઈએ."

"ઠીક છે. તો કેરેલા જવાની તૈયારી કર." મનીષજીએ કહ્યું.

મનીષજી અને શર્મિલાજી બધી તૈયારીઓ કરીને, કેરેલા જવા માટે ફ્લાઇટથી નીકળી ગયાં હતાં. બે કલાકમાં તેઓ કેરેલા પહોંચ્યાં.

આશ્રમમાં બાળકો સ્કુલે ચાલ્યાં ગયાં હતાં. અમ્મા અને અપ્પા તેમનાં રૂમમાં હતાં. કરણ, અંજલી, કૃણાલ અને અનન્યા હોલમાં બેસીને વાતો કરી રહ્યાં હતાં.

"અક્કા! તમે મુંબઈમાં ક્યાં ક્યાં ફરવા ગયાં હતાં?" અનન્યાએ પૂછ્યું.

"ભાઈએ એક જ દિવસમાં ભાભીને, મુંબઈની બધી ફેમસ જગ્યાએ ફેરવી દીધા હતાં." કૃણાલે હસીને કહ્યું.

"તમને એટલી બધી જલ્દી હતી, કે જીજુએ એક જ દિવસમાં બધું ફેરવી દીધું?" આમ કહીને અનન્યા હસવા લાગી.

"તમે બંને પાછાં શરૂ થઈ ગયાં." અંજલીએ કહ્યું.

"By the way, મેં તમને ખૂબ જ યાદ કર્યાં હતાં." અનન્યાએ કહ્યું.

"મેં પણ તને ખૂબ યાદ કરી હતી." અંજલીએ અનન્યાને ભેટીને કહ્યું.

"ઓહો... આજે તો બે બહેનોનાં પ્રેમનો ઘડો છલકાઈ ગયો છે. બંને વર્ષો પછી મળી રહ્યાં છે." આમ કહીને કરણે કૃણાલને તાલી મારી.

"હા, હા, તમે પણ કરી લો મસ્તી." અંજલીએ કહ્યું.

બધાં એકબીજાં સાથે મસ્તી કરી રહ્યાં હતાં. એટલામાં મનીષજી અને શર્મિલાજી ત્યાં પહોંચી ગયાં. બધાં તેમને જોઈને ઊભાં થઈ ગયાં.

"તમે અહીંયા કેમ આવ્યા છો? તમારી લાલચે આપણો સંબંધ તોડી નાખ્યો છે." કરણે તેમને જોઈને કહ્યું.

"કરણ! અંજલી! અમે અમારી ભૂલની માફી માંગવા માટે આવ્યાં છીએ." શર્મિલાજીએ કહ્યું.

"તમારી ભૂલ માફીને લાયક નથી. તમે એક જમીન માટે, મારી જિંદગી સાથે રમત કરી છે." અંજલીએ કહ્યું.

"બાળકો જ્યારે નાનાં હોય છે, ત્યારે મા-બાપ તેમની ભૂલો માટે તેમને માફ કરે છે. આજે મા-બાપ બાળકો પાસેથી માફી માંગે છે, શું તમે અમને માફ નહીં કરો?" શર્મિલાજીએ કહ્યું.

"કરણ અને અંજલી તમને જરૂર માફ કરશે." અમ્માએ બહાર આવીને કહ્યું

"તમે જે કર્યું એ બધું ભૂલીને અમે નવી શરૂઆત કરવા માટે તૈયાર છીએ." અપ્પાએ કહ્યું.

"જો અમ્મા અપ્પાએ તમને માફ કરી દીધાં હોય, તો તમને માફ ન કરવાવાળા અમે કોણ છીએ? હું અને કરણ બધું ભૂલીને નવી શરૂઆત કરવા ઈચ્છીએ છીએ." અંજલીએ કહ્યું.

"જો અંજલી નવી શરૂઆત કરવાં માટે તૈયાર હોય, તો હું પણ તૈયાર છું." કરણે કહ્યું.

પછી કરણ અને અંજલી, મનીષજી અને શર્મિલાજીને ભેટ્યાં અને તેમનાં આશીર્વાદ લીધાં.

"નવી શરૂઆત થવાની ખુશીમાં, આજે સાંજે અંજલીનાં બનાવેલાં ઢોસાની પાર્ટી કરીશું." અપ્પાએ કહ્યું.

"તમે તો અંજલીનાં હાથનું જમવાનાં જ બહાના શોધો છો." અમ્માએ કહ્યું.

"કંઈ વાંધો નહીં, અમ્મા! હું બનાવી આપીશ." અંજલીએ કહ્યું.

"જોયું. મારી અંજલી ક્યારેય મને 'ના' ન કહે." અપ્પાએ ખુશ થઈને કહ્યું.

"સારું. સારું." અમ્માએ કહ્યું.

આખો દિવસ બધાંએ બેસીને ખૂબ વાતો કરી. સાંજે અંજલીએ બધાંને ઢોસા બનાવીને ખવડાવ્યા.

"અરે વાહ! અંજલી, તું તો ખૂબ જ સરસ ઢોસા બનાવે છે" શર્મિલાજીએ કહ્યું.

"હા, ખરેખર ઢોસા બહુ જ ટેસ્ટી છે." મનીષજીએ કહ્યું.

"Thank you!" અંજલીએ કહ્યું.

"હવે તો આ ઢોસા તમે કોઈ પણ સમયે ખાઈ શકશો. પણ અમારે ખાવા હશે, તો ત્યાં આવું પડશે." અપ્પા બોલ્યાં.

"તો જ્યારે મન થાય ત્યારે આવી જજો. બધાં ફરીથી ઢોસા પાર્ટી કરીશું." મનીષજીએ કહ્યું.

બધાં જમીને પછી ફળિયામાં બેસીને "પાસિંગ ધ પિલ્લો" રમી રહ્યાં હતાં. બધાંની છેલ્લે કરણ, અંજલી, કૃણાલ અને અનન્યા બાકી રહ્યાં હતાં. ફરીથી ગેમ શરૂ કરવામાં આવી, ત્યારે કરણ અને અનન્યા હારી ગયાં. અંતે બંને દિયર અને ભાભી વધ્યાં હતાં. ગેમ ફરીથી શરૂ કરવામાં આવી, ત્યારે અંજલી પાસે પિલ્લો આવ્યું.

અંજલી કરણની સામે જોઈને ગીત ગાવા લાગી.
"ખૂટે ભલે રાતો, પણ વાતો આ ખૂટે નહીં;
વાતો એવી તારી મારી.
ચાલતી રહે આ વાતો, ચાલતી રહે સદા;
મીઠી મીઠી વાતો તારી.
ચાંદને કહો કે આજે, આથમે નહીં."

બધાંએ અંજલીનું ગીત સાંભળીને તેને તાલીઓથી વધાવી લીધી. પછી બધાં સૂવા માટે ચાલ્યાં ગયાં.

અંધારી રાત હતી. આશ્રમમાં અંધારું છવાયેલું હતું. બધાં ચિરનિંદ્રામાં સૂઈ રહ્યાં હતાં. મનીષજી અને શર્મિલાજી રસોડાની બાજુનાં રૂમમાં સૂઈ રહ્યાં હતાં.

અચાનક રાત્રે મનીષજીની ઊંઘ ખુલી ગઈ. તેમને રસોડામાંથી વાસણ પડવાનો અવાજ સંભળાયો, એટલે ત્યાં કોણ હશે, તે જોવાં માટે મનીષજી રસોડામાં ગયાં. તેમણે જઈને જોયું, તો ત્યાં કોઈ પણ ન હતું. પોતાનો વહેમ છે, તેમ સમજીને તેઓ ફરી રૂમમાં જઈ રહ્યાં હતાં. ત્યાં તેમને ફળિયામાં કોઈનાં ચાલવાનો અવાજ સંભળાયો.

તેઓ ફળિયામાં ગયાં. ત્યાં જઈને જોયું, તો ત્યાં પણ કોઈ ન હતું. તેઓ ફરી અંદર જઈ રહ્યાં હતાં, ત્યારે કોઈએ તેમનો પગ ખેંચ્યો અને તેઓ નીચે પડી ગયાં. તેઓ દરવાજાનો સહારો લઈને ઊભાં થયાં. તેમણે પાછળ જોયું, તો ત્યાં કોઈ પણ ન હતું. તેઓ જલ્દીથી અંદર ચાલ્યાં ગયાં અને સૂઈ ગયાં.



_____________________________



મનીષજીનો પગ કોણે ખેંચ્યો હશે? આશ્રમમાં કોણ મનીષજીને નુક્શાન પહોંચાડવા ઈચ્છતું હશે?

જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી